________________
યોગદષ્ટિ-એક પરિશીલન
૧૦૭
પ્રસિદ્ધ આ ઋતંભરાપ્રજ્ઞાનું સ્વરૂપ જિજ્ઞાસુઓએ સાંખ્યદર્શનથી સમજવું જોઈએ. “નાશ દોષનો રે...” આ ગાથાથી નિષ્પન્નયોગીનાં ચિહ્નોનું વર્ણન કરાયું છે. વાસ્તવિક રીતે નિષ્પન્નયોગની અવસ્થા પથ્થણીગત યોગીને પ્રાપ્ત થતી હોય છે. પરંતુ કારણસ્વરૂપ આ અવસ્થા ચોથા ગુણસ્થાનકની પ્રાપ્તિથી પાંચમી દષ્ટિમાં પ્રાપ્ત થાય છે. એ અપેક્ષાએ યોગની પ્રાપ્તિ, સ્થિતિ અને સિદ્ધિની અપેક્ષાએ વર્ણવેલાં તે તે યોગનાં ચિહ્નો ગ્રંથકાર પરમર્ષિએ પાંચમી દષ્ટિથી ગણ્યાં છે. આ જ વાતને સ્પષ્ટ કરતાં ફરમાવ્યું છે કેચિઠ યોગનાં રે જે પરગ્રંથમાં, યોગાચારય દિઠ, પંચમદષ્ટિ થકી સવિ જોડીએ, એહવા નેહ(તેહ) ગરિઠ,
ધનવાઝા આશય સ્પષ્ટ છે કે ઉપર જણાવેલાં તેમ જ સાંખ્યદર્શનાદિ ગ્રંથમાં વર્ણવેલાં અપાયશક્તિનું માલિન્ય અને પાપાકરણતા વગેરે જે યોગનાં ચિહ્નો યોગાચાર્યોએ જોયાં છે-વર્ણવ્યાં છે, તે બધાનો પ્રારંભ અહીં પાંચમી દષ્ટિથી ગણવો. પાંચમી દષ્ટિમાં સામાન્યથી યોગની પ્રાપ્તિની શરૂઆત થઈ હોવાથી ઉત્તરગુણસ્થાનકાદિની અપેક્ષાએ તે તે ચિહ્નો શ્રેષ્ઠ ન હોવા છતાં અહીં પાંચમી દષ્ટિમાં વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ થવાથી તેવા પ્રકારના સૂક્ષ્મબોધના કારણે તે તે ચિહ્નો અહીં આવિર્ભત થવા માંડે છે. અહીં ચોથી લીટીમાં ‘નેહ ના સ્થાને ‘તેહ' આવો પાઠ ઉપલબ્ધ છે. એ મુજબ અર્થ કરવો હોય તો-અન્યગ્રંથોમાં જે યોગનાં ચિહો બતાવ્યાં છે તે પાંચમી દષ્ટિ પછી જોડી શકાય એવાં ગરિષ-શ્રેષ્ઠ
પાંચમી દષ્ટિના અંતે અને છઠ્ઠી દષ્ટિની પૂર્વે પ્રાપ્ત થનારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org