________________
૧૪૨
પરાષ્ટિની સઝાય
કરતાં ફરમાવે છે કે-પંડિત શ્રી નવિજયજી મહારાજાના ચરણક્સલના ઉપાસક શ્રી મહામહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજાનાં વચન સ્વરૂપ જે યોગપદાર્થો છે તે યોગપદાર્થસ્વરૂપ ગુણરત્નોને પ્રાપ્ત કરી ભવ્યાત્માઓ પોતપોતાની ઈચ્છાને પૂર્ણ કરે.
સૂરિપુરંદર પૂજ્યપાદ શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ રચેલા - “શ્રી યોગદષ્ટિ-સમુચ્ચય'ના પદાર્થોનું અવલંબન લઈને મહામહોપાધ્યાય પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજાએ યોગદષ્ટિની આઠ સઝાયો રચેલી. ગુજરાતી ભાષામાં યોગના રહસ્યભૂત પદાર્થોનું સંકલન-એ એક અદ્ભુત પ્રયોગ હતો. આઠ સક્ઝાયોની કુલ ૭૬ ગાથામાં આઠ દષ્ટિઓના પદાર્થોનું સંકલન કરી યોગના અનભિજ્ઞ એવા આપણી ઉપર ગ્રંથકારશ્રીએ ખૂબ ખૂબ ઉપકાર કર્યો છે. અંતે એ ઉપકારને અનુરૂપ આઠ સઝાયોનું આ પરિશીલન દ્વારા પરિશીલન કરી મુમુક્ષુ આત્માઓ પોતાના આત્માને પરમાત્મા બનાવે એ જ એક શુભાભિલાષા...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org