________________
૧૪૦
પરાદષ્ટિની સક્ઝાય
યોગશાસ્ત્રનાં રહસ્યો રસાયણ જેવાં છે. રસાયણ ગમે તેટલું સારું અને એકાંતે હિતકર હોય પરંતુ જેના શરીરને તે માફક ન આવે તેના માટે તે એકાંતે અહિતકર બન્યા વિના રહેતું નથી. તેમ યોગશાસ્ત્રનાં રહસ્યો એકતે કલ્યાણ કરનારાં હોવા છતાં જીવની તેવી યોગ્યતા ન હોય તો તેવા જીવોને તે અહિતકર બને છે. યોગશાસ્ત્રનાં રહસ્યોને જણાવનારા પૂજ્યપાદ આચાર્યભગવંતો અને મુમુક્ષુ શ્રોતા આત્મા આ બેમાં જો અંતર ન હોય તો પૂજ્યપાદ આચાર્યભગવંતની વાતો મુમુક્ષુ શોતાના આત્મા સુધી સરળતાથી પહોંચી જાય છે. પરંતુ એ બેની વચ્ચે મુમુક્ષુ આત્માના તેવા પ્રકારના મોહાદિ આવરણ સ્વરૂપ અંતર હોય તો પૂજ્યપાદ આચાર્યભગવંતોનાં વચનો મુમુક્ષુ આત્માના હૃદય સુધી પહોંચતાં નથી. લોકમાં પણ પ્રસિદ્ધ છે કે જ્યાં મનમેળ હોય ત્યાં વાત કરવાની મઝા આવે. પરંતુ વાતવાતમાં વાંધો પડે ત્યાં વાત કરવાની મઝા ન આવે, ઉપરથી માથાનો દુઃખાવો થાય. આવી જ દશા લોકોત્તરમાર્ગમાં પણ છે. મોહાદિનું અંતર ન હોય તો યોગશાસ્ત્રનાં રહસ્યો ઝટ ગળે ઊતરે; નહિ તો વાતે વાતે વિરોધ, અનુપપત્તિ, અસંબંધ અને વૈપરીત્યના ઉદ્ભાવનમાં સમગ્ર જીવન પૂરું થઈ જાય. આથી જ યોગના જાણકારોએ કહ્યું છે કે યોગ્યને જ આ યોગમાર્ગનું પ્રદાન કરવું જોઈએ. અયોગ્યને તેનું પ્રદાન નહિ કરવું જોઈએ. આમ છતાં યોગ્યાયોગ્યનો કોઈ પણ જાતનો વિચાર કર્યા વિના ગમે તેને યોગશાસ્ત્રનાં ગૂઢ રહસ્યો જણાવવામાં આવે તો તેવા પ્રરૂપકોને પંડિતોની સભામાં અનેક વિટંબણાઓ પ્રાપ્ત થયા વિના નહિ રહે. પંડિતોની સભામાં આવી વિવેકહીને વાતો કરવાથી તેવા અયોગ્ય પ્રરૂપકને; ગચ્છની બહાર મૂક્વા સ્વરૂપ મુષ્ટિપ્રહાર અને તળાવિધ આલોચના, અપયશ વગેરે સ્વરૂપ લાતોને સહન કરવાનો પ્રસંગ આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org