________________
યોગદષ્ટિ-એક પરિશીલન
૭૫
કહેવાય છે. સદનુષ્ઠાનનું આ પ્રથમ લક્ષણ છે. આપણી શક્તિ કરતાં પણ વધારે કરવાનું મન થાય ત્યારે સમજવું કે આપણને અનુષ્ઠાન પ્રત્યે આદર છે. આદરનું આ સ્વરૂપ ખૂબ જ પ્રતીત છે. આપણને જે જે પ્રશસ્ત કે અપ્રશસ્ત ક્રિયા પ્રત્યે આદર છે, તે તે ક્ષિાઓ આપણે ખૂબ જ ઉત્કટ પ્રયત્નપૂર્વક કરતા હોઈએ છીએ. નાના બાળકોમાં તો આ વસ્તુ વિશેષપણે જોવા મળે છે. મોટાઓ જે પ્રવૃત્તિ કરતા હોય છે તે પ્રવૃત્તિ કરવાનું તેમને મન થાય છે ત્યારે પોતાના ગજા ઉપરાંત એ પ્રવૃત્તિ તેઓ કરતા હોય છે. પોતાની શક્તિનો વિચાર તેઓ કરતા નથી હોતા. મુમુક્ષુ આત્માઓને સદનુષ્ઠાન પ્રત્યે આવો આદર હોવો જ જોઈએ. જેની ઉત્કટ ઈચ્છા હોય તેમાં તે ઈચ્છાના યોગે ઉત્કટ પ્રયત્ન થાય એ સમજી શકાય છે. આવા વખતે પોતાની શક્તિનો જ વિચાર કરે તો યોગમાર્ગમાં આગળ વધવાનું ક્યારે પણ નહિ બને. શક્તિને છુપાવવું, શક્તિના પ્રમાણમાં કાર્ય ન કરવું અને શક્તિ ઉપરાંત કરીએ તો આગળ જતાં પ્રવૃત્તિ સાવ જ બંધ થઈ જશેએવી વિચારણા કરવી... વગેરે આદરને સૂચવનાર નથી. યોગમાર્ગની સાધનામાં અનાદર જેવું એક પણ પાપ નથી. અવિધિ, અનુપયોગ, કાલાદિનું અનિયમન અને ભાવવિહીનતા વગેરે દોષો આ અનાદરભાવમાંથી જ ઉદ્દભવતા હોય છે. સદ્ભાગ્ય પ્રાપ્ત થયેલા અનુષ્ઠાનને અસદનુષ્ઠાન બનાવવાનું કામ પણ આ અનાદર કરે છે.
સદનુષ્ઠાનનું બીજું લક્ષણ છે ક્લિામાં રતિ, જે કરણમાં પ્રીતિઅભિધ્વંગ(આસક્તિ) સ્વરૂપ છે. આદરપૂર્વક શરૂ કરેલા અનુષ્ઠાનની પ્રવૃત્તિ વખતે ગમે તેવી પ્રતિકૂળતા આવે તોપણ અનુષ્ઠાનમાં રતિ થવી એ અનુષ્ઠાનની સદનુષ્ઠાનતા સૂચવે છે. શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલાં પરમતારક અનુષ્ઠાન તેઓશ્રીની પરમતારક આજ્ઞા મુજબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org