________________
૫૦
દીપ્રાદષ્ટિની સઝાય
તો એમાં કશું જ ખોટું નથી. પ્રાણ કરતાં પણ ધર્મની અધિકતા ન સમજાય તો આગળની દૃષ્ટિએ તો કોઈ પણ રીતે પ્રાપ્ત ન જ થાય-એ આપણે સમજી શકીએ છીએ. આગળની દષ્ટિઓમાં તો મરણાંત કરો વેઠવાની સંપૂર્ણ યોગ્યતા પ્રાપ્ત કરવાની છે. આવા વખતે ધર્મની અપેક્ષાએ જો પોતાના જીવનને જ અધિક ગણાય તો સાધકનું શું થાયએ વિચારીએ તો ખબર પડે કે આ દષ્ટિનો સાર ક્યો છે ! ધર્મના વાસ્તવિક મૂલ્યને સમજ્યા વિના કરાતી આપણી ધાર્મિક ક્રિયાઓ સારહીન બનતી જાય છે. આવી નિસ્સાર પ્રવૃત્તિઓ પરમપદે કોઈ પણ રીતે નહીં જ પહોંચાડે-એ વાત આ દષ્ટિમાં બરાબર યાદ રહે છે. આથી જ ચોથી દષ્ટિમાં જ્ઞાનનું મૂલ્ય ખૂબ જ સ્પષ્ટપણે સમજાય છે. એ જ્ઞાનના અખંડ પ્રવાહનું અનન્ય સાધન તત્ત્વશ્રવણ છે અને તત્ત્વ-શ્રવણના અચિન્ય પ્રભાવથી પ્રથમ દષ્ટિમાં પ્રાપ્ત થયેલાં યોગબીજોનો અહીં પ્રરોહ થાય છે. આ વાત ચોથી ગાથા દ્વારા સ્પષ્ટ રીતે જણાવી છેતત્ત્વશ્રવણ મધુરોદકેરુ, ઈહાં હોયે બીજપ્રરોહ, ખાર ઉદક સમ ભવ ત્યજી, ગુરુભગતિ અદ્રોહ, મનમોહનરાજા
ત્રીજી દષ્ટિમાં યોગના ગુણ તરીકે પ્રાપ્ત થયેલી શુશ્રુષાના ફળ સ્વરૂપે અહીં ‘તત્ત્વશ્રવણ” નામનો ગુણ પ્રાપ્ત થાય છે. ખારા પાણીનો અભાવ હોય અને મીઠા પાણીનો સંપર્ક થાય તો જેવી રીતે બીજનો પ્રરોહ થાય છે તેવી રીતે આ ચોથી દષ્ટિમાં પ્રાપ્ત થયેલ તત્ત્વશ્રવણ નામના ગુણસ્વરૂપ મધુર પાણીના સંપર્કથી અહીં યોગનાં બીજોનો પ્રરોહ-પ્રાદુર્ભાવ (ઊગવું તે) થાય છે. તત્ત્વશ્રવણસ્વરૂપ મધુરપાણીના સંપર્ક પૂર્વે સમગ્ર ભવ-સંસારસ્વરૂપ ખારા પાણીનો ત્યાગ આ દષ્ટિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org