________________
મિત્રાદષ્ટિની સઝાય
એહ પ્રસંગથી મેં કહ્યું, પ્રથમદષ્ટિ હવે કહીએ રે, જિહાં મિત્રા તિહાં બોધ જે, તૃણ અગ્નિશ્યો લહીએ રે,
વીર જિનેસર દેશના દા આ ગાથામાં પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજા ફરમાવે છે કેપહેલી પાંચ ગાથામાં જે વાતો કહી છે તે પ્રસંગથી જ ભૂમિકારૂપે કહી છે. હવે દષ્ટિનું નિરૂપણ શરૂ કરાય છે. મિત્રાદષ્ટિ પ્રાપ્ત થયે છતે જીવને જે બોધ થાય છે, તે તૃણના-ઘાસના અગ્નિ જેવો હોય છે. તૃણનો અગ્નિ ખૂબ જ મંદ પ્રકાશ આપે છે અને થોડીવારમાં બુઝાઈ જાય છે. પરંતુ કાજળઘેરી રાત્રિમાં મહાઅટીમાં ભૂલા પડેલા મુસાફરને એ પ્રકાશ પણ લક્ષ્ય ચીંધનારો બને છે. જ્યાં ગાઢ અંધકારના કારણે ક્યાં જવું અને શું કરવું-એ સૂઝતું ન હતું, ત્યાં આવો પ્રકાશ સુરક્ષિત સ્થાનને ચીંધે છે. શ્રાન્ત, ઉદ્વિગ્ન, ભયગ્રસ્ત અને ઈષ્ટ સ્થાનને પામવાની ઉતાવળ હોયએવા મુસાફરને એ તૃણનો અગ્નિ; પોતાને ઈષ્ટ સ્થાને પહોંચાડનારા માર્ગને દર્શાવશે-એવી પ્રતીતિ કરાવી જાય છે. તેથી એ મુસાફર શ્રમાદિને અવગણી એ દિશા તરફ પ્રયાણ શરૂ કરે છે. બસ! આવું જ મિત્રાદષ્ટિમાં સાધકને બનતું હોય છે. અનાદિકાળથી અજ્ઞાનરૂપી ઘોર અંધકારના કારણે વિષયકષાયને પરવશ બની સંસારમાં જ્યાં-ત્યાં અથડાવા-ટીચાવાના કારણે જ્યારે આત્મા શાન્ત, ઉદ્વિગ્ન અને ભયથી ત્રસ્ત બની ઈષ્ટ-સુરક્ષિતસ્થાનને પામવા માટે ઉતાવળો બને છે, ત્યારે તે સાધકને મિત્રાદષ્ટિનો તૃણના અગ્નિ જેવો પણ તારક બોધ એક આશ્વાસનનું ધામ બને છે. અંધકારની તીવ્રતમ અવસ્થામાં એ પ્રકાશ જતો રહ્યા પછી પણ સાધકની નજર એ દિશામાં જ મંડાયેલી રહે છે. ગમે ત્યારે પણ એ પ્રકાશ ફરી પાછો જોવા મળશે એવી આશાથી સ્થિર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org