________________
૭૨
દીપ્રાદષ્ટિની સઝાય
છે. એમાં એ અ
લગ અને અસંમોહે
લક્ષણતાનો વિચ
સમાન અવસ્થામાં પણ ભિન્ન ફળની પ્રાપ્તિ શક્ય નહિ બને. આશયવિશેષથી જેમ ફળની ભિન્નતા દેખાય છે તેમ બુદ્ધિ વગેરેના ભેદથી પણ જુદા જુદા ફળની પ્રાપ્તિ થાય છે. એ વસ્તુને સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી ફરમાવે છે કેઈન્દ્રિયાગત બુદ્ધિ છેજી, જ્ઞાન છે આગમહેત, અસંમોહ શુભકૃતિ ગુણેજી, તેણે ફળભેદ સંકેત, Iમના૧૬ll
આશય એ છે કે શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલાં એક જ જાતનાં અનુષ્ઠાનો પણ તે તે જીવોને જુદા જુદા ફળને આપનારાં બને છે. એમાં એ અનુષ્ઠાનોની પૂર્વે થનાર બોધની વિલક્ષણતા કારણ છે. સામાન્ય રીતે બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહ–આ ત્રણ ભેદથી બોધ ત્રણ પ્રકારનો છે. આમ તો વ્યક્તિ પરત્વે બોધની વિલક્ષણતાનો વિચાર કરીએ તો અસંખ્ય પ્રકારનો બોધ છે. આ સોળમી ગાથામાં બોધના ત્રણ પ્રકારનું વર્ણન ખૂબ જ સંક્ષેપથી પણ સરસ છે. ચક્ષુ વગેરે ઈન્દ્રિયમાત્રથી પ્રતીત થનારા અર્થને આશ્રયીને થનારો બોધ બુદ્ધિસ્વરૂપ છે. આગમગ્રંથોના કારણે ઉત્પન્ન થનારા બોધને જ્ઞાનસ્વરૂપ બોધ કહેવાય છે અને જે બોધના પ્રભાવે શુભકૃતિ એટલે કે શુભ-અનુષ્ઠાનના પરિણામ સ્વરૂપ ગુણ પ્રગટે છે, તે બોધને અસંમોહસ્વરૂપ બોધ કહેવાય છે. બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહ–આ ત્રણના કારણે તે તે અનુષ્ઠાનો જુદાં જુદાં ફળને આપનારાં બને છે.
રત્નનું દર્શન થવું, રત્નને રત્ન તરીકે ઓળખવું અને ત્યાર પછી તેને પ્રાપ્ત કરવું-આ ત્રણમાં જે ફરક છે એવો જ ફરક સામાન્યથી ત્રણ પ્રકારના બોધમાં છે. રત્નના દર્શન કરનારાઓનો આ જગતમાં પાર નથી. એવી રીતે ધર્મના દર્શન કરનારાઓનો પણ આ જગતમાં પાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org