________________
યોગદષ્ટિ-એક પરિશીલન
૩૧
અનુભવીએ છીએ. યોગમાર્ગમાં પણ આવી જ રીતે ઈશ્વરપ્રણિધાન સમાધિનું કારણ બને છે. કોઈ પણ જાતના ફળની અપેક્ષા રાખ્યા વિના માત્ર ઈશ્વરના વચનના કારણે કરાતાં તે તે અનુષ્ઠાનોમાં ઈશ્વર પ્રત્યેનો સમર્પણભાવ ખૂબ જ સ્પષ્ટપણે પ્રતીત થાય છે. આ સમર્પણભાવ જ સાધકને સમાધિ સુધી પહોંચાડે છે. કોઈ પણ ક્ષેત્રમાં તે તે ક્ષેત્રની સર્વોત્કૃષ્ટ અવસ્થાને પ્રાપ્ત કરવા માટે તે તે ક્ષેત્રના સર્વોચ્ચ સ્થાને રહેલાઓની પ્રત્યેનો સમર્પણભાવ-એ એક અદ્ભુત સાધન છે. વસ્તુનું મૂલ્ય સમજાય અને એની પ્રત્યે અપાર શ્રદ્ધા જાગે તો જ આવો સમર્પણભાવ આવે. બીજી દષ્ટિમાં યોગીને આવો સમર્પણભાવ ઈચ્છાયોગ અને પ્રવૃત્તિયોગ સ્વરૂપે પ્રાપ્ત થતો હોય છે. કારણ કે મિત્રાદષ્ટિમાં જેમ પાંચ યમ, ઈચ્છાયોગ અને પ્રવૃત્તિયોગ સ્વરૂપે પ્રાપ્ત થાય છે, તેમ બીજી દષ્ટિમાં પાંચ નિયમ પણ તેવા જ પ્રાપ્ત થાય છે. સામાન્યથી શૌચ, સંતોષ વગેરે પાંચ નિયમવાળા યોગીજનોની કથામાં પ્રીતિ થવી-તે ઈચ્છાયોગનો નિયમ છે અને શક્તિ મુજબ શૌચ વગેરે નિયમનું સમતાપૂર્વક પાલન કરવું તેને પ્રવૃત્તિયોગનો નિયમ કહેવાય છે. આ રીતે બે પ્રકારના પાંચ નિયમની પ્રાપ્તિ બીજી દષ્ટિમાં થાય છે-એ જણાવતાં પૂ. ઉપાધ્યાયજી મ. બીજી ગાથામાં ફરમાવે છે કેનિયમ પંચ ઈહાં સંપજે મનમોહન મેરે, નહિ કિરિયાગ મનવા જિજ્ઞાસા ગુણતત્ત્વની મન૦, પણ નહિ નિજહઠ ટેગ મન રા
આશય એ છે કે આ બીજી દષ્ટિમાં ઉપર જણાવ્યા મુજબના પાંચ નિયમ પ્રાપ્ત થાય છે. પ્રથમ દષ્ટિમાં ખેદ નામનો દોષ જતો રહ્યો હોવાથી આ દષ્ટિમાં ક્રિયાનો ઉગ નથી હોતો. સામાન્ય રીતે ખેદ કામ કરતા પૂર્વે હોય છે અને ઉગ કામ કરતી વખતે થાય છે. ઉદ્વેગ હોય
Jain Education International
nal
For Private & Personal Use Only
www.jainelibrary.org