SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ મિત્રાદષ્ટિની સક્ઝાય બળદને ચારો ચરાવવા વનમાં લઈ જાય છે, ત્યાં એકવાર કોઈ વિદ્યાધર-યુગલની વાતચીતમાંથી પોતે જ્યાં વૃક્ષ નીચે બેસી હતી ત્યાં રહેલી સંજીવની ખવરાવવાથી બળદ માણસ બનશે-એવું તેણીને જાણવા મળ્યું. એ મુજબ સંજીવની ચરાવવાની ભાવનાથી સંજીવનીનું જ્ઞાન ન હોવાના કારણે તેણી દરરોજ એ વૃક્ષની આસપાસનો ચારો ચરાવવાની પ્રવૃત્તિ કરે છે. યોગાનુયોગ એક્વાર ચારાની સાથે અજ્ઞાત એવી સંજીવની પણ બળદના ચારામાં આવી અને એ ચારાને ચરવાથી બળદ માણસરૂપ થયો. આ રીતે માત્ર સંજીવની ચરાવવાની અપેક્ષાએ ચારો ચરાવવાની પ્રવૃત્તિ યોગ્ય ન હોવા છતાં ઉપર જણાવ્યા મુજબ સંયોગવિશેષમાં ચારો ચરાવવાની પ્રવૃત્તિ જેવી રીતે અહીં હિતકારિણી છે-એવી રીતે સ્થિરાદિ ચાર દષ્ટિમાં વર્તનારા જીવોની, તે તે દર્શનની રુચિવાળા જીવોને ઉચિત એવી પ્રવૃત્તિ પણ હિતકારિણી છે. આ ચોથી ગાથાનો પરમાર્થ છે. જો હું છું ક્યું શંકા એ થાય છે કે સ્થિરાદિ ચાર દષ્ટિઓમાં વેદ્યસંવેદ્યપદ પ્રાપ્ત થયા પછી ઘણી વાર સાધકની સાધનામાં અવરોધ જોવા મળે છે, જેથી તેમનું મોક્ષમાર્ગે થતું પ્રયાણ અટકી પડે છે-આવું કેમ બને છે. એ શંકાનું સમાધાન કરતાં પાંચમી ગાથામાં પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજા ફરમાવે છે કે દષ્ટિ પિરાદિક ચારમાં, મુગતિપ્રયાણ ન ભાંજે રે, રયણીશયન જિમ શ્રમ હરે, સુરનરસુખ તિમ છાજે રે, વીર જિણેસર દેશના પણ છેલ્લી ચાર દૃષ્ટિમાં તેવા પ્રકારના પુણ્યાનુબંધી પુણ્યના કારણે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001162
Book TitleYogadrushti Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2003
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy