________________
૭૦
' દીપ્રાદષ્ટિની સઝાય
આશય એ છે કે-પાપસ્વરૂપ સંમોહની નિવૃત્તિ થયા પછી હજુ સુધી વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ થઈ ન હોવા છતાં આગમ, અનુમાન અને યોગાભ્યાસના રસથી આ ચોથી દષ્ટિમાં એટલું તો સમજાય છે કે-આ લોકમાં સર્વજ્ઞ બધા એક સ્વરૂપવાળા છે. જો તેઓ સર્વજ્ઞ છે તો સર્વશરૂપે તેઓ એક જ છે. સર્વજ્ઞતાના કારણે તેઓમાં પરસ્પર ભિન્નતા નથી. સામાન્ય રીતે સર્વજ્ઞ તેમને કહેવાય છે કે જેઓ બધું જ જાણે છે. જો બધું જાણતા નથી તો તેઓને સર્વજ્ઞ કહેવાય નહિ. જો બધા જ સર્વજ્ઞો બધું જાણતા હોય તો તે રૂપે તેમને જુદા માનવાનું ઉચિત નથી. સર્વશરૂપે સર્વજ્ઞને જુદા માનવામાં મોહ કારણ છે. આવો મોહ આ ચોથી દષ્ટિમાં નથી હોતો. સૂક્ષ્મબોધ નહિ હોવાથી કોઈ
વ્યક્તિવિશેષ જ સર્વજ્ઞ છે અને બીજા સર્વજ્ઞ નથી'-આવો સ્પષ્ટનિર્મળ બોધ આ દષ્ટિમાં નથી. પરંતુ સાથે સાથે સર્વજ્ઞમાં સર્વજ્ઞરૂપે ભેદ માનવાનું પણ આ દષ્ટિમાં બનતું નથી. બધું ન જાણે તેને સર્વજ્ઞ ન કહેવાય અને બધું જાણે તેને જ સર્વજ્ઞ કહેવાય. આવી દઢ માન્યતા આ ચોથી દષ્ટિમાં હોય છે.
ચોથી દષ્ટિમાં ઉપર જણાવ્યા મુજબ સર્વરૂપે સર્વજ્ઞો એક જ છે-એ જે રીતે સમજાય છે તે જણાવવા તેહના જે વળી દાસ'વગેરે પદો છે. શાસ્ત્રમાં સર્વજ્ઞભગવંતોના દાસરૂપે બીજા દેવોની પણ ભક્તિ-ઉપાસના કરવાનું કહ્યું છે. શ્રી સર્વજ્ઞોની ભક્તિ અને શ્રી સર્વજ્ઞ ભગવંતોના દાસ સ્વરૂપ લોકપાલાદિ દેવની ભક્તિ-આ પ્રમાણે ભક્તિ બે પ્રકારે વર્ણવી છે. એમાં શ્રી સર્વજ્ઞભગવંતની ભક્તિ અચિત્ર એટલે કે એક સ્વરૂપવાળી છે અને બીજી, શ્રી સર્વજ્ઞભગવંતના દાસ સ્વરૂપ દેવોની ભક્તિ તો ચિત્ર એટલે જુદી જુદી ભિન્ન પ્રકારની વર્ણવી છે. આવી રીતે શ્રી સર્વજ્ઞદેવોની ભક્તિને અચિત્રરૂપે વર્ણવી હોવાથી શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org