________________
૧૨૬ .
પ્રભાષ્ટિની સજઝાય
સ્વરૂપે અન્ય દર્શનકારો પણ માને છે. સાંખ્યદર્શનકારોએ પ્રશાંતવાહિતા રૂપે, બૌદ્ધોએ વિસભાગપરિક્ષયરૂપે, શૈવોએ શિવવિર્ભરૂપે અને મહાવ્રતિકોએ ધ્રુવનામ(ધ્રુવમાર્ગ,રૂપે અસક્રિયાને પરમતત્ત્વની પ્રાપ્તિ માટે અસાધારણ કારણ માની છે. વિષયકષાયની પરિણતિના અભાવને પ્રશાંતવાહિતા કહેવાય છે, જે સ્વરસવાહિબોધસ્વરૂપ છે. વિષયકષાયના સંસ્કારના અભાવને વિભાગપરિક્ષય કહેવાય છે અને મોક્ષપ્રાપ્તિના અવ્યવહિત કારણને શિવવિર્ભ તથા ધ્રુવમાર્ગ (ધુવાધ્યા) કહેવાય છે, જે અસંગાનુષ્ઠાનસ્વરૂપ છે. અન્યત્ર વર્ણવેલા અમૃતાનુષ્ઠાનમાં અને અહીં વર્ણવેલી અસંગક્રિયામાં બહુ ભેદ નથી. અનુષ્ઠાનના નિરંતર અભ્યાસથી દઢતર સંસ્કારના કારણે આત્મસાત્ થયેલું અસ-અનુષ્ઠાન ભાવપ્રકર્ષથી પૂર્ણ હોય છે. સુંદર યશયુક્ત મોક્ષના નિર્મળ પરિણામ સ્વરૂપ આત્મતત્ત્વ જ વસ્તુત: અસાવસ્થા છે. એ સાતમી દષ્ટિના સ્વરૂપની પુણ્ય-પ્રભા આપણા આત્માને પરમાત્મા બનાવે એ જ એક અભિલાષા. પા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org