________________
યોગદષ્ટિ-એક પરિશીલન
તો આત્માના શુદ્ધ સ્વરૂપનો જ આવિર્ભાવ છે. જીવનો મોટા ભાગનો સમય ઔદયિકભાવમાં વીત્યો છે. સાયિકભાવની પ્રાપ્તિ પૂર્વેની સાધનાનો કાળ ક્ષયોપશમભાવનો કાળ છે અને ક્ષાયિકભાવનો કાળ તો આત્માના શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિનો કાળ છે. મોક્ષના સાધનાકાળ દરમ્યાન જે લયોપશમભાવની રક્ષા કરી પ્રાણના ભોગે પણ સમાદિ ધર્મોને સાચવી રાખ્યા તે ધમને પણ ધર્મસંન્યાસયોગમાં છોડવા પડતા હોય તો મુમુક્ષુ આત્માઓએ આ સંસારમાં ક્યાં આગ્રહ રાખવો ? અર્થાત્ કોઈ પણ સ્થાને આગ્રહ રાખવા જેવો નથી. પ્રયત્નાતિશયથી પ્રાપ્ત કરેલા પણ ગુણો અંતે ત્યજવાના છે તો સર્વજ્ઞાદિના સ્વરૂપનું ઐક્ય હોવા છતાં તેમના નામમાત્રની ભિન્નતાએ તેમાં ‘આ સર્વજ્ઞ બરાબર અને આ સર્વજ્ઞ બરાબર નહિ' આવા વિવાદનો અભ્યાસ મુનિ(મુમુક્ષુજનમાત્ર) ને ક્યાંથી હોય અર્થાત્ ન જ હોય. તેથી આ દષ્ટિમાં કુતર્કરહિત મુમુક્ષુઓ મહાપુરુષોએ સેવેલા માર્ગનું જ અનુવર્તન કરતા હોય છે. કોઈ પણ રીતે એ માર્ગનું અતિક્રમણ ન થાય એ રીતે વનારા મુમુક્ષુજનો બીજાને થોડી પણ પીડા ન થાય અને તેમની ઉપર થોડો પણ ઉપકાર કરી શકાય એ રીતે પ્રયત્નશીલ બની રહે છે. ગુરુ-ભગવંતો, દેવતા, બ્રાહ્મણો, સાધુજનો, તપસ્વી વગેરે મહાત્માઓની પૂજા વગેરેમાં સતત પ્રયત્નશીલ એવા આ મુમુક્ષુઓ; પોતાના કર્મથી પરવશ હોવાથી પાપની પ્રવૃત્તિ કરતા એવા જીવોમાં પણ અનુકંપાવાળા હોય છે. પરંતુ માત્સર્ય કરતા નથી. આ, ચોથી દષ્ટિમાં પ્રાપ્ત થનારી એક અદ્ભુત સિદ્ધિ છે. પોતાને ધર્મપ્રાપ્તિમાં અવરોધ કરનારા મુખ્ય મુખ્ય દોષોને દૂર કર્યા વિના આવી સ્થિતિ પ્રામ થતી નથી. આ દષ્ટિનું વિવેચન કરતી વખતે વિવેચકોએ ખ્યાલમાં રાખવું જોઈએ કે અસદભિનિવેશ અને તાત્ત્વિક અભિનિવેશ: આ બેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org