________________
યોગદષ્ટિ-એક પરિશીલન
સાધિકા છે, આથી દષ્ટિમાં વર્ણવેલું શિવસુખકારણત્વ સાક્ષાત્પરંપરાસાધારણ છે-એ ન સમજાય એવું નથી.
શ્રી મહાવીરપરમાત્માએ આપણને યોગની આઠ દષ્ટિનો જે ઉપદેશ આપ્યો છે-એ પરમાત્માનો ગુણ સર્વશ્રેષ્ઠ છે. અનંતાનંત ગુણોમાં જો આ ગુણનું અસ્તિત્વ ન હોત તો આપણા માટે પરમાત્મા કે પરમાત્માના ઉપાસકો કોઈ પણ રીતે તારક ન બનત. પરમાત્માની અસીમ કૃપા; એકમાત્ર એ ગુણમાં સમાયેલી છે. મુમુક્ષુ આત્માઓને મન એ ગુણનું જે મહત્ત્વ છે-તે આપણે સમજી શકીએ છીએ. પરમાત્માના એ ગુણની સ્તવના દ્વારા ધર્મને પુષ્ટ બનાવવાની વાત ખરેખર જ માર્મિક છે. પરમાત્માની ઉપાસના, તેઓશ્રીના ઉપદેશને ઝીલવામાં અને આત્મસાત્ બનાવવામાં છે આ પહેલી ગાથાનો સારભાગ છે.
અહીં એ પણ યાદ રાખવું જોઈએ કે-જેમ યોગની દષ્ટિ મોક્ષનું કારણ છે, તેમ ક્રિયા પણ મોક્ષનું કારણ છે. કારણ કે જ્ઞાન અને ક્રિયાથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. માત્ર જ્ઞાનથી કે માત્ર ક્રિયાથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. તેથી શિવસુખના કારણ તરીકે માત્ર યોગની દષ્ટિઓનું વર્ણન જોકે બરાબર ન લાગે, પરંતુ જ્ઞાન અને ક્રિયાથી મોક્ષની પ્રાપ્તિ થાય છેએ જણાવનારાં શાસ્ત્રવાક્યો માત્ર બાહ્મક્રિયાને મોક્ષનું કારણ માનતાં નથી. કારણ કે બાહ્યક્રિયા હોવા છતાં તેવા પ્રકારની ક્રિયાનો પરિણામ નહિ હોવાથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી અને બાહ્મક્રિયાના અભાવમાં પણ તેવા પ્રકારની ક્રિયાની પરિણતિથી શ્રી પૃથ્વીચંદ્ર-ગુણસાગર, શ્રી ભરત મહારાજા, શ્રી ઈલાતિપુત્ર વગેરે પુણ્યાત્માઓને મોક્ષની પ્રાપ્તિ થઈ છે. વસ્તુતઃ બાહ્યક્યિા એ ક્રિયા નથી, પરંતુ ક્રિયાની પરિણતિ એ ક્યિા છે. આવી ક્રિયા અને જ્ઞાનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. અગ્નિ બાળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org