________________
યોગદષ્ટિ-એક પરિશીલન
૧૦૩
વાસિત હોય છે. આનું મુખ્ય કારણ એ છે કે એ ચિત્ત વિષયોમાં લીન નથી. અન્યત્ર આ ચિત્તનું વર્ણન કરતી વખતે વિષયેષ્યવેતા.’ આ પ્રમાણે પણ જણાવ્યું છે. વિષયમાં ચિત્ત લીન બને તો યોગમાર્ગ પ્રત્યેની ધીરતા અને પ્રભાવવત્તા સર્વથા નાશ પામે અને તેથી સક્લિન્ટ બનેલું ચિત્ત મૈથ્યાદિભાવોથી વાસિત ન બને એ સમજી શકાય છે.
આવી રીતે પ્રાપ્ત થયેલી યોગની સ્થિરતામાં યોગીઓને યોગની સાધનામાં પ્રાયઃ વિપ્ન તો નડતાં નથી, યોગના સાધનભૂત ઈષ્ટવસ્તુઓનો લાભ પણ ખૂબ જ સરળતાથી થાય છે-આ વાત લાભ ઈટનો રે બંધ-અધૂગતા” આ પદથી જણાવી છે. આ સંસારમાં યોગીજનોને યોગ અને યોગનાં સાધનથી અતિરિક્ત કોઈ જ ઈષ્ટ નથી. વહેલામાં વહેલી તકે આ સંસારથી મુક્ત બનવાની ઈચ્છાવાળા પુણ્યાત્માઓને વિષયાદિની ભયંકરતા સારી રીતે સમજાયેલી હોવાથી વિષયોને ઈષ્ટ માનવાની અહીં કોઈ વાત જ નથી. પાંચ દષ્ટિઓના અપ્રતિમ સામર્થ્યથી અને મિથ્યાત્વના નિર્મળ ક્ષયોપશમથી યોગના સાધનભૂત ઈષ્ટની પ્રાપ્તિમાં પ્રાયઃ કોઈ જ અવરોધ નથી. હર્ષ-વિષાદ, રતિ-અરતિ; સુખ-દુઃખ, લાભ-અલાભ, શીત-ઉષ્ણ કે માન-અપમાનાદિ સ્વરૂપ કંદોના પ્રસંગે પણ યોગીઓ એવા ઢંઢોથી પરાભવ પામતા નથી. પાપના યોગે આવેલાં સર્વ દુઃખોને સહી લેવાની પૂર્ણ તૈયારી હોવાથી અને આ લોકમાં પુણ્યના યોગે પ્રાપ્ત થનારા કોઈ વિષયમાં આસક્તિ નહિ હોવાથી સાધકની સાધનાનો વિચ્છેદ થતો નથી. આથી જ આવા યોગીઓ સર્વજનોને પ્રિય થઈ પડે છે. કોઈ વાર ભૂતકાળના કોઈ પાપના યોગે આવા પણ યોગીઓ તે તે જનોને પ્રિય ન બને-એ બનવાજોગ છે. પરંતુ એમાં લોકોનું અજ્ઞાન કારણ હોય છે; જનપ્રિય બનવાની યોગ્યતાનો અભાવ યોગીમાં હોય છે-એવું નથી હોતું. આથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org