Book Title: Jain Prashnottarmala
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
Catalog link: https://jainqq.org/explore/001191/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જેના પ્રશ્નોત્તરમાળા ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા Jan Education International Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ જૈન પ્રોત્તરમાળા | ભાગ - પહેલો : વિવેચનકાર : ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા coooooo : પ્રકાશક : જૈન ધર્મ પ્રસારણ ટ્રસ્ટ-સુરત. por Ruvate a personal Page #3 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ પ્રસારણ ટ્રસ્ટ. ૭૦૨, રામશા ટાવર્સ ગંગા-જમના એપાર્ટમૅન્ટ પાસે, કા અડાજણ પાટીયા, સુરત-૩૯૫૦૦૯. (INDIA) ફોન : ૨૬૮૮૯૪૩ ૨૯ ૨૨ શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા સ્ટેશનરોડ. રંગમહોલના નાકે, મહેસાણા.(ઉત્તર ગુજરાત) સરસ્વતી પુસ્તક ભંડાર હાથીખાના, રતનપોળ, અમદાવાદ. ફોન ઃ ૫૩૫૬૬૯૨ ૩૯ ૨૨ ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા ૭૦૨, રામશા ટાવર્સ ગંગા-જમના એપાર્ટમૅન્ટ પાસે, અડાજણ પાટીયા, સુરત-૩૯૫૦૦૯. (INDIA) ફોન : ૨૬૮૮૯૪૩ કમ્પોઝ પ્રિન્ટીંગબાઇન્ડીંગ વિક્રમ સંવત્ ૨૦૫૯ ઇસ્વીસન્ ૨૦૦૨ સેવંતીલાલ વી. જૈન ૨૦, મહાજનગલી. ઝવેરીબજાર, મુંબઇ. ફોન : ૨૪૧૨૪૪૫ સુઘોષા કાર્યાલય ઃ શેખનો પાડો, ઝવેરીવાડ બસ સ્ટોપ સામે, રિલીફ રોડ, અમદાવાદ-૧. ફોન : ૨૧૩૧૪૧૮ વીર સંવત્ ૨૫૨૯ તૃતીય આવૃત્તિ × જળ કિંમત રૂા. ૪૦-૦૦ ૩૯ ૨૨ પ્ર ૭૨ ટ વર્ષ ભરત ગ્રાફિક્સ ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ-૧. ફોન : (૦.) (079) ૨૧૩૪૧૭૬, (R.) ૨૧૨૪૭૨૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ભારતની ભૂમિ એટલે સંત-ત્યાગી મહાત્માઓની ભૂમિ. આ ભૂમિ ઉપર જૈન-જૈનેતર અનેક જ્ઞાની-મહાજ્ઞાની-ચારિત્રવાન પુરુષો થયા છે. જેઓની અનુપમ પવિત્ર વાણીના વરસાદથી ભીંજાયેલી આ ભૂમિ ઉપર જૈન-જૈનેતર ધર્મના સંસ્કારોનાં બીજ ઉંડા વવાયેલાં છે. જેના પ્રતાપે આવા કલિયુગમાં અને ભૌતિક સુખના વાતાવરણમાં પણ સંસારને અસાર જાણી તેનો ત્યાગ કરી સાધુ-સંત-સંન્યાસી અને યોગી થનારા મહાત્માઓ જોવા મળે છે. જૈન સમાજમાં પણ નાની બાલ્યવયમાં આજે પણ સારા પ્રમાણમાં દીક્ષા ગ્રહણ કરતા આત્માઓ દૃષ્ટિગોચર થાય છે. નાની બાલ્યવયમાં દીક્ષા ગ્રહણ કરનારા મહાત્માઓનું ચિત્ત પવિત્રનિખાલસ-વિષયવાસના રહિત હોવાથી જૈન આગમ સાહિત્યનું સુંદર જ્ઞાન પ્રાપ્ત કરી પોતાના વૈરાગ્યને ઉત્કૃષ્ટ કક્ષાનો બનાવી નિરતિચાર ચારિત્ર પાળી શકે છે. આવા લઘુદીક્ષિત આત્માઓ જ મહાન આચાર્યો શાસનપ્રભાવકો અને સાહિત્યકારો થયા છે. તેથી સુંદર ચારિત્ર, પવિત્ર સમ્યજ્ઞાન અને પરમાત્મા પ્રત્યેની રૂચિ જ જીવનને ધન્ય બનાવે છે. ઉત્તમ રુચિ અને ઉત્તમ ચારિત્ર પ્રાપ્ત કરવા માટે જૈન આગમોનું તથા જૈન શાસ્ત્રોનું જ્ઞાન મેળવવું અત્યન્ત આવશ્યક છે. દિન-પ્રતિદિન જ્ઞાન ભુલાતું જાય છે. શાસ્ત્રોના ઊંડા અભ્યાસો તો દૂર રહો, પરંતુ પ્રાથમિક અભ્યાસ પણ લુપ્ત પ્રાય થતો દેખાય છે. જાણે જ્ઞાનની આવશ્યકતા જ ન હોય તેવા ભાવો ભારતમાં જણાય છે. જ્યારે લંડન-અમેરિકા આદિ અન્ય દેશોમાં તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવાની ભુખ વધતી જાય છે. ત્યાં જઈ વસેલા ભાઈ-બહેનો જૈન ધર્મનાં પુસ્તકોનું સતત વાંચન-અભ્યાસ-મનન-ચિંતન કરતા વધારે પ્રમાણમાં જોવા મળે છે. એટલે જ તે દેશમાં છેલ્લા પાંચ-દશ વર્ષથી જૈન ધર્મના જુદા જુદા ફિરકાઓના વક્તાઓ ત્યાં આવી પ્રજાને જૈન ધર્મના સિધ્ધાન્તો સમજાવે છે. દિગંબર સંપ્રદાય, સ્થાનકવાસી, તેરાપથી અને મૂર્તિપૂજક સંપ્રદાય તથા શ્રી કાનજીસ્વામી, શ્રીમદ્ રાજચંદ્રજી અને શ્રી દાદા ભગવાનના અનુયાયી ભક્તવર્ગો ત્યાં આવી વિવિધ રીતે તત્ત્વજ્ઞાન આપવા દ્વારા જૈન ધર્મનો પ્રચાર કરે છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ આ તત્ત્વજ્ઞાન સાંભળતાં, પાછળથી તેનું મનન કરતાં શ્રોતાવર્ગમાં અનેક પ્રશ્નો ઉદ્દભવે છે અને વારંવાર ગામે ગામ તેના તે જ પ્રશ્નો પૂછવામાં આવે છે. એટલે આ તમામ પ્રશ્નો નો સંગ્રહ કરી તેને વ્યવસ્થિત સંકલના રૂપે ગોઠવી તેના ઉત્તરો સાથે સંક્ષેપમાં એક બે ભાગમાં પુસ્તક રૂપે પ્રકાશિત કરવાનો અને વિચાર કરેલો, જેનું લખાણ ૧૯૯૩-૯૪ માં ચાલુ કરેલું. ચારસો પ્રશ્નો અને તેના ઉત્તરોના સંગ્રહ રૂપે આ પ્રથમ ભાગ હાલ પ્રકાશિત કરીએ છીએ. હવે પછી તેના ઉપરના કર્મ અને દ્રવ્યાનુયોગના વિષયના પ્રશ્નો અને ઉત્તરોનો બીજો ભાગ તૈયાર કરવા ભાવના રાખીએ છીએ. આ પ્રશ્ન અને ઉત્તરો દ્વારા જૈન ભાઈ-બહેનો સાચું જૈન તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરી આત્મ કલ્યાણ સાધે અને સત્ય માર્ગ ને સમજે-સમજાવે અને મોક્ષમાર્ગના પથિક બને. આ પ્રશ્ન ઉત્તર માળા લખવામાં અનેક ગ્રંથોનો સહારો લીધો છે. છતાં છબસ્થતા તથા બીન ઉપયોગતાના કારણે કોઈ સ્થાને શ્રી જિનેશ્વર પરમાત્માની આજ્ઞાવિરુદ્ધ જે કંઈ લખાઈ ચૂક્યું હોય તેની ત્રિવિધ ક્ષમા યાચું છું અને તે ક્ષતિઓ તરફ તુરત મારું ધ્યાન દોરવા વિદ્વદ્વર્ગને વિનંતિ કરું છું. લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા. અનુક્રમણિકા (૧) સામાન્ય પ્રશ્ન-ઉત્તર (૨) આગમ પ્રકરણ (૩) આવશ્યક પ્રકરણ (૪) નવતત્ત્વ પ્રકરણ (૫) અનેકાન્તવાદ પ્રકરણ (૬) દ્રવ્ય-ગુણ-પર્યાયનું પ્રકરણ (૭) સામાન્ય પ્રશ્નો ૧ થી ૧૪ ૧૫ થી ૨૨ ૨૩ થી ૩૮ ૩૯ થી ૭૯ ૮૦ થી ૧૦૨ ૧૦૨ થી ૧૩૦ ૧૩૧ થી પૂર્ણ Page #6 -------------------------------------------------------------------------- ________________ ક્રમ પુસ્તકનું નામ ૧. યોગવિંશિકા ૨. યોગશતક ૩. શ્રી જૈનધર્મના મૌલિક સિદ્ધાન્ત ૪. શ્રી જૈન તત્ત્વ પ્રકાશ ૫. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ૬. જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૭. જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા ૮. કર્મવિપાક (પ્રથમ કર્મગ્રંથ) | ૯. કર્મસ્તવ (દ્વિતીય કર્મગ્રંથ) || ૧૦. બંધસ્વામિત્વ (તૃતીય કર્મગ્રંથ) ધીરૂભાઇનાં, "] ૧૧. ષડશીતિ (ચતુર્થ કર્મગ્રંથ) લખાયેલા ૧૨. પૂજાસંગ્રહ સાથે પુસ્તકો // ૧૩. સ્નાત્રપૂજા સાથે ૧૪. સમત્વની સઝાય ૧૫. નવસ્મરણ-ઈગ્લીશ સાથે ૧૬. રત્નાકરાવતારિકા (ભાગ-૧) ૧૭. રત્નાકરાવતારિકા (ભાગ-૨) ૧૮. શ્રી યોગદૃષ્ટિ સમુચ્ચય ૧૯. આઠદૃષ્ટિની સઝાયના અર્થ ૨૦. અંધશતક (પંચમ કર્મગ્રંથ) ૨૧. તત્ત્વાર્થાધિગમ સૂત્ર (સંક્ષિપ્ત વિવેચન) ૨૨. વાસ્તુપૂજા સાથે (પૂ.બુદ્ધિસાગરસૂરિજી કૃત) ૨૩. શ્રાવકનાં બાર વ્રત Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા સ્ટેશન રોડ, રંગમહોલના નાકે, મહેસાણા. (ઉં. ગુજરાત. INDIA) જૈન ધર્મનાં શાસ્ત્રોનું પ્રારંભથી સુંદર અધ્યાપન કરાવનાર આ એક જ સંસ્થા છે. મેં આ સંસ્થામાં રહીને જ આઠ વર્ષ સુધી ધાર્મિક અભ્યાસ કર્યો છે. ભારતભરમાં પાઠશાળામાં ભણાવનાર શિક્ષકબંધુઓ આ સંસ્થામાં તૈયાર થયેલ છે. આજ સુધી લગભગ દોઢસો ભાઈઓએ અભ્યાસ કરી દીક્ષા પણ સ્વીકારી છે. ન્યાય વ્યાકરણ અને ઉચ્ચ ધાર્મિક શાસ્ત્રોનું અધ્યયન કરાવવામાં આવે છે. ભણતા વિદ્યાર્થીઓને અભ્યાસકાળ દરમ્યાન અને અભ્યાસ પૂર્ણ કરે ત્યારે સારો પુરસ્કાર આપવામાં આવે છે. તો આપશ્રીના બાળકોને ઉત્તમ ધાર્મિક સંસ્કાર તથા અભ્યાસ માટે આ સંસ્થામાં મોકલવા વિનંતિ છે. તથા આ સંસ્થાને આર્થિકક્ષેત્રે વધુ દૃઢ કરવા દાતાઓને નમ્ર વિનંતિ છે કે સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-અને સમ્યગ્યારિત્રનો ધોધ વરસાવતી આ સંસ્થાને અવશ્ય યાદ કરવા જેવી છે. લાભ લેવા માટે ખાસ વિનંતિ છે. આ સંસ્થામાં દાન આપવાની અનેક યોજનાઓ છે તથા વિક્રમ સંવત ૧૯૫૪માં આ સંસ્થા સ્થપાયેલી છે. જે સંસ્થાને આ વર્ષે સો વર્ષ પૂર્ણ થયેલ છે. ૧૯૯૮ના ફેબ્રુઆરીમાં શતાબ્દિ મહોત્સવ ઉજવાયો છે. તો આવી રત્નત્રયીનું પ્રસારણ કરતી આ સંસ્થાને અવશ્ય યાદ કરશો. એવી આશા રાખું છું. લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા. Page #8 -------------------------------------------------------------------------- ________________ ! જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા ઈ.સ. ૧૯૯૧ થી ૧૯૯૩ એમ ત્રણ વર્ષ અમેરિકાનાં જુદાં જુદાં જૈન સેન્ટરોમાં ધાર્મિક ભણાવવાનો, તથા લંડનમાં ૧૯૯૨-૯૩ એમ બે વર્ષ ધાર્મિક ભણાવવાનો પ્રસંગ આવ્યો. ત્યાં વસતા અને ધાર્મિક જ્ઞાનની રુચિવાળા ઘણા ભાઈ બહેનો આ અભ્યાસમાં જોડાયાં. - ન્યુયોર્ક - વોશિંગ્ટન – લોસ એંજીલર્સ, ફીનીક્ષ – ન્યુજરસી, એટલંટા, ટોરંટો, સીનસીનાટી, ઈત્યાદિ સ્થળોએ છણાવટ પૂર્વક વિષયો સમજાવાયા, (૧) નવકારથી સામાઈય વય જૂોં સુધીનાં સૂત્રો, (૨) નવતત્ત્વ, (૩) ચૌદ ગુણસ્થાનકો, (૪) કર્મ તથા કર્મના પ્રતિભેદોનું વર્ણન, (૫) જૈનદર્શનનો અનેકાન્તવાદ ઈત્યાદિ વિષયો સમજાવાયા. ત્યારબાદ આ વિષયો ઉપર એક પુસ્તક તૈયાર કરી “શ્રી જૈન ધર્મના મૌલિક સિદ્ધાન્તો” એ નામે પ્રકાશિત ક૨વામાં આવ્યું. તથા હાલ બે પ્રતિક્રમણ સૂત્રોના અર્થો પ્રકાશિત થાય છે. જે ભાઈ-બહેનો કોઈ કારણસર આ વર્ગમાં આવી શક્યા નથી તેમને પણ ઘેર બેઠાં સમ્યગ્ જ્ઞાનની પ્રાપ્તિ થાય તે માટે તે તે વિષયનાં પુસ્તક પ્રકાશિત કરવા અમે વિચાર કરેલ છે. કેટલાંક પુસ્તકો પ્રકાશિત થયેલ છે અને કેટલાંક પ્રકાશિત થાય છે. અતિશય મનન - ચિંતનપૂર્વક વાંચી-વંચાવી બાળજીવોને સમજાવવા વિનંતિ છે. તથા પ્રકાશિત થતાં પુસ્તકોનું વાંચન કરવા અમારી વિનંતિ છે. પ્રશ્ન ઉત્તર પ્રશ્ન-[૧] જૈન કોને કહેવાય ? ઉત્તર- જિનેશ્વર ભગવાનના ધર્મને સમજે, તે ધર્મ પ્રત્યે રૂચિ કરે, વિશ્વાસ કરે, તેમના વચનોને સત્ય છે એમ માને તેને જૈન કહેવાય છે. *પ્ર.મા.-૧ - Page #9 -------------------------------------------------------------------------- ________________ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા પ્રશ્ન- [૨] જિનેશ્વર ભગવાન્ કોને કહેવાય? ઉત્તર- જેઓએ રાગ - દ્વેષ અને મોહ ઈત્યાદિ આત્માના અંતરંગ શત્રુઓને જીત્યા હોય, તથા પૂર્ણ જ્ઞાન મેળવ્યું હોય, એવા તીર્થકર ભગવન્તોને “જિનેશ્વર ભગવન્તો” કહેવાય છે. . પ્રશ્ન- [૩] રાગ - દ્વેષ - મોહ અને પૂર્ણજ્ઞાન એટલે શું? ઉત્તર- મનગમતી કોઈ પણ વસ્તુ ઉપર પ્રીતિ કરવી તે રાગ. અણગમતી કોઈ પણ વસ્તુ ઉપર અપ્રીતિ કરવી તે દ્વેષ. વસ્તુની વાસ્તવિક પરિસ્થિતિ ન જાણવી તે મોહ. ત્રણે કાળ અને ત્રણે લોકનું જે સંપૂર્ણ જ્ઞાન તે પૂર્ણજ્ઞાન. પ્રશ્ન- [૪] તીર્થકર ભગવાન્ કોને કહેવાય! કેટલા હોય? અને કયા કયા ક્ષેત્રોમાં થાય છે? ઉત્તર- તીર્થની સ્થાપના કરે તે “તીર્થકર” કહેવાય છે. ભરત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર, અને મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થકર ભગવન્તો થાય છે. જંબુદ્વીપ, ઘાતકીખંડ, અને અર્ધપુષ્કરવાર દ્વીપમાં આ ક્ષેત્રો આવેલાં છે. તે ક્ષેત્રોને “કર્મભૂમિ' કહેવાય છે. ભરત - ઐરાવત ક્ષેત્રમાં એક ઉત્સર્પિણી અવસર્પિણી કાળમાં ૨૪-૨૪ તીર્થકર ભગવન્તો થાય છે અને મહાવિદેહ ક્ષેત્રમાં સદાકાળ ઓછામાં ઓછા ૪, અને વધુમાં વધુ ૩૨, તીર્થંકર ભગવન્તો એકકાળે હોય છે. પ્રશ્ન- [૫] તીર્થ એટલે શું ? તીર્થના પ્રકાર કેટલા ? ઉત્તર- જેનાથી સંસાર તરાય તે તીર્થ કહેવાય છે. તે તીર્થના બે ભેદ છે : (૧) જંગમ, (૨) સ્થાવર, એક ગામથી બીજે ગામ, હાલતું ચાલતું તીર્થ તે જંગમતીર્થ જેમકે સાધુ-સાધ્વીજી-શ્રાવક-શ્રાવિકા. તથા જે પોતાના નિયત સ્થાને સ્થિર જ રહે. હાલ-ચાલે નહીં તે સ્થાવર, તીર્થ. જેમકે પાલીતાણા - ગિરનાર-આબુ - સમેતશિખર - રાણકપુર સિદ્ધાચલ ઈત્યાદિ. પ્રશ્ન- [૬] સ્થાવર - જંગમ એમ બે તીર્થમાંથી તીર્થંકર ભગવન્તો ક્યા તીર્થની સ્થાપના કરે છે ? Page #10 -------------------------------------------------------------------------- ________________ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા - તીર્થકર ભગવન્તો “જંગમ” તીર્થની સ્થાપના કરે છે. કેવળજ્ઞાન પામ્યા પછી પ્રથમ ધર્મદેશના આપે છે. તે અદ્ભુત વાણીથી જે જે પ્રતિબોધ પામે છે તેઓને સર્વવિરતિ તથા દેશવિરતિ ધર્મ આપી જંગમ તીર્થની સ્થાપના કરે છે. પ્રશ્ન- [૭] જંબૂતીપાદિ દ્વીપો અને ભરતાદિ ક્ષેત્રો ક્યાં આવેલાં છે ? ઉત્તર-ચૌદ રાજલોક પ્રમાણ આલોકના અતિમધ્યભાગે તિચ્છલોક આવેલો છે. તે એક રાજ લાંબો - પહોળો - ગોળ છે. તેના બરાબર મધ્યભાગે ૧ લાખ યોજન લાંબો - પહોળો, થાળી જેવો ગોળ જંબુદ્વીપ છે. તેને વીંટાઈને ડબલ - ડબલ માપના અનુક્રમે લવણસમુદ્ર - ઘાતકીખંડ કાલોદધિસમુદ્ર અને પુષ્કરવરદ્વીપ આવેલા છે. તે પુષ્કરવારદ્વીપના અતિમધ્યભાગે માનુષોત્તર પર્વત નગરને ફરતા કોટની જેમ આવેલો છે. તેથી રા દ્વીપ થાય છે. તેમાં મનુષ્યોનાં જન્મ-મરણ થાય છે. માટે નરલોક અથવા મનુષ્યક્ષેત્ર કહેવાય છે. જંબુદ્વીપમાં દક્ષિણદિશાના છેડે ૧ ભરતક્ષેત્ર, ઉત્તર દિશાના છેટે ૧ ઐરાવતક્ષેત્ર, અને બરાબર મધ્યભાગે ૧ મહાવિદેહ ક્ષેત્ર આવેલ છે. એમ કુલ ૩ ક્ષેત્રો છે. ધાતકીખંડ તથા પુષ્કરવર દ્વિીપમાં ડબલ-ડબલ ક્ષેત્રો હોવાથી ૨ ભરત, ૨ ઐરાવત, અને ૨ મહાવિદેહ ક્ષેત્ર છે. એમ કુલ ૩૬૬=૧૫ ક્ષેત્રોને કર્મભૂમિ કહેવાય છે.. પ્રશ્ન- [૮] કર્મભૂમિ એટલે શું? * ઉત્તર જ્યાં અસિ - મસિ અને કૃષિનો વ્યવહાર હોય તે કર્મભૂમિ કહેવાય છે અને જ્યાં અસિ મસિ અને કૃષિનો વ્યવહાર ન - હોય તેને અકર્મભૂમિ કહેવાય છે. પ્રશ્ન- [૯] અકર્મભૂમિ કરતાં કર્મભૂમિની વિશેષતા શું છે? - ઉત્તર-- તીર્થકર ભગવન્તો, ચક્રવર્તીઓ, વાસુદેવો, પ્રતિવાસુદેવો, બળદેવો ઈત્યાદિ શલાકાપુરુષો કર્મભૂમિમાં જ જન્મે છે. દીક્ષા -સંયમ, મોક્ષપ્રાપ્તિ પણ કર્મભૂમિમાં જ હોય છે. તથા વધુ પાપકર્મ કરનારા Page #11 -------------------------------------------------------------------------- ________________ થઇ છે. - જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા જીવો પણ કર્મભૂમિમાં જ હોય છે. પ્રશ્ન-૧૦] અકર્મભૂમિના મનુષ્યો કેવા હોય છે ? ઉત્તર-અકર્મભૂમિમાં જન્મનારા મનુષ્યો યુગલિક જ હોય છે. કલ્પવૃક્ષોથી જ જીવનારા હોય છે. મરીને બે દેવલોક સુધી દેવમાં જ જનારા હોય છે. અલ્પકષાયવાળા તથા અલ્પપાપવાળા હોય છે. પ્રશ્ન-[૧૧] ભરત ઐરાવત ક્ષેત્રમાં તીર્થકર ભગવન્તો ક્યારે થાય છે ? ઉત્તર-- ભરત –ઐરાવત ક્ષેત્રમાં બે જાતનો કાળ હોય છેઃ (૧) અવસર્પિણી અને (૨) ઉત્સર્પિણી, ત્યાં એકેકના છ છ આરા હોય છે. તેમાં અવસર્પિણી કાળના ત્રીજા આરાનાં ૮૯ પખવાડિયાં બાકી રહે ત્યારે પહેલા ભગવાન મોક્ષે જાય છે. અને ચોથા આરાનાં ૮૯ પખવાડિયાં બાકી રહે ત્યારે ચોવીસમા ભગવાન મોક્ષે જાય છે. ઉત્સર્પિણી કાળમાં ત્રીજા આરામાં ૮૯ પખવાડિયાં વ્યતીત થયે છતે પહેલા ભગવાનનો જન્મ થાય છે. અને ચોથા આરાનાં ૮૯ પખવાડિયાં વ્યતીત થયે છતે ચોવીસમા ભગવાન જન્મે છે. બને કાળમાં પ્રથમના બે આરા અને અન્તિમ બે આરામાં કોઈ પણ તીર્થકર ભગવન્તો થતા નથી. . પ્રશ્ન- [૧૨] અવસર્પિણી અને ઉત્સર્પિણી એટલે શું? તેના આરાઓનું માપ કેટલું હોય ? ઉત્તર- જે કાળમાં દિવસે દિવસે લોકોનાં આયુષ્ય - બુદ્ધિ તથા સંઘયણબળ ઈત્યાદિ ભાવો ઘટતા જાય તે અવસર્પિણી અને જે કાળમાં દિવસે દિવસે લોકોનાં આયુષ્ય - બુદ્ધિ તથા સંઘયણબળ ઈત્યાદિ ભાવો વધતા જાય તે ઉત્સર્પિણી. આ બન્ને કાળના છ + છ = બાર આરાનું મળીને ગાડાના પૈડાની જેમ એક ચક્ર (પડું) બને છે. માટે તેને કાળચક્ર કહેવાય છે. ગાડાના પૈડામાં જેમ લાકડાના આડા હોય છે તેમ કાળના આ વિભાગોને આડા-અર્થાત્ આરા કહેવાય છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા અવસર્પિણી કાળના છ આરાનું વર્ણન અહીં આપેલ છે તેનાથી ઉત્સર્પિણીનું માપ ઊલટાક્રમે સમજવું. આરાનું નામ કાળમાપ | આયુષ્યમાપ | શરીરમાપ (૧) સુષમા | ૪ કોડાકોડી | ૩ પલ્યોપમ | ૩ ગાઉ સુષમા સાગરોપમ (૨) સુષમા ૩ કોડાકોડી | ૨ પલ્યોપમ || રગાઉ સાગરોપમ (૩) સુષમા ૨ કોડાકોડી ૧ પલ્યોપમાં ૧ ગાઉ દુષમા | સાગરોપમ (૪) દુષમા |૧ કોડાકોડીસાગ | પૂર્વક્રોડ વર્ષ | ૫૦૦ ધનુષ્ય સુષમા |(૪૨૦૦૦ વર્ષ જૂન) [. (૫) દુષમા | ૨૧૦૦૦ વર્ષ, | ૧૩૦ વર્ષ | ૭ હાથ (૬) દુષમા | ૨૧૦૦૦ વર્ષ | ૨૦ વર્ષ | ર હાથ | દુષમા પ્રશ્ન- [૧૩] ભરત - ઐરાવતમાં અત્યારે ક્યો આરો ચાલે છે ? કેટલાં વર્ષો બાકી છે ? અહીં તીર્થકર ભગવન્તો ક્યારે થશે ? ઉત્તર-ભરત ઐરાવતમાં અત્યારે પાંચમો આરો ચાલે છે. તેનાં ફક્ત આસરે ૨૫૦૦ વર્ષો જ ગયાં છે. અને ૧૮૫૦૦ વર્ષો બાકી છે. ત્યારબાદ ૨૧૦૦૦ વર્ષનો છઠ્ઠો આરો, તથા ર૧૦૦૦ – ૨૧૦૦૦ વર્ષનો ઉત્સર્પિણીનો પહેલો બીજો આરો પસાર થયા પછી ઉત્સર્પિણીના ત્રીજા આરાનાં ૮૯ પખવાડિયાં ગયે છતે પહેલા તીર્થંકર પ્રભુનો જન્મ થશે. પ્રશ્ન- [૧૪] -આવતી ચોવીસીમાં પહેલા તીર્થકર ભગવાનું કોણ થશે? હાલ તે ક્યાં છે? તથા આવા તીર્થકર તરીકે જન્મનારા પ્રસિદ્ધ બીજા જીવો કયા ? Page #13 -------------------------------------------------------------------------- ________________ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા ઉત્તર- શ્રેણિક મહારાજાનો જીવ આવતી ચોવીસીમાં ભરતક્ષેત્રમાં પ્રથમ તીર્થકર ભગવાનું થશે. તેઓ હાલ પ્રથમ નરકમાં વર્તે છે. તથા આવતી ચોવીસીમાં કૃષ્ણમહારાજા, રાવણ, રેવતીશ્રાવિકા, તથા સુલસા શ્રાવિકા વિગેરે જીવો પણ તીર્થકર ભગવાન થવાના છે. (જુઓ પ્રશ્ન ૩૭૧) પ્રશ્ન- [૧૫] શું આરાધના કરવાથી આ જીવ તીર્થંકરપણું પ્રાપ્ત કરે ? ઉત્તર- “મારી એવી શક્તિ ક્યારે આવે કે હું જગતના સર્વજીવોને ધર્મના રસિક બનાવું ?” આવી ઉમદા ભાવના ભાવવાથી આ જીવ તીર્થંકરપણું પ્રાપ્ત કરે છે. આવી ઉમદા ભાવના વીશ સ્થાનક પદોની આરાધનાથી આવે છે. તથા સંઘની વૈયાવચ્ચ, ક્રિયામાં અપ્રમાદ, સમ્યગ્દર્શનની વિશુદ્ધિ આદિ ૧૬ કારણોથી આ જીવ તીર્થંકર નામકર્મ બાંધે છે. પ્રશ્ન- [૧] વિશસ્થાનકનાં વશ પદો ક્યાં ક્યાં ? તેનાં નામો શું? ઉત્તર- (૧) અરિહંત, (૨) સિદ્ધ, (૩) પ્રવચન, (૪) આચાર્યગુરુ (૫) સ્થવિર, (૬) ઉપાધ્યાય, (૭) સાધુ, (૮) સમ્યજ્ઞાન, (૯) સમ્યગ્દર્શન, (૧૦) વિનય, (૧૧) આવશ્યક ક્રિયા, (૧૨) ચારિત્ર, (૧૩) ધ્યાન, (૧૪) તપ, (૧૫) દાન, (૧૬) વૈયાવચ્ચ, (૧૭) સંઘ, (૧૮) નવો અભ્યાસ, (૧૯) શ્રુતપ્રચાર (૨૦) અને શાસનપ્રભાવના. પ્રશ્ન- [૧૭] તીર્થકર ભગવન્તો મુખ્યત્વે શેનો ઉપદેશ આપે છે? ઉત્તર- પ્રથમ સર્વત્યાગ - સર્વવિરતિનો, સંસારનાં ભોગસુખો અસાર છે. એનો ત્યાગ જ આત્મહિતકારી છે. આવો ઉપદેશ આપ્યા પછી તે કરવાને જે અસમર્થ છે તેઓ માટે દેશવિરતિ દેશત્યાગનો ઉપદેશ આપે છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા પ્રશ્ન- [૧૮] સર્વવિરતિ અને દેશવિરતિ એટલે શું ? તે ગ્રહણ કરનારને શું કહેવાય છે ? તેઓનું જીવન કેવું હોય છે ? ઉત્તર- ધન - સ્ત્રી - પરિવાર - ઘર - મિલકત ઈત્યાદિ ભોગસુખોનો સંપૂર્ણ પણે ત્યાગ તે સર્વવિરતિ અને અંશથી ત્યાગ તે દેશવિરતિ. સર્વવિરતિ ગ્રહણ કરનાર પુરુષને સાધુ, સ્ત્રીને સાધ્વી અને દેશવિરતિ ગ્રહણ કરનાર પુરુષને શ્રાવક અને સ્ત્રીને શ્રાવિકા કહેવાય છે. સાધુ સાધ્વીજી, શ્રાવક અને શ્રાવિકાને સંઘ કહેવાય છે. (સ્થાનકવાસી અને તેરાપંથી સંપ્રદાયમાં દીક્ષિત સ્ત્રીવર્ગને મહાસતીજી કહેવાય છે)જૈન સાધુપણું સ્વીકારનાર સ્ત્રી અને પુરુષોના જીવનમાં મુખ્યત્વે પાંચ મહાવ્રત પાળવાનાં હોય છે. તેઓ સદાકાળ મહાવ્રતોનું પાલન કરે છે. આરંભ - સમારંભ અલ્પ પણ સેવતા નથી. સચિત્તવસ્તુનો અને સ્ત્રી આદિનો સ્પર્શ પણ કરતા નથી. ધન - મિલકત કંઈ પણ રાખતા નથી. ગાડી, મોટર, પ્લેન કે અન્ય કોઈ સાધનનો ઉપયોગ કરતા નથી. પગપાળા જ વિહાર કરે છે. પ્રશ્ન- [૧૯]-સાધુ મહાત્માઓનાં પાંચ મહાવ્રતો ક્યાં ક્યાં? તેનો અર્થ શું ? ઉત્તર- (૧) સર્વથા પ્રાણાતિપાત વિરમણવ્રત - જીવનમાં નાના-મોટા કોઈ પણ જીવની સર્વથા હિંસા ન કરવી છે. ત્રણ સ્થાવર એમ તમામ જીવોની હિંસાનો સંપૂર્ણપણે ત્યાગ. (૨) સર્વથા મૃષાવાદ વિરમણવ્રત - જૂઠું બોલવાનો સંપૂર્ણપણે ત્યાગ, નાનું - મોટું કોઈ પણ જાતનું જૂઠું બોલવું નહીં. મશ્કરી કે મજાક કરવી નહિ. (૩) સર્વથા અદત્તાદાન વિરમણ વ્રત :- ચોરી કરવાનો સર્વથા ત્યાગ, નાની-મોટી કોઈ પણ વસ્તુનો સ્વામીની રજા વિના સ્વીકાર કરવો નહી. અદત્તનો સર્વથાત્યાગ. Page #15 -------------------------------------------------------------------------- ________________ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા (૪) સર્વથા મૈથુન વિરમણવ્રત-મૈથુનક્રીડાનો સર્વથા ત્યાગ, સ્ત્રીને પુરુષના અને પુરુષને સ્ત્રીના સ્પર્શ માત્રનો પણ ત્યાગ તે. (૫) સર્વથા પરિગ્રહ વિરમણવ્રત - ધન - ધાન્ય સોનું -રૂપું સ્થાવર મિલકત ઇત્યાદિ તમામ પ્રકારના પરિગ્રહનો ત્યાગ, માત્ર સંયમમાં સહાયક બને તેવાં વસ્ત્ર-પાત્ર આહારાદિનું નિર્મમત્વભાવે સેવન તે. પ્રશ્ન- [૨૦] દેશવિરતિ એટલે શું? તે કોને કહેવાય? તેઓને વ્રત કેટલાં? ઉત્તર- સંસારનાં ભોગસુખોનો અંશથી ત્યાગ તે, તથા ઉપર કહેલાં હિંસા જૂઠ - ચોરી - મૈથુન - પરિગ્રહનો અંશે અંશે ત્યાગ કરવો તે દેશવિરતિ. આ વિરતિ શ્રાવક - શ્રાવિકાને હોય છે. તેઓને કુલ ૧૨ વ્રતો હોય છે. પ્રશ્ન- [૨૧] શ્રાવક - શ્રાવિકાનાં ૧૨ વ્રતો કયા કયા ? ઉત્તર- પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, અને ચાર શિક્ષાવ્રત એમ કુલ ૧૨ વ્રતો કહેવાય છે. આ બારે વ્રતોનું વર્ણન વંદિતા સૂત્રના અર્થમાં કરેલ છે. તથા તત્ત્વાર્થ સૂત્રના સાતમા અધ્યાયમાં કરેલ છે. પ્રશ્ન- [૨૨] તીર્થકર ભગવન્તો આ સર્વવિરતિ તથા દેશવિરતિ વિના બીજો શું ઉપદેશ આપે છે ? ઉત્તર-- તીર્થંકર ભગવત્તો “ત્રિપદી નો ઉપદેશ આપે છે. જગતના તમામ પદાર્થો ઉત્પન્ન પણ થાય છે. નાશ પણ પામે છે. તથા અવશ્ય ધ્રુવ પણ રહે છે. માટે સર્વ વસ્તુઓ નિત્યાનિત્ય છે. ભિન્નભિન્ન છે. એમ સ્યાદ્વાદનો ઉપદેશ તીર્થકર ભગવન્તો આપે છે. પ્રશ્ન-[૨૩] ઉત્પાદ - વ્યય - અને ધ્રુવ આ ત્રણે પદો પરસ્પર વિરોધી છે. તે એકસાથે એક પદાર્થમાં કેમ હોઈ શકે? - ઉત્તર--કોઈ પણ પદાર્થ પૂર્વ અવસ્થાથી વ્યય પામે છે. ઉત્તરાવસ્થાથી ઉત્પન્ન થાય છે. અને દ્રવ્યપણે અવશ્ય ધ્રુવ જ રહે છે. પ્રશ્ન--[૨૪] ભગવાને સંસારની અનુપમ એવી આ લીલા Page #16 -------------------------------------------------------------------------- ________________ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા ભોગવવા માટે જ બનાવી છે. તો તેનો ત્યાગ કરી ઉપરોક્ત વ્રતો લેવાની શી જરૂર? માનવભવ, વારંવાર આવા ભોગો, અને નિરોગી દેહ મળવો દુર્લભ છે. માટે સંસારનાં સુખો ભોગવવા જેવાં છે તેનો ત્યાગ કરવાનો ઉપદેશ આપવાની શી જરૂર ? - ઉત્તર- સંસારની આ લીલા ભગવાને સર્જી નથી. ભગવાન જગત કર્તા નથી. ભગવાન્ તો વીતરાગ ઍને પરમાત્મા હોવાથી જગતથી ઘણા પર છે. આ લીલા સંસારનું સર્જન સ્વયં છે. અનાદિનું છે. તે તે પદાર્થોમાં ઉત્પન્ન થયેલા જીવોએ પોતાનાં જ કર્મોથી આ લીલા સર્જેલી છે. દા.ત. કોઈ સુંદર ઘટાદાર વૃક્ષ હોય તો તેની સુંદરતા તે વૃક્ષમાં જન્મનારા વનસ્પતિકાય જીવોથી જન્ય છે. કોઈ રૂપવતી મૃદુભાષી સ્ત્રી હોય તો તેના રૂપાદિનું સર્જન ભગવાને નથી કર્યું. પરંતુ તે સ્ત્રીના જીવે જ પૂર્વે બાંધેલા પુણ્યકર્મથી આવા રૂપાદિનું સર્જન કરેલું છે. જો ઈશ્વર આ સૃષ્ટિના કર્તા છે એમ માનીએ તો ઈશ્વર કૃપાળુ અને સ્વતંત્ર હોવાથી કોઈને સુખી અને કોઈને દુઃખી શા માટે બનાવે ? સર્વને સુખી જ કેમ ન બનાવે ? તથા કોઈને રોગી, કોઈને નિરોગી, કોઈને સ્ત્રી અને કોઈને પુરુષ શા માટે બનાવે ? જો એમ જવાબ આપીએ કે તે તે જીવોનાં તેવાં તેવા કર્મો હતાં એટલે તેવા બનાવ્યા, તો જીવો તથા તેઓએ બાંધેલાં કર્મો જો પહેલેથી જ હતાં તો પછી ઈશ્વરે બનાવ્યું શું ? ઈશ્વરે બનાવ્યા પહેલાં જીવો તથા કર્મો આવ્યાં ક્યાંથી ? તથા વળી ઈશ્વરે આ બધા પદાર્થોની રચના શામાંથી કરી ? તે પદાર્થો પૂર્વે આવ્યાં ક્યાંથી ? ભગવાન્ જગતથી પર અને વીતરાગ હોવા છતાં જગતની રચના કરવાની જરૂર શું? ઈત્યાદિ યુક્તિઓથી સમજાય છે કે જગત્ ઈશ્વરે બનાવ્યું નથી તથા આ લીલા ભોગવવા જેવી જ નથી. અસાર છે. તુચ્છ છે તેને જેમ જેમ ભોગવીએ તેમ તેમ ભોગની અભિલાષા વધે છે પરંતુ ભોગની અભિલાષા તૃપ્ત થતી નથી. જેમ ખસના રોગવાળો દર્દી ખણજ ખણે તો ખસ મટતી નથી પરંતુ Page #17 -------------------------------------------------------------------------- ________________ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા ખસનો રોગ વધે જ છે. તથા અનેક જીવોની હિંસા વિના ભોગસુખ શક્ય નથી. અનેક પાપો બંધાવાના કારણે ભવાન્તરમાં દુર્ગતિ જ થાય છે. માનવભવ અવશ્ય દુર્લભ છે પરંતુ તે ભોગો માટે નહીં, પરંતુ ધર્મ કરવા માટે છે. ભોગોની પ્રાપ્તિ તિર્યંચ-દેવ આદિ ભવોમાં પણ સુપ્રાપ્ય છે.પરંતુ ધર્મની પ્રાપ્તિ અન્ય ભવોમાં સુલભ નથી, માટે ભોગસુખ ત્યાજ્ય જ છે. પ્રશ્ન- [૨૫] જો ભોગસુખો અસાર - તુચ્છ અને ત્યજવાલાયક જ હોય તો તીર્થકર ભગવન્તોએ લગ્નાદિ સંસારવ્યવહાર કેમ કર્યા? તેઓએ ભોગસુખનો સ્વીકાર શા માટે કર્યો ? ઉત્તર-તીર્થકર ભગવન્તો આદિ મહાત્મા પુરુષો ભોગસુખોને અસારતુચ્છ અને ત્યજવાલાયક માને છે, જાણે છે અને સમજે છે. પરંતુ પૂર્વબદ્ધ કર્મના ઉદયથી કોઈ પણ આવો વ્યવહાર કરવો પડે છે અને તે પણ નિઃસ્પૃહભાવે કરે છે. તેઓ તે વ્યવહાર કરવા છતાં રાગ - આસક્તિ વિનાના છે. માટે જ નવા કર્મો બાંધતા નથી અને જૂનાં કર્મો ખપાવીને પૂર્ણ કરી મોક્ષની અતિનિકટવર્તી બને છે. પ્રશ્ન-[૨૬] યદા યદા હિ ધર્મસ્ય, ઈત્યાદિ સંસ્કૃત શ્લોકોમાં તો જ્યારે જ્યારે આ સંસારમાં ધર્મની હાનિ થાય ત્યારે ત્યારે તેનો ઉદ્ધાર કરવા માટે ભગવાન્ જન્મ ધારણ કરે છે એમ કહ્યું છે, તો ભગવાનને પુનર્જન્મ ગ્રહણ કરવાની શું જરૂર ? - ઉત્તર- ભગવાન્ મોક્ષે ગયા પછી ફરીથી સંસારમાં જન્મતા જ નથી. જે એક વખત શુદ્ધ બુદ્ધ નિરંજન બન્યા તે ફરીથી કદાપિ કર્મોથી લેવાતા નથી. તથા પોતાના સ્થાપેલા તીર્થ પ્રત્યે પણ રાગદ્વેષ ન હોવાથી સંસારમાં ફરીથી જન્મવાનું કોઈ પ્રયોજન નથી. અને જેઓ સંસારમાં જન્મ ધારણ કરે છે તેઓ સાચા પરમાત્મા કે ભગવાન નથી. માત્ર સાંસારિક દેવગતિને પામેલા દેવો છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા પ્રશ્ન- [૨૭] જો ભગવાન જગન્ - ઉદ્ધાર માટે પુનર્જન્મ ધારણ કરતા ન હોય તો રાવણ જરાસંઘ આદિ અસુરોના વિનાશ માટે રામ- કૃષ્ણાદિના અવતાર સંભળાય છે. તે વાત કેમ સમજવી? ઉત્તર- રાવણ - જરાસંધ જેવા બળવાન અને દુષ્ટ પ્રકૃતિવાળા જે જે અસુરો થયા તેના વિનાશ માટે રામ અને કૃષ્ણાદિના જે અવતાર થયા છે. તે વાત સત્ય છે. પરંતુ રામ અને કૃષ્ણ તરીકે જન્મ પામનારી વ્યક્તિઓ ગયા ભવમાં ભગવાન્ હતા એમ ન સમજવું તેઓ આ સંસારમાં જન્મ-મરણ પામતા પામતા કોઈ વિશિષ્ટ પ્રકારનું પુણ્યકર્મ કરી વાસુદેવ તરીકે જન્મ્યા છે સંસારમાં જ હતા, અને સંસારમાંથી જ જન્મ્યા છે. પ્રશ્ન- [૨૮] તીર્થકર ભગવન્તો જે ધર્મદેશના આપે છે તેની ગુંથણી = રચના કોઈ મહાત્માઓ કરે છે કે બોલાયેલું સર્વ વિનાશ પામે છે ? ઉત્તર- તીર્થકર ભગવન્તોની બોલાયેલી ધર્મદેશનાને તેમના પ્રથમ નંબરના શિષ્યો અર્થાત્ ગણધરો શાસ્ત્રરૂપે રચે છે સંસ્કૃત પ્રાકૃત ભાષામાં બધી જ વાણી ગુંથી લે છે અને તેને આગમ કહેવાય છે. પ્રશ્ન- [૨૯]- ગણધર ભગવાન્ કોને કહેવાય ? ઉત્તર- ગણ એટલે ગચ્છ અથવા સમુદાય, તેને ધારણ કરે તે, અર્થાત્ ગચ્છના નાયક, ગચ્છના ભારને ધારણ કરનારા જે મહાત્માઓ તે ગણધર કહેવાય છે. તીર્થકર ભગવંતોના પ્રથમ પંકિતના શિષ્યો તે ગણધર કહેવાય છે. ઋષભદેવ પ્રભુના ૮૪, અને મહાવીર સ્વામી પ્રભુના ૧૧ ગણધર ભગવન્તો હતા. પ્રશ્ન- [૩૦] પ્રભુ શ્રી મહાવીર સ્વામીના ૧૧ ગણધરોનાં નામ, ગામ, માતા, પિતાનું નામ, ગૃહવાસ, છદ્મસ્થપર્યાય, વિગેરેનું માપ કેટલું ? ઉત્તર- પ્રભુ શ્રી મહાવીર સ્વામીના ગણધર ભગવંતોનાં નામ વિગેરે મા પ્રમાણે - જે.પ્ર.મા.-૨ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર શાળા ગણધરોનાં ગામ | પિતાનું માતાનું | ગૃહ છિદ્મસ્થ કેવલી કુલ નામ | નામ ધાસ પર્યાય પર્યાય આયુષ્ય નામો ઈન્દ્રભૂતિ ગોબર વસુભૂતિ પૃથ્વી અગ્નિભૂતિ ગોબર વસુભૂતિ પૃથ્વી વાયુભૂતિ |ગોબર વસુભૂતિ પૃથ્વી વ્યક્ત કુલ્લોગ | ધર્મપ્રિય વારૂણી સુધર્મા કુલ્લોગ | ધમિલી. ભલિા મડિત મૌર્ય | ધનદેવ | ધનદેવવિજયા મૌર્યપુત્ર મૌર્ય મૌર્ય વિજયા અકલ્પિત | મિથિલા દેવ | જયન્તી અચલભ્રાત કૌશલ | વસુ નન્દા મેતાર્ય વિચ્છપુર | દત્ત | | વરૂણદેવી પ્રભાસ રાજગૃહી બલ અભિભદ્રા 2011 111 પ્રશ્ન-[૩૧]-અત્યારે જે સાધુસંતોની પરંપરા પ્રવર્તે છે તે કોની છે ? અને તેનું કારણ શું ? ઉત્તર-- ભગવાન મહાવીર સ્વામી જ્યારે મોક્ષે પધાર્યા ત્યારે પહેલા અને પાંચમા ગણધર વિના બાકીના તમામ કેવલી થયેલા હતા. અને પહેલા ગણધર શ્રી ગૌતમસ્વામીજીને સવારે જ કેવલજ્ઞાન થવાનું હતું. આ કારણથી પ્રભુએ પોતાના શિષ્યોની પાટપરંપરા શ્રી સુધર્માસ્વામી નામના પાંચમા ગણધર ભગવન્તને સોંપી. એમ શ્વેતામ્બર સંપ્રદાય માને છે, પરંતુ દિગમ્બર સંપ્રદાય એમ માને છે કે આ પાટપરંપરા પ્રભુ શ્રી મહાવીરદેવે ગૌતમસ્વામીને સોંપી છે. પ્રશ્ન–૩ર-પ્રભુ મહાવીર સ્વામીના શાસનમાં સુધર્માસ્વામી પછી ક્યા ક્યા પટ્ટધરો થયા છે ? ઉત્તર-સુધર્માસ્વામીજી પછી જંબૂવામી, પ્રભવસ્વામી, શયંભવસૂરિ, Page #20 -------------------------------------------------------------------------- ________________ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા ૧૩ યશોભદ્રસૂરિ, સંભૂતિવિજયજી, ભદ્રભાસુસ્વામી તથા સ્યુલિભદ્રમુનિ આર્યમહાગિરિ, આર્યસુહસ્તિગિરિ વિગેરે પ્રસિદ્ધ આચાર્યો મુખ્યત્વે પટ્ટધર થયા છે. પ્રશ્ન- [૩૩આજ સુધી ચાલી આવતી આ પાટ પરંપરામાં પ્રભાવક, અનેક શાસ્ત્રોનું સર્જન કરનાર, મુખ્ય ક્યા ક્યા આચાર્યો થયા છે ? ઉત્તર- ૧) શ્રી સિધ્ધસેન દિવાકરસૂરીશ્વરજી. જેઓએ સમ્મતિતર્ક આદિ અનેક ગ્રંથો બનાવ્યા, વિક્રમ રાજાને પ્રતિબોધ કર્યો. (૨) શ્રી વાદિદેવસૂરિજી – જેઓએ “પ્રમાણનયતત્ત્વાલોક' તથા તેના ઉપર દરીયાતુલ્ય સ્યાદ્વાદરત્નાકર ટીકા બનાવી, જે ઘણા વાદીઓના વાદોના પ્રતિકાર રૂપ છે. - (૩) શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણ - જેઓએ સામાયિકાવશ્યક ઉપર આકરગ્રંથ રૂપ “વિશેષાવશ્યકમહાભાષ્ય” બનાવ્યું. (૪) શ્રી ઉમાસ્વાતીજી કે જેઓએ જૈનદર્શનના સારને સમજાવતો તત્ત્વાર્થાધિગમસૂત્ર તથા તેના ઉપર ભાષ્ય બનાવ્યું. (૫) કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી જેઓએ સિદ્ધરાજની વિનંતિથી “સિદ્ધહેમ વ્યાકરણ” તથા તેના ઉપર ટીકા, કાવ્યાનુશાસન, અભિધાન ચિંતામણિ, લિંગાનુંશાસ અયોગવ્યવચ્છેદિકા,અન્યયોગવ્યવચ્છેદિકા યોગશાસ્ત્ર, તથા ત્રિષષ્ઠિશલાકાપુરુષચરિત્ર આદિ મહાકાય ગ્રંથોનું સર્જન કર્યું છે. તથા કુમારપાલ અને સિદ્ધરાજને પ્રતિબોધી જૈનશાસનની મહાપ્રભાવના કરેલી છે. (૬) શ્રી હરિભદ્રસૂરિજી - જેઓએ ૧૪૪૪ ગ્રંથોની સંસ્કૃત પ્રાકૃત ભાષામાં અદ્વિતીય રચના કરી મહાપ્રભાવના કરી છે. અધ્યાત્મમાર્ગ, યોગમાર્ગ, ક્રિયામાર્ગ, આદિ અનેકવિધ વિષયો ઉપર સર્વતોમુખી પ્રતિભા દ્વારા અનુપમ સર્જન કરેલું છે. (૭) શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજી - જેઓએ કાશીમાં અભ્યાસ કરી મહામહોપાધ્યાયની પદવી પ્રાપ્ત કરી, ખંડનખાદ્ય, Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા જ્ઞાનસારાષ્ટક, અધ્યાત્મસાર, સ્યાદ્વાદકલ્પલતા આદિ અનેક ગ્રંથોનું સર્જન કરેલું છે. (૮) મલયગિરિજી મ.સા જેઓએ ઘણાં શાસ્ત્રો ઉપર સંસ્કૃત ભાષામાં ટીકાઓ રચી છે. (૯) વિનયવિજયજી - જેઓએ લોકપ્રકાશ, શ્રીપાળરાસ, હૈમપ્રક્રિયા આદિ વિશિષ્ટ ગ્રંથો સજર્યા છે. (૧૦) શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી - જેઓએ પ્રાકૃત શબ્દકોશના સાત ભાગોની રચના કરી મહાગ્રંથનું સર્જન કર્યું છે. તથા દિગંબર સંપ્રદાયમાં પણ. (૧૧) કુંદકુંદાચાર્ય - જેઓએ સમયસાર - પ્રવચનસાર તથા નિયમસાર ઇત્યાદિ ગ્રંથો સજર્યા છે. (૧૨) પૂજ્યપાદસ્વામી - જેઓએ તત્ત્વાર્થસૂત્ર ઉપર ટીકા * રચી છે. આ પ્રમાણે અનેક મહંતોએ વિવિધ વિષય ઉપર શાસ્ત્રસર્જન કરવા દ્વારા જૈનશાસનની અનુપમ સેવા કરી છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ - આગમ પ્રકરણ વા | પ્રશ્ન-[૩૪]“આગમ” એટલે શું ? સૌ પ્રથમ “આગમો” કોણ બનાવે ? અને તે આગમોને જૈનશાસ્ત્રમાં શું કહેવાય છે ? ઉત્તર- “આ”એટલે ચારે તરફથી અર્થાત્ બધી જ રીતે, “ગમ” પદાર્થો જેના વડે જણાય. એટલે જેના વડે પદાર્થો સંપૂર્ણ પણે અને યથાર્થપણે જણાય તે આગમ. સૌ પ્રથમ ગણધર ભગવન્તો ૧૨ આગમ બનાવે છે. તેને જૈનશાસનમાં “દ્વાદશાંગી” કહેવાય છે. મૂળ આગમને અંગ કહેવાય છે. પ્રશ્ન- [૩૫] બાર અંગોનાં નામો શું ? ઉત્તર- (૧) આચારાંગ, (૨) સૂયગડાંગ, (૩) ઠાણાંગ, (૪) સમવાયાંગ, (૫) ભગવતીજી, (૬) જ્ઞાતાધર્મકથા (૭) ઉપાસકદશાંગ, (૮) અંતગડદશાંગ, (૯) અનુત્તરોવવાઈ (૧૦) પ્રશ્નવ્યાકરણ (૧૧) વિપાકસૂત્ર (૧૨) દૃષ્ટિવાદ પ્રશ્ન-[૩૬]-આ બારે અંગો કઈ ભાષામાં રચાયેલાં છે ? તથા અત્યારે ઉપલબ્ધ છે કે નહીં ? * ઉત્તર- બારમું દૃષ્ટિવાદ અંગ હાલ ઉપલબ્ધ નથી. વિચ્છેદ પામેલ છે. બાકીનાં ૧૧ અંગો મળે છે. તે પ્રાકૃત અર્ધમાગધી ભાષામાં રચાયેલ છે. તેના ઉપર સંસ્કૃત ભાષામાં ટીકાઓ રચાયેલી છે. તેનાં ગુજરાતી ભાષામાં ભાષાન્તરો પણ થયેલાં છે. પ્રશ્ન- [૩૭]-અત્યારે ૪૫ આગમો છે. એમ સંભળાય છે તેનો અર્થ શું ? ઉત્તર- મૂળભૂત આ ૧૧ અંગો તે જ આગમો છે. તેના ઉપરથી ખાસ પ્રયોજનપણે રચાયેલાં, તેના જ અર્થને વધુ સ્પષ્ટ કરનારાં, કર્તાના વિશેષપણાથી બીજાં પણ કેટલાંક શાસ્ત્રોને આગમ કહેવાય છે. તે મળીને કુલ ૪૫ આગમો છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા પ્રશ્ન- [૩૮આ ૪૫ આગમોને દર્શાવતાં “આગમમંદિરો” શું હાલ ક્યાંય છે ? તથા તે કોણે બનાવરાવ્યાં છે ? ઉત્તર--ગુજરાતમાં મુખ્યત્વે આવાં ત્રણ આગમમંદિરો છે. (૧) પાલીતાણાની તળાટીમાં જે પૂજ્ય આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ સાહબના ઉપદેશથી બનેલ છે મંદિરની અંદર ચારેબાજુની દિવાલો ઉપર ટાંકણાથી અક્ષરો કોતરીને આગમો લખેલાં છે. (૨) સુરતમાં ગોપીપુરામાં પણ આવું જ ભીતોમાં કોતરેલાં આગમોનું મંદિર છે. આ પણ પૂજ્ય આનંદસાગરસૂરિજીના ઉપદેશથી બનેલ છે. (૩) શંખેશ્વરમાં ત્રાંબાની પ્લેટો ઉપર કોતરેલાં આગમોનું મંદિર છે. આ આગમમંદિર પણ પૂ.