________________
દીપ્રાદષ્ટિની સઝાય
આવી માન્યતા હોય છે. આવી આગ્રહ વિનાની માન્યતામાં મુખ્યપણે કુતર્કની નિવૃત્તિ કારણ છે. કુતર્ક વિનાની અવસ્થા મુમુક્ષુજનોએ કોઈ પણ રીતે પ્રાપ્ત કરવી જ રહી. કારણ કે આગ્રહી વલણ મુમુક્ષુઓ માટે કોઈ પણ રીતે સારું નથી–આ વસ્તુને સ્પષ્ટ કરતાં ગ્રંથકાશ્રી ક્રમાવે છે
કે
ધર્મલમાદિક પણ મિટેછ, પ્રગટે ધર્મસંન્યાસ, તો ઝઘડા-ઝોંટા-તણોજી, મુનિને કવણ અભ્યાસ, મિનારા
ગાથાનો શબ્દાર્થ એ છે કે ક્ષયોપશમભાવના ક્ષમા, સંતોષ વગેરે ધર્મો પણ છૂટે તો ધર્મસંન્યાસ નામનો યોગ સામર્થ્યયોગમાં પ્રગટે છે. તો આવી સ્થિતિમાં મુનિને ઝઘડા-ટંટાનો અભ્યાસ ક્યાંથી હોય ? આશય એ છે કે ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી પ્રાપ્ત થનારા ક્ષમા, સંતોષ, મૃદુતા વગેરે સાધુધર્મની ઉત્કટ લેટિના પ્રયત્નથી પ્રાપ્તિ કરવા છતાં સામર્થ્યયોગમાં (ક્ષપકશ્રેણી દરમ્યાન) તેનો સ્વાભાવિક જ ત્યાગ થાય છે, જેને શાસ્ત્રીય પરિભાષામાં ધર્મસંન્યાસયોગ કહેવાય છે. સંપૂર્ણ શુદ્ધસ્વરૂપને પ્રાપ્ત કરવા અપૂર્ણ એવા તે ધર્મોને ફરી કોઈવાર લેવા ન પડે એવી રીતે છોડવાનું જેમાં બને છે, તે યોગને ધર્મસંન્યાસયોગ કહેવાય છે. મિથ્યાત્વાદિના ઉદયની અવસ્થામાં દેખાતા ગુણો
ઔદયિકભાવના કહેવાય છે. તે તે ગુણોના આચ્છાદક કર્મના રસાદિની મંદતાના કારણે પ્રગટ થનારા ગુણોને સાયોપથમિક (ક્ષયોપશમભાવના) ગુણો કહેવાય છે અને સર્વથા કર્મના વિયોગથી પ્રગટ થનારા ગુણોને સાયિકભાવના ગુણો કહેવાય છે. ઔદયિકભાવના ગુણો તો ગુણાભાસ સ્વરૂપ હોવાથી તેનાથી કોઈ જ ઈષ્ટ સિદ્ધ થતું નથી. ક્ષયોપશમભાવના ગુણો ક્ષાયિકભાવના ગુણોનું કારણ બને છે. જ્યારે ક્ષાયિકભાવના ગુણો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org