________________
યોગદષ્ટિ-એક પરિશીલન
નથી. ધર્મના નામમાત્રથી જ ધર્મ માની લેનારો વર્ગ ખૂબ જ વિશાળ છે. માત્ર આંખથી રત્નને જોવાથી રત્ન માની લેવામાં થતા અનિષ્ટનો જેને ખ્યાલ છે અને ધર્મના નામમાત્રથી જ ધર્મ માની લેવામાં થતા અનિષ્ટનો ખ્યાલ હોવો જોઈએ. વસ્તુના સાચા સ્વરૂપના પરીચય વિનાનું દર્શન ખરેખર જ કલ્યાણકારી નથી બનતું. બુદ્ધિસ્વરૂપ બોધને આધીન બની અનુષ્ઠાન કરનારાને ધર્મના વાસ્તવિક ફળની પ્રાપ્તિ થતી નથી. ગતાનગતિકરૂપે કરાતું અનુષ્ઠાન બુદ્ધિસ્વરૂપ બોધનું ફળ છે. લોકો કરે છે માટે કરવું એ બુદ્ધિસ્વરૂપ બોધનું લક્ષણ છે. બુદ્ધિસ્વરૂપ બોધના કારણે કોઈ પણ અનુષ્ઠાનનું સ્વરૂપ, એની પાછળનો આશય અને એ અંગેનો વિધિ-વગેરેનો જીવને ખ્યાલ હોતો નથી. નાના બાળકોની જેમ વસ્તુ છે માટે લેવી; વસ્તુ લેવા જેવી છે કે નહિ.. વગેરેનો કોઈ જ વિચાર આ બુદ્ધિપૂર્વકના અનુષ્ઠાનમાં હોતો નથી. સર્વથા વિવેક વિનાની અવસ્થા અહીં છે.
ઉપર જણાવેલો બોધ જ્યારે આગમના પરીચયથી થાય છે, ત્યારે તે જ્ઞાનરૂપે પરિણામ પામે છે. રત્નને જોયા પછી, તેના જ્ઞાતાઓના સુપરિચય અને તેવા પ્રકારના સામર્થ્યવિશેષે રત્નને રત્ન તરીકે જાણી શકાય છે તેમ ધર્મના સાચા સ્વરૂપનો અહીં સ્પષ્ટપણે બોધ થાય છે. ભૂતકાળનાં તેવા પ્રકારનાં અશુભ કર્મના ઉદયે અહીં ધર્મના અનુષ્ઠાનનો વાસ્તવિક પરિણામ પ્રાપ્ત થતો ન હોવા છતાં ધર્મના સ્વરૂપના જ્ઞાનમાં અને તેનાથી પ્રાપ્ત થનારા હેય-ઉપાદેયાદિના વિવેમાં કોઈ જ વિવાદ નથી. રત્નને રત્ન તરીકે બરાબર જાણનારા બધાને જ રત્નની પ્રાપ્તિ થતી નથી. એનો અર્થ એ નથી કે તેઓ રત્નને જાણતા જ નથી. શક્તિના અભાવે અને જ્ઞાનના અભાવે પ્રવૃત્તિનો અભાવ હોવા છતાં એ પ્રવૃત્તિના અભાવમાં ઘણો ફરક છે. આવો જ ફરક બુદ્ધિ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org