આનંદસાગર સૂરિજી મ. સાહેબના સમુદાયવર્તી સાધુસંતોના ઉપદેશથી બનાવાયું છે. પ્રશ્ન- [૩૯] આ ૪૫ આગમોમાંથી શ્વેતાંબરમૂર્તિપૂજક, સ્થાનકવાસી, તેરાપંથી, સંપ્રદાય કેટલાં આગમો માને છે? ઉત્તર- શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાય ૪૫ આગમો માને છે. તે આ પ્રમાણે છે - ૧૧ અંગ ગ્રંથો ૬ છેદસૂત્રો ૧૨ ઉપાંગ ગ્રંથો ૨ સૂત્રો ૧૦ પ્રકીર્ણગ્રંથો ૪ મૂળસૂત્રો ૩૩ + ૧૨= ૪૫ આગમો. શ્રી શ્વેતાંબર સ્થાનકવાસી તથા તેરાપંથી સંપ્રદાય ૩૨ આગમો માને છે. તે આ પ્રમાણે ૧૧ અંગગ્રંથો ૪ છેદસૂત્રો ૧૨ ઉપાંગ ગ્રંથો ૨ સૂત્રો ૩ મૂળસૂત્રો ૨૩ + ૯ = ૩૨ આગમો ૨૩ Page #24 -------------------------------------------------------------------------- ________________ આગમ પ્રકરણ ૧૭ પ્રશ્ન- [૪૦] ૧૧ અંગગ્રંથો કયા કયા છે તે દરેકમાં શું વિષય આવે છે ? ઉત્તર--૧૧ અંગગ્રંથોનાં નામો, તથા તેમાં નીચે મુજબ વિષયોનું વર્ણન છે. (૧) શ્રી આચારાંગ સૂત્ર - સાધુ મહાત્માઓના આચાર, ગોચરીની વિધિ, વિનય, ભાષા, સંયમ, આદિનું વર્ણન છે. (૨) શ્રી સૂયગડાંગસૂત્ર – જૈન સિદ્ધાન્તોનું વર્ણન, નવતત્ત્વનું વર્ણન તથા અન્ય વાદીઓના સિદ્ધાન્તોનું વર્ણન. (૩) શ્રી સ્થાનાંગસૂત્ર - જૈન ધર્મમાં પદાર્થોની સંખ્યા, અનુક્રમે ગણના, તથા વ્યાખ્યા, (૪) શ્રી સમવાયાંગસૂત્ર - જૈન ધર્મમાં પદાર્થોની સંખ્યા, અનુક્રમે ગણના તથા વ્યાખ્યા. (૫) શ્રી વ્યાખ્યા પ્રજ્ઞત્સંગ - (ભગવતીજી) સંવાદો, તથા કથાઓ દ્વારા જીવ આદિ તત્ત્વોની સૂક્ષ્મ પ્રરૂપણા. (૬) શ્રી જ્ઞાતાધર્મકથા અંગ - કથાઓ - ચરિત્રો અને ઉદાહરણો દ્વારા ધર્મનો આત્મસ્પર્શી ઉપદેશ. - (૭) શ્રી ઉપાસક દશાંગ - જૈન ધર્મના ૧૦ ઉપાસકોનું વર્ણન. (૮) શ્રી અંતકૃદ્ દશાંગ - (અંતગડ દશાંગ) કર્મોનો ક્ષય કરનારા ૧૦ મહાપુરુષોના જીવનનું વર્ણન. (૯) શ્રી અનુત્તરોપપાતિક દશાંગ - સર્વોચ્ચ સ્થાન પામેલા અર્થાત્ · અનુત્તરવિમાનમાં ઉત્પન્ન થનારા ૧૦ મહાપુરુષોનાં જીવનચરિત્રો. (૧૦) શ્રી પ્રશ્નવ્યાકરણ પાંચ મહાપાપો તથા તે જ પાપોના વિરમણ રૂપ પાંચ મહાવ્રતોનું વર્ણન. (૧૧) શ્રી વિપાકસૂત્ર - કર્મનાં ફળોના ભોગ વિષેનું - Page #25 -------------------------------------------------------------------------- ________________ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા વર્ણન. અર્થાત્ કર્મ સંબંધી ચર્ચા. (૧૨)શ્રી દૃષ્ટિવાદ અંગ - આત્માની દૃષ્ટિઓનું વર્ણન, પરંતુ આ અંગ કાળ પ્રભાવે વિચ્છેદ ગયેલ છે. પ્રશ્ન---[૪૧] ૧૨ ઉપાંગો ક્યાં ક્યાં? અને તેમાં શું શું વિષય છે ? ઉત્તર- બાર ઉપાંગોનાં નામો તથા તેમાં આવતા વિષયોનું વર્ણન આ પ્રમાણે છે : (૧) શ્રી ઔપપાતિક (ઉવવાઈ) - કોણિક રાજાનું પ્રભુશ્રી મહાવીર સ્વામીના દર્શનાર્થે જવું. દેવલોકમાં દેવભવની પ્રાપ્તિ કેમ થાય? ઈત્યાદિ ઉત્પત્તિવિષયક વર્ણન. (૨) શ્રી રાજપ્રશ્નીય - (રાયપાસેણી) પાર્શ્વનાથ પ્રભુના અનુયાયી એવા શ્રી કેશીગણધરે પરદેશી રાજાને જૈન ધર્મના સિદ્ધાન્તો સમજાવ્યા, તેનું વર્ણન. (૩) શ્રી જીવાભિગમ - જગતનું, તથા તેમાં જીવોનું ભેદ પ્રભેદ સહિત સવિસ્તર વર્ણન. (૪) શ્રી પ્રજ્ઞાપના (પનવણા) - જીવના ગુણધર્મ આદિ અનેક બાબતોનું બારીકાઈથી વર્ણન. (૫) શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ (સૂરિય પત્નત્તિ) - સૂર્ય - ગ્રહ નક્ષત્ર આદિ જ્યોતિષનું વર્ણન. (૬) શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિ - ચંદ્ર - ગ્રહ - નક્ષત્ર આદિનું વર્ણન. (૭) શ્રી જંબૂઢીપપ્રજ્ઞપ્તિ - જંબુદ્વીપ, તથા તેમાં આવતાં , ક્ષેત્રાદિ તથા તેમાં થયેલા રાજા આદિનું વર્ણન. (૮) શ્રી નિરયાવલી દસ કુમારો રાજા કોણીક સાથે મળી વૈશાલીના રાજા ચેટક સાથે યુદ્ધમાં ઊતર્યા, માર્યા ગયા, અને નરકમાં જન્મ્યા, તેઓનું વર્ણન. (૯) શ્રી કલ્પાવતંસિકા - તે જ રાજાના પુત્રો સાધુ થયા, મૃત્યુ પામી સ્વર્ગે ગયા, તેનું વર્ણન. Page #26 -------------------------------------------------------------------------- ________________ આગમ પ્રકરણ (૧૦)શ્રી પુષ્પિકા - જે દેવોએ પ્રભુ મહાવીર સ્વામીની પૂજા કરી તે દેવોના પૂર્વજન્મની કથાઓ. (૧૧) શ્રી પુષ્પચૂલિકા - જે દેવોએ પ્રભુ મહાવીર સ્વામીની પૂજા કરી તે દેવોના પૂર્વજન્મની કથાઓ. (૧૨) શ્રી વૃષ્ણિ દશા - (વહિનદસાઓ) શ્રી નેમિનાથ ભગવાને વૃષ્ણિવંશના ૧૦ રાજાઓને જૈન ધર્મી બનાવ્યા, તેનું સવિસ્તર વર્ણન. પ્રશ્ન-૪૨] ૧૦ પ્રકીર્ણક ગ્રંથો ક્યા ક્યા? તેમાં શું શું વિષય છે ? ઉત્તર- ૧૦ પ્રકીર્ણક ગ્રંથો આ પ્રમાણે છે. (૧) શ્રી ચતુશરણ (ચઉસરણ) - અરિહંતાદિ ચાર શરણો, પ્રાર્થના, આદિનું વર્ણન. (૨) શ્રી આતુરપ્રત્યાખ્યાન (આઉર પચ્ચખાણ) – જ્ઞાની મહાત્માઓની અન્તિમ સમયની આરાધનાઓ. (૩) શ્રી ભક્તપરીશા (ભત્તપરિણા)- જ્ઞાની મહાત્માઓને મરણકાળ નજીક દેખાય, ત્યારે શરીરનો ત્યાગ કરવા માટે કરાતી અણશનની વિધિનું વર્ણન. (૪) શ્રી સંસ્તારક – અન્તિમ સમયના સંથારાનું વર્ણન. (૫) શ્રી તૈદુલવૈતાલિકા (નંદુલવેયાલિયા) - શરીર વિદ્યા, ગર્ભવિદ્યા, આદિનું વર્ણન. (૬) શ્રી ચન્દવેધ્યક - ગુરુ - શિષ્યોના ગુણોનું, તથા પ્રયત્ન વિશેષોનું વર્ણન. (૭) શ્રી દેવેન્દ્રસ્તવ - દેવોના ઈન્દ્રોનું વર્ણન. (૮) શ્રી ગણિવિદ્યા -ફળાદેશ - જ્યોતિષવિદ્યાઓનું વર્ણન. (૯) શ્રી મહાપ્રત્યાખ્યાન (મહાપચ્ચખાણ) પ્રાયશ્ચિત્ત તથા આલોચના આદિનું વર્ણન. (૧૦) શ્રી વીર સ્તવ - શ્રી મહાવીરપ્રભુની સ્તુતિ. Page #27 -------------------------------------------------------------------------- ________________ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા આ પ્રકીર્ણક ૧૦ ગ્રંથો સ્થાનકવાસી તથા તેરાપંથી સંપ્રદાયને અમાન્ય છે. પ્રશ્ન-૪૩ છ છેદસૂત્રો ક્યાં ક્યાં છે ? તેમાં શું શું વિષય ઉત્તર-(૧) શ્રી નિશીથસૂત્ર - સાધુના ધર્મોનું વર્ણન, તથા જીવનમાં લાગતા દોષોનાં પ્રાયશ્ચિત્તોનું વર્ણન (૨) શ્રી મહાનિશીથસૂત્ર - સાધુના ધર્મોનું વર્ણન, તથા જીવનમાં લાગતા દોષોનાં પ્રાયશ્ચિત્તોનું વર્ણન. (૩) શ્રી વ્યવહારસૂત્ર - પાંચ પ્રકારના વ્યવહારોનું વર્ણન. (૪) શ્રી આચારદશા (દશાશ્રુતસ્કંધ) - સાધુ - સાધ્વીના ઉત્સર્ગ-અપવાદભૂત આચારોનું વર્ણન. (૫) શ્રી બૃહત્કલ્પસૂત્ર - સાધુ - સાધ્વીના ઉત્સર્ગ અપવાદભૂત આચારોનું વર્ણન. (૬) શ્રી પંચકલ્પ - સાધુ - સાધ્વીના ઉત્સર્ગ - અપવાદભૂત આચારોનું વર્ણન. - આ છ છેદસૂત્રો અપવાદોના વર્ણનવાળાં છે. તેમાંથી ત્રીજા અને છઠ્ઠા નંબરનાં (૧) વ્યવહારસૂત્ર અને પંચકલ્પ એ બે છેદસૂત્રો સ્થાનકવાસી તથા તેરાપંથી સંપ્રદાય સ્વીકારતા નથી. મૂર્તિપૂજક સમાજ સર્વને માન્ય રાખે છે. પ્રશ્ન[૪૪] બે સૂત્રો ક્યાં છે ? તેમાં શું વિષય છે ? ઉત્તર- (૧) શ્રી નંદિસૂત્ર - જ્ઞાનના પાંચ ભેદોનું સવિસ્તર વર્ણન. (૨) શ્રી અનુયોગકારસૂત્ર - વિદ્યાઓનું વર્ણન, સવિસ્તર વ્યાખ્યાન પ્રશ્ન- [૪૫]- ચાર મૂળ સૂત્રો ક્યાં ? તેમાં શું વિષય છે? ઉત્તર-ચાર મૂળસૂત્રોનાં નામો તથા વિષયવર્ણન આ પ્રમાણે છે (૧) શ્રી ઉત્તરાધ્યયન - પ્રભુશ્રી મહાવીર સ્વામીએ નિર્વાણનાઅન્તિમ સમયે આપેલ ઉપદેશ તથા કથાઓ. Page #28 -------------------------------------------------------------------------- ________________ આગમ પ્રકરણ (૨) શ્રી આવશ્યકસૂત્ર દિનચર્યારૂપ છ આવશ્યકોનું વર્ણન. (૩) શ્રી દશવૈકાલિક સાધુ જીવનના નિયમો, ગોચરી આદિના ઉત્સર્ગ - અપવાદ માર્ગોનું વર્ણન. (૪) શ્રી પિંડનિર્યુક્તિ - સાધુઓએ આહાર ગ્રહણ કેમ કરવો તેનું વર્ણન. આ જ મૂળસૂત્રોમાંથી ચોથું પિંડનિર્યુક્તિ મૂળસૂત્ર સ્થાનકવાસી અને તેરાપંથી સંપ્રદાયને અમાન્ય છે. પ્રશ્ન- [૪૬]-આ આગમો કઈ ભાષામાં રચાયા છે ? ઉત્તર-- આ આગમો અર્ધમાગધીભાષા અર્થાત્ પ્રાકૃત ભાષામાં રચાયા છે. તેના ઉપર તે આગમસૂત્રોનો અર્થ સમજાવનારી ટીકાઓ સંસ્કૃત ભાષામાં રચાયેલી છે. પ્રશ્ન- [૪૭-આ આગમગ્રંથોનાં પુસ્તકો આજે ઉપલબ્ધ છે? ઉત્તર- આજે પણ આ આગમગ્રંથો પ્રતાકારે સંસ્કૃતટીકાઓ સાથે પ્રાપ્ત થાય છે, તથા કેટલાક ગ્રંથોનાં ગુજરાતી હિન્દી ભાષાન્તરો પણ થયાં છે. તે પણ આજે ઉપલબ્ધ છે. તથા સાધુ - સાધ્વીગણ આજે પણ આ ગ્રંથોનો અભ્યાસ - વાંચન કરે છે. પ્રશ્ન- [૪૮] આ આગમગ્રંથો વાંચવા મળે તેવા જ્ઞાનભંડારો હાલ ક્યાં છે? ઉત્તર - અમદાવાદ - પાટણ - સુરત - ખંભાત – મુંબઈ – જેસલમેરપિંડવાડા--મહેસાણા - રતલામ - આહોર - થરાદ - ગુડા(બાલોતરા) આદિ સ્થાનોમાં આવા જ્ઞાનભંડારો છે. જ્યાં ઘણાં પુસ્તકો ઉપલબ્ધ છે. પ્રશ્ન-[૪૯]-આ આગમગ્રંથો સિવાય બીજાં શાસ્ત્રો જૈનદર્શનમાં છે ? ઉત્તર- ગણધર ભગવન્તો પછીના થયેલા આજ સુધીના આચાર્યોએ અનેક મહાન ગ્રંથો બનાવ્યા છે. જે આજે લભ્ય છે અને તે ગ્રંથોનું જૈન સમાજમાં પઠન પાઠન ચાલુ જ છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૨ છે ? જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા પ્રશ્ન- [૫૦] જૈનશાસનમાં “ચૌદ પૂર્વો” કહેવાય છે તે શું ઉત્તર--શ્રી ગણધરભગવંતોએ ગુંથેલી દ્વાદશાંગીમાંના દૃષ્ટિવાદ નામના બારમા અંગના મુખ્યત્વે પાંચ ભેદ છે ઃ (૧) પરિકર્મ (૨) સૂત્ર, (૩) ચૂલિકા, (૪) પૂર્વગત (૫) પૂર્વાનુયોગ તે પાંચ ભેદોમાંથી ચોથા પૂર્વગત નામના એકભેદમાં ચૌદ પૂર્વે રચાયેલાં છે. ચૌદ પૂર્વમાં અપાર શ્રુતજ્ઞાન છે. સૌથી પહેલાં રચાયાં છે માટે પૂર્વ કહેવાય છે. પ્રશ્ન[૫૧]-ચૌદ પૂર્વેનું માપ કંઈ છે ? ઉત્તર-- પહેલા પૂર્વનો અર્થ એટલો વિશાળ છે કે જો તેને સહીથી લખીએ તો એક હાથીના વજનપ્રમાણ કોરી સહી લઈને ફુવાના પાણીમાં નાખી પ્રવાહી બનાવીને લખીએ તો લખી શકાય તેટલા વિશાળ અર્થવાળું પહેલું પૂર્વ છે. પછી પછીનાં પૂર્વે ડબલ -ડબલ હાથીના વજન પ્રમાણ સહીથી લખી શકાય તેટલા અર્થોવાળાં છે. પ્રશ્ન- [૫૨] ચૌદ પૂર્વેનાં નામો શું ? ઉત્તર- (૧) ઉત્પાદપૂર્વ, (૨) અગ્રાયણીયપૂર્વ (૩) વીર્યપ્રવાદપૂર્વ (૪) અસ્તિપ્રવાદપૂર્વ (૫) જ્ઞાનપ્રવાદપૂર્વ (૬) સત્યપ્રવાદપૂર્વ (૭) આત્મપ્રવાદપૂર્વ (૮) કર્મપ્રવાદપૂર્વ (૯) પ્રત્યાખ્યાનપ્રવાદપૂર્વ (૧૦) વિદ્યાપ્રવાદપૂર્વ (૧૧) કલ્યાણપ્રવાદપૂર્વ (૧૨) પ્રાણાવાયપૂર્વ (૧૩) ક્રિયાવિશાલપૂર્વ (૧૪) લોકબિન્દુસારપૂર્વ પ્રશ્ન- [૫૩]- તીર્થંકર ભગવન્તો પોતાની પવિત્રવાણીમાં બીજો શું ઉપદેશ આપે? ઉત્તર- આ જીવનમાં કરવા લાયક છ આવશ્યક સમજાવે છે. આ છ આવશ્યક એટલા માટે જ આવશ્યક કહેવાય છે કે તે અવશ્ય કરવા લાયક છે. પાપકર્મોના ક્ષયનું પ્રધાનકારણ છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ 'આવશ્યક પ્રકરણ પ્રશ્ન- [૫૪] એ છ આવશ્યકો ક્યાં ક્યાં ? ઉત્તર- (૧) સામાયિકાવશ્યક - સમતાભાવની પ્રાપ્તિ. આત્માને કષાયોનો અભાવ થાય, રાગ-દ્વેષની પરિણતિ ઓછી થાય, આત્મસ્વરૂપનું ચિંતન મનન કરી શકે, કર્મક્ષય કરી નિર્જરા દ્વારા મોક્ષપ્રાપ્તિ કરી શકે એવી સમભાવવાળી જે અવસ્થા તે સામાયિક આવશ્યક. આ સમભાવ સ્વરૂપ સામાયિક પ્રાપ્ત કરવા માટે શ્રાવક શ્રાવિકાના જીવનમાં ઘર વ્યવસાયનો ત્યાગ કરી બે ઘડી સર્વસાવદ્યયોગ છોડવાપૂર્વક સામાયિક કરવામાં આવે છે. (૨) ચવિસત્યો આવશ્યક - જેમાં ચોવીસ તીર્થંકર ભગવન્તોની સ્તુતિ કરવામાં આવી છે. એવો સૂત્રપાઠ કરવો, ચોવીસે તીર્થકર ભગવત્તોની સ્તુતિ વંદના - પ્રાર્થના ગુણગાન કરવા, તેઓશ્રીની ભક્તિમાં અત્યંત લીન થઈ જવું. તે ચઉવીસન્થો આવશ્યક. (૩) વંદન આવશ્યક - દેવ ગુરુને ભક્તિભાવ પૂર્વક વંદન પ્રણામ કરવા નમસ્કાર કરવા તે. (૪) પ્રતિક્રમણ આવશ્યક - રાત્રિ - દિવસ દરમ્યાન કરેલાં જે પાપો તેની ક્ષમા યાચના કરવી, ફરીથી તેવાં પાપો ન થાય તે માટે સજાગ રહેવું પાપોથી પાછા હઠવાની મનોવૃત્તિ કેળવવી તે પ્રતિક્રમણાવશ્યક. (૫) કાઉસ્સગ્ન આવશ્યક - કરેલાં પાપોના પ્રાયશ્ચિત્તરૂપે કાયાની તમામ ચેષ્ટા રોકીને આત્માને પ્રભુના ધ્યાનમાં એકાગ્ર કરવો, તે કાઉસ્સગ્નઆવશ્યક. (૬) પચ્ચખાણ આવશ્યક – કરેલાં પાપોના પ્રક્ષાલન માટે, તથા ફરીથી આવાં પાપો કરવાની બુદ્ધિ ઉત્પન્ન ન થાય તે માટે કંઈક અંશે વિરતિધર્મ સ્વીકારવો તે પચ્ચકખાણ. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૪ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા પ્રશ્ન- [પપ આ છ આવશ્યકોનું વર્ણન કયા સૂત્રમાં છે ? ઉત્તર- શ્રી આવશ્યકસૂત્ર માં છ એ આવશ્યકોનું વર્ણન છે. તેના ઉપર શ્રી ભદ્રબાહુસ્વામીજીએ નિર્યુક્તિ (પ્રાકૃતભાષામાં) બનાવી છે. પ્રશ્ન- [૫૬] સામાયિકાવશ્યક કરતી વખતે શું શું સાધનો જોઈએ ? ઉત્તર- (૧) કટાસણું, (૨) મુહપત્તી, (૩) ચરવળો, (૪) પુસ્તક, (૫) શુદ્ધવસ્ત્રો. (૬) સ્થાપનાચાર્યજી પ્રશ્ન-૫૭-આ સાધનો રાખવાનું ફળ શું? ઉત્તર- (૧) હરતા ફરતા જીવો આપણા શરીરથી ચગદાઈ ન જાય, મરી ન જાય, તેઓની જયણા માટે કટાસણું. (૨) મુખથી નીકળતા વાયુથી જગતમાં રહેલા વાયુકાયના જીવો મરી ન જાય તેટલા માટે, તથા મુખથી નીકળતું થંક શ્વાસોચ્છવાસ પુસ્તકોને લાગીને આશાતના ન થાય તેટલા માટે મુહપત્તિ રખાય છે. (૩) સામાયિકમાં કોઈ કારણસર ઊઠવું પડે, જવું - આવવું પડે, તો રસ્તામાં ચાલતા જીવોની હિંસા ન થઈ જાય તે માટે ચરવળો રખાય છે, જેનાથી ભૂમિની પ્રમાર્જના થાય છે. (૪) પુસ્તકથી સ્વાધ્યાય - વાંચન – મનન - ચિંતન થાય છે. (૫) શુદ્ધવસ્ત્રોથી જ્ઞાનાદિ ગુણોની આશાતના થતી નથી. (૬) સ્થાપનાર્યથી સામે ગુરુજી છે એમ માની અવિવેક અટકી જાય છે. પ્રશ્ન-[૫૮સામાયિકનો ટાઈમ ૪૮ મિનિટનો જ શા માટે ઉત્તર-કોઈ પણ જીવનો સતત એક વિષયમાં ઉપયોગ અર્થાત્ ધ્યાનની સ્થિરતા બે ઘડી જ (૪૮ મિનિટ )રહી શકે છે. ત્યાર Page #32 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક પ્રકરણ ૨૫ પછી અવશ્ય ઉપયોગ ચલિત થઈ જાય છે તે માટે ટાઈમ ૪૮ મિનિટ કહેલ છે. પ્રશ્ન- [૫૯]-સામાયિક ક્યાં બેસીને કરી શકાય ? ઉત્તર- સામાયિક કરવાની ભૂમિ શુદ્ધ - પવિત્ર – જ્ઞાનાદિગુણોના વાતાવરણવાળી, તથા સ્ત્રી પશુ પક્ષી આદિના સંસર્ગ વિનાની હોવી જોઈએ. આ જ કારણથી બની શકે ત્યાં સુધી ઉપાશ્રય આદિ સ્થાનમાં જ સામાયિક કરવું. જેથી મન ઘરમાં બનતી ઘટનાઓમાં જાય નહીં. પ્રશ્ન-[૬૦]સામાયિકમાં સ્ત્રીઓ પુરુષને, અને પુરુષો સ્ત્રીઓને કેમ સ્પર્શતાં નથી? તથા મૂર્તિપૂજકમાં હાથમાં મુહપત્તી રાખે છે. અને સ્થાપનાચાર્યજી રાખે છે. અને સ્થાનકવાસી આદિમાં મોઢે મુહપત્તિી બાંધે છે અને સ્થાપનાચાર્યજી રાખતા નથી. તેનું કારણ શું? ઉત્તર- પરસ્પર વિજાતીય હોવાથી વાસનાની ઉત્તેજનાનું કારણ બને તેટલા માટે સ્પર્શ કરતાં નથી. તથા બન્નેનો વાઉકાયની રક્ષા કરવાનો આશયમાત્ર છે. એકપક્ષ શબ્દોનું સ્પષ્ટ ઉચ્ચારણ થઈ શકે અને વાઉકાયની રક્ષા પણ થાય, તથા ભોંયરામાં રહેલા શ્રેણીકના પુત્રને જોવા ગયેલા ગૌતમ સ્વામિજીને રાણીએ કહેલું કે મહારાજ! મુખે મુહપતી બાંધો, દુર્ગધ સહન નહી થાય, એ પાઠના આધારે મુખે મુહપત્તી બાંધતા નથી. પરંતુ હાથમાં રાખે છે. જ્યારે બીજો પક્ષ મુખ આડો પાટો તે મુહપત્તી એવા શબ્દાર્થને લીધે મુખે બાંધે છે. વળી એકપક્ષ દૂર દૂર વિચરતા હયાત સીમંધરસ્વામીની સ્થાપના કહ્યું છે. જ્યારે બીજો પક્ષ આ ભગવાન્ દૂર દૂર હોવાથી દષ્ટિમીલન અશક્ય છે એમ માની પ્રત્યક્ષ કલ્પિત સ્થાપના કરે છે. પ્રશ્ન- [૬૧] સામાયિકમાં શું કરવાનું? ઉત્તર- મુખ્યત્વે સ્વાધ્યાય કરવાનો છે. આત્માનું ભાન થાય, સંસારનો રાગ ઓછો થાય, વૈરાગની વૃધ્ધિ થાય, મોક્ષની અભિલાષા તીવ્ર બને, એવાં સુંદર અધ્યાત્મ શાસ્ત્રો વાંચવાં, વંચાવવાં, ભણવા અને ભણાવવાં, કંઈ જ ન આવડે તો માલા ગણવી. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૬ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા પ્રશ્ન- [૬૨] ૧૦ મનના, ૧૦ વચનના અને ૧૨ કાયાના દોષો કયા કયા ? ઉત્તર- મનના ૧૦ દોષો આ પ્રમાણે છે : (૧) શત્રુને જોઈ તેના ઉપર દ્વેષ કરવો. (૬) વિનય ન કરવો. (૨) અવિવેક ચિંતવવો. (૭) ભય ચિંતવવો. (૩) તત્ત્વનો વિચાર ન કરવો. (૪) મનમાં ઉદ્વેગ ધારણ કરવો. (૫) યશની ઇચ્છા કરવી. વચનના ૧૦ દોષો આ (૬) આગત-સ્વાગત કરવું. (૧) કટુવચનો બોલવાં. (૨) હુંકારા કરવા. (૭) ગાળ આપવી. (૩) પાપકર્મનો આદેશ આપવો. (૮) બાળક રમાડવું. (૪) લવારો કરવો. (૫) કલહ કરવો. (૯) વિથા કરવી. (૧૦) હાંસી કરવી. આ પ્રમાણે છે ઃ કાયાના ૧૨ દોષો (૮) વ્યાપાર ચિંતવવો. (૯) ફળનો સંદેહ કરવો, (૧) આસન અસ્થિર કરવું. (૨) ચોતરફ જોયા કરવું. (૩) સાવદ્ય કર્મ કરવું. (૪) આળસ મરડવી. (૫) અવિનયે બેસવું, (૬) ઓઠીંગણ લઈને બેસવું. પ્રશ્ન- [૬૩] પ્રતિક્રમણ આવશ્યક પ્રકાર કેટલા ? (૧૦) નિયાણું કરવું. પ્રમાણે છે : (૭) શરીરનો મેલ ઉતારવો. (૮) ખરજ ખણવી. (૯) પગ ઉપર પગ ચઢાવવો. (૧૦) અંગ ઉઘાડાં રાખવાં. (૧૧) ડંખભયથી શરીર ઢાંકવું. (૧૨) નિદ્રા કરવી. એટલે શું ? પ્રતિક્રમણના ઉત્તર- કરેલાં પાપોથી પાછા હઠવું, પાપો ફરીથી ન કરવાની બુધ્ધિ, થઈ ગયેલાં પાપો માટે ક્ષમાયાચના કરવી, તે પ્રતિક્રમણ કહેવાય છે. પ્રતિક્રમણના પાંચ પ્રકાર છે. સવારે અને સાંજે કરાતું પ્રતિક્રમણ તે (૧) રાઇઅ અને (૨) દૈવસિક, પંદર દિવસે કરાતું પ્રતિક્રમણ તે Page #34 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક પ્રકરણ (૩) પખ્ખી, ચાર-ચાર મહિને કરાતું પ્રતિક્રમણ તે (૪) ચાતુર્માસિક, અને બાર મહિને કરાતું પ્રતિક્રમણ તે (૫) સંવચ્છરી પ્રતિક્રમણ કહેવાય છે. પ્રશ્ન- [૬૪] પખ્ખી - ચઉમાસી અને સંવચ્છરી પ્રતિક્રમણ કયા દિવસે કરાય ? ફાગણ ઉત્તર- શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજમાં દરેક માસની શુક્લ પક્ષની અને કૃષ્ણપક્ષની ચૌદસના દિવસે પખ્ખી, કારતક અને અષાડ સુદ ૧૪ ના દિવસે ચઉમાસી, અને ભાદરવા સુદ ૪ ના દિવસે સંવચ્છરી પ્રતિક્રમણ કરાય છે. તેમાં પણ ખડતર ગચ્છ, અંચલગચ્છ આદિમાં ભાદરવા સુદ ૫નું સંવચ્છરી પ્રતિક્રમણ કરાય છે. શ્વેતાંબર સ્થાનકવાસી અને તેરાપંથી સંપ્રદાયમાં મૂર્તિપૂજકથી એક દિવસ પાછળ -એટલે શુકલપક્ષની પૂનમ અને કૃષ્ણપક્ષની અમાવાસ્યાએ પખ્ખી, કારતક, ફાગણ અને અષાડ સુદ પૂનમનું ચઉમાસી, ભાદરવા સુદ ૫ નું સંવચ્છરી પ્રતિક્રમણ કરાય છે. દિગંબર સંપ્રદાયમાં ભાદ૨વા સુદ ૫ થી ૧૪ ના પર્યુષણમાં અન્તે સંવચ્છરી કરાય છે. જેને દશલક્ષણી પર્વ કહેવાય છે. પ્રશ્ન- [૬૫] આ ત્રણે પ્રતિક્રમણમાં પરસ્પર તફાવત શું ? ઉત્તર- (૧) પખ્ખી પ્રતિક્રમણમાં ૧૨ લોગસ્સનો, ચઉમાસી પ્રતિક્રમણમાં ૨૦ લોગસ્સનો, અને સંવચ્છરી પ્રતિક્રમણમાં ૪૦ લોગસ્સ ઉપરાંત એક નવકારનો કાઉસ્સગ્ગ કરાય છે. ૨૭ - - (૨) પખ્ખી પ્રતિક્રમણમાં દેવસિઅં ને બદલે પખ્ખીઅં, ચઉમાસી પ્રતિક્રમણમાં ચઉમ્માસીઅં, અને સંવચ્છરી પ્રતિક્રમણમાં સંવચ્છરીઅં પાઠ બોલાય છે. (૩) કરેલાં પાપોના પ્રાયશ્ચિત્ત માટે કરવા લાયક તપનો પાઠ જુદો જાદો આવે છે. પખ્ખીમાં એક ઉપવાસ, બે આયંબીલ, ત્રણ નીવિ, ચાર એકાસણાં, આઠ Page #35 -------------------------------------------------------------------------- ________________ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા બેઆસણાં, અને બે હજાર ગાથાનો સ્વાધ્યાય કરવાનો પાઠ છે. ચઉમાસીમાં બે ઉપવાસ, ચાર આયંબીલ, છ નીવિ, આઠ એકાસણાં, સોળ બેસણાં, અને ચાર હજાર ગાથાનો સ્વાધ્યાય કરવાનો પાઠ છે. સંવચ્છરીપ્રતિક્રમણમાં ત્રણ ઉપવાસ, છ આયંબીલ, નવ નીવિ, બાર એકાસણા, ચોવીસ આસણાં, અને છ હજાર ગાથાનો સ્વાધ્યાય કરવાનો પાઠ છે. ટાણે પ્રતિક્રમણમાં આટલી વિશેષતા છે. પ્રશ્ન- [૬૬] દરરોજ પ્રતિક્રમણ કરનારને ૧ વર્ષમાં કેટલાં પ્રતિક્રમણ થાય ? ઉત્તર- (૧) રાઈના પ્રતિક્રમણ ૩૬૦, (૪) ચઉમાસી પ્રતિ.