________________
યોગદષ્ટિ-એક પરિશીલન
અંતરભાવના પૂરણથી મળે છે, જેને ભાવપ્રાણાયામના અંગ-સ્વરૂપ કુંભકરૂપે વર્ણવાય છે. આ રીતે રેચક, પૂરક અને કુંભક અવસ્થાપન્ન ભાવપ્રાણાયામના સામર્થ્યથી જીવને અત્યંત ગુણ જ્ઞાનાદિમાં સ્થિરતા મળે છે. આથી સ્થિર એવા જ્ઞાનના કારણે જીવને ધર્મની જે રીતે અનિવાર્યતા સમજાય છે તેનું વર્ણન કરતાં ત્રીજી ગાથામાં ખૂબ જ માર્મિક વાત જણાવાઈ છેધર્મ અર્થે ઈહાં પ્રાણને, છોડે પણ નહિ ધર્મ, પ્રાણ અર્થે સંકટ પડે છે, જુઓ એ દષ્ટિનો મર્મ, મનમોહન રૂપા
- આશય એ છે કે-જ્ઞાનની સ્થિરતા વિના સાચું કહીએ તો વસ્તુના પરમાર્થને સમજવાનું શક્ય નથી. પ્રાણાયામના કારણે પ્રાપ્ત થયેલી જ્ઞાનની સ્થિરતાથી સાધકને આ ચોથી દષ્ટિમાં ધર્મનું મૂલ્ય સમજાય છે. તેથી ધર્મની સાધના માટે જરૂર પડ્યે પ્રાણનો ભોગ આપવાની અહીં તૈયારી થઈ જાય છે. એ મનથી માને છે કે ધર્મ માટે જરૂર પડે તો પ્રાણનો ત્યાગ કરવો પડે તો કરવો, પરંતુ ગમે તેવા સંકટમાં પણ પ્રાણની રક્ષા માટે ધર્મનો ત્યાગ કરવો નહિ. ચોથી દષ્ટિનો આ મર્મ(રહસ્ય) વિચારવાયોગ્ય છે. આવી કમિક વિકાસની અવસ્થાને સ્પર્યા વિના જેઓ આગળ ચાલવા માંડ્યા છે, તેઓ યોગની સિદ્ધિ સુધી પહોચે-તેમાં તથ્ય નથી. તેવા પ્રકારની કોઈ ભવિતવ્યતાવિશેષના કારણે બાકી રહેલા પૂર્વ ગુણો પછી મળી જાય અને તેને યોગની સિદ્ધિ થાય-એ જુદી વાત છે. બાકી તો એ સિદ્ધિ અશક્ય છે. પ્રાણ કરતાં પણ ધર્મ અધિક છે-આવી તાત્વિક માન્યતા આ દષ્ટિનો સાર છે. પ્રથમ ગુણસ્થાનકે પ્રાપ્ત થનારી ચાર દષ્ટિઓમાં આ દષ્ટિ છેલ્લી છે. પ્રથમ ગુણસ્થાનકની પ્રસિદ્ધિ સ્વરૂપ જ આ સાર છે-એમ કહીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org