________________
યોગદષ્ટિ-એક પરિશીલન
હોય છે. તેથી વેદ્યસંવેદ્યપદમાં જ થનાર સૂક્ષ્મબોધ અવેદ્યસંવેદ્યપદની વિદ્યમાનતામાં ન જ હોય તે સમજી શકાય છે.
આ રીતે ચોથી દૃષ્ટિમાં વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ ન હોવાથી સૂક્ષ્મબોધ હોતો નથી. એ જાણ્યા પછી સાધકને આ દૃષ્ટિમાં વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ માટેનો અભિલાષ જાગે છે. તેની પ્રાપ્તિ માટે કઈ જાતનો પુરુષાર્થ કરવો જોઈએ-એ જણાવતાં પૂર્વે આ ઢાળની છઠ્ઠી ગાથામાં વેદ્યસંવેદ્યપદનું સ્વરૂપ સમજાવાય છે
વેદ્ય બંધશિવહેતુ છે જી, સંવેદન તસ નાણ, નયનિક્ષેપે અતિભલુંજી, વેદ્યસંવેદ્યપ્રમાણ, મનના
વેદ્યનું સંવેદન જે પદમાં થાય છે તે પદ એટલે આત્માની અવસ્થાવિશેષ સ્વરૂપ સ્થાન તેને વેદ્યસંવેદ્યપદ કહેવાય છે. સામાન્ય રીતે જાણવા યોગ્ય પદાર્થમાત્રને વેદ્ય કહેવાય છે. પરંતુ વેદ્ય તરીકે બધા વેદ્ય પદાર્થો લીધા નથી. અત્યાર સુધી ઘણા વેદ્યપદાર્થનું જ્ઞાન થવા છતાં વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ ના થઈ. કર્મબંધ અને મોક્ષના જે કારણ છે તે વિશેષ વેદ્ય પદાર્થની જ અહીં વિવક્ષા કરી છે. સંસારમાં સુખદુ:ખ, અનુકૂળ-પ્રતિકૂળ અને તેનાં કારણ આદિને જાણવા માટે આપણે ઓછી મહેનત કરી નથી. અનાદિકાળના તેવા જ સંસ્કારોને લઈને એનું જ્ઞાન ખૂબ જ સહેલાઈથી પ્રાપ્ત થતું હતું. ઉપદેશ વગર પણ આપણે એ બધું સ્પષ્ટ રીતે સહેલાઈથી સમજી લેતા હતા. પરંતુ ગુર્વાદિકના ઉપદેશથી પણ આપણે શિવ અને બંધના કારણ વગેરેને સમજી શકતા ન હતા. એટલું જ નહિ, એ દિશામાં એવો કોઈ પ્રયત્ન પણ આપણે કર્યો નથી–એમ કહેવામાં કશું ખોટું નથી. સાધક તરીકે ગણાતા વર્ગની વર્તમાનસ્થિતિનો વિચાર કરીએ તો સમજાશે કે ખરેખર જ આ વેદ્ય
Jain Education International
૫૩
For Private & Personal Use Only
www.jainelibrary.org