૩ (૨) દેવસિઅ પ્રતિક્રમણ ૩૩૫, (૫) સંવચ્છરી પ્રતિ (૩) પખ્ખી પ્રતિક્રમણ ૨૧, પ્રશ્ન- [૬૭] પ્રતિક્રમણની આ વિધિમાં આપણાથી કંઈ ફેરફાર થઈ શકે ? ઉત્તર- ગીતાર્થ આચાર્ય મહારાજાઓ દ્રવ્ય-ક્ષેત્ર-કાળાદિનો વિચાર કરીને ફેરફાર કરી શકે, આપણે ન કરી શકીએ, આપણને કોઈ ફેરફાર કરવા જેવો લાગે તો ગીતાર્થ આચાર્યોને જણાવીને તેઓની સમ્મતિ મળેથી ફેરફાર થઈ શકે, પરંતુ સ્વયં ફેરફાર થાય નહીં. કારણ કે ઇચ્છા મુજબ ફેરફાર કરવાથી અવ્યવસ્થા થાય અને ચાલુ પરંપરા છિન્ન, ભિન્ન થાય. પ્રશ્ન- [૬૮] પ્રતિક્રમણનાં સૂત્રો “પ્રાકૃત - સંસ્કૃત ભાષામાં છે. તે સમજાતાં નથી. તેને બદલે ગુજરાતી અથવા ઇંગ્લીશ ભાષામાં રૂપાન્તર કરીને સૂત્રો ચલાવીએ તો ચાલે કે કેમ ? ઉત્તર- આ પ્રયોગ ઉચિત નથી. કારણ કે ગીતાર્થ ગણધરોએ બાલાદિ જીવોને સુખે સમજાય એ દૃષ્ટિ રાખીને આ ભાષામાં શાસ્ત્રો બનાવ્યાં છે. માટે સૂત્રો બોલવામાં રસ પડે તેટલા માટે તે ભાષા જાણવી Page #36 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક પ્રકરણ ૨૯ જોઈએ. બીજી ભાષામાં સૂત્રો ચલાવવાની ઈચ્છા માત્ર કરનાર શ્રી સિધ્ધસેન દિવાકર સૂરિજીને ગુરુજીએ પ્રાયશ્ચિત આપ્યું હતું. એક દેશમાંથી બીજા દેશમાં રહેવા જઈએ તો આપણે બીજા દેશની ભાષા ભણીએ છીએ. પરંતુ બીજા દેશની ભાષાને આપણા દેશની ભાષાના રૂપમાં ફેરવવાનું દબાણ કરતા નથી. અને કરીએ તો ચાલે પણ નહીં. વળી દરેક દેશના લોકો સૂત્રોને પોતપોતાની ભાષામાં રૂપાન્તર કરવા ઇચ્છે તો મૂળસૂત્ર જેવી કોઈ વ્યવસ્થા જ ન રહે. તથા સંસ્કૃત પ્રાકૃત ભાષામાં જે પદલાલિત્ય, વિવિધ અર્થ સંપન્નતા, અને અલંકારોનો સમાવેશ હોય છે તે ઈતરભાષામાં અસંભવિત જ છે. માટે સૂત્રોનો પલટો કરવો ઉચિત લાગતો નથી. પ્રશ્ન- [૬૯] બીજા દેશોમાં પ્રતિક્રમણની બાબતમાં શું ફેરફારો ચાલુ થયા છે ? ઉત્તર- લંડન - અમેરિકા - આદિ અન્ય દેશોમાં તથા ભારતમાં પણ આવા ફેરફારો ચાલુ થયા છે. (૧) સંવચ્છરી પ્રતિક્રમણમાં ૪૦ લોગસ્સને બદલે ૨૦ લોગસ્સનો કાઉસ્સગ્ગ ચાલુ થયેલ છે. (૨) પ્રતિક્રમણનાં સૂત્રો સંસ્કૃત પ્રાકૃતને બદલે ગુજરાતી ગોઠવાયાં છે. (૩) કેટલાંક સૂત્રો ઓછાં કરીને પ્રતિક્રમણ ટુંકાવાયું છે. પ્રશ્ન- [૭૦] કાઉસ્સગ્ન એટલે શું ? આ શબ્દ કેવી રીતે બન્યો ? ઉત્તર- કાયોત્સર્ગ શબ્દ ઉપરથી કાઉસ્સગ્ગ શબ્દ બનેલ છે. કાયા + ઉત્સર્ગ, કાયાની તમામ ચેષ્ટાઓનો ત્યાગ, અત્યન્ત સ્થિર થઈ જવું, તત્ત્વચિંતનમાં અતિશય એકાગ્ર બની જવું. તમામ પ્રકારનું હલન-ચલન ત્યજી દેવું તે કાયોત્સર્ગ = કાઉસ્સગ્ગ. પ્રશ્ન- [૭૧] કાઉસ્સગ્નમાં શું ગણવાનું ? ઉત્તર- કાઉસ્સગ્નમાં તત્ત્વચિંતન કરવાની જ મૂળવિધિ હતી. પૂર્વકાળના ઋષિમુનિઓ અરણ્યમાં કાઉસ્સગ્ગ મુદ્રાએ સ્થિર થઈને Page #37 -------------------------------------------------------------------------- ________________ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા તત્ત્વચિંતન કરતા હતા, પરંતુ સંઘમાં વિદ્યમાન સર્વ વ્યક્તિઓ આટલા સૂક્ષ્મ અભ્યાસવાળી હોઈ શકે નહીં તેથી સર્વ જીવોને સાધારણ એવી ચોવીસે ભગવન્તોના ગુણગાન કરવા રૂપ ‘લોગસ્સ” ગણવાની પ્રથા ચાલે છે. તે ગણવાને પણ અસમર્થ જીવો માટે સર્વ જીવોને સુખે સમજાય અને આવડતા જ હોય એવા નવકાર ગણવાની વિધિ પણ ચાલે છે. પ્રશ્ન-[૭૨] કાઉસ્સગ્ગમાં કાયાને અત્યન્ત સ્થિર કરવાની છે. પરંતુ છીંક ઉધરસ આવે. તો તે રોકી શકાતાં નથી. અને તે વખતે કાયા ચલિત થઈ જાય છે. તો કાઉસ્સગ્ગમાં સ્થિર રહેવાની કરેલી પ્રતિજ્ઞાનો ભંગ થાય કે નહીં ? ३० ઉત્તર- શરીરમાં આવા પ્રકારની કુદરતી રીતે થતી જે જે પ્રક્રિયાઓ છે કે જેને રોકી શકાતી નથી અને કાયા ચલિત થાય જ છે તેવા પ્રકારની છૂટ કાઉસ્સગ્ગ કરતાં પહેલાં લેવામાં આવે છે. છૂટને શાસ્ત્રમાં આગાર કહેવાય છે. લઘુ આગાર (એટલે નાની છૂટ) ૧૨ છે અને મહા આગાર (મોટી છૂટો) ૪ છે, જે અન્નત્થ સૂત્રમાં આવે છે. પ્રશ્ન- [૭૩] લઘુ આગાર ૧૨ કયા કયા ? અન્નત્થ સૂત્રમાં કયા પદમાં આવે છે ? ઉત્તર (૧) સપ્તમેળ (૨) નીસસિાં (૩) સ્વાસિફ્ળ (४) छिएणं (૫) ખંભાળ (૬) કુળ वायनिस्सग्गेणं (७) - (૮) માર્ (૯) પિત્તમુ∞ાર્ (૧૦) સુદુમહિં મળસંપાત્તેહિં = = = = = = = = ઊંચો શ્વાસ લેવો તે. નીચો શ્વાસ મૂકવો તે. ખાંસી –ઉધરસ ખાવી તે. છીંક આવે તે. બગાસું આવે તે. ઓડકાર આવે તે. વાછૂટ થાય તે. ભમરી આવે, ચક્કર આવે તે. પિત્તથી મૂર્છા આવે તે. સૂક્ષ્મ અંગો ચાલે તે. Page #38 -------------------------------------------------------------------------- ________________ આવશયક પ્રકરણ - ૩૧ (૧૧) સુદ્યુમેડુિં વેતસંવાર્દિ = સૂક્ષ્મ ઘૂંક મુખમાં ચાલે છે. (૧૨) સુહુર્દ રિદ્ધિસંવાહિં સૂક્ષ્મ દૃષ્ટિ ચાલે તે. પ્રશ્ન- [૭૪] મહા આગાર ૪ કયા કયા ? અશ્વત્થ સૂત્રમાં કયા પદમાં છે ? ઉત્તર- (૧) પંચેન્દ્રિયાદિ જીવોની હત્યા થતી હોય, કતલખાનાં વિગેરે પાસે હોય, મારામારી અને ભયંકર લડાઈ થતી હોય ત્યારે. (૨) જ્યાં બેઠા હોઈએ ત્યાં પાણીનું પૂર આવે, આગ લાગે, તે મકાન પડી જાય તેમ હોય, ધરતી કંપ થાય ઈત્યાદિ. (૩) વાઘ-સિંહ-સર્પાદિ પ્રાણઘાતક પ્રાણીઓનો ઉપદ્રવ ન હોય ત્યારે. (૪) જે મકાનમાં કાઉસ્સગ્ન કરેલ હોય તે મકાન માલિક ખાલી કરાવે, અથવા રાજા વિગેરે શાસક પુરુષો ખાલી કરાવે ત્યારે, એમ ચાર પ્રસંગે કાઉસગ્ન કરનાર મનુષ્ય સ્થાનાન્તર થાય તોપણ કાઉસ્સગ્ન ભાગે નહીં. આ ચાર.મહા આગારો અન્નત્ય સૂત્રમાં વિમાફટિં પદમાં માત્ર પદ જે કહેલ છે. તેનાથી જાણી લેવા. પ્રશ્ન-[૩૫] લઘુ આગાર અને મહા આગારમાં તફાવત શું ? ઉત્તર- જે સ્થાનમાં કાઉસ્સગ્ન કર્યો હોય તે સ્થાનમાં જ રહ્યા છતા કાયા ચલિત થાય તેવા પ્રસંગો તે લઘુ આગાર અને બીજા સ્થાને જવું પડે તો પણ કાઉસ્સગ્રની પ્રતિજ્ઞાનો ભંગ ન થાય તે મહા આગાર. પ્રશ્ન- [૩૬] કાયોત્સર્ગમાં જેમ આ ૧૨ + ૪ આગારો (છૂટો) છે, તેમ કોઈ બીજી રીતે કાયા ચલિત થઈ જાય તો દોષો લાગે તેવું વર્ણન છે ? ઉત્તર- હા, ઉપર કહેલ ૧૨ + ૪ = ૧૬ આગારો વિના જો કાયા ચલિત થાય તો કાઉસ્સગ્નમાં દોષ લાગે છે. તેવા ૧૯ દોષો આવે છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૨ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા પ્રશ્ન- [૭૭] ૧૯ દોષો કયા કયા ? તેનો અર્થ શું ? ઉત્તર- (૧) ઘોડાની પેઠે પગ વાંકોચૂકો રાખે તે ઘોટકદોષ. (૨) વેલડીની માફક શરીર કંપાવે તે લતાદોષ. (૩) થાંભલા-ભીંત વિગેરેનો ટેકો લેવો તે ભદોષ. (૪) માળ-મેડીને માથું અડાડવું તે માલદોષ. (૫) ગાડાની ઊંધની માફક બે પગ ભેગા કરવા તે ઉધ્ધિદોષ. (૬) બેડીમાં નાખેલા પગની જેમ પહોળા પગ રાખવા તે નિગડદોષ. (૭) ભીલની સ્ત્રીની જેમ ગુપ્તસ્થાને હસ્તાદિ રાખવા તે શબરીદોષ. (૮) ઘોડાની લગામની જેમ ઓઘો કે ચરવળો આગળ દેખાવ રૂપે રાખવો, અથવા ગુચ્છો આગળ અને દાંડી પાછળ રાખવી તે ખલીનદોષ. (૯) નવી વધુની જેમ મુખ નીચે રાખવું તે વહૂદોષ. (૧૦) પહેરેલું ધોતીયું અથવા ચોલપટ્ટો નાભિથી ચાર આંગળ નીચે અને ઢીંચણથી ચાર આગળ ઉપર રાખવો જોઈએ તેના બદલે વધારે લાંબુ વસ્ત્ર રાખવું. તે લંબુત્તર દોષ. (૧૧) સ્ત્રીના શરીરની જેમ આખા શરીર ઉપર કપડું ઢાંકી રાખે તે સ્તનદોષ. (૧૨) નવકારો ગણવા માટે હાથની આંગળીઓ ફેરવવી તે ભ્રમિતાંગુલિદોષ. (૧૩) કાગડાની પેઠે આમતેમ જોયા કરવું તે વાયસદોષ. (૧૪) મસ્તક નીચું રાખીને કાઉસ્સગ્ગ કરવો તે સંયતિદોષ. (૧૫) કોઠના ફળની જેમ ધોતિયુ વિગેરે ડૂચારૂપે રાખવું તે કોષ્ટ દોષ. Page #40 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક પ્રકરણ ૩૩ (૧૬) માથુ હલાવ્યા કરવું તે શિરઃકંપ દોષ. (૧૭) મુંગાની પેઠે હું હું કર્યા કરે તે મુકદ્દોષ. (૧૮) દારૂ ઉકાળે ત્યારે જેમ અવાજ થાય તેમ નવકારાદિ ગણતાં અવાજ કરે તે વારુણીદોષ. (૧૯) વાંદરાની માફક મુખ ફેરવી ફેરવી ચોતરફ જોવું તે પ્રેક્ષ્યદોષ. પ્રશ્ન- [૭૮] ઉપરોક્ત ૧૯ દોષ શું સ્ત્રી-પુરુષ સર્વને સરખા લાગે ? ઉત્તર- સાધુસંતો અને શ્રાવકોને ૧૯ દોષો લાગે. સાધ્વીજી મહારાજાઓને અને મહાસતીજીઓને ૧૦-૧૧-૧૪ લંબુત્તર - સ્તન અને સંયતિ એમ ત્રણ દોષો વિના ૧૬ દોષો લાગે અને શ્રાવિકાબહેનોને લંબુત્તર-સ્તન-સંયતિ તથા વધુ દોષ એમ ચાર દોષો વિના ૧૫ દોષો લાગે. સ્ત્રીવર્ગમાં ૩/૪ દોષો ઓછા લાગવાનું કારણ તેઓના શરીરની તેવા પ્રકારની રચના જ છે, જેથી અમુક અંગ ખુલ્લું રાખી શકાય નહીં. પ્રશ્ન- [૭૯] પચ્ચક્ખાણ આવશ્યક એટલે શું ? પચ્ચક્ખાણ શબ્દ કેમ બન્યો ? ઉત્તર- પચ્ચક્ખાણ એટલે ત્યાગ, વિગઇઓનો ત્યાગ, આહારાદિનો ત્યાગ, વિષયોનો ત્યાગ તે પચ્ચક્ખાણ. સંસ્કૃતભાષામાં “પ્રત્યાખ્યાન' શબ્દછે. તેના ઉપરથી પ્રાકૃતભાષામાં પચ્ચક્ખાણ શબ્દ બન્યો છે. પ્રતિ + આ ઉપસર્ગ છે અને રવ્યા ધાતુ છે. પ્રશ્ન- [૮૦] કોઈ પણ પ્રકારનો તપ કરવા માટે પચ્ચક્ખાણ લેવાની શી જરૂર? મનથી નિર્ણય રાખીને ચાલીએ તો શું ન ચાલે ? આવા બંધનની શી જરૂર ? ઉત્તર- મનથી ગમે તેવો નિર્ણય કર્યો હોય તો પણ પચ્ચક્ખાણ લેવું જોઈએ, કારણ કે પચ્ચક્ખાણ વિના સંકટ સમય આવતાં વ્રત Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૪ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા કરવાનું મન ઢીલું થઈ જાય. વ્રત જતું કરવાનું મન થઈ જાય. સામાન્ય સંજોગોમાં પણ વ્રત હાથમાંથી ચાલ્યું જાય. પ્રશ્ન- [૪૧] પચ્ચકખાણ કયાં કયાં લેવું જોઈએ ? - ઉત્તર- સવારે પ્રતિક્રમણ ટાઈમે આત્મસાક્ષીએ, દેરાસર જઈએ ત્યારે દેવની સાક્ષીએ, અને ઉપાય જઈએ ત્યારે ગુરુની સાક્ષીએ એમ ત્રણની સાક્ષીએ પચ્ચકખાણ લેવું જોઈએ. પ્રશ્ન- [૪૨] પચ્ચકખાણ કયારે લેવું જોઈએ ? ઉત્તર- જે ટૂંકા કાળનાં પચ્ચકખાણો છે તે સૂર્યોદય પહેલાં લેવાં જોઈએ જેમ કે નવકારશી-પોરસી-સાઢપોરસી-એકાસણું-બેસણું-આયંબીલ વિગેરે. જે લાંબા કાળનાં પચ્ચકખાણો છે તે સૂર્યોદય પહેલાં અને સૂર્યોદય પછી પણ લઈ શકાય છે; જેમ કે ઉપવાસ -છઠ્ઠ અઠ્ઠમ -અઠ્ઠાઈ વિગેરે. એટલા જ માટે ટૂંકા કાળના પચ્ચકખાણોમાં “ઉગએ સુરે” પાઠ આવે છે અને લાંબા કાળના પચ્ચકખાણોમાં “સુરે ઉગ્ગએ” પાઠ આવે છે. તેનો અર્થ ઉપર મુજબ છે. પ્રશ્ન- [૮૩] પચ્ચકખાણના પ્રકારો કેટલા ? અને કયા કયા ? ' . ઉત્તર- પચ્ચક્ખાણો શાસ્ત્રમાં અનાગત -અતિક્રાન્ત આદિ ૧૦ ભેદોવાળાં છે. પરંતુ તેમાં આપણા જીવનમાં વધારે પ્રચલિત અને ઉપયોગી દસમું અધ્ધા પચ્ચકખાણ છે. પ્રશ્ન- [૮૪] અધ્ધા પચ્ચકખાણ એટલે શું ? તેના ભેદો કેટલા ? - ઉત્તર- અધ્ધા એટલે કાળ, સમય, જે પચ્ચખાણમાં વધારે વધારે સમય સુધી આહારનો ત્યાગ થતો હોય તે અધ્ધા પચ્ચકખાણ. તેના પણ ૧૦ ભેદો છે. (૧) નવકારશી, (૨) પોરિસી, સાઢપોરિસી (૩) પુરિમઢ, અવઢ, (૪) એકાશન – બીઆસન, (૫) એકલઠાણું, (૬) આયંબીલ, (૭) ઉપવાસ, (૮) દિવસચરિમ, (૯) અભિગ્રહ અને (૧૦) વિગઈનું પચ્ચખાણ. Page #42 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક પ્રકરણ ૩૫ પ્રશ્ન- [૮૫] આ દશ પ્રકારના અધ્યા પચ્ચખાણોના અર્થો ઉત્તર- (૧) નવકારશી = સૂર્યોદય પછી ૪૮ મિનિટે, એક સ્થાને બેસીને ત્રણ નવકાર ગણીને જે પળાય તે નવકારશી. (૨) પોરિસી = પુરુષના શરીર પ્રમાણ સૂર્યની છાયા થાય, ત્યારે જે પળાય અર્થાત સૂર્યોદય પછી લગભગ ત્રણ કલાકથી અધિક કાળ પછી જે પળાય તે પોરિસી. (૨) સાઢપોરિસી = પુરુષના શરીરની ઊંચાઈ કરતાં અર્ધી છાયા શરીરની પડે ત્યારે એટલે કે સૂર્યોદયથી લગભગ ૪૩૦ સાડા ચાર કલાક પછી પળાય તે સાઢપોરિસી. (૩) પુરિમઢ = બરાબર અર્ધ દિવસ થાય ત્યારે પળાય અર્થાત્ સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચેના સમયનો અર્ધભાગ ગયા પછી જે પળાય તે પુરિમઢ. (૩) અવઢ = દિવસના ત્રણ ભાગી ગયા પછી અને ચોથો ભાગ બાકી રહે ત્યારે જે પળાય તે અવઢ. (૪) એકાશન = દિવસમાં ફક્ત એક જ વાર ભોજન કરવું તથા એક જ સ્થાને બેસીને ભોજન કરવું તે. (૪) બેઆશન = દિવસમાં એક જ સ્થાને બેસીને ફક્ત બે વાર જ ભોજન કરવું તે. (૫) એકલઠાણું = દિવસમાં એક જ વાર ભોજન કરવું અને ભોજન કરતી વખતે હાથ અને મુખ સિવાય બીજા કોઈ પણ અંગો ચલાવવાં નહીં. એકદમ સ્થિર રાખવાં. (૬) આયંબીલ = દિવસમાં એક જ વાર ભોજન કરવું, અને તેમાં પણ વિગઈઓ અને વિકારોનો મૂળથી ત્યાગ કરવો તે. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૬ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા વિભોગવતાં બાર વાય છે. તેથી (૭) ઉપવાસ = દિવસ તથા રાત્રિમાં સંપૂર્ણપણે આહારનો ત્યાગ કરવો, ફક્ત દિવસમાં કદાચ જરૂરિયાત પડે તો પાણી માત્ર જ પીવું તે ઉપવાસ. (૮) દિવસચરિમ = દિવસનો થોડો ટાઈમ બાકી રહે ત્યારે આહારનો તથા શકય બને તો પાણીનો પણ - ત્યાગ કરવો તે. (૯) અભિગ્રહ = મનમાં કોઈ પણ પ્રકારના નિયમો ધારવા તે. (૧૦)વિગઈ = પ્રતિદિન એક-બે વિગઈઓનો ત્યાગ કરવો તે. પ્રશ્ન- [૮] પચ્ચકખાણોમાં આહાર-પાણીનો ત્યાગ કરાવવાની શી જરૂર ? પુણ્યથી પ્રાપ્ત થયેલું છે, તો શા માટે ન ભોગવવું? ઉત્તર- ભોગવવા માટે પ્રાપ્ત થયું નથી, પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયું છે. વળી ભોગવતાં અનેક પ્રકારના રાગ-દ્વેષ અને કલેશો વધે છે. મનમાં આર્તધ્યાન રૌદ્રધ્યાન વધે છે. તેથી નવો કર્મબંધ થતાં સંસાર વધે છે. માટે મળવું તે પુણ્યોદય છે, પરંતુ ભોગવવું તે પાપ બંધાવનાર હોવાથી અને મોહનો હેતુ હોવાથી પાપોદય છે. પ્રશ્ન- [૮૭] દેહ એ પણ ધર્મનું સાધન છે. તો આહાર પાણીનો ત્યાગ કરીને સાધનભૂત દેહને ઓગાળવાથી શું ફાયદો? દેહને બરાબર સાચવવો જોઈએ ને ? ઉત્તર- દેહ એ ધર્મનું સાધન અવશ્ય છે. પરંતુ જેઓ મોહના વિજયી નથી તેઓને ભોગનું અને પાપનું પણ સાધન છે. માટે ઘણી જ સાવચેતીપૂર્વક જ ચાલવાનું હોય છે. વિષયવિકારો અને વાસનાઓ ન વધે માટે ઉતારવું પણ જરૂરી છે અને ધર્મસાધન હોવાથી શક્તિ કરતાં વધારે ઉતારવું પણ જરૂરી નથી. પ્રશ્ન[૮૮] જૈનદર્શનમાં પચ્ચકખાણો ઉપર આટલો બધો ભાર કેમ મૂકયો છે ? Page #44 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક પ્રકરણ ૩૭ ઉત્તર- પરિમિત અને નિર્વિકારી ભોજનથી ચિત્ત પ્રસન્ન રહે, મનમાં કામાદિની વાસના ન જન્મે, ચિત્ત સ્થિર રહે, આરોગ્ય સારું રહે, સ્વાધ્યાય સારો થાય, રત્નત્રયી સારી રીતે આરાધી શકાય. ઇત્યાદિ ગુણવૃધ્ધિ અને દોષહાનિના કારણે પચ્ચકખાણો ઉપર ભાર આપવામાં આવેલ છે. પ્રશ્ન- [૪૯] પચ્ચકખાણોમાં ત્યજવાલાયક આહાર કેટલા પ્રકારનો ? અને કયો કયો ? તથા તેનો અર્થ શું ? ઉત્તર- આહારના મુખ્ય ચાર પ્રકાર છે, (૧) અશન, (૨) પાન, (૩) ખાદિમ, (૪) સ્વાદિમ, તેનો અર્થ આ પ્રમાણે(૧) અશન જે આહાર ભોજનસ્વરૂપ છે. જેનો આહાર કરવાથી ઉદરપૂર્તિ થાય, સુધા ન રહે, પરિપૂર્ણ સંતોષ થાય તે. પાન -જે પીવાય, પીણા રૂપ હોય તે. ખાદિમ - જે આહાર અલ્પાહાર રૂપ હોય, જેના ભોજનથી ઉદરપૂર્તિ ન થાય, ક્ષુધા પૂર્ણપણે વિનષ્ટ ન થાય, તથા પરિપૂર્ણપણે સંતોષ ન થાય તે. (૪) સ્વાદિમ- - જે ભોજન બાદ સ્વાદ પૂરતું જ લેવાય તે. પ્રશ્ન- [૯૦] આયંબીલાદિ પચ્ચકખાણોમાં ત્યાગ કરાતી વિગઈઓ કઈ કઈ છે ? તથા વિગઈ શબ્દનો અર્થ શું ? ઉત્તર- વિગઈ એટલે શરીરમાં જે વિકાર કરે, વાસના ઉત્પન્ન કરે. વાસનાને ઉત્તેજિત કરે તે વિગઈ, અથવા વિગતિમાં = તુચ્છ એવી નરકાદિ ગતિમાં લઈ જાય તે વિગઈ. વિગઈના મુખ્ય બે ભેદો છે. મહાવિગઈ અને લઘુવિગઈ મહાવિગઈના ૪ અને લઘુ વિગઈના ૬ ભેદો છે. પ્રશ્ન- [૧] મહાવિગઈ અને લઘુવિગઈ એટલે શું ? ઉત્તર- જે અતિશય વિકારક છે. જેમાં તે તે વર્ણવાળા અસંખ્ય જીવો ઉત્પન્ન થાય છે. તથા જે વિગઈનું સેવન તુચ્છ-અસાર અને નિન્દ Page #45 -------------------------------------------------------------------------- ________________ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા ૩૮ છે. તે મહાવિગઇ કહેવાય છે અને જે વિગઇઓ માત્ર વિકારક છે. પરંતુ તેમાં હિંસાવિશેષ નથી. તથા જેનું સેવન નિન્દ નથી. તુચ્છ નથી. તે લઘુવિગઈ કહેવાય છે. પ્રશ્ન- [૯૨] તે વિગઇઓના ૪-૬ ભેદો કયા કયા ? ઉત્તર- મહાવિગઇના ૪ ભેદો આ પ્રમાણે છે : (૧) મધ, (૨) માંસ, (૩) મદિરા અને (૪) માખણ તથા લઘુવિગઇના ૬ ભેદો આ પ્રમાણે છે : (૧) દૂધ, (૨) દહીં, (૩) ઘી, (૪) તેલ, (૫) ગોળ (૬) કડાહ = તળાય તે. ચાર મહાવિગઇઓ તો શ્રાવક શ્રાવિકાઓએ જીવનભર ત્યજી દેવી જોઈએ અને લઘુવિગઇઓ પણ શકય હોય તેટલી ત્યજવા પ્રયત્ન કરવો જોઈએ. પ્રશ્ન- [૯૩] આ લઘુવિગઇ અને મહાવિગઇ સિવાય બીજું પણ ત્યજવા લાયક શું ? ઉત્તર- આ મનુષ્યજીવન પ્રાપ્ત થવું અતિશય દુર્લભ છે. તેમાં પણ સંસ્કારી કુળ, જૈનધર્માદિ ભાવો પ્રાપ્ત થવા દુર્લભ છે. માટે ઉત્તમોત્તમ જીવન પ્રાપ્ત કરીને પરોપકાર જ કરવો જોઈએ, પરંતુ પરોપકાર કદાચ ન બની શકે તો પણ પરનો અપકાર તો ન જ કરવો જોઈએ. તે માટે આપણા શરીરના પોષણ માટે અભક્ષ્ય અનંતકાય તથા વધારે વાસનાજનક પદાર્થોનું સેવન ત્યજી દેવું જોઈએ. કારણ કે તે પણ જીવોની હિંસારૂપ છે. પ્રશ્ન- [૯૪] અભક્ષ્ય અને અનંતકાય એટલે શું ? તેનાં દૃષ્ટાન્ત શું? ઉત્તર- ખાવાને અયોગ્ય, જેના ભોજનથી વિકાર-વાસના વધે, બહુ જીવોની હિંસા થાય તે અભક્ષ્ય જેમ કે રીંગણ વિગેરે. જેમાં અનંતા જીવો હોય, નાના એવા એક શરીરને આશ્રયે અનંતા જીવો રહેતા હોય તે અનંતકાય, જેમ કે ડુંગળી-લસણ, બટાકા, ગાજર વિગેરે, આ અનંતકાયને જ કંદમૂળ, નિગોદ તથા સાધારણ વનસ્પતિકાય પણ કહેવાય છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક પ્રકરણ પ્રશ્ન[૮૫] આ છ આવશ્યકો મૂળ કયા સૂત્રમાં આવે છે ? ઉત્તર- તીર્થંકર ભગવન્તો આદિ મહાત્મા પુરુષો જ્યારે જ્યારે દીક્ષા ગ્રહણ કરે છે. ત્યારે ત્યારે ઉચ્ચરાવાતા કરેમિ ભંતે સૂત્રમાં જ આ છ આવશ્યકોનું વર્ણન છે. તેના અર્થને સમજાવવા માટે શ્રી સુધર્માસ્વામિજીએ “આવશ્યકસૂત્ર” બનાવ્યું છે. તેનો અર્થ યથાર્થ સમજાવવા માટે ચૌદપૂર્વધર એવા શ્રી ભદ્રબાહુસ્વામીજીએ “આવશ્યકનિર્યુક્તિ” નામનો ગ્રંથ બનાવ્યો છે, જે પ્રાકૃત ભાષામાં ગાથા છન્દ રૂપે છે. તે આવશ્યકનિયુક્તિમાં છયે આવશ્યકોનું વર્ણન છે. તેમાં સૌથી પ્રથમ “સામાયિકાવશ્યક”નું વર્ણન છે. તે અતિશય દુર્ગમ અને ચતુર્વિધ શ્રી સંઘને અતિશય જરૂરિયાતવાળું છે, માટે તે સામાયિકાવશ્યકની નિર્યુક્તિ ઉપર શ્રી જિનભદ્ર ગણિક્ષમાશ્રમણજીએ વિશેષાવશ્યકમહાભાષ્ય બનાવ્યું છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પ્રકરણ’’ III III માં છે, પ્રશ્ન- [૬] તીર્થકર ભગવન્તોની વાણીમાં આ છ આવશ્યક ઉપરાંત બીજો ઉપદેશ કયા વિષયનો હોય છે ? ઉત્તર- જીવ-અજીવ-પુણ્ય-પાપ-આશ્રવ-સંવર-બંધ-નિર્જરા અને મોક્ષ એમ કુલ ૯ તત્ત્વોનો પણ ઉપદેશ ભગવાન આપે પ્રશ્ન- [૭] જીવ એટલે શું ? તેનું સ્વરૂપ શું ? ઉત્તર- ચૈતન્યગુણ = ચેતનાગુણ જેમાં હોય તે જીવ કહેવાય છે. અસંખ્યાતા પ્રદેશોનો બનેલો આ આત્મા છે. તે શરીરવ્યાપી છે. પોતાના કર્મોનો કર્તા-ભોક્તા છે. પ્રતિસમયે પરિણામી છે. દ્રવ્યસ્વરૂપે નિત્ય છે. જ્ઞાનાદિ અનંતગુણોનો સ્વામી છે. કર્મોથી ગુણો અવરાયેલા છે. કર્મોના ક્ષયથી સર્વગુણોનો આવિર્ભાવ થતાં મુક્તિ પામનાર છે. પ્રશ્ન- [૯૮ી કેટલાક દર્શનકારો આત્માને સર્વવ્યાપી માને છે ? અને જૈન દર્શનકારો શરીરવ્યાપી માને છે. તો તેમાં કઈ વાત યુક્તિસંગત છે ? અને કેવી રીતે ? - ઉત્તર- જે દ્રવ્યના ગુણો જ્યાં દેખાય છે તે દ્રવ્ય ત્યાં જ અનુભવાય છે. જેમ કે ઘટના ગુણો ઘટ હોય ત્યાં જ જોવાય છે. તે જ રીતે આત્માના ગુણો જ્ઞાનાદિ જ્યાં શરીર હોય ત્યાં જ જોવાય છે. શરીર બહાર જો આત્મા માનીએ તો જલ-અગ્નિનો સંયોગ થવાથી શીતળતા અને દાહ થવા જોઈએ. વળી જો સર્વવ્યાપી હોય તો મૃત્યુ પામીને પરભવમાં જવાનું રહેતું જ નથી. કારણ કે આત્મા તો સર્વત્ર છે જ તો પછી ગતિ કરવાની રહેતી જ નથી. માટે સર્વવ્યાપીની વાત યુક્તિસંગત નથી. પ્રશ્ન- [૯] આત્માને શરીરવ્યાપી માનીએ તો શું આખા શરીરમાં વ્યાપ્ત છે ? Page #48 -------------------------------------------------------------------------- ________________ “નવતત્ત્વ પ્રકરણ’' ૪૧ ઉત્તર- હા, આ આત્મા પોતાના પ્રાપ્ત થયેલા શરીરમાં સર્વત્ર વ્યાપ્ત છે. પરંતુ નખ અને કેશાદિ નિર્જીવ ભાગોમાં જ માત્ર વ્યાપ્ત નથી. શેષ સર્વ ભાગોમાં વ્યાપ્ત છે. પ્રશ્ન- [૧૦૦] આ આત્મા કોણે બનાવ્યો છે. અને કયારે બનાવ્યો છે ? ઉત્તર- આ આત્મા ઇશ્વરાદિ કોઈ પણ વ્યક્તિએ બનાવેલ નથી. આકાશ આદિની માફક સ્વયં સહજસિધ્ધ જ છે. અને તેથી જ અનાદિકાલથી છે. તેની ઉત્પત્તિ જ નથી. માટે આદિ નથી. તથા અંત પણ નથી. પ્રશ્ન- [૧૦૧] આ સંસારમાં આવા કેટલા આત્માઓ છે ? ઉત્તર- આ સંસારમાં અનંતાનંત જીવો છે, જેની કોઈ પણ સંખ્યા ગણી શકાતી નથી, અસંખ્ય પણ નથી, પરંતુ અનંતાનંત છે અને તે સર્વે નિગોદાવસ્થામાં જ હોય છે. પૃથ્વીકાયાદિ શેષ ભવોમાં તો અસંખ્યાતા જ હોય છે અને મનુષ્યોમાં સંખ્યાતા જ હોય છે. પ્રશ્ન- [૧૦૨] મુક્ત અને સંસારી એવા બે ભેદોનો અર્થ શું ? અને તે ભેદો કોના વડે કરાયા છે ? ઉત્તર- જે આત્માઓ કર્મ વિનાના છે, જન્મ-જરા-મરણાદિ ઉપાધિરહિત છે, શરીર વિનાના છે. શુધ્ધ-બુધ-નિરંજન છે તે મુક્ત. અને જે આત્માઓ કર્મવાળા છે જન્માદિ ઉપાધિવાળા છે, શરીરવાળા છે, પૂર્ણ જ્ઞાનાદિ ગુણ વિનાના છે- તે સંસારી. કર્મ દ્વારા જીવોના આ બે ભેદો પડેલા છે : જેઓને કર્મ છે તે સંસારી અને જેઓને કર્મ નથી તે મુક્ત. પ્રશ્ન- [૧૦૩] આ બન્ને પ્રકારના જીવોનું સ્થાન કયાં છે ? અને ત્યાં કેટલો કાળ રહે છે ? ઉત્તર- મુક્તજીવો ચૌદ રાજલોક પ્રમાણ લોકાકાશના અંતે છેડે ઉપરભાગમાં લોકની અંદર વસે છે. કર્મ વિનાના જીવોનો સહજ ઉર્ધ્વગતિગામી સ્વભાવ છે. એટલે ઉપર વસે છે. અને લોકાકાશથી ઉપર Page #49 -------------------------------------------------------------------------- ________________ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા ધર્માસ્તિકાયાદિ અન્ય દ્રવ્યો નથી, તેથી અપેક્ષા કારણના અભાવે અલોકમાં ગતિ થતી નથી. ૪૨ સંસારી જીવો ચૌદે રાજલોકમાં પથરાયેલા છે. સૂક્ષ્મ નિગોદ જીવો લોકાકાશમાં સર્વત્ર વ્યાપક છે. બાદરાદિ જીવો લોકના અમુક ભાગમાં છે. નારકી નીચેના સાત રાજમાં છે. દેવો ઉપરના સાત રાજમાં છે. તિર્યંચ-મનુષ્યો મધ્યભાગમાં રહે છે. મોક્ષમાં ગયેલા જીવો મોક્ષમાં સાદિ અનંતકાળ વસે છે. સંસારી જીવો સંસારમાં અનાદિ કાળથી વસે છે પરંતુ કોઈ અનંતકાળ રહે છે અને કોઈ સાન્ત કાળ પણ રહે છે. કેટલાક જીવો કર્મ ખપાવી અન્ને મોક્ષે જાય છે. પ્રશ્ન- [૧૦૪] જીવોના પેટા ભેદો કયા કયા ? ઉત્તર- મુક્ત જીવો જ્ઞાનાદિ ગુણોની અપેક્ષાએ સમાન હોવાથી ભેદો નથી. પરંતુ મુક્તિપ્રાપ્તિના પૂર્વભવને આશ્રયી ૧૫ ભેદો છે. જિનસિધ્ધ, અજિનસિધ્ધ, તીર્થંકરસિધ્ધ, અતીર્થંકરસિધ્ધ વિગેરે. અને સંસારી જીવોના ત્રસ-સ્થાવર એમ બે ભેદો છે. સ્થાવર = સુખદુઃખના સંજોગોમાં ઇચ્છા મુજબ હાલી - ચાલી ન શકે તે. ત્રસ =સુખદુ:ખના સંજોગોમાં ઇચ્છા મુજબ હાલે ચાલે તે. સ્થાવરના પાંચ ભેદો છે --- (૧) પૃથ્વીકાય જીવો, (૩) તેકાય = અગ્નિના જીવો, (૪) વાયુકાય (૫) વનસ્પતિકાય = ઝાડ-પાન-ફૂલ-ફળ-વિગેરેના જીવો. ત્રસના મુખ્યત્વે ચાર ભેદો છે. = માટીના જીવો, (૨) અકાય - (૧) બેન્દ્રિય, (૨) તેઇન્દ્રિય, (૩) ચઉરિન્દ્રિય, (૪) પંચેન્દ્રિય, પંચેન્દ્રિયના ચાર ભેદો છે. (૧) દેવો, (૨) નારકી, (૩) તિર્યંચો, (૪) મનુષ્યો આ પ્રમાણે ઘણા ભેદો તથા તેના ઘણા પ્રતિભેદો પણ છે. જે જીવવિચાર આદિ અન્યગ્રંથોથી જાણી લેવા. = પાણીના = પવનના જીવો, Page #50 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પ્રકરણ” પ્રશ્ન- [૧૦૫] બેઇન્દ્રિયાદિ જીવો હાલ-ચાલે છે માટે તેમાં જીવ છે એમ સમજી શકાય છે, પરંતુ પાંચ સ્થાવરમાં જીવ છે એમ કેવી રીતે સમજી શકાય ? ઉત્તર- જીવને જીવન જીવવામાં મુખ્યત્વે આહાર - પાણી – પ્રકાશ અને હવાની આવશ્યકતા હોય છે. વનસ્પતિકાયમાં ખાતર-પાણી-પ્રકાશ અને હવા યોગ્ય સમયે મળે તો જ પલ્લવિત થાય છે. નહીં તો કરમાઈ જાય છે માટે જીવ છે. અગ્નિકાયમાં પણ ઇંધણ-તેલ-ઘાસલેટ વિગેરે મળે, યોગ્ય પવન મળે તો જ જીવે છે. નહીં તો બુઝાઈ જાય છે માટે જીવ છે. વાયુકાય પરની સહાય વિના સ્વતંત્ર ગમનાગમન કરે છે માટે જીવ છે. અકાયમાં શીતળયોનિથી ઉત્પત્તિ થાય છે માટે જીવ છે અને પૃથ્વીકાયમાં પથ્થરાદિમાં વૃદ્ધિ અને હાનિ દેખાય છે માટે જીવ છે. અહીં પાણી પોતે જ જીવ છે. તે અપૂકાય છે. તેના આધારે જીવનારા પોરા વિગેરે બેઈન્દ્રિય જીવો છે. પ્રશ્ન- [૧૦૬] જીવોમાં જે પાંચ ઇન્દ્રિયો છે તે કઈ કઈ? ઈન્દ્રિય શબ્દનો અર્થ શું ? કઈ કઈ ઇન્દ્રિયોથી શું શું જાણી શકાય ? ઉત્તર- ઈન્દ્ર એટલે આત્મા, તેને ઓળખવાની જે નિશાની તે ઈન્દ્રિય, આત્મામાં ચેતના છે જડમાં ચેતના નથી, તેથી વિષય જાણવાનું જે સાધન તે ઇન્દ્રિય. મૃત્યુ સમયે જીવ છે કે નથી ? તે આ ઈન્દ્રિયોથી જ નિશ્ચિત થાય છે. શરીરમાં આવી કુલ પાંચ ઈન્દ્રિયો છે. તેનાથી અનુક્રમે પાંચ વિષયો જાણી શકાય છે : (૧) સ્પર્શનેન્દ્રિય (ચામડી), તેનાથી સ્પર્શ જાણી શકાય છે. (૨) રસનેન્દ્રિય (જીભ), તેનાથી રસ જાણી શકાય છે. (૩) ઘ્રાણેન્દ્રિય (નાક), તેનાથી ગંધ જાણી શકાય છે. (૪) ચક્ષુરિન્દ્રિય (આંખ), તેનાથી રૂપ જોઈ શકાય છે. (૫) શ્રોત્રેન્દ્રિય (કાન), તેનાથી શબ્દ સાંભળી શકાય છે. પ્રશ્ન- [૧૦૭] આ પાંચ વિના બીજી કોઈ ઇન્દ્રિયો છે ? Page #51 -------------------------------------------------------------------------- ________________ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા ઉત્તર- શરીરમાં આ પાંચ બહારથી દેખાય છે માટે બાહ્મેન્દ્રિયો કહેવાય છે. અને મન અંદરની ઇન્દ્રિય છે. એટલે મનને અત્યંતરેન્દ્રિય, નોઇન્દ્રિય, અથવા અનિન્દ્રિય કહેવાય છે. બહારની પાંચે ઇન્દ્રિયોની સાથે મન ભળે તો જ તે ઇન્દ્રિયો વિષયને જાણે છે. સાંખ્યદર્શનકારો બીજી પાંચ કર્મેન્દ્રિયો પણ માને છે. પરંતુ તે અસાધારણક્રિયા હેતુ ન હોવાથી ઇન્દ્રિયો કહેવાતી નથી. ૪૪ પ્રશ્ન- [૧૦૮] આ પાંચ ઇન્દ્રિયોના બીજા ભેદો છે ? ઉત્તર- મુખ્ય બે ભેદો છે : (૧) દ્રવ્યેન્દ્રિય (૨) ભાવેન્દ્રિય, પુદ્ગલની બનેલી જે ઇન્દ્રિયો તે દ્રવ્યેન્દ્રિય તેના પણ બે ભેદો છેઃ નિવૃત્તિ અને ઉપકુણ, નિવૃત્તિના પણ બે ભેદો છે બાહ્ય અને અત્યંતર, વિષયો જાણવાની આત્માની જે શક્તિ તે ભાવેન્દ્રિય, તેના પણ બે ભેદ છે : (૧) લબ્ધિ અને (૨) ઉપયોગ, (૧) બહારથી કાન-નાક-આંખના જે પુદ્ગલાકારો દેખાય છે તે બાહ્યનિવૃત્તિદ્રવ્યેન્દ્રિય, જે મ્યાન જેવીમાત્ર સંરક્ષક જ છે. પરંતુ કાર્ય કરનાર નથી. (૨) અંદરના ભાગમાં જે પુદ્ગલાકારપણે ઇન્દ્રિયો છે તે અત્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય, જે તલવાર સમાન છે. (૩) અંદર રહેલી અત્યંતરનિવૃત્તિ દ્રવ્યેન્દ્રિયમાં વિષય જાણવાની જે શક્તિ છે તે ઉપકરણ દ્રવ્યેન્દ્રિય, જે તલવારની ધાર સમાન છે. (૪) આત્મામાં પ્રગટ થયેલી વિષય જાણવાની જે શક્તિ - તે લબ્ધિ ભાવેન્દ્રિય, જે તલવાર ચલાવવાની આવડતી ક્લા સમાન છે. (૫) આત્મામાં પ્રગટ થયેલી વિષય જાણવાની શક્તિનો જે વપરાશ કરવો તે ઉપયોગ ભાવેન્દ્રિય, જે તલવારની કલાનો ઉપયોગ કરવા તુલ્ય છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ “નવતત્ત્વ પ્રકરણ” દ્રવ્યેન્દ્રિય નિવૃત્તિ ઉપકરણ અત્યંતર તલવારની ર ધાર જેવી બાહ્ય ૧ મ્યાન તલવાર જેવી જેવી ઇન્દ્રિયોનું કોષ્ટક I ઈન્દ્રિય ભાવેન્દ્રિય લંબિ ૪ તલવાર ચલાવવાની કલા જેવી ઉપયોગ ૫ કલાના ઉપયોગ જેવી પ્રશ્ન-[૧૦૯]કયા કયા જીવોને કેટલી કેટલી ઇન્દ્રિયો હોય છે? ઉત્તર- (૧) સ્થાવર જીવોને ફક્ત ૧ સ્પર્શનેન્દ્રિય જ હોય છે. (૨) શંખ કોડા ગંડોલા - આયરિયા - અળસીયાં વિગેરે જીવોને સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિય એમ બે ઇન્દ્રિયો હોય છે. ૪૫ (૩) કીડી-મકોડા-મચ્છર-માંકડ-જુ-લીખ-કાનખજુરા વિગેરે જીવોને ઘ્રાણેન્દ્રિય સહિત ત્રણ ઇન્દ્રિયો હોય છે (૪) વીંછી, ભમરા, ભમરી, બગાઇ, તીડ, માખી વિગેરે જીવોને ચક્ષુરિન્દ્રિય સહિત ચાર ઈન્દ્રિયો હોય છે. (૫) પશુ-પક્ષી-મનુષ્યો-દેવો તથા નારકીને પાંચ ઈન્દ્રિયો હોય છે. પ્રશ્ન- [૧૧૦] ઇન્દ્રિયો એ જ જીવ છે એમ માનીએ તો શું દોષ ? અથવા શરીર એ જ પાંચભૂતનો બનેલો જીવ છે એમ માનીએ તો શું દોષ ? ઉત્તર- ઇન્દ્રિયો એ જ્ઞાનનું સાધન છે. શરી૨માં ભિન્ન રહેલો Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૬ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા એવો આત્મા ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન કરે છે. ઇન્દ્રિયો એ કરણ છે અને શરીર તે આત્માનો આધાર છે. અધિકરણ છે. પરંતુ ઈન્દ્રિયો કે શરીર તે આત્મા નથી. તેમને આત્મા માનવામાં નીચેના દોષો દેખાય છે. (૧) મડદામાં પણ ઇન્દ્રિયો અને શરીર છે છતાં જ્ઞાન થતું નથી. જો તે આત્મા હોત તો જ્ઞાન થાત! માટે જ્ઞાન કરનાર કોઈ જુદો છે. ઇન્દ્રિયોને જો આત્મા માનીએ તો એક શરીરમાં પાંચ આત્મા માનવા પડે જે વાત સંગત થતી નથી. અને પાંચ આત્મા માનીએ તો અભિપ્રાયભેદ થાય. એક ઇન્દ્રિયથી જોયેલા વિષય દ્વારા બીજી ઇન્દ્રિયને હર્ષ-શોક થાય છે તે ઘટી શકે નહીં કારણ કે જે ઇન્દ્રિય વિષય જોયો તે ઈન્દ્રિયાત્મક આત્માને જ હર્ષ-શોક થવા જોઈએ. અન્ય ઇન્દ્રિયને હર્ષ શોક કેમ થાય ? ચક્ષુથી માણસને જોયા પછી ચક્ષુ ચાલી જવા છતાં પણ સ્મરણ થાય છે. માટે જ્ઞાન અને સ્મરણ કરનાર અંદર કોઈ બીજું તત્ત્વ છે જે બીજું તત્ત્વ છે તે જ આત્મા કહેવાય છે. પ્રશ્ન- [૧૧૧] જીવને કર્મો કયારથી લાગ્યાં ? ઉત્તર- જીવોને કર્મો અનાદિ કાળથી લાગેલાં છે. જો પ્રથમ જીવ શુધ્ધ હતો અને પછી કર્મો લાગ્યાં એમ કલ્પીએ તો શુધ્ધ નિર્મળઆત્માને કર્યો કેમ લાગે ? અને જો આમ બને તો મુક્તગત આત્માને પણ કર્મો લાગે, જે વ્યાજબી નથી. તથા પહેલાં કર્મો હતાં અને પછી જીવ આવ્યો એમ માનીએ તો જીવની સાદિ માનવી પડે, તથા જીવ વિના પ્રથમ કર્મો કર્યા કોણે ? ઇત્યાદિ અનેક અવ્યવસ્થા થાય, માટે જીવ પણ અનાદિ, કર્મ પણ અનાદિ અને બન્નેનો સંબંધ પણ અનાદિ છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ “નવતત્વ પ્રકરણ” ૪૭ પ્રશ્ન- [૧૧૨] જીવને કર્મો લાગવાનું કારણ શું ? ઉત્તર- (૧) વાસ્તવિક પરિસ્થિતનું અજ્ઞાન, (૨) ક્રોધાદિ કષાયોનો આવેશ વાસનાદિ, (૩) સંસારિક ભોગોનો અત્યાગ, અને (૪) મનવચન-કાયાની શુભાશુભ ચેષ્ટા. આ ચાર કારણોથી જીવ કર્મો બાંધે છે. સંક્ષેપમાં આત્મા આત્મસ્વભાવને છોડીને વિભાવદશામાં વર્તે છે તેથી કર્મો બાંધે છે. પ્રશ્ન- [૧૧૭] જીવ બળવાનું છે? કે કર્મ બળવાનું છે ? ઉત્તર- જે જીતે તે બળવાનું છે અને જે હારે તે નિર્બળ છે. ક્યારેક પૂર્વે બાંધેલા ચીકણાં તીવ્ર કર્મો ઉદયમાં આવે છે ત્યારે કર્મ બળવાનું અને જીવ નિર્બળ કહેવાય છે. જેમ કે નંદિપેણ ઋષિ, અષાઢાભૂતિ મુનિ આદિ તીવ્ર કર્મને લીધે પતન પામ્યા. તથા કયારેક જીવ એવો પ્રબળ પુરુષાર્થ કરે છે કે જેના પ્રતાપે ચીકણાં કર્મોને પણ તોડી કેવલજ્ઞાનાદિ લક્ષ્મી પામે છે. જેમકે ખંઘકમુનિના શિષ્યો, સુકોશલમુનિ વિગેરે કે જેઓ આવેલા દુસહ ઉપસર્ગોને સહન કરી કર્મ ખપાવી કેવળશ્રી વર્યા. પ્રશ્ન- [૧૧૪] કર્મ પુદ્ગલ છે, રૂપી છે, મૂર્તિ છે અને આત્મા અમૂર્ત છે. છતાં અમૂર્ત એવા આત્માને કર્મ કેમ લાભ-નુકસાન કરી શકે ? - નિત્તર- બુધ્ધિની જેમ આત્માને મૂર્ત એવાં કર્મોથી લાભ-નુકસાન થાય છે. જેમ બુધ્ધિ અમૂર્તિ છે છતાં મદિરાપાનથી વિનાશ પામે છે અને ઔષધિઓથી વૃધ્ધિ પામે છે. તેમ આત્મા અમૂર્ત હોવા છતાં પણ કર્મોથી લાભ-નુકસાન પામે છે. વળી ભોજન -પાણી- વસ્ત્ર- મકાનઅલંકારો ઈત્યાદિ પુદ્ગલો છે અને મૂર્ત છે છતાં તેનાથી પણ આત્માને જેમ હર્ષ-શોકાદિ થાય છે તેમ કર્મો મૂર્ત હોવા છતાં પણ તેનાથી જીવને હર્ષ-શોકાદિ થાય છે. પ્રશ્ન- [૧૧૫] કર્મ એ શું વસ્તુ છે? અન્યદર્શનકારી કર્મને શું માને છે ? Page #55 -------------------------------------------------------------------------- ________________ ४८ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા ઉત્તર- ભગવન્તોએ ભાખેલાં છ દ્રવ્યોમાં પુદગલાસ્તિકાય નામનું એક દ્રવ્ય છે. જેમાં પ્રતિસમયે પુરણ-ગલન (વૃધ્ધિ-હાનિ) થાય તે પુદ્ગલાસ્તિકાય, તેના અનંતા ભેદો છે જેને જૈનશાસ્ત્રોમાં વર્ગણા કહેવાય છે. તેમાંથી બાહ્ય આઠ વર્ગણામાંની અન્તિમ આઠમી જે વર્ગણા તે કાર્મણવર્ગણા, કર્મ પ્રાયોગ્ય વર્ગણા, આ કામણવર્ગણા જ આત્માની સાથે ચોટતાં તેને કર્મ કહેવાય છે. તે પુદ્ગલ હોવા છતાં જીવ વડે તેમાં ઉપસ્થિત કરાયેલી શક્તિ વડે જીવને સુખ-દુઃખ આપે છે. જેમ જીવ વડે જ પુગલોનું બનાવેલું ભોજન જીવને જ તૃપ્તિ અને અજીર્ણાદિ * ફળ આપે છે તેમ અહીં સમજવું. અન્યદર્શનકારો કર્મને બદલે પ્રકૃતિ અને અવિદ્યા જેવાં તત્ત્વો માને છે. પ્રશ્ન- [૧૧૮] બાંધેલાં કર્મો ઓછાં-વત્તાં થાય કે જેમ બાંધ્યાં હોય તેમ જ ભોગવવાં પડે ? ઉત્તર- જેમ બાંધ્યાં હોય તેમ કર્મો ભોગવવાં જ પડે એવો નિયમ નથી. બાંધ્યા પછી શુભ-અશુભ અધ્યવસાય પ્રમાણે કર્મોમાં ફેરફાર થઈ શકે છે. શુભનો અશુભમાં અને અશુભનો શુભમાં સંક્રમ થઈ શકે છે. દીર્ઘસ્થિતિ વાળુ કર્મ લઘુસ્થિતિવાળું અને લઘુસ્થિતિવાળું કર્મ દીર્ઘસ્થિતિવાળું થઈ શકે છે. તીવ્ર કર્મ મંદ, અને મંદકર્મ તીવ્ર બની શકે છે. પ્રશ્ન- [૧૧૭] બાંધેલા કર્મોમાં જો ફેરફાર થતા હોય અને આ રીતે મંદ થઈને જો ભોગવાઈ જાય તો કૃતનાશ અને અકૃતાગમ દોષ શું ન લાગે ? ઉત્તર- બંધાયેલાં કર્મોમાં અધ્યવસાયને અનુસાર આ રૂપાન્તર માત્ર જ છે. તેથી કૃતનાશ - અકૃતાગમ દોષો લાગતા નથી જેમ જે કેરી મોડી પાકવાની હોય તે ઘાસ આદિની ગરમીથી વહેલી પાકે, જે ટ્રેન ધીમી ગતિએ મુંબઈ ૧૫ કલાકે આવતી હોય તે જ ટ્રેન ફાસ્ટ ચાલે તો ૮/૧૦ કલાકમાં પણ મુંબઈ આવે, જે દવા કડવી લાગતી હોય તે જ દવા મધના મિશ્રણથી મંદ કડવાશવાળી થાય છે. જે રોગ વૈદિક ઉપચારથી દીર્ધકાળે વિનાશ પામે, તે જ રોગ ઓપરેશન આદિથી Page #56 -------------------------------------------------------------------------- ________________ “નવતત્વ પ્રકરણ” ૪૯ તુરત વિનાશ પામે, આ દૃષ્ટાન્તોમાં જેમ કૃતનાશ અને અકૃતાગમ દોષો લાગતા નથી તેમ જ કર્મમાં પણ સમજવું. પ્રશ્ન-[૧૧૮] અન્યદર્શનશાસ્ત્રોમાં જીવપદાર્થ કેવો માનેલ છે? ઉત્તર- (૧) બૌધ્ધદર્શન -ચિસંતતિ તે આત્મા છે એમ માને છે. ચિસંતતિ એટલે જ્ઞાનધારા, પ્રતિસમયે અપૂર્વપણે ઉત્પન્ન થતું જ્ઞાન. એટલે જ એમના મતે આત્મા ક્ષણિક છે. (૨) સાંખ્યદર્શન – શુધ્ધ - બુધ્ધ - અકર્તા - અભોક્તા આત્મા માને છે. કારણ કે કર્તા ભોક્તા પ્રકૃતિ છે. (૩) ન્યાય - વૈશેષિકદર્શનો - વિશ્વવ્યાપી, નિત્ય, જ્ઞાનવાનું આત્મા માને છે. તેના ઈશ્વર અને જીવાત્મા એમ બે ભેદ માને છે. પરમાત્મા એક છે. અને જીવાત્મા અનંત છે. (૪) જૈન દર્શનકારો શરીરવ્યાપી, નિત્યાનિત્ય આત્મા માને છે. દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય. (૫) ચાર્વાકદર્શન પૃથ્વી પાણી આદિ પંચ ભૂતાત્મક આત્મા માને છે. પૂર્વભવ અને પુનર્ભવ જેવું કંઈ જ નથી. પ્રશ્ન- [૧૧૯] જીવ એક ભવ પૂર્ણ કરીને બીજા ભવમાં જાય ત્યારે અહીંનું શરીર છોડીને જાય છે અને પરભવનું શરીર હજુ અપાય છે. તો શું તેને મુક્ત ન કહેવાય ? ઉત્તર- ઓ ભવનું સ્થૂલ (ઔદારિક વૈક્સિ) શરીર છોડીને જવા છતાં સૂક્ષ્મ (તેજસ કાર્મણ) શરીર સાથે રહે જ છે. તેથી સશરીરી જ છે. માટે મુક્ત કહેવાય નહીં. તથા તે સૂક્ષ્મ શરીરથી જ પરભવની પ્રાપ્તિ, પરભવનું શરીર, અને પારભવિક સંસારિક સામગ્રી પ્રાપ્ત થાય છે. પ્રશ્ન- [૧૨૦] એક ભવથી બીજા ભવમાં જતાં જીવને કેટલો ટાઈમ લાગે ? Page #57 -------------------------------------------------------------------------- ________________ ૫૦ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા ઉત્તર- ઓછામાં ઓછો એક સમય, અને વધુમાં વધુ ૩ સમયનો કાળ થાય છે. (અપેક્ષાવિશેષે ૪પ સમયનો કાળ પણ લાગે છે.) પ્રશ્ન- [૧૨૧] સમય એટલે શું? અને તેનું માપ કેટલું? ઉત્તર-અતિશય સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે કાળ, જેના કેવલજ્ઞાનીની દૃષ્ટિએ પણ બે ભાગ ન થાય તેટલો નાનો-સૂક્ષ્મ જે કાળ તે સમય. આંખ મીચીને ઉઘાડીએ તેટલા ટાઈમમાં જે વખત જાય છે તેમાં આવા સૂક્ષ્મ અસંખ્યાતા સમયો ચાલ્યા જાય છે. સમય એ આટલો સૂક્ષ્મ કાળ છે. પ્રશ્ન- [૧૨૨] આંખના એક પલકારામાં અસંખ્યાત સમયો થાય છે તે વાત યુક્તિ અને દૃષ્ટાન્તથી સમજાવો. ઉત્તર--એક મીટર મલમલના વસ્ત્રને કોઈ યુવક ઉતાવળે ઉતાવળે ફાડે તો કેટલો ટાઈમ લાગે ? આશરે પાંચ સેકન્ડ થાય. તેમાં સૂક્ષ્મદૃષ્ટિથી વિચારો કે એક મીટર મલમલને ફાડતાં જો પાંચ સેકન્ડ થાય છે. તો તે એક મીટર મલમલમાં જે આડા તારો ગોઠવાયેલા છે તે ક્રમશઃ એક પછી જ એક ફાટે છે. એકસાથે ફાટતા નથી. તેથી ધારો કે એક મીટર મલમલમાં બે હજાર તારો હોય તો બે હજાર તારને ફાડતાં ૫ સેકન્ડ થાય તો તેમાંના એકેક તારને ફાડતાં ૧ સેકન્ડનો ચારસોમો ભાગ થાય છે. પરંતુ તે આપણાથી કલ્પી શકાતો નથી. પરંતુ તર્કથી સમજી શકાય છે. તેમ સમય પણ સૂક્ષ્મકાળ છે એમ સમજી શકાય છે. તથા અતિશય ઝડપથી જતું એક પ્લેન એક કલાકમાં કેટલી ગતિ કરે ? આશરે ૧૨૦૦ કિલોમીટર. હવે વિચારો કે ૧૨૦૦ કિલોમીટરનું અંતર કાપતાં જે પ્લેનને એક કલાક થાય છે. તેને કિલોમીટર અંતર કાપતાં ૩ સેકન્ડ થાય છે. તેને ૧ મીટર અને ૧ સેન્ટીમીટર અંતર કાપતાં કેટલો ટાઈમ થાય ? ૧ સેકન્ડનો પણ બહુ નાનો ભાગ. આ પ્રમાણે સૂક્ષ્મકાળ યુક્તિ અને ઉદાહરણથી સમજાય છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ “નવતત્ત્વ પ્રકરણ ૫૧ પ્રશ્ન[ ૧૨૩] “અતિસૂક્ષ્મ અવિભાજ્ય કાળને જો સમય કહેવાય છે. તો તે સમયોનો જેમ જેમ સમુહ થતો જાય તેને શું કહેવાય ? ઉત્તર- આવા પ્રકારના અતિશય સૂક્ષ્મ અવિભાજ્ય કાળને જેમ સમય કહેવાય છે. તેમ અસંખ્યાતા સમયોનો સમુદાય તે આવલિકા કહેવાય છે. ૨૫૬ આવલિકાનો ૧ ક્ષુલ્લકભવ કહેવાય છે. ક્ષુલ્લક ભવ એટલે નાનામાં નાનો ભવ, એકેન્દ્રિયાદિ જીવનું નાનામાં નાનું આયુષ્ય ક્ષુલ્લકભવનું હોય છે. પ્રશ્ન- [૧૨૪] કેટલા ક્ષુલ્લકભવોનો શ્વાસોશ્વાસ વિગેરે થાય ? ઉત્તર "" ૨૫૬ આવલિકા ૧૭ણા ક્ષુલ્લકભવ ૩૭૭૩ શ્વાસોશ્વાસ ૧૫ મુહૂર્ત ૩૦ મુહૂર્ત ૧૫ દિવસ ૩૦ દિવસ = = ⇒ = ૧ માસ. ૧૨ માસ ૧ વર્ષ થાય છે. પ્રશ્ન-[૧૨૫] શાસ્ત્રોમાં પલ્યોપમ અને સાગરોપમ શબ્દ આવે છે તેનો અર્થ શું ? ઉત્તર- પલ્પ એટલે કુવો, કુવાની ઉપમા વાળો જે કાળ તે પલ્યોપમ, એક યોજન લાંબા-પહોળા-અને ઉંડા કુવામાં મનુષ્યના માથાના સાત દિવસમાં માત્ર ઉગેલા વાળના અસંખ્ય ટુકડા કરી ઠાંસી ઠાંસીને ભરીએ, તેમાંથી સો-સો વર્ષે એકેક ટુકડો બહાર કાઢતાં જેટલો કાળ લાગે તેને એક પલ્યોપમ કહેવાય છે. આવા પ્રકારના ૧૦ કોડાકોડી પલ્યોપમ જ્યારે થાય ત્યારે ૧ સાગરોપમ કહેવાય છે. અને ૧૦ કોડાકોડી સાગરોપમ જાય ત્યારે = ૧ ક્ષુલ્લકભવ. ૧ શ્વાસોશ્વાસ. ૧ મુહૂર્ત. ૧ દિવસ અથવા રાત. ૧ અહોરાત. ૧ પખવાડિયું. Page #59 -------------------------------------------------------------------------- ________________ પર જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા ૧ ઉત્સર્પિણી કહેવાય છે. તેવી જ રીતે ૧૦ કોડાકોડી સાગરોપમ જાય ત્યારે ૧ અવસર્પિણી કહેવાય છે. એમ કુલ ૨૦ કોડાકોડી સાગરોપમ નું કાળચક્ર થાય છે. પ્રશ્ન- [૧૨] જીવ મૃત્યુ પામ્યા પછી બીજા ભવમાં આવે ત્યારે પ્રથમ શું પ્રક્રિયા કરે ? ઉત્તર- જીવ વર્તમાન ભવ પૂર્ણ કરી, મૃત્યુ પામી પર ભવમાં આયુષ્યકર્મના આધારે જાય છે. ત્યાં ઉત્પન્ન થતાંની સાથે સૌ પ્રથમ તે ઉત્પત્તિ સ્થાનમાં રહેલો શુક્ર(વીર્ય) અને રૂધિરાદિ રૂપ પુદ્ગલોનો તૈજસ કાર્મણ શરીરની મદદથી આહારગ્રહણ કરે છે. તે આહારને ગ્રહણ કરીને શરીરને યોગ્ય અને અયોગ્ય રૂપે વિભાજિત કરે છે. શરીરને યોગ્ય હોય તેને રસ કહેવાય છે અને શરીરને અયોગ્ય હોય તેને ખલ કહેવાય છે. એમ ખલ-રસ રૂપે વિભાજન કરવાનું કામ પ્રથમ કરે છે. તેને આહારપર્યાપ્તિ કહેવાય છે. પ્રશ્ન- [૧૨] પર્યાતિ એટલે શું ? તે કેટલી છે ? કઈ કઈ ઉત્તર- પર્યાતિ એટલે શક્તિ, આહારગ્રહણ કરવાની, તેને ખલરસ રૂપે જુદી પાડવાની આત્માની જે શક્તિ તે આહાર પર્યાપ્તિ. તેવા પ્રકારની કુલ ૬ પર્યાતિઓ છે. તે આ પ્રમાણે (૧) આહાર, (૨) શરીર, (૩) ઇન્દ્રિય, (૪) શ્વાસોશ્વાસ, (૫) ભાષા અને (૬) મન. , પ્રશ્ન- [૧૨૮] આ છ એ પર્યામિઓનો અર્થ શું? ઉત્તર- (૧) ગ્રહણ કરેલા આહારને ખલ-રસ રૂપે, એટલે શરીરને અયોગ્ય અને યોગ્ય રૂપે જુદો પાડવો તે આહારપર્યામિ. (૨) જુદા પાડેલા આહારમાંથી જે રસીભૂત શરીરને યોગ્ય આહાર છે તેમાંથી શરીરની રચના કરવાની જે શક્તિ તે શરીરપર્યાતિ. Page #60 -------------------------------------------------------------------------- ________________ “નવતાન્ય પ્રકરણ” પહ (૩) તૈયાર થયેલા શરીરમાં યથાયોગ્ય સ્થાને કાન-નાક આંખ-જીભ વિગેરે ઇન્દ્રિયોની રચના કરવાની જે શક્તિ તે ઇન્દ્રિયપર્યાપ્તિ. આહાર-શરીર-અને ઇન્દ્રિયોની રચના બન્યા પછી તેના દ્વારા શ્વાસોશ્વાસ લેવા-મુકવાની શક્તિ કેળવવી તે શ્વાસોશ્વાસપર્યાતિ. (૫) જીભ દ્વારા બોલવા માટેની શક્તિ કેળવવી તે ભાષાપર્યાતિ. ચિંતન-મનન કરવાની શક્તિ કેળવવી તે મનઃપર્યાપ્તિ. પ્રથમની ત્રણ પર્યાપ્તિઓ આહારના પુદ્ગલોમાંથી બને છે અને પછીની ત્રણ પર્યાતિઓ તે તે પર્યાતિને યોગ્ય શ્વાસોશ્વાસ વર્ગણા, ભાષા વર્ગણા, અને મનવર્ગણાના પુદ્ગલોમાંથી બને છે. તે શ્વાસોશ્વાસાદિ વર્ગણાનાં પદ્ગલોને ગ્રહણ કરી શ્વાસોશ્વાસાદિ રૂપે પરિણાવી તેનું જ આલંબન લઈને વિસર્જન કરવાની જે શક્તિ તેને તે તે પર્યાપ્તિ કહેવાય છે. પ્રશ્ન- [૧૨૯] કયા કયા જીવોને કેટલી કેટલી પર્યાતિઓ હોય ઉત્તર- એકેન્દ્રિયજીવોને પ્રથમની ૪ પર્યાતિઓ હોય છે. વિલેન્દ્રિયજીવોને પ્રથમની ૫ પર્યાપ્તિઓ હોય છે. સંમૂર્ણિમ પંચેન્દ્રિયને પ્રથમની પ પર્યાતિઓ હોય છે. ગર્ભજ પંચેન્દ્રિયને, તથા દેવ- નારકીને ૬ પર્યાતિઓ હોય છે. પ્રશ્ન- [૧૩૦] આ પર્યાયિઓ પૂર્ણ કરતાં કેટલો કાળ થાય ઉત્તર- આહારપર્યામિ દરેક જીવોને ૧ સમયમાં જ પૂર્ણ થાય છે. બીજી શરીર પર્યાતિ અત્તર્મુહૂર્ત પૂર્ણ થાય છે. બાકીની ચાર પર્યાપ્તિઓ Page #61 -------------------------------------------------------------------------- ________________ પ૪ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા તિર્યંચ અને મનુષ્યોને અત્તર્મુહૂર્ત પૂર્ણ થાય છે અને દેવ-નારકીને એકેક સમયમાં પૂર્ણ થાય છે. પ્રશ્ન- [૧૩૧] મનુષ્ય-તિર્યંચો આ ઔદારિક શરીર હોતે છતે લબ્ધિના બળથી જ્યારે જ્યારે નવું નવું વૈક્રિય કે આહારક શરીર બનાવે ત્યારે ત્યારે છ પર્યાયિઓ ફરીથી કરવી પડે ? કે આ પ્રથમ કરી હોય તેનાથી જ વ્યવહાર ચાલે ? ઉત્તર- નવું શરીર બનાવે ત્યારે નવા શરીર સંબંધી છ પર્યાદ્ધિઓ ફરીથી કરવી જ પડે અને તે વૈક્રિયવર્ગણાનાં પગલો સંબંધી તથા આહારક વર્ગણાનાં પદ્ગલો સંબંધી હોય છે. પ્રશ્ન- [૧૩] છ એ પર્યાસિઓ અન્તર્મુહૂર્ત કાળમાં પૂર્ણ થઈ જાય છે. પછીના કાળમાં ગર્ભમાં રહ્યો છતો આ જીવ શું કરે ઉત્તર- પ્રતિસમયે નવા-નવા આહારગ્રહણ વડે આ છ એ પર્યાપ્તિઓની પુષ્ટિ કરે છે. તેનાથી શરીરવૃદ્ધિ થાય છે. હાલ માસ આસપાસ કાળ થતાં એવા પ્રકારની શરીરની વૃદ્ધિ થાય છે કે તે જીવ સ્વય. આહાર-નિહાર કરવા સમર્થ બને છે. ત્યારે તેનો ગર્ભભાગથી. બહાર પ્રસવ થાય છે. જેને જન્મ કહેવામાં આવે છે. પ્રશ્ન- [૧૩૩] આત્મા નિત્ય છે કે અનિત્ય છે ? ઉત્તર- દ્રવ્યથી અનાદિ કાળથી છે અને ભાવિમાં પણ અનંતકાળ સુધી રહેશે. માટે નિત્ય છે. પરંતુ પર્યાયથી પ્રતિસમયે બદલાતો છે. બાલ્ય-યુવા-અને વૃધ્ધાવસ્થા રૂપે તથા મનુષ્ય-તિર્યંચ-દેવાદિ ભવ સ્વરૂપે બદલાતો છે માટે અનિત્ય પણ છે. પ્રશ્ન- [૧૩૪] અન્ય દર્શનકારો (ધર્મસૂત્રકારો) આત્માને કેવો માને છે ? ઉત્તર- ચાર્વાક દર્શનકારો પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ અને આકાશ એમ પાંચ ભૂતોમાંથી ચેતના ઉત્પન્ન થાય છે તે જ આત્મા કહેવાય છે એમ માને છે. બૌધ્ધદર્શનકારો ક્ષણ ક્ષણવર્તી જ્ઞાનસંતતિ=જ્ઞાનધારા Page #62 -------------------------------------------------------------------------- ________________ “નવતત્વ પ્રકરણ ૫૫ એ જ આત્મા છે એમ માને છે. ન્યાય-વૈશેષિક દર્શનકારો દરેક આત્મા નિત્ય છે સર્વવ્યાપી છે એમ માને છે. વેદાન્તદર્શન સર્વનો એક જ આત્મા છે તે પરમાત્મા છે એમ અદ્વૈતવાદ માને છે. પ્રશ્ન- [૧૩૫] અજીવ તત્ત્વના ભેદ કેટલા ? અને કયા કયા ? ઉત્તર- અજીવ તત્ત્વના ૪ ભેદ (અપેક્ષાવિશેષે) ૫ ભેદ છે. (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) પુદ્ગલાસ્તિકાય, અને (૫) વ્યવહાર નય આશ્રયી કાળદ્રવ્ય. પ્રશ્ન- [૧૩૬] આ દ્રવ્યોનું સ્વરૂપ શું ? ઉત્તર- ધર્માસ્તિકાય અરૂપી છે, વર્ણ-ગંધ-રસ-સ્પર્શ વિનાનું છે. ચૌદ રાજલોકમાં વ્યાપીને રહેનાર છે. સૂમ છે. અતીન્દ્રિય છે. કેવલજ્ઞાનીથી જ ગમ્ય છે, અને જીવ-પુગલોને હાલવા-ચાલવામાં ગતિસહાયક છે, જેમ માછલાને તરવામાં પાણી, પંખીને ઉડવામાં પવન, મનુષ્યોને વાંચનમાં પ્રકાશ સહકારી કારણ છે. તેમ જીવ પુગલને આ દ્રવ્ય ગતિમાં સહાયક છે. અધર્માસ્તિકાય દ્રવ્ય પણ ધર્માસ્તિકાયની જેમ જ અરૂપી વર્ણાદિ વિનાનું છે. પરંતુ વૃક્ષોની છાયા ઉભા રહેવામાં જેમ સહાયક છે, તેમ આ દ્રવ્ય જીવ-પુગલોને ગતિને બદલે સ્થિતિમાંsઉભા રહેવામાં સહાયક છે. આકાશાસ્તિકાય દ્રવ્ય અરૂપી છે, વર્ણાદિ વિનાનું છે, પરંતુ શ્રદ રજજુ આત્મક લોક અને અનંત અલોક એમ લોકાલોકમાં સર્વત્ર વ્યાપક છે. જીવ-પુગલોને અવકાશ આપનાર છે. - પ્રશ્ન- [૧૩૭] લોક અને અલોક એમ બે ભાગ કોના વડે પડયા છે ? ઉત્તર- જ્યાં ધર્મ-અધર્મ-જીવ-પગલાદિ દ્રવ્યો છે તેને લોક કહેવાય છે. તે ચૌદ રાજ ઉંચાઈ પ્રમાણ છે. અને જ્યાં ધર્માદિ દ્રવ્યો નથી તેને અલોક કહેવાય છે, જ્યાં ફકત એક આકાશ દ્રવ્ય જ છે, તે અલોકાકાશ છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ધાર્મિક પ્રશ્નોત્તર માળા પ્રશ્ન- [૧૩૮] પુદ્ગલ દ્રવ્યનું સ્વરૂપ શું છે ? ઉત્તર- જેમાં નવા નવા પરમાણુઓનું પુરણ-ગલન થાય આવનજાવન થાય, નવા-જુના પણું બને તે મુદ્દગલ, આ દ્રવ્ય રૂપી છે. વર્ણગંધ રસ-સ્પર્શ વાળું છે. ચક્ષુથી ગોચર છે. ચૌદરાજલોકમાં વ્યાપ્ત છે. આપણને જે કંઈ ચક્ષુથી દેખાય છે તે તમામ પુદ્ગલ દ્રવ્ય છે. પ્રશ્ન- [૧૩૯] આ પુદ્ગલ દ્રવ્યના ભેદો છે. ? હોય તો તે કેટલા ? અને કયા કયા ? ઉત્તર- પુગલોના જથ્થાને શાસ્ત્રમાં વર્ગણા કહેવાય છે. તેના અનંતભેદો છે તેમાંથી જીવો વડે ગ્રાહ્ય ૮ ભેદો છે. (૧) ઔદારિક વર્ગણા, (૨) વૈક્રિયવર્ગણા, (૩) આહારક વર્ગણા, (૪) તૈજસવર્ગણા, (૫) ભાષા વર્ગણા (૬) શ્વાસોશ્વાસ વર્ગણા, (૭) મનો વર્ગણા, અને (૮) કાર્મણ વર્ગણા. આ આઠે વર્ગણાઓ એક પછી એક સૂક્ષ્મ છે. અધિક અધિક પુદ્ગલોના પિંડ સ્વરૂપ છે. પાંચ વર્ગણાઓ શરીરને યોગ્ય છે અને ત્રણ વર્ગણાઓ શ્વાસ-ભાષા અને મનને યોગ્ય છે. પ્રશ્ન- [૧૪૦] શાસ્ત્રોમાં સ્કંધ-દેશ-પ્રદેશ-પરમાણુ એવા પણ પુગલના ભેદો આવે છે. તેનો અર્થ શું ? ઉત્તર- (૧) સ્કંધ=આખી વસ્તુ, પૂર્ણ વસ્તુ, જેમકે ઘડ-પટ વિગેરે. (૨) દેશ=વસ્તુનો સવિભાજ્ય ભાગ, વસ્તુની સાથે જોડાયેલો પરંતુ જેના ભાગો થઈ શકે તેવો ભાગ, જેમ કે ઘડાનો કાંઠલો, પટનો એક ટુકડો વિગેરે. - (૩) પ્રદેશ=વસ્તુનો નિર્વિભાજ્ય ભાગ, વસ્તુની સાથે જોડાયેલો પરંતુ જેના ભાગો ન થઈ શકે તેવો અન્તિમ ભાગ તે પ્રદેશ. અર્થાત્ નિર્વિભાજ્ય ભાગ. (૪) પરમાણુ વસ્તુથી છુટો પડેલો નિર્વિભાજ્ય ભાગ. પ્રશ્ન- [૧૪૧] દેશ અને પ્રદેશ વસ્તુની સાથે જોડાયેલા જ હોય છે, પરંતુ તે જ્યારે વસ્તુથી છુટા પડે ત્યારે શું કહેવાય ? Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૭. નવતત્વ પ્રકરણ” - ઉત્તર- જે દેશ છે તે વસ્તુથી છુટો પડે તો તેને સ્કંધ કહેવાય છે અને જે પ્રદેશ છે તે વસ્તુથી છુટો પડે તો તેને પરમાણુ કહેવાય છે. પ્રશ્ન- [૧૪] પ્રદેશ અને પરમાણુ આ બેમાં નાનુ-મોટુ કોણ ? ઉત્તર- બન્ને કદમા સરખા જ છે કોઈ નાનુ-મોટુ નથીપરંતુ વસ્તુની સાથે જોઈન્ટ હોય તો પ્રદેશ કહેવાય છે અને વસ્તુની સાથે જોઇન્ટ ન હોય તો પરમાણુ કહેવાય છે. પ્રશ્ન- [૧૪૩. કાળ દ્રવ્યનું સ્વરૂપ શું છે ? ઉત્તર- નિશ્ચયનીથી જીવ અને પુદ્ગલોની તે તે પર્યાયમાં જે વર્તના તેને જ કાળ કહેવાય છે. તેથી નિશ્ચયનયની અપેક્ષાએ કાળ એ દ્રવ્ય નથી પરંતુ કાળ એ જીવ-પુદ્ગલોના પર્યાય રૂપ છે. પરંતુ વ્યવહારનયથી ચંદ્ર-સૂર્યની ગતિથી જે રાત્રિ-દિવસ થાય છે તેને કાળ કહેવાય છે. પ્રશ્ન- [૧૪૪] આ વ્યવહાર કાળ શું ચૌદ રાજલોકમાં હોય ઉત્તર- ના, ફકત અઢીદ્વિીપ પ્રમાણ મનુષ્યલોકમાં જ હોય છે કારણ કે ચંદ્ર-સૂર્યની ગતિ ત્યાં જ છે. અઢીદ્વીપની બહાર ચંદ્ર-સૂર્ય સ્થિર છે. જેથી ત્યાં વ્યવહારકાળ નથી. પ્રશ્ન- [૧૪૫] વિજ્ઞાન એમ માને છે કે ચંદ્ર-સૂર્ય સ્થિર છે અને પૃથ્વી ફરે છે અને જૈનશાસ્ત્રો એમ માને છે કે ચંદ્ર-સૂર્ય ફરે છે અને પૃથ્વી સ્થિર છે. તો આ બેમાં સત્ય શું ? ઉત્તર- જૈનશાસ્ત્રોની વાતો જ સત્ય છે. વિજ્ઞાન આજે ભલે એમ માને, પરંતુ કાળાન્તરે પણ જૈનશાસ્ત્રો પ્રમાણે સિધ્ધ થશે જ અને તેમ વિજ્ઞાન પણ માનશે જ, કારણકે વિજ્ઞાનનો સ્વભાવ એવો છે કે જે જે વસ્તુ જેમ જેમ સિધ્ધ થતી જાય તે તે વસ્તુને તેમ તેમ સ્વીકારે, એટલે કાળાન્તરે આ માન્યતા પણ સિધ્ધ થશે જ. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૮ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા પ્રશ્ન- [૧૪] આ દુનિયામાં ચંદ્ર-સૂર્યો કેટલા? જૈનશાસ્ત્રકારો બે માને છે અને વિજ્ઞાન એક માને છે તો સત્ય શું? ઉત્તર- આ દુનિયામાં ચંદ્ર-સૂર્યો એક બે નથી પરંતુ અસંખ્ય અસંખ્ય છે, જેનશાસ્ત્રોમાં જે ર ચંદ્ર અને ૨ સૂર્યો કહેલા છે તે ફકત જંબૂદ્વીપમાં જ, બાકી લવણસમુદ્રમાં ૪-૪, ધાતકી ખંડમાં ૧૨-૧૨ ઇત્યાદિ અનેક ચંદ્ર-સૂર્યો જૈનશાસ્ત્રોમાં કહેલા છે અને હવે વિજ્ઞાન પણ એમ કહે છે કે આવા અનેક ચંદ્ર-સૂર્યો હોય એમ લાગે છે. પ્રશ્ન- [૧૪૭] ચંદ્ર-સૂર્યની ગતિથી જણાતા કાળદ્રવ્યનું સ્વરૂપ ઉત્તર- કાળનો અત્યન્ત સૂક્ષ્મ-નિર્વિભાજ્ય ભાગ તે સમય કહેવાય છે તેના સમુહથી આવલિકા વિગેરે બને છે. અને તેનાથી રાત્રિ-દિવસપખવાડીયું-માસ-વર્ષ વિગેરે થાય છે. પ્રશ્ન- [૧૪૮] પુણ્ય અને પાપ એટલે શું ? ઉત્તર- જીવ જેનાથી સુખી થાય, આનન્દિત થાય, પ્રસન્ન થાય તે પુણ્ય કહેવાય છે. અને જીવ જેનાથી દુઃખી થાય, નારાજ થાય, શોકાતુર થાય તે પાપ કહેવાય છે. પ્રશ્ન- [૧૪૯] શું શું કરવાથી પુણ્ય બંધાય છે ? ઉત્તર- નીચે મુજબનાં ૯ કાર્યો કરવાથી પુણ્ય બંધાય છે. (૧) યોગ્ય પાત્રને અન્નદાન કરવાથી પુણ્ય બંધાય છે. (૨) યોગ્ય પાત્રને જલ દાન કરવાથી પુણ્ય બંધાય છે. (૩) યોગ્ય પાત્રને વસતિદાન કરવાથી પુણ્ય બંધાય છે. (૪) યોગ્ય પાત્રને વસ્ત્રદાન કરવાથી પુણ્ય બંધાય છે. (૫) યોગ્ય પાત્રને શયનદાન કરવાથી પુણ્ય બંધાય છે. (૬) મનમાં શુભ વિચારો કરવાથી પુણ્ય બંધાય છે. (૭) વાચાથી શુભ ભાષા બોલવાથી પુણ્ય બંધાય છે. (૮) કાયાથી શુભ ચેષ્ટા કરવાથી પુણ્ય બંધાય છે. (૯) ઉત્તમ દેવ-ગુરૂ-ધર્મને નમસ્કાર કરવાથી પણ પુણ્ય બંધાય છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ “નવતત્વ પ્રકરણ પ્રશ્ન- [૧૫૦] શું શું કરવાથી પાપ બંધાય છે ? ઉત્તર- નીચે મુજબના ૧૮ પાપનાં સ્થાનકો સેવવાથી પાપ બંધાય છે. - (૧). પ્રાણાતિપાત = જીવોની હિંસા, (૨) મૃષાવાદ = જુઠું બોલવું, (૩) અદત્તાદાન = ચોરી કરવી, રજા વિના લેવું, (૪) મૈથુન = સંસાર સેવન, (૫) પરિગ્રહ = મમતા-મૂછ, વસ્તુનો સંગ્રહ, ક્રોધ = આવેશ, ગુસ્સો, તપી જવું તે. (૭) માન = અભિમાન, મોટા દેખાવાની વૃત્તિ. (૮) માયા = જુઠ-કપટ-છળ-પ્રપંચ. (૯) લોભ = આસકિત, ઇચ્છા-આશા, (૧૦) રાગ = હર્ષ-આનંદ-પ્રેમ સ્નેહ, (૧૧) દ્વેષ = શોક, નાખુશીભાવ, કડવાશ, દાઝ, (૧૨) કલહ = કજીયો, ઝધડો, કંકાશ, વૈમનસ્ય, વેરઝેર, (૧૩) અભ્યાખ્યાન = કલંક આપવું, આક્ષેપ કરવો, (૧૪) પૈશુન્ય = ચાડી ખાવી, નાની ભુલ મોટી કરવી. (૧૫) રતિ-અરતિ = પ્રીતિ, અપ્રીતિ, (૧૬) પર પરિવાદ = પારકાની નિંદા-ટીકા કરવી. (૧૭) માયામૃષાવાદ = કપટ પૂર્વક જુઠું બોલવું. (૧૮) મિથ્યાત્વશલ્ય = કુદેવ-કુગુરૂ-કુધર્મ-કુશાસ્ત્ર ઉપરની શ્રધ્ધા. ઉપરોકત ૧૮ પ્રકારનાં પાપોનું આસેવન કરવાથી આ આત્મા પાપ કર્મો બાંધે છે. પ્રશ્ન- [૧૫૧] પુણ્ય અને પાપ જ્યારે ઉદયમાં આવે ત્યારે કેવાં કેવાં ફળ આપે ? ઉત્તર- પુણ્ય અને પાપ જ્યારે જ્યારે ઉદયમાં આવે ત્યારે ત્યારે જેક.પા.