________________
યોગદષ્ટિ-એક પરિશીલન
પ૧
થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અત્યાર સુધી આપણે સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છીએ તેનું કારણ અતત્ત્વશ્રવણ છે. સંસારની અસારતાદિનું ભાન ન થવા દે-એવું અતત્ત્વશ્રવણ છે. પુણ્યના યોગે પ્રાપ્ત થનારી સુખમય અવસ્થા પણ આત્માનું તત્ત્વ નથી. આત્માને છોડીને અન્ય કોઈ પણ પદાર્થના જ્ઞાન માટે કરાતા શ્રવણને અતત્ત્વશ્રવણ કહેવાય છે. સકલ સંસારના યોગનું એ મુખ્ય કારણ છે. અતત્ત્વની જિજ્ઞાસા અતત્ત્વના રાગમાંથી જન્મે છે અને તેથી અતત્ત્વનો રાગ ઉત્તરોત્તર પ્રબળ બને છે. પ્રબળ બનેલો આ રાગ અતત્ત્વની જિજ્ઞાસાને ઉત્કટ બનાવે છે. આવી સ્થિતિમાં તત્ત્વની જિજ્ઞાસાનો અવકાશ જ રહેતો નથી અને તેથી તત્ત્વશુશ્રુષા કે તત્ત્વશ્રવણની સાધકને પ્રાપ્તિ થતી નથી. આથી જ આ દષ્ટિમાં અતશ્રવણસ્વરૂપ સકલ સંસારના યોગનો ત્યાગ કરવાનું આવશ્યક બને છે. તેને ગ્રંથકારપરમર્ષિએ ખારા પાણીની ઉપમા આપી છે. એ ખારા પાણીનો ત્યાગ થવાથી તત્ત્વશ્રવણ સ્વરૂપ મધુર પાણીનો સંપર્ક સુલભ બને છે, જેથી યોગનાં બીજોનો પ્રરોહ થાય છે.
તત્ત્વશ્રવણના ઉપર જણાવેલા અચિજ્ય સામર્થ્યનો અનુભવ ક્ય પછી સાધકને તત્ત્વશ્રવણ કરાવનાર ભવનિસ્તારક પૂ. ગુરુભગવંત પ્રત્યે સ્વાભાવિક જ બહુમાનાતિશય પ્રગટે છે. તત્ત્વશ્રવણ વખતે પૂ. ગુરુભગવંતના અગાધ જ્ઞાનનો અંશત: પણ અનુભવ થયા પછી સાધકને તેઓશ્રીની પ્રત્યે બહુમાન વધે એ સમજી શકાય છે. આથી આ દષ્ટિમાં ગુરુભક્તિનો દ્રોહ(માયાપૂર્વકનો ત્યાગ) સાધક કરતો નથી. ગમે તે કારણ હોય પરંતુ વર્તમાનમાં ધર્મી ગણાતા વર્ગમાં ગુરુભક્તિ અંગે ઠીક ઠીક ઔદાસીન્ય પ્રવર્તતું જાય છે. લાજેશરમે પણ ભક્તિ ક્યાં વિના ચાલશે નહિ-એવું જણાય એટલે મોટા ભાગે અજ્ઞાતતાનો આપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org