SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ મિત્રાદષ્ટિની સઝાય લયોપશમથી જ જ્ઞાનનો આવિર્ભાવ થાય છે. આ ક્ષયોપશમની મંદતા વગેરેના કારણે જોનારને દયના દર્શનમાં ફરક પડે છે. આથી સમજી શકાશે કે એક જ જાતનું દશ્ય હોવા છતાં દષ્ટિસામાન્યના ભેદથી તેના દર્શનમાં ભેદ પડે છે. રા. આ રીતે ક્ષયોપશમવિશેષના કારણે દષ્ટિસામાન્યનો ભેદ છે આથી જ દશ્યની જોવાની જુદી જુદી રીતના કારણે દર્શનોમાં ભેદ છેએ વસ્તુ ત્રીજી ગાથાથી વર્ણવી છેદર્શન જે હુઆ જુઆ, તે નજરને ફેરે રે, ભેદ સ્થિરાદિક દષ્ટિમાં, સમકિતદષ્ટિને હેરે રે, વીર જિસેસર દેશના ૩ દેવાધિદેવ શ્રી અરિહંત પરમાત્માની વચનાતિશય અને જ્ઞાનાતિશયથી યુક્ત એવી પરમતારક દેશનાના શ્રવણ દ્વારા પોતપોતાની પદાર્થને ગ્રહણ કરવાની દષ્ટિવિશેષથી તે તે દર્શનકારોએ તે તે દર્શનો પ્રગટાવ્યાં છે. લોકોત્તરદેશનાના શ્રવણથી પણ લૌકિક દર્શનો જે જુદાં જુદાં દેખાય છે, એમાં તે તે દર્શનના પ્રણેતાઓની સામાન્ય નજરનજરનો ફરક કારણ છે. આવો ભેદ પ્રથમની ચાર દષ્ટિમાં જ હોય છે. મિત્રો, તારા, બલા અને દીપ્રા-આ પ્રથમ ચાર દષ્ટિ પછીની જે સ્થિરા, કાન્તા, પ્રભા અને પરા આ ચાર દષ્ટિ છે; તેમાં વેદસંવેદ્યપદની પ્રાપ્તિ થયેલી હોવાથી સમકિતદષ્ટિ આત્માને એ ફરક આશ્ચર્ય ઉપજાવે છે. કારણ કે સર્વાગીણ તત્ત્વના જ્ઞાતાઓને; વસ્તુના એકાદ અંશને ગ્રહણ કરી અન્ય અંશમાં કરાતો વિવાદ નિરર્થક જણાય છે. નય, નિક્ષેપા અને પ્રમાણથી સુનિશ્ચિત અર્થને ગ્રહણ કરનારા વેવસંવેદ્યપદના સ્વામી કોઈ પણ રીતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001162
Book TitleYogadrushti Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2003
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy