________________
૬૮
દીપ્રાદષ્ટિની સઝાય
દુર્દશા કુતર્ક કરનારાની થાય છે. મહાવતની વાત સ્પષ્ટ હતી કે હાથી પોતાના માર્ગમાં આવેલાને મારે છે. એ સમજવાને બદલે એની વાતમાં દૂષણ બતાવવાની મૂર્ખતા કરવાની ખરેખર જ જરૂર ન હતી. પરંતુ કુતર્કના પનારે પડ્યા પછી એવી સરળતા આવવી સહેલી નથી. દૂરનાને હાથી હણે છે કે નજીકનાને ?’ આવો વિચાર બઠર-મૂર્ણ કરે છે, તે કુતર્ક છે. આવા પ્રકારના કુતર્કનો પ્રચાર અવેદ્યસંવેદ્યપદ જીતવાથી દૂર થાય છે. આ અગિયારમી ગાથાનું તાત્પર્ય છે.
કુતર્કથી કદાગ્રહી બનેલા મૂર્ખ લોકો કેવા હોય છે, તે બારમી ગાથામાં જણાવ્યું છેહું પામ્યો સંશય નહીંછ, મૂરખ કરે એ વિચાર, આળસુઆ ગુરુ-શિષ્યનો છે, તે તો વચન પ્રકાર, મનગી૧૨ા
આશય એ છે કે કુતર્કના કારણે કદાગ્રહી બનેલા અજ્ઞાની હોવા છતાં તેઓ પોતાની જાતને પંડિત માનતા હોય છે. હું બધું જ જાણું છું, મને કોઈ પણ જાતનો સંશય નથી આવો વિચાર તેઓ કરતા હોય છે. જ્ઞાનનો છાંટો પણ ન હોવા છતાં અભિમાનનો પાર હોતો નથી. આ અભિમાનને લઈને તેઓ કોઈને પણ પૂછતા નથી. આળસુ શિષ્ય અને આળસુ ગુરુનાં વચનો જ્ઞાનનું કારણ બનતાં નથી. તેનાથી માત્ર ઉપર ઉપરથી જ્ઞાનનો આભાસ ઊભો થાય છે. તેવી જ રીતે કુતર્કના કારણે તત્ત્વજ્ઞાનની વાતો ચાલ્યા કરે છે, પરંતુ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થતું નથી.
તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ માટે વાસ્તવિક ઉપાય જણાવતાં ગ્રંથકાર પરમર્ષિએ તેરમી ગાથામાં ફરમાવ્યું છે કેધી જે તે પતિ આવવું છે, આપમતે અનુમાન, આગમને અનુમાનથીજી, સાચું કહે સુજ્ઞાન, મનના ૧૩ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org