________________
યોગદષ્ટિ-એક પરિશીલન
આંશિક વિવાદને પ્રમાણભૂત નથી માનતા. હાથીના પગ વગેરે એક અવયવને ગ્રહણ કરી, તે દ્વારા હાથીનું વર્ણન કરનારા છ અંધ પુરુષો પરસ્પર જે ફરક જણાવે છે-એ ફરક હાથીને પ્રત્યક્ષપણે જોનારને મન આશ્ચર્યનું કારણ બને-એ સહજ છે. ૩
આવી સ્થિતિમાં સ્થિરાદિક છેલ્લી ચાર દષ્ટિને પામેલા પુણ્યાત્માઓ જે રીતે વર્તે છે-તેનું વર્ણન ચોથી ગાથાથી કર્યું છે
દર્શન સકલના નય ગ્રહે, આપ રહે નિજ ભાવે રે, હિતકારી જનને સંજીવની, ચારો તેહ ચરાવે રે,
વીર જિસેસર દેશના ૪. સ્થિરાદિ ચાર દષ્ટિવાળા જીવોને વેદસંવેદ્યપદ પ્રાપ્ત થયેલું હોવાથી સકલદર્શનના સિદ્ધાંતને જાણ્યા પછી તે જીવો પોતાના ભાવમાં સ્થિર રહે છે. વેદ્યસંવેદ્યપદનું વર્ણન ચોથી દષ્ટિની સઝાયમાં કરવાનું છે-એટલે એ વખતે તેનું સ્વરૂપ સ્પષ્ટ થશે. સાચું સમજાયા પછી ગમે તેવા વિવાદાસ્પદ વિષયને જાણ્યા પછી પણ પોતાની સ્થિરતા સ્થિરાદિ દષ્ટિમાં નષ્ટ થતી નથી. આ રીતે પોતે પોતાના સ્વભાવમાં સ્થિર રહેલા તે આત્માઓ; તે તે દર્શનની રુચિવાળા તે તે જીવોને લોકોત્તરમાર્ગની રુચિ થાય-એ માટે તે તે જીવોને હિતકર એવી પ્રવૃત્તિ કરતા હોય છે. તેઓની તે પ્રવૃત્તિ ચારિસંજીવની'ના દાંતને અનુરૂપ હોવાથી ઉચિત જ છે. દષ્ટાંતનું તાત્પર્ય એ છે કે-કોઈ એક સ્ત્રીએ પોતાના પતિને પોતાને આધીન બનાવવા કોઈ એક પરિવ્રાજિકાની સહાયથી બળદ બનાવેલ. પાછળથી તેને ઘણો પસ્તાવો થયો. એ બળદ ફરી માણસ બને એ માટે ઉપાયની શોધમાં કાયમ તત્પર રહેતી તે સ્ત્રી દરરોજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org