________________
યોગદષ્ટિ-એક પરિશીલન
૧૪૧
આથી સ્પષ્ટ છે કે પર્ષદાની યોગ્યાયોગ્યતાનો વિચાર કરીને જ યોગમાર્ગનું પ્રદાન કરવું જોઈએ. આ વાતનું સમર્થન કરતાં છેલ્લી ગાથામાં ગ્રંથકારશ્રી ફરમાવે છે કેસભા ત્રણ શોતા ગુણ અવગુણ, નંદીસૂવે દીસે છે, તે જાણી એ ગ્રંથ ધોગ્યને, દેજો સુગુણ જગશેજી; લોક પૂરજ નિજ નિજ ઈચ્છા, યોગભાવ ગુણરયણેજી, શ્રી નયવિજય વિબુધપયસેવક, વાચક યશને વયણે છે. દ્રા
અહીં તાત્પર્ય એ છે કે-એકાતે યોગમાર્ગ કલ્યાણકારી હોવાથી બધાને જ એકસરખી રીતે તેનું પ્રદાન કરવાનું હોય તો ત્રણ પ્રકારની સભા અને તેમાં રહેલા શ્રોતાના ગુણ કે અવગુણનું જે વર્ણન નંદીસૂત્રમાં દેખાય છે તે અર્થહીન બની જાય. જાણકાર, અજાણ અને દુર્વિદગ્ધ આ ત્રણ પ્રકારે સભા ત્રણ પ્રકારની છે. રાજહંસની જેમ ક્ષીર-નીરના વિવેકપૂર્વક ગુણ-દોષનો વિવેક કરી ગુણને ગ્રહણ કરનારી અને દોષને પરિહરનારી સભા જ્ઞાયક-જાણકાર પર્ષદા છે. મૃગનાં બચ્ચાઓની જેમ તદ્દન મુગ્ધ સદસક્રો વિવેક કરવામાં અસમર્થ સભાને અજ્ઞાયકઅજાણ પર્ષદા કહેવાય છે અને ન સમજાય તો પણ બધું સમજાયું છેએવી ડંફાસ મારનારી સભાને દુર્વિદગ્ધ-દોઢડાહી પર્ષદા કહેવાય છે. આમાંથી પ્રથમ જ્ઞાયક પર્ષદા ઉપદેશ માટે યોગ્ય છે. બીજી અને ત્રીજી પર્ષદાને ઉપદેશ ન અપાય... ઈત્યાદિ શ્રી નંદીસૂત્રમાં ફરમાવ્યું છે. તે જાણી યોગ્યને જ જગદુપકારી એવા ગુણસંપન્ન આત્માઓએ આ યોગગ્રંથનું પ્રદાન કરવું. અયોગ્યોને આ ગ્રંથનું પ્રદાન કરવાથી આપનારને અવજ્ઞાનું પાપ લાગે છે. આ રીતે ગાથાના પૂર્વાર્ધથી ગ્રંથકાર પરમર્ષિ યોગ્ય જીવોને આપવા અંગે પ્રાર્થના કરી, પોતાની શુભકામના વ્યક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org