________________
યોગદષ્ટિ-એક પરિશીલન
(99
સર્વજ્ઞભગવંતો પણ એક સ્વરૂપવાળા છે-એ ચોક્કસ થાય છે. શ્રી સર્વજ્ઞભગવંતો તેમના દાસસ્વરૂપ દેવોની જેમ ભિન્ન ભિન્ન હોય તો તેઓશ્રીની ભક્તિ પણ ચિત્ર પ્રકારની જ વર્ણવી હોત. અચિત્ર પ્રકારની વર્ણવી ન હોત.
ચિત્ર કે અચિત્રભક્તિના સ્વરૂપાદિને વર્ણવતાં ગ્રંથકાર પરમર્ષિ પંદરમી ગાથામાં ફરમાવે છે કેદેવ સંસારી અનેક છે, તેહની ભક્તિ વિચિત્ર, એક રાગ પર વેષથીજી, એક મુગતિની અચિત્ર, મનવાળા
આ સંસારમાં દેવ અનેક છે. તે સંસારી હોવાથી તેમની ભક્તિ વિચિત્ર-જુદા જુદા પ્રકારની છે. કારણ કે જે દેવની પ્રત્યે આપણને રાગ થાય છે તેની ભક્તિ રાગથી થાય છે અને જે દેવ આપણને અનિષ્ટ લાગે છે તેની ભક્તિ દ્વેષથી કરાય છે. પરંતુ જે દેવો સંસારથી પાર પામ્યા છે, એવા દેવોની ભક્તિ માત્ર મોક્ષોપાયના આશયથી વિષયકષાયની ઉપશાંત અવસ્થાની મુખ્યતાએ થાય છે. તેથી તે એક જ પ્રકારની છે. આ પ્રમાણે શાસ્ત્રમાંના વર્ણનથી એ સ્પષ્ટ થાય છે કે-સર્વજ્ઞભગવંતોનું સ્વરૂપ એક જ છે. સંસારી દેવોની જેમ જ સર્વજ્ઞભગવંતો જુદા જુદા સ્વભાવવાળા હોત તો તેમની પણ ભક્તિ જુદી જુદી રીતે ચિત્ર પ્રકારની વર્ણવી હોત. અચિત્ર-એક જ પ્રકારની ભક્તિના વર્ણનથી એ સમજી શકાય છે કે સર્વજ્ઞભગવંતો એક જ સ્વરૂપવાળા છે.
આ રીતે સર્વજ્ઞભગવંતોની અથવા તો સંસારી દેવોની એકરૂપે કે અનેકરૂપે કરાતી ભક્તિથી જીવોને જુદા જુદા પ્રકારના ફળની પ્રાપ્તિ થતી હોય છે. એમાં મુખ્યપણે જીવની પોતાની મનની વિશુદ્ધ અથવા તો મલિન રાગાદિયુક્ત ભાવના કારણ હોય છે. અન્યથા ભક્તિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org