________________
૫૨
દીપ્રાદષ્ટિની સઝાય
દેખાવ કરવાની શરૂઆત કરતા હોઈએ છીએ. એને જ શાસ્ત્રીય પરિભાષામાં ગુરુભક્તિનો દ્રોહ કહેવાય છે. આવો દ્રોહ આ ચોથી દષ્ટિમાં હોતો નથી. ભવનિસ્તારક પૂ. ગુરુભગવંતની ભક્તિ, શક્તિ ન હોય તો કોઈ વાર ન પણ થાય. પરંતુ તેઓશ્રીની કોઈ પણ પ્રકારની ભક્તિના પ્રસંગે આંખ આડા કાન કરવાની વૃત્તિ કઈ રીતે થાય ? તેઓશ્રીએ કરેલા અનુગ્રહનું મૂલ્ય સમજવા માટે આપણે આપણા ભૂતકાળનો વિચાર કરવો જોઈએ. ક્યાં એ વખતનું આપણું અજ્ઞાનમૂલક દયાપાત્ર જીવન અને ક્યાં આજનું જ્ઞાનમૂલક આદરપાત્ર જીવન-આ બેનો વિચાર કરવાથી સમજાશે કે આપણને તત્ત્વશ્રવણ કરાવવા દ્વારા પૂ. ગુરુદેવે આપણી ઉપર કેવો અનુગ્રહ કર્યો છે ! અદ્ભુત કોટિના પુણ્યોદયે ચોથી દષ્ટિમાં એ બરાબર સમજાય છે. તેથી સાધક પૂ. ગુરુદેવશ્રીની ભક્તિનો દ્રોહ તો નથી જ કરતો.
, મધુર ઉદક-પાણીના સંપર્ક જેવા તત્ત્વશ્રવણની પ્રાપ્તિથી આ દષ્ટિમાં પૂર્વદષ્ટિઓની અપેક્ષાએ બોધ પ્રમાણમાં સારો હોવા છતાં અર્થની દષ્ટિએ તેમાં સૂક્ષ્મતા નથી... વગેરે જણાવતાં ગ્રંથકારશ્રી ફરમાવે છે કે
સૂક્ષ્મબોધ તોપણ ઈહાંજી, સમકિત વિણ નહિ હોય, વેવસંવેદ્યપદે કહ્યો છે, તે ન અવેવે જોય, જમનાપા
આશય એ છે કે આ ચોથી દષ્ટિમાં જીવને તત્ત્વશ્રવણની નિરંતર પ્રવૃત્તિના કારણે ગણનાપાત્ર જ્ઞાન પ્રાપ્ત થતું હોવા છતાં સૂક્ષ્મબોધની પ્રાપ્તિ થતી નથી. કારણ કે અહીં જીવને સમ્યગ્દર્શન હોતું નથી. વેદ્યસંવેદ્યપદમાં જ સૂક્ષ્મબોધની પ્રાપ્તિ થાય છે. ચોથી દષ્ટિ સુધી અવેદ્યસંવેદ્યપદ જ હોય છે. ચોથી દષ્ટિ પછી જ વેદ્યસંવેદ્યપદ પ્રાપ્ત થતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org