________________
સ્થિરાદષ્ટિની સઝાય
છે. ચોથી દીપ્રાદષ્ટિમાં દીપકની પ્રભા જેવો બોધ હતો. દીપકની પ્રભા તેલ, દિવેટ વગેરેથી ઉત્પન્ન થયેલી છે. તે ખલાસ થાય એટલે દીપકની પ્રભા નષ્ટ થતી હોય છે. પવનની ઝાપટથી તે બુઝાઈ જાય છે અને દીપકની જ્યોત સદા સ્થિર રહેતી નથી. એથી દીપકની પ્રભામાં દશ્યનું દર્શન અસ્પષ્ટ અને અસ્થિર હોય છે. પરંતુ રત્નની પ્રભામાં આ કોઈ જ સવાલ નથી. રત્નની પ્રભા સ્વાભાવિક છે. રત્નના અસ્તિત્વ સુધી એનું અસ્તિત્વ હોય છે. ગમે તેવા પવનના જોરથી તે પ્રભા નષ્ટ થતી નથી કે ચંચળ બનતી નથી. તેથી તેમાં દશ્યનું દર્શન સ્પષ્ટ અને સુસ્થિર હોય છે. આ દષ્ટિમાં દર્શન નિત્ય હોવા છતાં કોઈ વાર રત્નને ધૂળનો ઉપદ્રવ થવાથી જેમ પ્રભા મલિન બને છે, તેમ અતિચારના કારણે દર્શનને ઉપદ્રવ થતો હોય છે. સંસારના સુખના રાગાદિના કારણે આ દષ્ટિમાં કોઈ વાર તો એમ જ લાગે કે રત્નપ્રભાજેવું દર્શન નષ્ટ થયું છે. ઉત્કટ કોટિનો રાગ કે દ્વેષ સાધકના જ્ઞાન ઉપર ખૂબ જ ઘન આવરણ લાવે છે. વિષયકષાયનો અનાદિકાળનો ગાઢ પરિચય સાધકની સમજણનો નાશ કરી નાંખે છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પછી પણ અવિરતિને દૂર કરવામાં ન આવે કે તેને આધીન થઈને પ્રવૃત્તિ કરવામાં આવે તો સમ્યગ્દર્શનને ટકાવવાનું શક્ય નહિ બને. શ્રી વીતરાગપરમાત્માના વચન ઉપર શ્રદ્ધા જમ્યા પછી એ મુજબ વર્તવાનું અવિરતિના કારણે શક્ય બનતું નથી. અવિરતિ ગાઢ હોય ત્યારે જ્ઞાનનું અસ્તિત્વ જ જાણે ન હોયએવું વર્તાય છે. કહેવાનો આશય એ છે કે સ્થિરાદષ્ટિમાં રત્નપ્રભાજેવું દર્શન ટકાવવા માટે અવિરતિથી ખૂબ જ દૂર રહેવું જોઈએ. શબ્દાદિ વિષયોનું આકર્ષણ અનાદિનું છે. આજ સુધીના આપણા સંસાર-પરિભ્રમણનું મુખ્ય કારણ પણ એ જ છે. પાંચમી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org