________________
યોગદષ્ટિ-એક પરિશીલન
૧૨૧
આશય એ છે કે આ દુનિયામાં જેટલું પરવશ-પરાધીન છે તે દુ:ખ કે દુઃખનું કારણ છે અને એથી તદ્દન વિપરીત જેટલું સ્વાધીન છે તે સુખ કે સુખનું સાધન છે. કર્મજન્ય કે વિષયજન્ય દુઃખ તો દુઃખરૂપે પ્રસિદ્ધ છે. એવા પણ દુઃખને સુખનું સાધન માનીને સુખ માટે સહન કરનારાના મનમાં એની દુઃખરૂપતા અંગે કોઈ જ વિવાદ નથી. અનંતજ્ઞાનીઓની દષ્ટિએ કર્મજન્ય વૈષયિક સુખો અને તેનાં સઘળાંય સાધન દુઃખરૂપ છે, કારણ કે તે આત્માથી અન્ય શરીરાદિ વસ્તુની અપેક્ષાથી પ્રાપ્ત થતાં હોય છે. ગમે તેટલું શ્રેષ્ઠ કોટિનું પણ તેવું સુખ પરાધીન છે, એમાં ના પડાય-એમ નથી. થોડાઘણા અંશે એવી પ્રતીતિ આપણને ઘણીવાર થઈ છે. શ્રી અનાથીમુનિ અને શ્રી શાલિભદ્રજીના જીવનવૃત્તાંતના પરીચયથી સંસારનાં સુખોની પરાધીનતા સ્પષ્ટપણે સમજી શકાય છે. સાતમી દષ્ટિમાં પ્રાપ્ત થયેલા સૂર્યના તેજ જેવા પ્રખર બોધથી મુમુક્ષુઓને એ વસ્તુ પૂર્ણપણે સમજાતી હોય છે. તેથી પ્રભાષ્ટિમાં રહેલા પૂ. સાધુભગવંતો તેવા પ્રકારનાં કર્મજન્ય સુખોથી તેમ જ તેની સાધનસામગ્રીથી મનને દૂર રાખે છે અને માત્ર આત્મસ્વભાવાધીન મોક્ષસુખમાં કે તેના સાધનભૂત જ્ઞાનાદિમાં જ મનને નિમગ્ન રાખતા હોય છે. આવા આત્મિક સુખનો નિરંતર અનુભવ કરનારા પૂ. સાધુભગવંતો અશાતા વેદનીયનો ક્ષય કરે અને શતાવેદનીય બાંધે, એ એક પ્રકારનું આશ્ચર્ય છે. દુનિયાના છવો સુખ પાછળ ભટક્યા કરે છે અને સાધુભગવંતો સુખથી દૂર ભાગ્યા કરેઆ વાત સમજવા માટે પણ સામાન્ય બુદ્ધિવાળા સમર્થ થઈ શકતા નથી. અશાતાનો ઉદય અને શાતાનો બંધ. જે બંધાય તે ભોગવાય નહિ અને જે ભોગવાય છે તે બંધાતી નથી. મુમુક્ષુ આત્માઓનો આ સ્થાયીભાવ છે. આ ભાવ ન હોય તો મોક્ષની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org