________________
૧૦૪
કાન્તાદષ્ટિની સક્ઝાય
સ્પષ્ટ છે કે જનપ્રિય બનવાની યોગ્યતા સ્વરૂપ જનપ્રિયત્ન યોગીઓમાં સદા હોય છે.
આ રીતે બીજી ગાથામાં સ્થિરયોગનાં ચિહ્નો જણાવીને ત્રીજી ગાથાથી નિષ્પન્ન(સિદ્ધ)યોગીનાં ચિહ્નો જણાવાય છેનાશ દોષનો રે તૃપતિ પરમ લહે, સમતા ઉચિત-સંયોગ, નાશ વયરનો રે બુદ્ધિ ઋતંભરા, એ નિષ્પન્નાહ યોગ,
ધન પાયા આશય એ છે કે પાંચમી દષ્ટિમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવાથી યોગીઓને મોક્ષ અને તેના સાધનભૂત ચારિત્રમાં જ આનંદ હોય છે, સંસારમાં આનંદ નથી હોતો, જેથી ભવાભિનંદીના ક્ષુદ્રતા વગેરે આઠ દોષોનો અને તીવ્ર રાગાદિ દોષોનો અહીં નાશ થાય છે. અનાદિકાળના એ દોષોનો નાશ થવાથી યોગીને પરમતૃમિનો અનુભવ થાય છે. વર્ષો જૂનો રોગ જાય એટલે રોગીને જેમ પરમ-આનંદ થાય તેમ યોગીને એ દોષોના ક્ષયથી પરમ આનંદનો અનુભવ થાય એ સમજી શકાય છે. સાધનાની દૃષ્ટિએ પરિપૂર્ણતાના આરે આવેલા યોગીઓના આનંદની કોઈ અવધિ નથી. આ રીતે અનાદિકાળના દોષો નાશ પામે અને સંસારની કોઈ વસ્તુ ઉપાદેય ન જણાય એટલે યોગીઓ સમતાના સ્વામી બને છે. સાચા અર્થમાં તત્ત્વવેત્તાઓ સમતામાં લીન બને છે. સકલવસ્તુના તે તે સ્વરૂપને જાણ્યા પછી તે તે વસ્તુમાં રાગ કે દ્વેષની કારણતા નથી-એની પ્રતીતિ થવાથી જ સાચી સમતા પ્રાપ્ત થતી હોય છે. વસ્તુ મળવાની નથી એમ માનીને ઉદાસીનતા આવે એટલે સમતા આવી ગઈ-આવું માનનારો વર્ગ આજે નાનો નથી. અજ્ઞાનમૂલક સમતા ખરેખર જ સમતાભાસ સ્વરૂપ છે. વિષયની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org