________________
૧૩૨
પરાષ્ટિની સઝાય
પરાષ્ટિના અંતે પૂ. મુનિભગવંતોને જે આત્મસ્વરૂપાદિની પ્રાપ્તિ થાય છે, તેનું વર્ણન કરતાં જણાવાયું છે કેક્ષીણદોષ સર્વજ્ઞ મહામુનિ, સર્વલબ્ધિ-ફળ-ભોગીજી, પર-ઉપકાર કરી શિવસુખ તે, પામે યોગી અયોગીજી; સર્વશત્રુક્ષય સર્વવ્યાધિલય, પૂરણ સર્વ-સમીઠાઇ, સર્વ-અરયોગે સુખ તેહથી, અનંતગુણ નિરીહાજીપરા
પરાદષ્ટિના યોગી-મહાત્માઓ; અપૂર્વકરણાદિના પ્રભાવે માત્ર અંતર્મુહૂર્તમાં રાગાદિ દોષોનો સર્વથા ક્ષય થયે સર્વજ્ઞ બની સર્વલબ્ધિ (તે તે વસ્તુઓને પ્રાપ્ત કરવાનું અચિંત્ય સામર્થ્ય)સ્વરૂપ ફળને ભોગવનારા બને છે. આ રીતે મોહનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને આંતરાયઆ ચાર ઘાતિકર્મનો સર્વથા ક્ષય કરી શેષ-જીવનમાં પર-ઉપકારને કરી શૈલેશી(ચૌદમું ગુણસ્થાનક)અવસ્થાને પામેલા તે યોગી-મહાત્માઓ શિવસુખના ભોક્તા બને છે. તેઓશ્રીના બાહ્ય-અત્યંતર સર્વ શત્રુઓ ક્ષય પામે છે. શરીર અને મનસંબંધી સર્વ રોગો સર્વથા નષ્ટ થાય છે. પૂર્વકાલીન સમગ્ર ઈચ્છાઓ પૂર્ણ થાય છે. સર્વથા ઈચ્છા વિનાના યોગીઓને; આ દુનિયાના સઘળા પદાર્થોના સંયોગની પ્રાપ્તિથી મળતાં સુખ કરતાં અનંતગુણ સુખ પ્રાપ્ત થાય છે-આ પ્રમાણે ત્રીજી ગાથાનો અક્ષરાર્થ છે.
આશય એ છે કે-શાસ્ત્રયોગે પોતાના શુદ્ધ સ્વરૂપને જાણ્યા પછી તેને સાક્ષાત્ જોવાની ઈચ્છા સ્વરૂપ દિક્ષાથી પ્રવર્તેલા સામર્થ્યયોગમાં પરાદષ્ટિ વર્તે છે. પરતત્ત્વના દર્શનમાં અવરોધ કરનારાં ઘાતિકર્મોનો સર્વથા ક્ષય કરવાનો પ્રારંભ આ આઠમી દષ્ટિમાં થાય છે. આઠમા ગુણસ્થાનકથી આરંભીને દશમા ગુણસ્થાનક સુધીના કાળમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org