________________
४८
દીપ્રાદષ્ટિની સક્ઝાય
બાહાભાવરેચક ઈહાંજી, પૂરક અંતર ભાવ; કુંભક થિરતા ગુણે કરીછ, પ્રાણાયામ સ્વભાવ, મનમોહનારા - ત્રીજી દષ્ટિના અંતે સાધકને પ્રાપ્ત થયેલી શુદ્ધ શુક્રૂષાના કારણે યોગમાર્ગની સાધનામાં ઉપયોગી એવો જે બોધ મળે છે, એ બોધના પ્રભાવે બાહ્યભાવ-અનાત્મભાવને ભવભ્રમણનું કારણ જાણ્યા પછી ભાવપ્રાણાયામમાં સૌથી પહેલાં બાહ્યભાવનું રેચન(દૂર કરવાનું) શરૂ થાય છે. આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે જે કરવું પડે, તેને છોડીને બીજી કોઈ પણ જાતની વિચારણા કે પ્રવૃત્તિને બાહ્યભાવ કહેવાય છે. આજ સુધી આપણને આપણા શુદ્ધ સ્વરૂપની પ્રાનિ થઈ નથી એમાં બાહ્યભાવની રમણતા મુખ્ય કારણ છે. બાહ્યભાવથી વિમુખ થયા વિના આત્માના શુદ્ધ સ્વરૂપનો આવિર્ભાવ શક્ય નથી. આ ચોથી દષ્ટિમાં સામાન્યથી બાહ્યભાવની વિમુખતાનો પ્રારંભ થાય છે. તેને બાહ્યભાવનું રેચન કહેવાય છે. આ રીતે મન જ્યારે બાહ્યભાવથી દૂર થાય છે, ત્યારે એ મન આત્માના શુદ્ધસ્વરૂપ વગેરેની વિચારણામાં પ્રવૃત્ત બને છે. એને અંતરભાવપૂરણ કહેવાય છે. આ અંતરભાવની પૂરણતા જ આત્માને બાહ્યભાવથી દૂર રાખે છે. જીવ આત્મભાવમાં મગ્ન બનવાનો પ્રયત્ન ન કરે તો જીવને બાહ્યભાવની વિમુખતા કોઈ પણ રીતે શક્ય બનતી નથી. તેથી સાધકે એ ખ્યાલમાં રાખવું જોઈએ કે આત્મભાવનું પૂરણ કોઈ પણ સંયોગોમાં ર્યા વિના ચાલે એવું નથી. પ્રયત્નપૂર્વક મનને અત્યંતરભાવમાં જોડવામાં આવે તો આત્માના અંશત: પણ પ્રગટ થયેલા ગુણમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે. આત્માના અનંતાનંત ગુણોમાં સ્થિરતા રમણતા પ્રાપ્ત કરવાનું સદ્ભાગ્ય
જ્યારે મળશે ત્યારે તો આનંદની અવધિ નહિ હોય. પરંતુ ત્યાં સુધી આત્માના આંશિકગુણમાં પણ સ્થિરતા કરવાનું સદભાગ્ય આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org