________________
૧૦૬
કાન્તાદૃષ્ટિની સઝાય
નાશ વયરનો રે' આ પદથી વર્ણવ્યો છે. અહીં યાદ રાખવું જોઈએ કે આવી સિદ્ધિનો યોગીઓને પોતાના માટે કોઈ જ ઉપયોગ હોતો નથી. આવા પ્રકારની સિદ્ધિ કોઈ વાર તેવા પ્રકારના પુણ્યના અભાવે ન મળે તો પણ યોગનું કાર્ય અસિદ્ધ બનતું નથી. જે યોગના પ્રભાવે અન્યના વૈરનો નાશ થાય છે, તેવા યોગને સિદ્ધ કર્યા પછી પણ યોગીઓને સંસારની અંતિમ ક્ષણ સુધી પોતાની પ્રત્યે આચરાતા વૈરને સહન કરવાનો પ્રસંગ આવતો હોય છે. યોગની સિદ્ધિનો પ્રભાવ અને એ પ્રભાવનો પ્રભાવ-આ બેમાં ઘણો ફરક છે. યોગીઓને એવા પ્રભાવના પ્રભાવની કોઈ આવશ્યકતા હોતી નથી. યોગ્ય જીવોને ચોક્કસ જ એનાથી લાભ થાય છે-એમાં કોઈ જ સદેહ નથી. પુણ્યનો ઉદય અને ક્ષાયિકભાવ : આ બેમાં જે ફરક છે તે યોગીઓ બરાબર જાણે છે. સાધકવર્ગે પણ એ ફરકને હૃદયસ્થ બનાવી લેવો જોઈએ. પુણ્યના ઉદયના પ્રાધાન્યને આંખ સામે રાખનારા સિદ્ધિએ ક્યારે પણ નહિ પહોંચે. સાધનાના પ્રારંભથી જ ક્ષાયિકભાવ પામવાનો ઉદ્દેશ સ્થિર રાખવો જોઈએ.
સિદ્ધયોગીની ઉપર જણાવેલી છે તે અવસ્થાઓના અંતે યોગીઓને આગમ(શ્રુતજ્ઞાન), અનુમાન અને ધ્યાનના પ્રર્ષથી ઋતંભરા નામની પ્રજ્ઞા-બુદ્ધિ પ્રાપ્ત થાય છે. જૈનદર્શન-પ્રસિદ્ધ પ્રાતિજ્ઞાનની અવસ્થાનો જેને ખ્યાલ છે તેઓ આ ઋતંભરા પ્રજ્ઞાનું સ્વરૂપ બરાબર સમજી શકશે. શ્રુત-શાસ્ત્રજ્ઞાનની પરાકાષ્ઠા સ્વરૂપ આ પ્રજ્ઞા છે. લોકલોકોત્તર પદાર્થનું વાસ્તવિક સ્વરૂપ સમજાવવાની શાસ્ત્રમર્યાદા અહીં પૂર્ણ થાય છે. અતીન્દ્રિય પદાર્થોના પ્રત્યક્ષની પ્રજાનો અહીં આવિર્ભાવ શરૂ થાય છે. સમગ્ર ચરાચર વિશ્વના દ્રવ્ય-ગુણ-પર્યાયની ત્રણેય કાળની અવસ્થાના પરમદર્શનની પૂર્ણ સામગ્રીનો અહીં યોગ છે. સાંખ્યદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org