________________
યોગદષ્ટિ-એક પરિશીલન
૧૧
નજરે સાધક એ તરફ જોયા કરે છે. સદ્ગુરુદેવશ્રીના સુંદર સમાગમથી પ્રાપ્ત થયેલા સામાન્ય પણ બોધથી પ્રથમદષ્ટિમાં માર્ગનું દિગ્દર્શન થાય છે. દા.
આવું છું ! અનંતકાળથી જ્યાં અથડાવાનું અને ટીચાવાનું બન્યું હતું, એની અપેક્ષાએ તદ્દન સલામત એવા માર્ગનું દર્શન થયા પછીની સાધકની અવસ્થાનું વર્ણન સાતમી ગાથામાં કરાયું છે
વ્રત પણ યમ ઈહાં સંપજે, ખેદ નહિ શુભ કાજે રે, દ્વેષ નહિ વળી અવરશું, એહ ગુણ અંગ વિરાજે રે,
વીર જિણેસર દેશના ના પ્રથમ મિત્રાદષ્ટિમાં સાધકને પાંચ યમ સ્વરૂપ વ્રતની પ્રાપ્તિ થાય છે. શુભકાર્યમાં ખેદ થતો નથી. બીજા-અશુભ પ્રત્યે દ્વેષ પેદા થતો નથી. આ ગુણોથી મિત્રાદષ્ટિવાળા સાધકનું સ્વરૂપ શોભતું હોય છેઆવી શ્રી વીરજિનેશ્વરની દેશના છે-આ સાતમી ગાથાનો સળંગ અર્થ છે. તૃણના અગ્નિ સમાન બોધમાં પણ જીવને હિંસા, અસત્ય, ચૌર્ય, અબ્રહ્મ અને પરિગ્રહનું પાપ સમજાતું હોવાથી શક્તિ અનુસાર તે પાપથી વિરામ પામે છે, જેથી આ દષ્ટિવાળા સાધકને અહિંસા, સત્ય, મતેય, બ્રહમચર્ય અને પરિગ્રહ સ્વરૂપ વ્રતની સામાન્યથી પ્રાપ્તિ થતી હોવાથી પાંચ યમની પ્રાપ્તિ થાય છે. મહાવ્રતો કે અણુવ્રતોની અપેક્ષાએ ખૂબ જ અલ્પ પ્રમાણમાં મિત્રાદિદષ્ટિમાં અહિંસાદિ પાંચ યમની પ્રાપ્તિ થતી હોવા છતાં ભવિષ્યમાં સંપૂર્ણ મહાવ્રતો કે અણુવ્રતોની પ્રાપ્તિ થાય-એવા સંયોગોને તે અહીં પ્રાપ્ત કરી લે છે. સામાન્ય પણ બોધના કારણે પોતાની અનાદિકાળની સ્થિતિનું કારણ સમજાવાથી પાપપ્રવૃત્તિનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org