________________
મિત્રાદષ્ટિની સઝાય
વિના યોગદષ્ટિનો સંભવ નથી. એટલું જ નહિ, યોગની જિજ્ઞાસાનો પણ સંભવ નથી. મોક્ષની સાથે જોડી આપનાર સમગ્ર સાધ્વાચાર યોગ છે. તેનું દર્શન-જ્ઞાન જ યોગદષ્ટિ છે. સામાન્યથી; જ્ઞાન અને દર્શનમાં થોડો ફરક છે. જાતે જોઈને જાણવું તે દર્શન છે અને જોયા વિના જાણવુંતે જ્ઞાન છે. દર્શનમાં જે દઢતા, સ્પષ્ટતા અને શ્રદ્ધા છે-એવી દઢતા, સ્પષ્ટતા કે શ્રદ્ધા જ્ઞાનમાં નથી હોતી. ગ્રંથકારશ્રીએ અહીં યોગની દષ્ટિનું વર્ણન કરતાં તેને શિવસુખની કારણ તરીકે વર્ણવી છે. અનાદિથી ચાલતા આપણા જીવનમાં આપણને યોગનું જ્ઞાન તો અનંતીવાર મળ્યું હતું. પરંતુ એ શિવસુખનું કારણ બન્યું નહિ. આથી પણ આપણે સમજી શકીએ છીએ કે યોગના જ્ઞાનમાં અને દર્શનસ્વરૂપ દષ્ટિમાં ઘણું અંતર છે. જ્ઞાન શિવસુખનું કારણ બને તો તે દષ્ટિરૂપ બની જાય અને જો એ જ્ઞાન નવ નવ પૂર્વનું હોય તો પણ જો મોક્ષનું કારણ ન બને તો દષ્ટિરૂપ ન બને-એ સમજાવવા માટે પ્રયોજાયેલ “શિવસુખકારણ' આ પદ આંખ સામે રાખવું જોઈએ.
શિવસુખના કારણ તરીકે વર્ણવેલી-ઉપદેશેલી યોગની દષ્ટિ આઠ છે. આ આઠ દષ્ટિનો ઉપદેશ આપણને આપણા આસન્નોપકારી શ્રી વીરવિભુએ આપ્યો છે. પરમાત્માના અનંતાનંત ગુણમાના એ એક જ ગુણની સ્તવના દ્વારા ગ્રંથકારશ્રી જણાવે છે કે- હું ધર્મની પુષ્ટિ કરીશ.' અહીં ખૂબ જ સ્થિરતાપૂર્વક વિચારીએ તો સમજાશે કે શિવસુખની કારણ આઠ દષ્ટિઓ છે-એનો અર્થ એ નથી કે આઠમાંની કોઈ પણ દષ્ટિની પ્રાપ્તિથી જીવને શિવસુખ મળી જાય છે; પરંતુ એનો અર્થ એ છે કે આઠ દષ્ટિના ક્રમિક આવિર્ભાવથી તે તે ગુણસ્થાનકના સ્પર્શ દ્વારા જીવને મોક્ષની પ્રાપ્તિ થાય છે. અર્થાત્ આઠ દષ્ટિમાં આઠમી દષ્ટિ સાક્ષા મોક્ષની સાધિકા છે અને બાકીની સાત પરંપરાએ તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org