________________
યોગદષ્ટિ-એક પરિશીલન
૧૨૭
9 આઠમી-પરાદષ્ટિની સક્ઝાય છે દદિ આઠમી સાર સમાધિ, નામ પર તસ જાણુંછ, આપસ્વભાવે પ્રવૃત્તિપૂરણ, શશિસમ બોધ વખાણુંજી; નિરતિચારપદ એહમાં યોગી, કહીએ નહિ અતિચારીજી, આરહે આરૂઢ ગિરિને, તેમ એહની ગતિ ન્યારીજી, ૧૫
યોગની છેલ્લી આઠમી દષ્ટિનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે આઠમી દષ્ટિનું નામ ‘પરા છે. આ દષ્ટિમાં યમ-નિયમાદિ અષ્ટાફમાંથી આઠમા સમાધિ’ નામના અંગની પ્રાપ્તિ થાય છે. આત્માના સ્વભાવરૂપે પરિણમેલી પ્રવૃત્તિ આ દષ્ટિમાં હોય છે, જે યોગના અષાદિ ગુણોમાંનો છેલ્લો ગુણ છે. યોગના પ્રતિપન્થી ખેદાદિ દોષોમાંથી છેલ્લો આસદોષ આ દૃષ્ટિમાં ન હોવાથી આત્મસાત્ થયેલી પ્રવૃત્તિ નામનો ગુણ આ દષ્ટિમાં છે. ચંદ્ર જેવો ઉજ્જવળ બોધ પરાદષ્ટિનું સ્વરૂપ છે.
આશય એ છે કે સાતમી દષ્ટિમાં સૂર્યની કાંતિ જેવો બોધ હતો. તેની અપેક્ષાએ પરાદષ્ટિનો બોધ અધિકાર હોવાથી અહીંના બોધને ચંદ્રની કાંતિની ઉપમા આપી છે. ચંદ્રની સૌમ્યતા, શીતલતા અને સૂર્ય કરતાં દૂરવર્તિતાદિની અપેક્ષાએ ચંદ્રના પ્રકાશની અહીં અધિકતરતા વર્ણવી છે. સામર્થ્યયોગની ઉપસ્થિતિમાં મુખ્યપણે પ્રાપ્ત થનારી આ પરાષ્ટિમાં બોધ પરાકાષ્ઠાને પ્રાપ્ત કરે છે. ક્ષયોપશમભાવની છેલ્લી અવસ્થાએ અને સાયિકભાવની પૂર્વાવસ્થાએ શશિ(ચંદ્ર)સમ બોધ પ્રકૃષ્ટ-સમાધિનો પ્રાપક બને છે. ધ્યાનવિશેષને સમાધિ કહેવાય છે. સામાન્ય રીતે વિચારીએ તો મન-વચન-કાયાની એકાગ્રતાપૂર્વક કોઈ પણ વસ્તુનું જ્ઞાન કરવું તે ધારણા છે. ધાર્યમાણ(ધારણાનો વિષય) વિષયનું વિષયાંતરના પરિહારપૂર્વક સાતત્યથી જ્ઞાન કરવું તેને ધ્યાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org