________________
૧
૨ ૨
પ્રભાષ્ટિની સક્ઝાય
કોઈ પણ રીતે શક્ય નથી. વરસ્કૃત મહાકુમ્, નિસ્પૃહત્વ મહાસુબ્રમ્ આ વસ્તુને આ સઝાયની બીજી ગાથામાં સરસ રીતે સમજાવી છે. મોક્ષની સાધનાના પ્રાણ સમાન એ વાત કોઈ પણ સંયોગોમાં ભૂલવી ન જોઈએ. આત્મા, આત્માના ગુણો અને તેને પ્રગટ કરનારાં સાધનોને છોડીને બધું જ શરીરાદિ પર છે. તેમાં થનારી સ્પૃહા સમગ્ર દુઃખનું કારણ છે એ વાત સાતમી દષ્ટિમાં ખૂબ જ સ્થિરરૂપે સમજાય છે. તેથી જ પોતાના શરીર પ્રત્યે પણ મમત્વ વિનાના પૂ. સાધુભગવંતોને આ લોક કે પરલોકનું કોઈ પણ સુખ વિચલિત કરતું નથી અને પ્રાણાંત કરે પણ અવરોધ કરતાં નથી. સુખદુ:ખના આ વાસ્તવિક સ્વરૂપના પરમાર્થથી જ્ઞાતાઓ જ પોતાના ગુણોને પ્રગટ કરે છે. અનંતજ્ઞાનાદિ ગુણો અનાદિકાળથી આત્મામાં જ છે. કર્મનાં આવરણોથી આચ્છાદિત એ ગુણોને; સમગ્ર કર્યાવરણોને દૂર કરી માત્ર પ્રગટ જ કરવાના છે. જે કોઈ પુરુષાર્થ છે તે આવરણના વિયોગ માટે છે. ગુણો તો એની મેળે પ્રગટ થાય છે. પ્રભાષ્ટિના અચિત્યપ્રભાવે સાધુભગવંતો પોતાના ગુણોને પ્રગટ કરવા સમર્થ બને છે. આપણા પોતાના સ્વરૂપને પામવું એ જ મોટામાં મોટું સુખ છે. આ સિવાય બીજું સુખ જ કયું છે ? ગુમ થયેલી વસ્તુ કોઈ પણ રીતે મળતી ન હોય ત્યારનું દુઃખ અને એ ગમે તેમ કરીને મળી જાય ત્યારનું સુખ શું છે તે તેના અનુભવી વિના કોણ જાણે છે પોતાના જ્ઞાનના પૂર્ણ પ્રકાશમાં પોતાના ગુણવૈભવને જાણ્યા પછી અને માન્યા પછી તેના વિરહમાં જે દુઃખ છે-એનું વર્ણન થાય એમ નથી. જ્ઞાન અને શ્રદ્ધાની વૃદ્ધિની સાથે ઈષ્ટપ્રાપ્તિનો વિલંબ અસહ્ય બની જાય છે. સાધક આવા વખતે સાધનાનો વેગ વધારે છે અને અંતે ઈષ્ટસિદ્ધિને વરે છે-સુખની પરાકાષ્ઠા જ આ છે.
આ રીતે પૂ. સાધુભગવંતોને જ વાસ્તવિક સુખ છે. એ સુખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org