________________
યોગદષ્ટિ-એક પરિશીલન
૧૦૧
અંતે એક અંશ છે. આ બંન્ને નીતિઓની અધિકતાના કારણે જે વિટંબણા પ્રાપ્ત થતી હોય છે તેનો અનુભવ મોટા ભાગના જીવોને છે જ. માત્ર ૪૮ મિનિટ જેટલી આવશ્યકાદિ ક્રિયામાં પણ અનેકવાર માતરું વગેરે જવું પડે-એ યોગીનું લક્ષણ નથી. સ્થિરતાપૂર્વક યોગમાર્ગની સાધનાના અર્થીઓએ બન્ને નીતિઓની અલ્પતા માટે દુર્લક્ષ્ય સેવ્યા વિના આહારાદિમાં સંયમપૂર્વક વર્તવું જોઈએ.
આ રીતે કેળવાયેલ આહારાદિના કારણે શરીરમાં કોઈ અજીર્ણ વગેરે રોગો પ્રાયઃ ઉદ્દભવતા ન હોવાથી યોગીઓના શરીરનો ગંધ સુંદર પ્રાપ્ત થાય છે. શરીરની કાંતિ સરસ હોય છે. મુખ ઉપર પ્રસન્નતા અલૌકિક હોય છે અને વચનમાં માધુર્ય હોય છે. સામાન્ય રીતે અહીં સમજી લેવું જોઈએ કે યોગ ક્ષયોપશમાદિભાવ સ્વરૂપ છે અને ઉપર જણાવેલ સુગંધાદિ ગુણો પુણ્યોદયે પ્રાપ્ત થાય છે. આમ જોઈએ તો યોગની સાધનાને અને આ ગુણોને સંબંધ ન હોવો જોઈએ. પરંતુ કોઈ વાર યોગની સાધના કરતાં કરતાં વિશિષ્ટ પુણ્યયોગે ઉપર જણાવેલા ગુણો પ્રાપ્ત થઈ જાય છે. દરેકેદરેક યોગીઓમાં આ ગુણો હોવા જ જોઈએ એવો આગ્રહ નથી. અન્યત્ર વર્ણવેલા આ ગુણો યોગની સાધનામાં ઉપયોગી બને છે. પાંચમી દષ્ટિના અંતે થનારી આ ગુણોની પ્રવૃત્તિ છે. જ્યાં આવા ગુણોની પ્રવૃત્તિ છે, તે પરમતારક શ્રી જિનશાસન ખરેખર જ ધન્યવાદાઈ છે. આવા જ ગુણાંતરોનું વર્ણન કરતાં આ સઝાયની બીજી ગાથામાં ફરમાવ્યું છે કે
ધીર પ્રભાવી રે આગલે યોગથી, મિત્રાદિક-યુત ચિત્ત; લાભ ઈટનો રે ધન્ડ-અસ્પૃષ્યતા, જનપ્રિયતા હોય નિત્ય,
ધનવા૨ા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org