________________
યોગદષ્ટિ-એક પરિશીલન
આશય સ્પષ્ટ છે કે વસ્તુતત્ત્વ જો એકસ્વરૂપ જ છે, તો માત્ર શબ્દભેદ એટલે કે નામના ભેદને આશ્રયીને વિવાદ શાનો? કારણ કે ગંગાનદીને ગંગા કહીએ કે સુરનદી કહીએ એટલામાત્રથી ગંગાનદીનું સ્વરૂપ સર્વથા ફરતું નથી. ર૧
અહીં યાદ રાખવું જોઈએ કે ચોથી દષ્ટિમાં ઉપર જણાવ્યા મુજબ દીપપ્રભાસમાન બોધ હોવા છતાં વેદ્યસંવેદ્યપદની પ્રામિ નથી. એથી આ દષ્ટિમાં સામાન્ય રીતે વસ્તુનું વિશદ જ્ઞાન નહિ હોવા છતાં જે જ્ઞાન છે તે યોગમાર્ગના દર્શન માટે ખૂબ જ ઉપયોગી છે. આગળની ચાર દષ્ટિમાં તો વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ હોવાથી બોધ ખૂબ જ સ્પષ્ટ છે, તેથી દેવ, ગુરુ અને ધર્મના સાચા સ્વરૂપનો સમગ્રપણે ખ્યાલ ત્યાં હોય જ. એવો ખ્યાલ આ ચોથી દષ્ટિમાં તો ન જ આવે એ સમજી શકાય છે. આનો અર્થ એ નથી કે આ ચોથી દષ્ટિમાં ગમે તેને દેવ, ગુરુ કે ધર્મ માની લેવામાં આવે છે. દેવ તો સર્વજ્ઞભગવતો જ હોય. ગુરુ તો નિગ્રંથ અને ધર્મના સાચા ઉપદેશકો જ હોય અને ધર્મ તો આ સંસારસમુદ્રથી પાર ઉતારનાર જ હોય. આવું યથાર્થજ્ઞાન આ દષ્ટિમાં સ્પષ્ટપણે હોય છે. તેથી કુદેવ કુગુરુ કે કુધર્મને, દેવ ગુરુ કે ધર્મ માનવાની કોઈ વાત જ આ દષ્ટિમાં નથી. ફરક માત્ર એટલો પડે છે કે આ ચોથી દષ્ટિમાં વ્યક્તિવિશેષમાં સુદેવવાદિનું જ્ઞાન થતું નથી. દેવાદિના સ્વરૂપમાં કોઈ વિવાદ નથી. પરંતુ એવું સ્વરૂપ ક્યાં છે-એ ચોક્કસ જણાતું નથી. તેથી માત્ર બુદ્ધ, કપિલાદિના નામભેદથી ત્યાં સર્વજ્ઞત્વાદિનો અભાવ છે, એ કહી શકાય નહિ. આથી જ આ દષ્ટિમાં કોઈ એક જ દેવ, ગુરુ કે ધર્મને આશ્રયીને રહેવાનું બનતું નથી. છતાં સર્વજ્ઞાદિના સ્વરૂપને જાણતા હોવાથી આ દષ્ટિમાં, બુદ્ધાદિ જો સર્વજ્ઞ છે તો માત્ર નામભેદથી (બુદ્ધ, કપિલાદિ નામના કારણે) તેમને જુદા માનવાનું કોઈ જ કારણ નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org