________________
૧૦૨
કાન્તાદૃષ્ટિની સઝાય
અચપલ રોગ-આ ગાથામાં યોગઓની યોગ પ્રવૃત્તિની પ્રારંભાવસ્થાનાં લક્ષણો જણાવ્યાં છે. આ સક્ઝાયની બીજી ગાથામાં યોગની સ્થિરતા માટે આવશ્યક એવાં લક્ષણો વર્ણવ્યાં છે. પાંચમી દષ્ટિ પ્રાપ્ત થતાં પૂર્વે યોગીજનોને જે ધીરતા અને સામર્થ્ય પ્રાપ્ત થયેલું તેની અપેક્ષાએ છઠ્ઠી દષ્ટિ પ્રાપ્ત થતાં પૂર્વે યોગીજનોને ધીરતા અને સામર્થ્ય અધિક પ્રમાણમાં મળે છે. વિષયોની આસક્તિ ન હોય અને રોગાદિજન્ય દુઃખો, દુ:ખો ન લાગે તો યોગની સાધનામાં કોઈ જ વિઘ્ન નથી. આવી અવસ્થામાં કોઈવાર ભૂતકાળના અશુભ-કર્મના ઉદયે કોઈ વિઘ્ન આવે તો પણ યોગીજનો ધીરતા ગુમાવતા નથી અને પોતાના યોગસામર્થ્યથી તે વિનોને દૂર કરી યોગમાં સ્થિર રહે છે. આવી ધીરતા અને પ્રભાવવત્તાના કારણે યોગીઓનું ચિત્ત મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યશ્મભાવનાથી ભાવિત હોય છે. સર્વ જીવોના હિતની ચિંતાને મૈત્રી કહેવાય છે. ગુણીજનોના ગુણોને જોઈને આનંદ પામવો-તેને પ્રમોદભાવના કહેવાય છે. દુઃખીઓના દુઃખને દૂર કરવાની ભાવનાને કરુણા કહેવાય છે અને અયોગ્ય જીવોની ઉપેક્ષાને માધ્યમ્યભાવના કહેવાય છે. ધીરતા વિનાના અને સામર્થ્ય વિનાના જીવોનું ચિત્ત મૈચાદિથી વાસિત બનતું નથી. દુઃખ વેઠ્યા વિના અને સુખને જતું કર્યા વિના મૈત્રી વગેરે ભાવનાથી ભાવિત બનવાનું શક્ય નથી. આપણે આપણા જ સુખનો-હિતનો વિચાર કરીએ તો મૈત્રીભાવના કઈ રીતે આવે ? બીજાના સુખનો જ્યાં વિચાર જ ન હોય ત્યાં પ્રમોદભાવના અને કરુણાનો અવસર કઈ રીતે સંભવે ? અને માત્ર સ્વાર્થવૃત્તિની જ પ્રધાનતા હોય ત્યારે અયોગ્યની ઉપેક્ષા કઈ રીતે શક્ય બને ? આથી સમજી શકાય છે કે સ્થિરતાપન્ન યોગીનું ચિત્ત પાંચમી દષ્ટિની પ્રામિ પૂર્વેની અવસ્થા કરતાં અધિક ધીર, પ્રભાવવંતું અને મૈચાદિથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org