________________
યોગદષ્ટિ-એક પરિશીલન
૧૨૫
આ દષ્ટિના પ્રકર્ષમાં પ્રાપ્ત થનારા ફળનું વર્ણન કરતાં પાંચમી ગાથામાં અસંગ-અનુષ્ઠાનનું સ્વરૂપ જણાવાય છેવિસભાગક્ષય શાંતવાહિતા, શિવમારગ ધ્રુવનામ; કહે અસંગ-કિયા ઈહાં યોગી, વિમલ સુયશ પરિણામ રે,
ભાવિકાનાપા સાતમી પ્રભાદષ્ટિમાં અસંગ-ક્રિયાને યોગી પ્રાપ્ત કરે છે. સ્વરસથી કરાયેલી ક્રિયાને અસંગક્રિયા કહેવાય છે. સામર્થ્યયોગની પ્રાપ્તિની પૂર્વઅવસ્થામાં અસક્યિા અવશ્ય હોય છે. અસંગક્રિયા માટે આવશ્યક એવી બધી જ કારણસામગ્રીની પરિપૂર્ણતા અહીં જોવા મળે છે. વચનાનુષ્ઠાનને આત્મસાત્ બનાવીને રાગાદિની આધીનતાને દૂર કરી મુમુક્ષુજનો અસંગષિાને યોગ્ય બને છે. સારામાં સારી પ્રવૃત્તિ પણ રાગાદિજન્ય બને તો તે અસંગઠ્યિામાં સમાવેશ પામતી નથી. વસ્તુ સારામાં સારી અને રાગ સહેજ પણ નહિ-આ એક અદ્ભુત સિદ્ધિ છે. રાગાદિના કારણે જ પ્રવૃત્તિ કરવાના સંસ્કારોના કારણે એ આપણને ઝટ ન સમજાય એ બનવાજોગ છે. પરંતુ અપ્રશસ્ત વિષયમાં ઘણીવાર રાગ વિના માત્ર ઔચિત્ય ખાતર આવી પ્રવૃત્તિ આપણે કરતા આવ્યા છીએ. ભાવ સહેજ પણ નહિ અને આદરનો પાર નહિ, આવો દેખાવ કંઈ કેટલીય વાર દિવસમાં કરતા હોઈએ છીએ. આ ઉપરથી સમજી શકાશે કે રાગાદિ વિના માત્ર પૂર્વવેધ(સંસ્કાર)થી આજ્ઞા મુજબની પ્રવૃત્તિ સારામાં સારી રીતે થઈ શકે છે. રામ વિના પ્રવૃત્તિ કઈ રીતે થાયએ સમજવા માટે જ ઉપરની વાત જણાવી છે. અપ્રશસ્ત પ્રવૃત્તિની સર્વથા સમાનતા જણાવવાનું અહીં અભિપ્રેત નથી.
સિદ્ધિની પ્રાપ્તિ માટે ઉપર જણાવેલી અસંગક્તિાને જુદા જુદા
Jain Education International
For Private & Personal Use Only.
www.jainelibrary.org