________________
મિત્રાદષ્ટિની સક્ઝાય
છે, વિષ મારે છે અને પાણી ડુબાડે છે-આ અધ્યવસાય જ અગ્નિ, વિષ અને પાણીનો ઉપયોગ કરવા છતાં તેનાથી નિવૃત્ત બનાવે છે. તેમ જ્ઞાન-ક્રિયાથી મોક્ષ મળે છે-એ અધ્યવસાય જ બાહ્મક્રિયાના અભાવમાં પણ ક્લિામાં પ્રવર્તક છે. આશ્રવને આશ્રવ માન્યા પછી અને સંવરને સંવર જાણ્યા પછી આશ્રવનો ત્યાગ અને સંવરનો સ્વીકાર ન હોય તો માનવું રહ્યું કે સાધનમાં ક્યાંય પણ ખામી છે. અનંતજ્ઞાનીઓએ વર્ણવેલા સંવરને આશ્રવ બનાવનારા ઘણા હોય છે. પરંતુ ઉપર જણાવ્યા મુજબના અધ્યવસાયના બળે આશ્રવને સંવર બનાવનારા આત્માઓ બહુ વિરલ હોય છે. એવું સામર્થ્ય સાધક પાસે હોવું જ જોઈએ. વિસ્તીર્ણ અને ખૂબ જ વિકટ એવા સાધનામાર્ગમાં આવું બળ નહિ હોય તો સાધના અટકી પડશે! ખંડિત થશે! આથી સ્પષ્ટપણે સમજી શકાશે કે ક્વિાની સાથે ક્રિયાનો અધ્યવસાય મેળવવાની આવશ્યકતા છે; ક્રિયાના અભાવમાં પણ એ જ્ઞાનસ્વરૂપ અધ્યવસાય જ મોક્ષસાધક છે-એ ભૂલવું ના જોઈએ. પરિણામશૂન્ય અથવા પરિણામને અનુકૂળ ન હોય-એવી કોઈ પણ લોકોત્તર ક્રિયામાં મોક્ષસાધકતા નથી.
આ સઝાયની પહેલી ગાથામાં આઠ દષ્ટિઓને શિવસુખકારણ તરીકે વર્ણવી છે. કેટલાક દર્શનકારો મોક્ષમાં જ્ઞાનાદિનો અને સુખાદિનો અભાવ માને છે. કેટલાક દર્શનકારો મોક્ષને બુઝાઈ ગયેલા દીવા જેવો માને છે. એની અપેક્ષાએ જૈનદર્શનની માન્યતા તદ્દન ભિન્ન છે. એ સમજાવવા માટે મોક્ષનું સ્વરૂપ અહીં શિવસુખરૂપે વર્ણવ્યું છે. અનંતસુખના ધામ સ્વરૂપ અને સર્વથા ઉપદ્રવ વિનાનો મોક્ષ આપણે માનીએ છીએ. એ મોક્ષનું કારણ યોગની આઠ દષ્ટિઓ છે. યોગ એક જાતનો મોક્ષસાધક પ્રયત્ન છે. તે દર્શનપૂર્વકનો જ હોવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org