SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદષ્ટિ-એક પરિશીલન 39 સાધનની અપેક્ષાના કારણે સિદ્ધિમાં વિલંબ થાય છે, કોઈ વાર સાધન ન મળે તો સિદ્ધિ વિના પણ રહેવું પડે. સાધકની સાધકતા સાધનના સર્જનમાં સમાય છે. આશ્રવને સંવર બનાવતાં ન આવડે તો સાધનામાર્ગમાં ટકવાનું સહેલું નથી. અવિષ્મ અને સંપદાગમના કારણે મુમુક્ષુજનોને ઉત્તરોત્તર યોગની વૃદ્ધિ થાય છે. સાથેના સાધકો જે રીતે સાધના કરી રહ્યા છે એ રીતે સાધના પરિશુદ્ધપણે પોતે કરી શકતો નથી-એવું જ્યારે જ્યારે સાધકને જણાય ત્યારે ત્યારે આ કઈ રીતે બને ? શું કરું તો આવી સાધના કરવા હું સમર્થ બનું? આવા પ્રકારની તેને જિજ્ઞાસા થાય છે. આવી જિજ્ઞાસા સદનુષ્ઠાનનું પાંચમું લક્ષણ છે. કોઈની પણ પરિશુદ્ધ ક્રિયા જોઈને એવી જિજ્ઞાસા ન થાય અને જેની જેવી શક્તિ; શક્તિ મુજબ બધું થાય? આવો વિચાર આવે તો એ વખતનું આપણું અનુષ્ઠાન સદનુષ્ઠાનરૂપે નથી હોતું. જિજ્ઞાસા આપણા અનુષ્ઠાનને પરિશુદ્ધ બનાવે છે અને યોગની સાધનામાં જીવને ઉત્તરોત્તર વિશુદ્ધિનું પ્રદાન કરે આ રીતે પોતાની યોગની સાધનામાં જે જે ખામી દેખાય તેને દૂર કરવા માટે એ અનુષ્ઠાનો વારંવાર ઉપયોગપૂર્વક કરવાં-તેને શાસ્ત્રકાર પરમર્ષિઓ તન્નિસેવા સ્વરૂપ સદનુષ્ઠાનનું છઠું લક્ષણ કહે છે. અહીં ‘તન્નિસેવા'ના સ્થાને તજ્જ્ઞસેવા' આવો પણ પાઠ છે. આનો અર્થ એ છે કે વિશુદ્ધ કોટિની સુંદર આરાધનાના સમર્થ જાણકારોની સેવા કરવી. તન્નિસેવા કે તજજ્ઞસેવા અનુષ્ઠાનને પરિશુદ્ધ બનાવવા માટે ખૂબ જ જરૂરી છે. વિશિષ્ટ કોટિની લઘુકર્મિતાને પ્રાપ્ત વિના ઉપર જણાવેલાં લક્ષણોથી જણાતું સદનુષ્ઠાન જીવને પ્રાપ્ત થતું નથી. અસંમોહસ્વરૂપ બોધપૂર્વકના આ અનુષ્ઠાનનો વિચાર કરીએ તો વર્તમાનમાં આપણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001162
Book TitleYogadrushti Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2003
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy