________________
દીપ્રાદષ્ટિની સક્ઝાય
આશય એ છે કે મુમુક્ષુજનોની પ્રત્યે શ્રી વીતરાગપરમાત્માની દેશના એકરૂપ જ હોય છે. પરંતુ મુમુક્ષુજનોની જ્ઞાનાદિસ્વરૂપ પરિણતિ ભિન્ન હોવાથી તેમને તે જુદી જુદી જણાય છે. આવી જ રીતે શ્રી વીતરાગપરમાત્માની પરમતારક દેશનાના અનુસાર તે તે મુમુક્ષુઓને જે જે દેશનાથી લાભ થવાનો સંભવ છે તેવી તે તે નયપ્રધાન દેશના મુનિ ભગવંત આપે છે. પરંતુ પરમાર્થરૂપે તો તે તે દેશના પણ એકસ્વરૂપ જ છે. વસ્તુના અનંતધર્માત્મક સમગ્ર સ્વરૂપને આંખ સામે રાખીને પ્રવર્તતી શ્રી સર્વાભગવંતોની દેશના પ્રમાણદેશના છે. તેવા પ્રકારની પ્રમાણદેશના પણ શ્રોતાઓના ક્ષયોપશમની તરતમતાએ તે તે શ્રોતાને જુદી જુદી જણાય છે. પૂજ્યપાદ મુનિભગવંતો પણ શ્રી વીતરાગ પરમાત્માના પરમતારક વચનને અનુસરી શ્રોતાઓની યોગ્યતા જોઈને દેશના આપતા હોવાથી વસ્તુના એક અંશને આંખ સામે રાખીને પ્રવર્તતી તેમની નયદેશના છે. શ્રોતાઓની અપેક્ષાએ તે જુદી હોવા છતાં મોક્ષના આશયના કારણે અને સ્યાદ્વાદમૂલત્વના કારણે તે તે દેશના વસ્તુતઃ એક જ છે. જેનું કારણ અને ફળ બંને એક જ છે તે વસ્તુના સ્વરૂપમાં ભેદ માનવાનું કોઈ કારણ નથી. એ આ ગાથાનો પરમાર્થ છે. ૨૦
- આ રીતે શ્રી સર્વજ્ઞભગવંતો એક છે. તેઓશ્રીએ ઉપદેશેલો પરમતારક મોક્ષમાર્ગ એક છે. જુદી જુદી જણાતી તેઓશ્રીની પરમતારક દેશના એક છે અને ભવાતીતાર્થસ્વરૂપ મોક્ષતત્ત્વ પણ એક છે-એ જણાવ્યા પછી; માત્ર શબ્દભેદના કારણે તે તે વસ્તુ જુદી છે, એવું માનવું ઉચિત નથી તે જણાવે છેશબ્દભેદ ઝઘડો કિસ્યો, પરમારથ જે એક, કહો ગંગા કહો સુરનદીજી, વસ્તુ ફરે નહીં છેક, મનનારા
Jain Education International
FOT
For Private & Personal Use Only
www.jainelibrary.org