-૫ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૬o જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા પુણ્ય ૪૨ પ્રકારે ફળ આપે છે અને પાપ ૮૨ પ્રકારે ફળ આપે છે. જેમ કે શરીર નિરોગી મળે તે સાતવેદનીય (પુણ્ય) અને આ જ શરીર રોગિષ્ટ મળે તે અસતાવેદનીય (પાપ), ઈત્યાદિ. પ્રશ્ન- [૧૫] તે ૪૨+૮૨ પ્રકારો કયા કયા? ઉત્તર- ૪૨+૮૨=૧૨૪ પ્રકારો કર્મગ્રંથના પ્રશ્નોત્તરી વખતે સમજાવીશું ત્યાં વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ આ ચાર ભેદો પુષ્યમાં પણ છે અને પાપમાં પણ છે. શુભવર્ણાદિ પુણ્યમાં ગણાય છે અને અશુભવર્ણાદિ પાપમાં ગણાય છે. તેથી તેને જુદા-જુદા ન ગણતાં એકરૂપે જો ગણીએ તો ૧૨૦ ભેદો થાય છે, તે જ આઠ કર્મોના ૧૨૦ ભેદો છે. પ્રશ્ન- [૧૫૩] આઠે કર્મોના ભેદો શું પુણ્ય અને પાપ એમ બન્નેમાં આવે છે ? ઉત્તર-ના, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અને અંતરાય, એમ ચાર ધાતકર્મો માત્ર પાપ તત્ત્વમાં જ આવે છે અને બાકીનાં ચાર અધાતકર્મોના કેટલાક ભેદો પુણ્યમાં, અને કેટલાક ભેદો પાપમાં આવે છે. પ્રશ્ન-[૧૫૪] પુણ્યાનુબંધી પુણ્ય, પુણ્યાનુબંધી પાપ, પાપાનુબંધી પુણ્ય અને પાપાનુબંધી પાપ, એમ ચૌભંગી આવે છે તેનો અર્થ શું ? ઉત્તર- સુખ-સામગ્રી આપનારો શુભ કર્મોનો જે ઉદય તે પુણ્ય. પરંતુ તે પુણ્ય બે પ્રકારનું હોય છે. કોઈ વખત સુખ-સામગ્રી વાળુ પુણ્ય એવું મળે છે કે તે પુણ્ય ભોગવતાં ભોગવતાં આ જીવ મોહનો . ત્યાગ કરે છે, વૈરાગી બને છે. ત્યાગી બને છે. આવા પુણ્યને પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય છે અને કોઈ વખત આ સુખસામગ્રી આપનારું પુણ્ય એવું ઉદયમાં આવે છે કે તે ભોગવતાં ભોગવતાં ભોગની આસક્તિ વધે, વિકારો અને વાસનાઓ વધે, તે પાપાનુબંધી પુણ્ય કહેવાય છે. પ્રશ્ન- [૧૫૫] સંક્ષેપમાં વ્યાખ્યા શું? અને તે દ્રષ્ટાંત સાથે સમજાવો Page #68 -------------------------------------------------------------------------- ________________ નવાલ્વ પ્રકરણ” ઉત્તર- મોહને ધટાડે એવું પુણ્ય તે પુણ્યાનુબંધી પુણ્ય, જેમ કે સાધુ-સંત અને સંસારના ત્યાગી થનારા આત્માઓનું જે પુણ્ય છે. પ્રજાપાલ રાજાને મયણાસુંદરીએ આપેલો ઉત્તર તે. મોહને વધારે એવું પુણ્ય તે પાપાનુબંધી પુણ્ય, જેમ કે અનાર્ય દેશના ધનવાન લોકોનું પુણ્ય. પ્રજાપાલ રાજાને સુરસુંદરીએ આપેલો ઉત્તર તે. પ્રશ્ન- [૧૫૬] પાપના પણ આ રીતે જ શું ભેદો છે ? ઉત્તર- હા, જે પાપ (દુઃખ) ઉદયમાં આવ્યું હોય પરંતુ તે વખતે આ જીવ સમતા રાખે, કષાયોને જીતે, મોહ ન કરે, પરંતુ મોહનો પરાભવ કરે તે પુણ્યાનુબંધી પાપ, જેમ કે ચંડકૌશિક સર્પ જ્યારે મુખ દરમાં ને શેષ ભાગ બહાર છે ત્યારે કીડીઓના ડખો સહન કરે છે ત્યારે દુઃખ છે પરંતુ સમતા છે. અને જ્યારે પાપ (દુઃખ) ઉદયમાં આવે ત્યારે આ જીવ રડે, આર્તધ્યાન કરે, કોઈના ઉપર આક્ષેપ-ગુસ્સો કરે તે પાપાનુબંધી પાપ, જેમકે ચોર, લુંટારો, મચ્છીમાર, કષાયી વિગેરે જીવો. પ્રશ્ન- [૧૧૭] દ્રવ્યપુણ્ય અને ભાવપુષ્ય એ બન્નેનો અર્થ ઉત્તર- સુખ-સામગ્રી અને સાનુકુળતાની જે પ્રાપ્તિ તે દ્રવ્યપુણ્ય, વૈરાગ્ય સમતા અને મોહના ક્ષયોપશમની જે પ્રાપ્તિ તે ભાવપુણ્ય. પાંચદશ લાખ રૂપીયાની મુડી વાળો ધંધો-વેપાર કરીને દસ-વીસ લાખ રૂપીયાવાળો થાય તે દ્રવ્યપુણ્ય અને પાંચ-દશ લાખ રૂપીયાની મુડી વાળો તેને ત્યજીને વૈરાગ્ય વાસિત થઈ દીક્ષા ગ્રહણ કરે તે ભાવપુણ્ય કહેવાય છે. પ્રશ્ન- [૧૫૮] દ્રવ્યપાપ અને ભાવપાપ એ બન્નેનો અર્થ ઉત્તર- દુઃખ પ્રતિકુળતા વિગેરે જે પ્રાપ્ત થાય તે દ્રવ્યપાપ, અને મોહનો તીવ્ર ઉદય, વાસના-વિકારોની પ્રાપ્તિ તે ભાવપાપ, જેમકે પુણીયા Page #69 -------------------------------------------------------------------------- ________________ ર જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા શ્રાવકને ધનની દરિદ્રતા હતી તે દ્રવ્યપાપ હતું. પરંતુ ભાવપાપ ન હતું. અને ધવળ શેઠને સુખસામગ્રી હોવાથી દ્રવ્યપાપ ન હતું પરંતુ શ્રીપાળ પ્રત્યે દ્વેષ હતો, ધનની લોલુપતા હતી તે ભાવપાપ હતું. પ્રશ્ન- [૧૫૯] આશ્રવ એટલે શું ? તેના ભેદો કેટલા ? અને કયા કયા ? ઉત્તર- જેમ નાવડીમાં પડેલા કાણા વડે નાવમાં પાણી આવે તેમ આ જીવમાં મિથ્યાત્ત્વ-અવિરતિ આદિ વડે કર્મોનું જે આવવું તે આશ્રવ. તેના ૪૨ ભેદો આ પ્રમાણે છે. (૫) ઇન્દ્રિયો, (૪) કષાયો, (૫) અવ્રતો, (૩) યોગો, અને (૨૫) ક્રિયાઓ એમ કુલ ૪૨ ભેદો છે. પ્રશ્ન- [૧૯૦] પાંચ ઇન્દ્રિયો કઇ કઇ ? તેને આશ્રવ કેમ કહેવાય છે ? ઉત્તર- આત્મા જેના વડે ઓળખાય, જણાય, તેને ઇન્દ્રિય કહેવાય છે. આ શરીરમાં આવી પાંચ ઇન્દ્રિયો છે તે દરેક વડે એકેક વિષય જણાય છે. (૧) સ્પર્શનેન્દ્રિય (ચામડી) વડે સ્પર્શ જણાય છે. (૨) રસનેન્દ્રિય (જીભ) વડે રસ જણાય છે. (૩) ધ્રાણેન્દ્રિય (નાક) વડે ગંધ જણાય છે. (૪) ચક્ષુરિન્દ્રિય (આંખ) વડે રૂપ જણાય છે. (૫) શ્રોત્રેન્દ્રિય (કાન) વડે શબ્દ જણાય છે. આ પાંચ ઇન્દ્રિયો આ વિષયોને જાણે તે આશ્રવ નથી તે તો જ્ઞાન છે. પરંતુ તે તે વિષયોને જાણતાં જે હર્ષ-અને શોક, રાગ અને દ્વેષ થાય છે તે આશ્રવ છે તે કારણથી પાંચ ઇન્દ્રિયોને પણ આશ્રવ કહેલ છે. પ્રશ્ન- [૧૯૧] ચાર કષાયો કયા કયા ? તેનું સ્વરૂપ શું ? ઉત્તર- ક્રોધ-માન-માયા-અને લોભ-તેના પણ તીવ્ર-મંદતા પ્રમાણે અનંતાનુબંધી-અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય, અને સંજ્વલન એમ ચાર Page #70 -------------------------------------------------------------------------- ________________ “નવતત્ત્વ પ્રકરણ” ચાર ભેદો હોવાથી ૧૬ ભેદો પણ થાય છે. આ કષાયો સંસારને વધારનારા, પાપકર્મને બંધાવનારા છે માટે આશ્રવ કહેવાય છે. પ્રશ્ન- [૧૬૨] પાંચ અવ્રત એટલે શું? અને તે કયા કયા ? - ઉત્તર- હિંસા-જુઠ-ચોરી-મૈથુન અને પરિગ્રહ આ પાંચ અવ્રત છે તેનાથી પણ રાગ-દ્વેષ દ્વારા આ જીવમાં કર્મ આવે છે માટે તે પાંચ અવ્રતને આશ્રવ કહેવાય છે. પ્રશ્ન- [૧૬૩] ત્રણ યોગ એટલે શું ? તેનું સ્વરૂપ શું ? ઉત્તર- યોગ એટલે પ્રવૃત્તિ, હલન-ચલન, યુજનક્રિયા, તેના ત્રણ ભેદો છે. મનની પ્રવૃત્તિ તે મનોયોગ, વચનની પ્રવૃત્તિ તે વચનયોગ, અને કાયાની પ્રવૃત્તિ તે કાયયોગ , આ પ્રવૃત્તિથી પણ કર્મ આવે છે. પ્રશ્ન- [૧૬૪] પચીસ ક્રિયાઓ કઈ કઈ ? તે ક્રિયાઓને આશ્રવ કેમ કહેવાય ? ઉત્તર- (૧) શરીરને જયણા વિના કામકાજમાં પ્રવર્તાવવું તે • કાયિકી ક્રિયા. (૨) તલવાર, ભાલાં, છરી, બંદૂક વિગેરે શસ્ત્રો કરવાં, કરાવવાં, વેચવા, ખરીદવાં, તેઓનું સમારકામ કરવું તે અધિકરણિકી ક્રિયા. (૩) જીવ-અજીવ ઉપર દ્વેષ કરવો તે પ્રાષિકી ક્રિયા. (૪) બીજા જીવને ત્રાસ આપવો, ડરાવવું તે પારિતાપનિકી ક્રિયા. . ઈત્યાદિ ૨૫ ક્રિયા નવતત્ત્વમાંથી જાણી લેવી. આ ક્રિયાઓ કરતાં જીવોની હિંસા-જીવોને દુઃખ થાય છે. માટે પાપનું કારણ હોવાથી તે ક્રિયાઓને આશ્રવ કહેવાય છે. પ્રશ્ન- [૧૯૫] સંવર એટલે શું ? તેના ભેદો કેટલા? અને કયા કયા ? ઉત્તર-આવતાં કર્મો જેના વડે રોકાય, કર્મોને રોકવાનું જે સાધન Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા તે સંવર કહેવાય છે, તેના પ૭ ભેદો છે, તે આ પ્રમાણે (૫) સમિતિ, (૩) ગુપ્તિ, (૧૦) યતિધર્મ, (૧૨) ભાવના, (૨૨) પરિષહો, (૫) ચારિત્ર = કુલ ૫૭ ભેદો છે. પ્રશ્ન- [૧૬૬] પાંચ સમિતિ કઇ કઇ ? તેનો અર્થ શું ? ઉત્તર- (૧) આપણે જ્યારે જ્યારે ચાલીએ ત્યારે ત્યારે સામે સાડા ત્રણ હાથ ભૂમિ જોતાં જોતાં ચાલવું. તે રસ્તામાં જીવ-જંતું આવે તો તેની રક્ષા કરવી તે ઇર્ષા સમિતિ. જ્યારે જ્યારે બોલીએ ત્યારે ત્યારે પ્રિય બોલવું. યથાર્થ = સત્ય બોલવું અને હિતકારી બોલવું તથા પરિમિત બોલવું તે ભાષા સમિતિ. (૩) સાઘુ-સંત પુરુષો ગોચરી લાવે ત્યારે ગોચરીના કોઈ પણ દોષો ન લાગે તે રીતે ગોચરી લાવે તે એષણા સમિતિ. વસ્ત્ર-પાત્ર વિગેરે વસ્તુઓ લેતાં અને મુકતાં ભૂમિની બરાબર પ્રમાર્જના કરવી તથા તે વસ્તુને પણ બરાબર પ્રમાર્જવી તે આદાનભંડ મત્ત નિકુખેવણા સમિતિ. (૫) શરીરમાંથી નિકળતા મળ-મૂત્રાદિ જ્યાં પરઠવવાના હોય,ત્યાંની ભૂમિ બરાબર પ્રમાર્જવી, તે પારિષ્ઠાપનિકા સમિતિ. આ પાંચે સમિતિઓમાં જીવોની રક્ષાનો પરિણામ હોવાથી આવતાં કર્મો રોકાય છે. માટે સંવર થાય છે. પ્રશ્ન- [૧૬૭] ત્રણ ગુતિ એટલે શું ? અને તે કઈ કઈ ? ઉત્તર- (૧) મનને માઠા વિચારોથી રોકવું તેં મનોગુતિ (૨) વચનને હલકી ભાષાઓથી રોકવું તે વચનગુપ્તિ . (૩) કાયાને કુચેષ્ટામાંથી રોકવી તે કાયમુનિ Page #72 -------------------------------------------------------------------------- ________________ “નવતત્ત્વ પ્રકરણ” ૬૫ પ્રશ્ન- [૧૬૮] દસ યતિધર્મો એટલે શું ? અને તે કયા કિયા ? ઉત્તર- મુખ્યત્વે સાધુને આચરવા યોગ્ય જે ધર્મ તે યતિધર્મ, ગૃહસ્થ પણ અવશ્ય યત્કિંચિત પણે આચરવા યોગ્ય છે તે આ પ્રમાણે છેઃ (૧) ક્રોધ કરવાનો પ્રસંગ આવે તો પણ ક્રોધ ન કરવો, ગળી જવું, તે ક્ષમા (૨) માનનો પ્રસંગ હોય તો પણ નમ્ર બની જવું તે માર્દવ. (૩) માયાનો ત્યાગ કરી સરળ સ્વભાવી બનવું તે આર્જવ. (૪) લોભનો ત્યાગ કરી નિસ્પૃહ બનવું તે મુક્તિ. (૫) બાહ્ય-અત્યંતર બે પ્રકારનો તપ કરવો તે તપ. (૬) સત્તર પ્રકારનો સંયમ પાળવો-આદરવો તે સંયમ (૭) જીવનને સત્યયથાર્થ રાખવું તે સત્ય (૮) બાહ્ય-અત્યંતર પવિત્રતા જાળવવી તે શૌચ (૯) સ્થાવર-જંગમ કોઈ પણ સંપત્તિ ન રાખવી તે આકિંચન્ય . (૧૦) મન-વચન-કાયાથી બ્રહ્મચર્ય પાળવું તે બ્રહ્મચર્ય. પ્રશ્ન- [૧૬૯] બાર ભાવનાઓ એટલે ? અને તે કઈ કઈ ? ઉત્તર- એકાન્તમાં બેસી સંસારનું અને સંસારમાં પ્રાપ્ત-અપ્રાપ્ત પદાર્થોનું સ્વરૂપ વિચારવું તે ભાવના. તેના ૧૨ છે તે ભેદો આ પ્રમાણે છે. (૧) દેહ-યૌવન-આરોગ્ય-સંપત્તિ આ બધી વસ્તુઓ વિજળીના ચમકારા ની જેમ ક્ષણભંગુર છે. નાશવંત છે એમ વિચારવું તે અનિત્ય ભાવના. (૨) દુઃખ-આપત્તિ-અને મરણ વખતે કોઈ પણ શરણ નથી એમ વિચારવું તે અશરણ ભાવના. Page #73 -------------------------------------------------------------------------- ________________ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા (૩) માતા-પિતા-પત્ની-પુત્ર આદિ પરિવારો મરીને ઉલટ સુલટ થાય છે. માતા પત્ની પણ થાય છે. પત્ની માતા પણ થાય છે શત્રુ મિત્ર પણ થાય છે અને મિત્ર શત્રુ પણ થાય છે આવું સંસારનું સ્વરૂપ છે એમ વિચારવું તે સંસાર ભાવના. (૪) આ જીવ એકલો જ આવ્યો છે. એકલો જ જવાનો છે. દુઃખ-સુખ પણ એકલો જ ભોગવવાનો છે એમ વિચારવું તે એકત્વ ભાવના. (૫) શરીરથી આત્મા જુદો છે. આત્માથી શરીર જુદુ છે. પ્રત્યેક આત્માઓ પણ ભિન્ન ભિન્ન છે એમ વિચારવું તે અન્યત્વ ભાવના. (૬) આ શરીરમાં મળ-મૂત્ર-રૂધિરાદિ અશુચિ જ ભરેલી છે. દરેક છિદ્રોમાંથી આ જ નીકળ્યા કરે છે એમ વિચારવું તે અશુચિત ભાવના. (૭) પ્રતિસમયે ૪૨ પ્રકારના આશ્રવોથી આ જીવમાં કર્મો આવ્યા જ કરે છે ; જો આ આત્મા સમજશે. નહીં તો કર્મોથી ભારે ભારે થશે એમ વિચારવું તે આશ્રવ ભાવના. (૮) સમિતિ-ગુપ્તિ આદિ સંવરના પ૭ ભેદો જીવનમાં અપનાવવા દ્વારા આવતાં કર્મોને રોકવાં જોઇએ એમ વિચારવું તે સંવર ભાવના. (૯) બાર પ્રકારના તપ વડે કર્મો તુટે છે માટે યથાશક્તિ પણ તપ અવશ્ય આદરવો જોઈએ તે નિર્જરા ભાવના. (૧૦) લોકમાં રહેલાં છ દ્રવ્યોનું સ્વરૂપ વિચારવું તે લોકસ્વભાવ ભાવના. (૧૧)સંસારમાં સમ્યકત્વ રૂપ મુક્તિનું બીજ મળવું દુષ્કર Page #74 -------------------------------------------------------------------------- ________________ “નવતત્ત્વ પ્રકરણ” છે. અતિશય દુર્લભ છે એમ વિચારવું તે બોધિદુર્લભ ભાવના. (૧૨)સંસારમાંથી તરવાનો સાચો માર્ગ બતાવનારા તીર્થંકરપરમાત્માઓ મળવા અતિશય દુષ્કર છે એમ વિચારવું તે ધર્મસાધક દુર્લભ ભાવના. પ્રશ્ન- [૧૭૦] પરિષહ એટલે શું ? અને તે ૨૨ કયા કયા ? ૬૭ ઉત્તર- કુદરતી રીતે આવી પડેલી આપત્તિને સમભાવ પૂર્વક અનુભવવી આર્ત રૌદ્ર ધ્યાન ન કરવું કોઇના પણ ઉપર રોષ-ગુસ્સો ન કરવો તે પરિષહ કહેવાય છે. તેના ૨૨ ભેદો છે. (૧) ક્ષુધા(ભુખ) લાગી હોય, શુધ્ધ-નિર્દોષ આહાર ન મળે તો પણ ભુખ સહન કરવી પરંતુ દોષિત આહાર ન લેવો તે ક્ષુધા પરિષહ. (૨) તૃષા લાગી હોય, ઉનાળાના તાપનો સમય હોય, નિર્દોષ પાણી ન મળે તો પણ તૃષા સહન કરવી પરંતુ દોષિતપાણી ન પીવું તે પિપાસા પરિષહ. આ પ્રમાણે (૧) ક્ષુધા, (૨) તૃષા, (૩) શીત, (૪) ઉષ્ણ, (૫) દંશ, (૬) અચેલક, (૭) અરતિ, (૮) સ્ત્રી પરિષહ, (૯) ચર્યા, (૧૦) નિષદ્યા, (૧૧) શય્યા, (૧૨) આક્રોશ, (૧૩) વધ, (૧૪) યાચના, (૧૫) અલાભ, (૧૬) રોગ, (૧૭) તૃણસ્પર્શ, (૧૮) મલ, (૧૯) સત્કાર, (૨૦) પ્રજ્ઞા, (૨૧) અજ્ઞાન,અને (૨૨) અદર્શન પરિષહ. એમ ૨૨ પરિષહોના અર્થો નવતત્ત્વ તથા તત્ત્વાર્થસૂત્ર અધ્યાય ૯/૯ થી જાણી લેવા. પ્રશ્ન- [૧૭૧] પાંચ પ્રકારનાં ચારિત્રોનું સ્વરૂપ શું ? ઉત્તર- (૧) સામાયિક, (૨) છેદોપસ્થાપનીય, (૩) પરિહાર વિશુધ્ધિ, (૪) સૂક્ષ્મ સંપરાય, અને (૫) યથાખ્યાત ચારિત્ર તેના પ્રતિભેદો પણ છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૮ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા પ્રશ્ન- [૧૭૨] સામાયિક એટલે શું ? તેના પ્રતિભેદો કયા કયા ? ઉત્તર- સમતાભાવની પ્રાપ્તિ, આત્માનું રાગ-દ્વેષથી પર બની સમભાવમાં આવવું તે સામાયિક, તેના (૧) અલ્પકથિત અને (૨) થાવત્કથિત એમ બે ભેદો છે. જે સામાયિક અલ્પકાળ માટે લેવાય, જેમ કે ભરતક્ષેત્રમાં પહેલા-છેલ્લા તીર્થંકર ભગવન્તોના શાસનમાં દીક્ષા આપતી વખતે પ્રથમ છ માસની દીક્ષા અપાય છે તે અલ્પકથિત. અને પ્રથમથી જ માવજીવ સુધીનું સામાયિક કરાવાય, જેમ કે ભરત ક્ષેત્રમાં ૨૨ તીર્થંકર ભગવન્તોના શાસનમાં, તથા મહાવિદેહમાં સદાકાળ પ્રથમથી જ સામાયિક ઉચ્ચરાવાય છે તે યાવત્કથિત. પ્રશ્ન- [૧૭૩] છેદોપસ્થાપનીય એટલે શું ? તેના પ્રતિભેદો કયા કયા ? ઉત્તર- જાનુ ચારિત્ર છેદી નવું ચારિત્ર ઉચ્ચરાવવામાં આવે તે છેદોપસ્થાપનીય તેના બે ભેદો છે (૧) નિરતિચાર અને (૨) સાતિચાર. પહેલા અને છેલ્લા તીર્થંકર ભગવત્તોના શાસનમાં લઘુ દીક્ષા આપ્યા પછી ઉત્કૃષ્ટથી ૬ માસમાં વડીદીક્ષા. જે અપાય છે તે, તથા એક તીર્થકર ભગવંતના શાસનના સાધુસંતો બીજા તીર્થંકર ભગવંતનું શાસન સ્થપાય ત્યારે તેમાં ફરીથી દીક્ષિત થાય તે નિરતિચાર જેમ પાર્શ્વનાથ ભગવંતના સાધુઓએ પ્રભુ શ્રી મહાવીર સ્વામીના શાસનમાં પુનઃ પાંચ મહાવ્રતો વાળી દીક્ષા લીધી તે. - તથા ગ્રહણ કરેલાં વ્રતોમાં કોઈ શીલભંગ આદિ મહાદોષ સેવાઈ જાય તેના કારણે ફરીથી દીક્ષા આપવામાં આવે તે સાતિચાર. પ્રશ્ન- [૧૭૪] પરિહાર વિશુધ્ધિ એટલે શું? તેનું સ્વરૂપ શું ? ઉત્તર- પરિહાર એટલે તપ, જે ચારિત્રમાં તપ કરવા દ્વારા વિશુધ્ધિવિશેષ છે. તેનું નામ પરિહારવિશુધ્ધ ચારિત્ર. આ ચારિત્ર આચરનારા ૯ વ્યકિત સાથે નીકળે છે. શારીરિક Page #76 -------------------------------------------------------------------------- ________________ “નવતત્ત્વ પ્રકરણ” અને માનસિક બહુ બળવાળા હોય છે. ઉપસર્ગો-પરિષદો સહન કરે છે પરંતુ અપવાદમાર્ગ સેવતા નથી. ૯ માંથી ૪ તપ કરે છે, ૪ સેવા કરે છે અને ૧ ગુરુ બને છે. એમ ૬ માસ પૂર્ણ કરે છે ત્યાર બાદ વારો બદલે છે. તપ કરનાર સેવા કરે છે, અને સેવા કરનાર તપ કરે છે. અને ગુરુ તેના તે જ રહે છે. એમ ૬ માસ ગયા પછી ગુર પોતે તપ કરે છે બાકીના ૮ માંથી ૧ ગુરુ બને છે અને ૭ સેવા કરે છે. એમ ૧૮ મહીને આ તાપૂર્ણ થાય છે. તેને પરિહારવિશુદ્ધિ ચારિત્ર કહેવાય છે. પ્રશ્ન- [૧૭૫] જે મુનિઓ તપ કરે છે તેઓને તપ કેટલો કરવાનો ? તથા સેવા કરનારા અને ગુરુ બનનારાને કંઈ તપ કરવાનો કે નહી ? ઉત્તર- તપ કરનારા મુનિઓ ઉનાળો હોય તો જઘન્યથી ચોથભક્ત, મધ્યથી છઠ્ઠભક્ત, અને ઉત્કૃષ્ટથી અઠ્ઠમભક્ત તપ કરે છે અને શીયાળો હોય તો એક ઉપવાસ વધારે કરે છે. અને ચોમાસુ હોય તો બે ઉપવાસ અધિક કરે છે. સેવા કરનારાઓ અને ગુરુ મહારાજ પ્રતિદિન આયંબીલનું તપ કરે છે. . પ્રશ્ન- [૧૭] ઉપસર્ગ અને પરિષદમાં તફાવત શું ? ઉત્તર- આપત્તિ-સંકટ-દુઃખ કોઈ મનુષ્યવડે, દેવવડે, કે પશુપક્ષી વડે કરાતું હોય તે ઉપસર્ગ કહેવાય છે. અને કોઈ વ્યકિતવડે ન કરાતું હોય પરંતુ કુદરતી આવી પડ્યું હોય તો તે પરિષહ કહેવાય છે. પ્રશ્ન- [૧૭૭] નિર્જરા એટલે શું ? તેના ભેદો કેટલા ? ઉત્તર- જુનાં બાંધેલા કર્મો તોડવાં, અંશે અંશે વિનાશ કરવો તે નિર્જરા. તેના ૧૨ ભેદો છે. ૬ બાહ્યતપ અને ૬ અત્યંતર તપ. પ્રશ્ન- [૧૭૮] બાહ્યતપ એટલે શું? તેના ૬ ભેદો કયા કયા? ઉત્તર- જે શરીરને તપાવે, શરીરને શોષે, લોકો જોઈ શકે, જે તપનાં માન-સન્માન થાય, લોકો જેનાથી તપસ્વી કહે એવો જે તપ તે બાહ્યતા. તેના (૧) અણશન, (૨) ઉણોદરી, (૩) વૃત્તિસંક્ષેપ, (૪) Page #77 -------------------------------------------------------------------------- ________________ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા રસત્યાગ, (૫) કાયકલેશ, અને (૬) સંલીનતા, એમ ૬ ભેદો છે. આહારનો ત્યાગ તે અણુશન, ઓછું ખાવું તે ઉણોદરી, ઇચ્છાઓને ટુંકાવવી તે વૃત્તિસંક્ષેપ, રસવાળી સ્વાદિષ્ટ વસ્તુનો ત્યાગ કરવો તે રસત્યાગ, કાયાને દુઃખ આપવું-સહનશીલ બનાવવી તે કાયકલેશ, અને શરીરના અવયવો સંકોચવા-ટુંકાવવા તે સંલીનતા. પ્રશ્ન- [૧૭૯] અત્યંતર તપ એટલે શું ? તેના છ ભેદો કયા ૭૦ કયા ? ઉત્તર- જે આત્માને તપાવે, આત્માને પીડે, લોકો જોઇ ન શકે, જેનાથી લોકો તપસ્વી ન કહે, શરીર ન કરમાય તે અત્યંતર તપ. તેના (૧) પ્રાયશ્ચિત્ત (૨) વિનય, (૩) વેયાવચ્ચ, (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન,અને (૬) કાયોત્સર્ગ એમ ૬ ભેદો છે. કરેલી ભુલની ક્ષમાયાચના કરવી તે પ્રાયશ્ચિત, વડીલો પ્રત્યે વિશેષ નમ્ર બનવું તે વિનય, ગ્લાન અને રોગીની સેવા કરવી તે વૈયાવચ્ચ, નવો નવો અભ્યાસ કરવો તે સ્વાધ્યાય, એક ચિત્તે ચિંતન-મનન કરવું તે ધ્યાન, કાયાને અત્યન્ત સ્થિર કરવી તે કાયોત્સર્ગ. આ છ અત્યંતર તપના પેટાભેદો ઘણા છે તે નવતત્ત્વથી જાણી લેવા. પ્રશ્ન- [૧૮૦] બંધતત્ત્વ એટલે શું ? તેના ભેદો કેટલા ? ઉત્તર- આત્મા અને કર્મનો ક્ષીર-નીર (દુધ-પાણી)ની જેમ, તથા લોહાગ્નિ (લોઢા અને અગ્નિ)ની જેમ એકમેક સંબંધ થવો, એકરૂપ બની જવું તન્મય થઇ જવું તે બંધ કહેવાય છે. તેના ચાર ભેદો છે. તે આ પ્રમાણે (૧) પ્રકૃતિબંધ, (૨) સ્થિતિબંધ, (૩) રસબંધ, (૪) પ્રદેશબંધ પ્રશ્ન- [૧૮૧] પ્રકૃતિબંધ એટલે શું ? ઉત્તર- પ્રકૃતિ એટલે સ્વભાવ, બંધાતા કર્મોમાં સ્વભાવનું નક્કી થવું કે ક્યું કર્મ જીવને શું શું ફળ આપશે ? એવા સ્વભાવોનું જે નિર્માણ તે પ્રકૃતિબંધ. જેમ કે કોઇ કર્મ આત્માના જ્ઞાનગુણને ઢાંકે? કોઇ કર્મ આત્માના દર્શનગુણને ઢાંકે, કોઇ કર્મ આત્માને દુઃખ સુખ આપે ઇત્યાદિ. Page #78 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પ્રકરણ” ૭૧ પ્રશ્ન- [૧૮] સ્થિતિબંધ એટલે શું ? ઉત્તર- બંધાયેલું કર્મ આત્મા સાથે જધન્યથી = ઓછામાં ઓછું કેટલો ટાઈમ રહે અને ઉત્કૃષ્ટથી = વધુમાં વધુ કેટલો ટાઈમ રહે એમ આત્માની સાથે કર્મને રહેવાના કાળનું જે નિયમન તે સ્થિતિબંધ. જેમ કે જ્ઞાનાવરણીય કર્મ જધન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૩૦ કોડાકોડી સાગરોપમ રહે છે એ પ્રમાણે બીજા કર્મોનો પણ સ્થિતિબંધ જાણી લેવો. પ્રશ્ન- [૧૮૩] રસબંધ એટલે શું ? ઉત્તર- બંધાતાં કર્મોની જે તીવ્રતા અને મંદતા, પાવર-રસાનું જે નક્કી થયું તે રસબંધ, જેમ લીંબડાનો રસ કડવો હોય, પરંતુ તેને ઉકાળીને અર્ધી બાળી અર્ધી રાખવામાં આવે તો તીવ્રકડવાશ હોય, તેના કરતાં બે ભાગ બાળી એક ભાગ રાખવામાં આવે તો વધારે તીવ્રતર કડવાશ હોય છે અને ત્રણ ભાગ બાળી એકભાગ રાખવામાં આવે તો અતિવધારે તીવ્રતમ કડવાશ હોય છે. તેમ કર્મોમાં ફળ આપવાની શક્તિ પણ મંદ તીવ્ર-તીવ્રતર અને તીવ્રતમ હોય છે. તેને શાસ્ત્રોમાં એકઠાણીયો, બેઠાણીયો, ત્રણ. ઠાણીયો, અને ચાર ઠાણીયો રસ કહેવાય છે. તેવી જ રીતે પુણ્યપ્રકૃતિઓ માટે શેરડીના રસનું દ્રષ્ટાત્ત સમજવું. પ્રશ્ન- [૧૮૪] પ્રદેશબંધ એટલે શું ? ઉત્તર- પ્રતિસમયે બંધાતા કર્મોમાં પરમાણુઓના જથ્થાનું જે માપ તે પ્રદેશબંધ, યોગને અનુસારે પ્રદેશો બંધાય છે. જધન્યયોગથી જધન્ય અણુઓ બંધાય છે અને ઉત્કૃષ્ટ યોગથી ઉત્કૃષ્ટ અણુઓ બંધાય છે. કાર્મણવર્ગણા જ કર્મરૂપે આત્મા સાથે પરિણામ પામે છે. પ્રશ્ન- [૧૮૫] આ ચારે બંધને સમજવા માટે જૈનશાસ્ત્રોમાં શું કોઈ દષ્ટાંત આવે છે ? ઉત્તર- હા, જૈનશાસ્ત્રોમાં આ ચાર બંધ સમજવા માટે લાડવાનું દૃષ્ટાંત છે. (૧) જેમ કોઈ લાડવો વાયુને હરે, કોઈ લાડવો કફને Page #79 -------------------------------------------------------------------------- ________________ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા હરે, કોઈ લાડવો પિત્તને હરે તેમ કોઈ કર્મ જ્ઞાનને ઢાંકે, કોઈ કર્મ દર્શનગુણને ઢાંકે, કોઈ કર્મ સુખદુઃખ આપે ઇત્યાદિ. જેમ કોઈ લાડવો. ૧૫ દિવસ ટકે, કોઈ એક માસ પણ ટકે, કોઈ પાંચ દિવસ માત્ર જ સારો રહે તેમ કોઈ કર્મ ૩૦ કોડાકોડી, કોઈ કર્મ ૨૦ કોડાકોડી અને કોઈ કર્મ ૭૦ કોડાકોડી સાગરોપમ આત્માની સાથે રહે છે. (૩) જેમ કોઈ લાડવો ગળ્યો, કોઈ વધુ ગળ્યો, કોઈ લાડવો કડવો, કોઈ લાડવો અતિકડવો હોય છે, તેમ કોઈ કર્મ મંદરસવાળું, કોઈ કર્મ તીવ્રરસ વાળું અને કોઈ કર્મ અતિતીવ્ર રસવાળું પણ હોય છે. (૪) જેમ કોઈ લાડવો ૫૦ ગ્રામ કણનો, કોઈ લાડવો ૭૫ ગ્રામ કણનો અને કોઈ લાડવો ૧૦૦ ગ્રામ કણનો હોય છે, તેમ કોઈ કર્મ થોડા અણુઓ વાળું (તો પણ અનંતાઅનંત તો ખરું જ, કોઈ કર્મ વધારે અણુઓ વાળું અને કોઈ કર્મ અતિશય વધારે અણુઓ વાળું પણ હોય છે. ઈત્યાદિ. પ્રશ્ન- [૧૮] મોક્ષતત્ત્વ એટલે શું ? તેના ભેદો કેટલા? અને કયા કયા ? ઉત્તર- આત્માનો સર્વથા કર્મોથી છુટકારો થવો, સર્વથા કર્મરહિત બનવું. શુધ્ધ-બુધ્ધ-નિર્મળ-અનંત જ્ઞાનાદિ ગુણવાળી જે અવસ્થા તે મોક્ષ. મોલમાં ગયેલા જીવો સંપૂર્ણ પણે શુધ્ધ હોવાથી અને શરીર રહિત હોવાથી તે અવસ્થામાં ભેદો નથી. પરંતુ મોક્ષે જતાં પૂર્વે મનુષ્યભવને આશ્રયી તેઓના ૧૫ ભેદો શાસ્ત્રોમાં આવે છે. પ્રશ્ન- [૧૮૭] તે પંદર ભેદો કયા કયા? અને તેના અર્થો શું ? Page #80 -------------------------------------------------------------------------- ________________ “નવતત્ત્વ પ્રકરણ” ઉત્તર- (૧) જે જિનેશ્વર (તીર્થંકર) થઇને મોક્ષે જાય તે જિનસિધ્ધ જેમ કે ઋષભદેવ-અજિતનાથ પાર્શ્વનાથ મહાવીર સ્વામી વિગેરે. ૭૩ (૨) જે જિનેશ્વર (તીર્થંકર) ન થાય, પરંતુ સામાન્ય કેવલજ્ઞાની થઇને મોક્ષે જાય તે અજિનસિધ્ધ, જેમ કે ગૌતમ સ્વામી-સુધર્મા સ્વામી. (૩) તીર્થંકર ભગવન્તોનું તીર્થ સ્થપાયા પછી જે જીવો મોક્ષે જાય તે તીર્થસિધ્ધ જેમ કે પુંડરીક સ્વામી, જંબુસ્વામી ઇત્યાદિ. (૪) તીર્થંકર ભગવન્તોનું તીર્થ સ્થપાયા પહેલાં જે જીવો મોક્ષે જાય તે અતીર્થસિધ્ધ જેમ કે મરૂદેવા માતા. (દિગંબર સંપ્રદાય સ્ત્રીઓને મુક્તિ ન થાય એમ માને છે.) (૫) જે ગૃહસ્થના વેષમાં જ કેવળજ્ઞાન પામે તે ગૃહસ્થલિંગ સિધ્ધ જેમ કે ભરત મહારાજા, ઇલાચીપુત્ર, ચિલાતીપુત્ર ઇંત્યાદિ. (૬) જે જૈનતર સાધુ (બાવા-જતિ-જોગી આદિ)ના વેષમાં હોય અને યથાર્થ માર્ગ સમજાવાના કારણે વૈરાગ્ય થવાથી મોહ ક્ષય કરી કેવળજ્ઞાન પામે તે અન્યલિંગસિધ્ધ જેમ કે વલ્કલચિરી મુનિ. (૭) જે જૈન સાધુના વેષમાં હોય અને કેવળજ્ઞાન પામે તે સ્વલિંગ સિધ્ધ. જેમ કે ગૌતમ સ્વામી, જંબુસ્વામી ઈત્યાદિ. (૮) પુરૂષાકારે શરીર હોતે છતે જે કેવળજ્ઞાન પામી મોક્ષે જાય તે પુલ્લિંગ સિધ્ધ. જેમ કે ઋષભદેવપાર્શ્વનાથ. વિગેરે. Page #81 -------------------------------------------------------------------------- ________________ ७४ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા (૯) સ્ત્રીઆકારે શરીર હોતે છતે જે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષે જાય તે સ્ત્રીલિંગ સિધ્ધ-જેમ કે મલ્લીનાથ, ચંદનબાળા, બ્રાહ્મી સુંદરી વિગેરે. (અહીં દિગંબર સંપ્રદાય સ્ત્રી આકારે શરીરવાળા જીવોને મુક્તિ નથી સ્વીકારતા, વસ્ત્રરહિત દીક્ષા સ્ત્રીઓમાં ન સંભવતી હોવાથી) (૧૦)નપુંસકાકારે શરીર હોતે છતે કેવળજ્ઞાન પામીને જે મોક્ષે જાય તે નપુંસકલિંગ સિધ્ધ. જેમ કે ગાંગેય ઋષિ. (૧૧) પોતાની મેળે સ્વયં પ્રતિબોધ પામી દીક્ષા ગ્રહણ કરે અને કેવળ જ્ઞાન પામે તે સ્વયંબુધ્ધ સિધ્ધ. જેમ કે તીર્થકર ભગવંતો. (૧૨)સંધ્યાના રંગ તરંગ આદિ નિમિત્તોથી વૈરાગ્ય પામી દીક્ષા ગ્રહણ કરી કેવળજ્ઞાન પામે તે પ્રત્યેકબુધ્ધ સિધ્ધ, જેમકે કરકંડુ મુનિ. (૧૩) જ્ઞાની ગુરુ દ્વારા પ્રતિબોધિત થઈ દીક્ષા ગ્રહણ કરી કેવળજ્ઞાન પામે તે બુધ્ધબોધિત સિધ્ધ. જેમ કે જંબુસ્વામી, પ્રભવસ્વામી વિગેરે. (૧૪) મોક્ષે જતી વખતે એકલા જ હોય તે એક સિધ્ધ. જેમ કે મહાવીરસ્વામી. (૧૫)મોક્ષે જતી વખતે અનેક સાથે હોય તે અનેક સિધ્ધ. જેમ કે ઋષભદેવ પ્રભુ ૧૦૮ ની સાથે મોક્ષે પધાર્યા. આ પંદર ભેદોમાં ત્રણ જોડકાં ત્રણ ત્રણ ભેદનાં છે, અને ત્રણ જોડકાં બે બે ભેદનાં છે એટલે ૩ ૪ ૩ = ૯ + ૩ = ૨ = ૬ = ૧૫ ભેદો થાય છે. કોઈ પણ એક જીવને ઓછામાં ઓછા ૬ ભેદો લાગુ પડે છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ નવતત્ત્વ પ્રકરણ” પ્રશ્ન- [૧૮૮] આ મોક્ષનું સ્થાન કયાં આવ્યું ? ઉત્તર- ચૌદ રાજલોક પ્રમાણ જે લોકાકાશ છે તેના ઉદ્ઘભાગના અત્તે, લોકની અંદર જ ઉપરના અન્તિમભાગમાં મોક્ષના જીવો વસે છે તે સ્થાનને જ મોક્ષ કહેવાય છે. પ્રશ્ન- [૧૮૯] મોક્ષે ગયેલા જીવો ત્યાં કેટલો કાળ રહેતા હશે ? અને શું કરતા હશે ? ઉત્તર- મોક્ષે ગયેલા જીવો ત્યાં અનંતકાળ સુધી રહે છે, ફરીથી આ સંસારમાં આવતા જ નથી. કર્મરહિત હોવાથી પુનઃ જન્મ ધારણ કરતા નથી વળી ત્યાં રહ્યા છતા આત્માના અનંતજ્ઞાન-દર્શન-આદિ ગુણોમાં જ લીન થઇને વર્તે છે. સ્વગુણરમણતા એ જ પરમસુખ છે. પ્રશ્ન- [૧૯૦] મોક્ષમાં શરીર નથી, ખાવાનુ-પીવાનું-ફરવાનું આનંદ-પ્રમોદ કરવાનું સુખ નથી તો મોક્ષમાં સુખ શું? ઉત્તર- ઉપરોકત સુખ તે વાસ્તવિક સુખ નથી. શરીરના પ્રતિબંધને લીધે સુખ લાગે છે. જેમ ખસના રોગ વાળાને ખરજ ખણતાં ઘણો જ આનંદ આવે છે. પરંતુ પરમાર્થથી તે દુઃખ રૂપ જ છે. તે જ રીતે આ શરીર સંબંધી સંસારિકસુખ શરીરને લીધે છે. પરંતુ શરીર એ જ બેડી છે. તેના વિના આત્મા પોતાના ગુણોની રમણતાનું અનંતસુખ અનુભવે છે. તે સુખ સ્વાભાવિકસુખ છે. જે સંસાર કરતાં અનંતગણું છે. પ્રશ્ન- [૧૯૧] શાસ્ત્રોમાં સિધ્ધશીલાનું વર્ણન આવે છે તે શું છે ? શું તેના ઉપર સિધ્ધ ભગવંતો વસતા હશે ? ઉત્તર- અનુત્તર વિમાનવાસી દેવોના વિમાનોથી ૧૨ યોજન ઉપર ૪૫ લાખ યોજન લાંબી-પહોળી, બરાબર અઢીદ્વીપના માપ પ્રમાણવાળી, મધ્યભાગે ૮ યોજન ઉંડી(જાડી), અને ધટતી-ધટતી અન્તિમભાગે અંગુલના અસંખ્યાતમા ભાગવાળી, નગારાના આકારવાળી આ સિધ્ધશીલા છે. પરંતુ આ સિધ્ધશીલા લોકના ઉપરના અન્તિમભાગથી ૧ યોજના નીચે ક.મા.૬ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૬ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા છે. અને સિધ્ધપરમાત્માઓ લોકના અત્તે છે. એટલે સિધ્ધશીલાથી સિધ્ધના આત્માઓ ઘણા જ અધ્ધર અને ઉંચા છે ૧ યોજનના છેલ્લા ૧/૪ ભાગમાં વસે છે. પરંતુ તે બન્નેની વચ્ચે ત્રીજો કોઈ પદાર્થ વ્યાઘાતક ન હોવાથી જાણે સિધ્ધપરમાત્માઓ સિધ્ધશીલા ઉપર જ છે. એમ ઉપચાર કરાય છે. પ્રશ્ન- [૧૯૨] મોક્ષમાં આજે કુલ કેટલા જીવો હશે? અને દરરોજ મોક્ષ જો ચાલુ જ રહે અને ત્યાં ગયા પછી પાછા આવવાનું હોય જ નહીં તો આ સંસાર સંપૂર્ણ પણે કયારેક ખાલી પણ થશે - ઉત્તર- હાલ મોલમાં અનંતા જીવો છે. ભવિષ્યમાં પણ અનંતા જીવો જ થશે, પ્રતિદિન જીવો મોક્ષે જતા હોવા છતાં આ સંસાર જ એટલા બધા અનંતાનંત જીવોથી ભરપૂર ભરેલો જ છે. કે જેથી આ સંસાર કદાપિ ખાલી થવાનો નથી. જ્યારે જ્યારે ભગવાનને પુછો કે હે ભગવાન ? હવે મોક્ષના જીવો કેટલા થયા ? ત્યારે એક જ ઉત્તર છે કે એક નિગોદનો પણ અનંતમો ભાગ માત્ર જ ગયા છે. પ્રશ્ન- [૧૯૩] અન્યદર્શનકારો રામચંદ્રજીને, કૃષ્ણજીને ભગવાનનો અવતાર માને છે. એટલે મોક્ષે ગયા પછી ભગવાન થયેલા આત્માઓ પણ દાનવોને હણવા અવતાર લે છે એમ માને છે. તો આ શું સત્ય છે ? ઉત્તર- ભગવાન થયા પછી ફરીથી કોઈ અવતાર ધારણ કરતું જ નથી. જે સર્વકર્મરહિત થયા, રાગ-દ્વેષાદિ દોષોથી રહિત થયા તે શા માટે આવી ઉપાધિમાં ફસાય ? માટે ભગવાન પુનઃ જન્મગ્રહણ કરતા નથી પરંતુ સંસારની જ ચારગતિમાંથી એવું વિશિષ્ઠ પુણ્યકર્મ ઉપાર્જન કરીને વાસુદેવ-બળદેવ પણાનું પુણ્યકર્મબાંધીને રામચંદ્રજી બળદેવ રૂપે અને કૃષ્ણજી વાસુદેવ રૂપે જન્મેલા છે. તેઓ પ્રતિવાસુદેવનો સંહાર કરનારા હોય છે. ચક્રવર્તીની જેમ વાસુદેવાદિની પુણ્યની લબ્ધિ વાળા આ જીવો સંસારમાંથી જ જન્મેલા છે એમ જાણવું. Page #84 -------------------------------------------------------------------------- ________________ “નવતત્ત્વ પ્રકરણ" ૭૭ પ્રશ્ન- [૧૯૪] ભગવાને આવી સુંદર સંસારની આ લીલા બનાવી છે, તે ખાવા-પીવા-ભોગવવા માટે જ બનાવી છે. તો તેને છોડીને મોક્ષે જવાની વાત શા માટે ? ઉત્તર- આ સંસારની લીલા ભગવાને બનાવી નથી, પરંતુ સ્વયં તે તે જીવો વડે સર્જિત છે. વળી ભોગવવા માટે નથી આ જીવ રાગદ્વેષ અને મોહથી ભોગવે છે અને તે રાગ-દ્વેષ-મોહ ચીકણાં કર્મો બંધાવે છે જેનાથી આ જીવ સંસારમાં રખડે છે. માટે સંસારના ભોગો ઉપાદેય નથી. પરંતુ હેય જ છે. પ્રશ્ન- [૧૯૫] અન્યદર્શનકારો વૈકુંઠ-સ્વર્ગ-અને દેવલોક જેને કહે છે તેને જ આપણે મોક્ષ કહીએ છીએ કે જાદુ કોઇ મોક્ષનું સ્થાન છે ? ઉત્તર- વૈકુંઠ-સ્વર્ગ-કે દેવલોક એ મોક્ષ નથી. પરંતુ તેનાથી તદ્ન જાદુ મોક્ષનું સ્થાન છે. કારણ કે વૈકુંઠ-કે સ્વર્ગાદિમાં ઉત્પન્ન થનારા સંસારી દેવો છે. વળી તે દેવો જન્મ-મરણવાળા, શરીરવાળા છે. અને સિધ્ધના આત્માઓ જન્મ-મરણવિનાના અને શરીર વિનાના છે. માટે મોક્ષ એ જુદી અવસ્થા છે. પ્રશ્ન- [૧૯૬] દિગંબર સંપ્રદાય સ્ત્રીઓને મોક્ષ થાય એ વાત નથી સ્વીકારતા. એમ ઉપર કહેવામાં આવ્યું છે. તો દિગંબર અને શ્વેતાંબર એટલે શું ? ઉત્તર- દિશા એ જ છે અંબર (વસ્ત્ર) જેને તે દિગંબર અર્થાત્ સાધુ અવસ્થામાં વસ્ત્રરહિત તદ્ન નગ્નાવસ્થા જેઓ માને છે તે દિગંબર. તેઓની યુક્તિ એમ છે કે દીક્ષા ગ્રહણ કરતી વખતે જેમ ધન-ધાન્યાદિ પરિગ્રહ ત્યજાય છે તેવી જ રીતે વસ્ત્ર પણ પરિગ્રહ હોવાથી ત્યજવું જ જોઇએ. તેથી દીક્ષિત અવસ્થામાં નગ્નવસ્થા જ રાખવી જોઇએ, અને શ્વેતાંબર સંપ્રદાયનું કહેવું એવું છે કે ધન-ધાન્યાદિ પરિગ્રહનો ત્યાગ સંયમ માટે જ છે. વસ્ત્રનો ત્યાગ કરવાથી વિકાર-વાસના વધે છે. આપણું નગ્ન શરીર જોઇને બીજાને પણ વિકાર-વાસના જન્મે છે. બીજાની Page #85 -------------------------------------------------------------------------- ________________ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા દ્રષ્ટિ પણ શરીરની ઇન્દ્રિયો તરફ ખેંચાય છે. માટે સંયમને બદલે અસંયમ વધે છે. તેને બદલે જો શરીરને ઢાંકવા પુરતું વસ્ત્ર રાખવામાં આવે તો વધારે સંયમની વૃધ્ધિ થાય, તેથી કમંડળ અને મોરપીંછીની જેમ વસ્ત્ર પણ સંયમ માટે અનિવાર્ય છે. તથા વસ્ત્રમાં પણ મોહ-માયા-અને રાગાદિ ન થઈ જાય તેટલા માટે જ રંગીન-મુલાયમ-કે ચિત્રો વાળાં વસ્ત્રો ન પહેરતાં માત્ર શ્વેત જ વસ્ત્રો રાખવાં, તેવી શ્વેતાંબર સંપ્રદાયની માન્યતા છે અને તેથી જ તે શ્વેત વસ્ત્રવાળા અર્થાત્ શ્વેતાંબર કહેવાય છે. પ્રશ્ન- [૧૯૭] દિગંબર અને શ્વેતાબંર સંપ્રદાયમાં મુખ્ય મુખ્ય શું શું માન્યતા ભેદ છે ? 1 ઉત્તર- બન્નેની વચ્ચે મુખ્યત્વે ચાર બાબતમાં માન્યતાભેદ વર્તે અને મોક્ષે જ ભક્તિ = દિગળ છી આહાર ઝ (૧) સ્ત્રી મુક્તિ = દિગંબર સંપ્રદાય સ્ત્રીઓ વસ્ત્રવિના રહી ન શકે તેથી દીક્ષા ન લઈ શકે, તેથી કેવળજ્ઞાન પામી મોક્ષે ન જઈ શકે એમ માને છે. જ્યારે શ્વેતાંબરસંપ્રદાય વસ્ત્રવાળી સાધુ અવસ્થા સ્વીકારતા હોવાથી સ્ત્રીઓ પણ દીક્ષા લઈ શકે કેવળજ્ઞાન પામી શકે અને મોક્ષે જઈ શકે એમ માને છે. (૨) કેવલી ભક્તિ = દિગંબર સંપ્રદાય એમ માને છે કે કોઈ પણ કેવલી ભગવાન કેવળજ્ઞાન પામ્યા પછી આહાર ગ્રહણ કરતા નથી. આહાર ગ્રહણ કરવાની ઇચ્છા થવી તે મોહ છે. ભગવાને મોહનો ક્ષય કર્યો છે. માટે ઇચ્છા રહિત હોવાથી આહારગ્રહણ હોતું નથી. પરંતુ શ્વેતાંબર સંપ્રદાય એમ માને છે કે કેવલીભગવન્તોને પણ આહારગ્રહણ હોય જ છે. કારણ કે આહારગ્રહણ ઇચ્છાથી નથી પરંતુ સુધાવેદનીયકર્મ અને શરીરનામકર્મથી છે. આ વેદનીય કર્મ અને નામકર્મ કેવલીભગવત્તને પણ હોય છે માટે આહાર ગ્રહણ કેવલીભગવાનને હોય છે. વળી સુધા લાગવી એ શરીરધર્મ છે. ઇચ્છારૂપ નથી માટે પણ કેવલીને આહાર ગ્રહણ હોય છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ નવતત્વ પ્રકરણ” ૭૯ (૩) કરપાત્રી = દિગંબર સંપ્રદાય એમ માને છે કે સાધુ થનાર આત્માએ વસ્ત્ર કે પાત્ર કંઈ પણ પરિગ્રહ રખાય નહીં એટલે આહારગ્રહણ બે કર (હાથ) વડે જ કરાય માટે કર એ જ પાત્ર. બીજાં લાકડાનાં પાત્રો શ્વેતાંબરની જેમ રાખવાથી મમતા-મૂછ વધે નિષ્પરિગ્રહતા આવે નહીં. અને શ્વેતાંબર સંપ્રદાયનું માનવું એવું છે કે “વસ્તુ રાખવી તે પરિગ્રહ નથી પરંતુ મમતા-મૂછ કરવી તે પરિગ્રહ છે.” જો વસ્તુ રાખવી તે પરિગ્રહ કહીએ તો કમંડળ અને મોરપીંછી રાખનાર સાધુને પણ નિષ્પરિગ્રહી ન કહી શકાય, માટે જયણા માટે મોરપીંછી જેમ અનિવાર્ય છે, શરીરશુદ્ધિ માટે કમંડળ જેમ અનિવાર્ય છે તેમ લબ્ધિવિનાના આ કાળના સાધુસંતો માટે આહાર ગ્રહણ સારૂં બીનકિંમતી લાકડાનાં પાત્રો પણ અનિવાર્ય છે. (૪) વસ્ત્રપરિધાન = સાધુ અવસ્થામાં વસ્ત્ર ન જ રખાય એમ દિગંબર સંપ્રદાયનું કહેવું છે અને નિર્મમત્વભાવે ઇન્દ્રિયોને ઢાંકવા પુરતું શ્વેત વસ્ત્ર રાખવું એ વધારે સંયમવૃધ્ધિનું જ કારણ છે. એમ શ્વેતાંબર સંપ્રદાયનું કહેવું છે. પ્રશ્ન- [૧૯૮] આ ચાર મુખ્યમાન્યતા ભેદ વિના બીજી કોઈ માન્યતાઓમાં ભેદ છે ? - ઉત્તર- હા, ભગવાનની મૂર્તિને ચક્ષુટીકા હોય અને ન હોય, ભગવાનની મૂર્તિને કંદોરાનું પ્રતીક હોય અને ન હોય, ભગવાનની મૂર્તિને આભૂષણો અંગરચના હોય અને ન હોય ઈત્યાદિ અનેક સૂક્ષ્મ માન્યતાઓમાં પણ ભેદ છે. પ્રશ્ન- [૧૯૯] આ બન્ને સંપ્રદાયો હિન્દુસ્થાનમાં વધારે કયા ભાગમાં જોવા મળે છે ? ઉત્તર- હિન્દુસ્થાનના મધ્યપ્રદેશ અને દક્ષિણ ભાગમાં દિગંબરસંપ્રદાય વધારે પ્રમાણમાં છે જ્યારે ગુજરાત-મહારાષ્ટ્ર-રાજસ્થાન અને મધ્યપ્રદેશાદિમાં શ્વેતાંબર સંપ્રદાય વધારે પ્રમાણમાં છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા પ્રશ્ન- [૨૦૦] આ બે સંપ્રદાય વિના જૈનોમાં બીજા કોઈ સંપ્રદાયો છે કે નહીં ? ઉત્તર- મુખ્યત્વે આ બે જ સંપ્રદાયો છે. આ બે વિના સ્થાનકવાસી અને તેરાપંથી એવા બીજા પણ બે સંપ્રદાયો છે પરંતુ તે આ બે પૈકીના શ્વેતાંબર સંપ્રદાયના જ પેટાવિભાગ સ્વરૂપ છે એટલે શ્વેતાંબર સંપ્રદાયના કુલ ત્રણ પેટાભેદો છે અને દિગંબર સંપ્રદાયમાં એક પેટાવિભાગ છે. જેથી કુલ ચાર સંપ્રદાયો કહેવાય છે. પ્રશ્ન- [૨૦૧] શ્વેતાંબર સંપ્રદાયના ત્રણ પેટાભેદો કયા કયા? ઉત્તર- (૧) મૂર્તિપૂજક, (૨) સ્થાનકવાસી, (૩) તેરાપંથી. - પ્રશ્ન- [૨૦૨] આ ત્રણે સંપ્રદાયના અર્થો શું?અને માન્યતાભેદ ઉત્તર- (૧) જિનેશ્વર ભગવાનની પત્થરની કે ધાતુની મૂર્તિને જે માને, તેને ભગવાન જ છે એમ આરોપણ કરીને જે પૂજે, અને તે મૂર્તિ માટેનું મંદિર આદિ પણ માને તે મૂર્તિપૂજક. જેમ સીનેમા અને ટીવીમાં બતાવાતાં શૃંગાર અને કરૂણ રસનાં પિકચરો ચિત્રમાત્ર હોવા છતાં, જડ હોવા છતાં આત્મામાં વાસના અને રૂદન લાવે છે તેમ પત્થર અને ધાતુની બનેલી મૂર્તિ પણ વીતરાગની હોવાથી આત્મામાં વૈરાગ્ય લાવે છે. માટે તેને પૂજનારો વર્ગ શ્વેતાંબર મૂર્તિપૂજક કહેવાય છે. (૨) ઉપાશ્રયાદિ સ્થાનમાત્રમાં જ રહીને ધર્મ કરનાર વર્ગને સ્થાનકવાસી કહેવાય છે. મૂર્તિ પત્થરાદિની બનેલી હોવાથી નિર્જીવ છે. પ્રભુ સ્વરૂપ નથી. એવી માન્યતા ધરાવે છે અને તેથી જ તેઓ મૂર્તિ મંદિરની ઉપેક્ષા કરે છે. (૩) દયા અને દાનની બાબતમાં વિચારભેદ ધરાવનાર જે વર્ગ તે તેરાપંથી કહેવાય છે. અવિરતિને અપાતું દાન અને તેના ઉપર કરાતી દયા પરંપરાએ પણ અવિરતિની પોષક છે એવી માન્યતા ધરાવનાર વર્ગ તે તેરાપંથી કહેવાય છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ “નવતત્ત્વ પ્રકરણ” પ્રશ્ન- [૨૦૩] ભગવાન મહાવીર સ્વામી પ્રભુની હાજરીમાં શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયોમાંથી કયા કયા હતા? ઉત્તર-સંપ્રદાય સ્વરૂપે એકે ન હતા, પરંતુ અવસ્થા સ્વરૂપે બન્ને હતા. એટલે કે જે આત્માઓ શરીરબળ-મનબળ-અને પહેલા સંઘયણવાળા હતા, નિર્વસ્ત્ર રહીને સંયમ પાળી શકતા હતા તેઓ તે રીતે સંયમ પાળતા તેને જિનકલ્પ કહેવાતો હતો, અને જે આત્માઓ આવા પ્રકારના શરીરબળ-મનોબળ-અને સંઘયણબળ વિનાના હતા. તેઓ સવસ્ત્ર સંયમ પાળતા તેને સ્થવિરકલ્પ કહેવાતો હતો, જેમાં કોઈ મનુષ્ય શરીરની શક્તિ હોય તો ઉપવાસ કરે અને શરીરની શક્તિ ન હોય તો એકાસણુંબેસણું કરે. પરંતુ પરસ્પર અપેક્ષાવાળા હોય છે. એકાન્તવાદી હોતા નથી. તેની જેમ જિનકલ્પ અને સ્થવિરકલ્પ હતા. પરંતુ આ જ પક્ષ સાચો છે એવા એકાન્તવાદ વાળા ન હતા. માટે જ એકાન્તવાદ વાળા બન્ને સંપ્રદાયો ન હતા, પરંતુ શરીરની શક્તિની અનુસારે સાપેક્ષપણે વર્તનારા બન્ને અવસ્થા વાળા માર્ગો હતા. પ્રશ્ન- [૨૦૪] આ બધા સંપ્રદાયો કયારથી વૃધ્ધિ પામ્યા ? ઉત્તર- આ બાબતમાં દરેક સંપ્રદાયોના વિચારભેદ છે. શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજની માન્યતા એવી છે કે શિવભૂતિ મુનિથી રત્નની વહોરાવેલી કાંબલના નિમિત્તથી દિગંબર સંપ્રદાય પ્રસિધ્ધ થયો, લોકાશાથી પંદરમા સૈકાથી સ્થાનકવાસી સંપ્રદાય પ્રસિધ્ધ થયો, અને અઢારમા સૈકાથી ભિક્ષુસ્વામીથી તેરાપંથી સંપ્રદાય પ્રસિધ્ધ થયો. પછી તેની દિન-પ્રતિદિન અનુયાયી વર્ગ વડે વૃધ્ધિ થઈ. દિગંબર સંપ્રદાયની એવી માન્યતા છે કે બાર વર્ષ દુકાળ વખતે સંયમના નિર્વાહ અર્થે સાધુઓ દક્ષિણમાં ગયા અને જેઓ ઉત્તરપ્રદેશમાં રહ્યા તેઓ ધીમે ધીમે શિથીલાચારી થયા. વસ્ત્ર-પાત્ર રાખતા થયા ત્યારથી શ્વેતાંબર સંપ્રદાય પ્રસિધ્ધ થયો. પ્રશ્ન- [૨૦૫] દિગંબર સંપ્રદાય આચારાંગ કાણાંગ આદિ આગમોને શું માન્ય કરે છે ? Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૨ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા ઉત્તર- ના, તેઓનું કહેવું છે કે બારવર્ષ દુકાળ વખતે સર્વ આગમો નાશ પામ્યાં છે. આ આગમો પાછળથી આચાર્યોએ બનાવ્યા છે. તેથી મૂળથી નથી એમ કહી શ્રી કુંદકુંદાચાર્ય રચિત સમય સારાદિને જ વધુ માન આપે છે. પ્રશ્ન- [૨૦] બન્ને સંપ્રદાયોને માન્ય હોય એવો પ્રસિધ્ધ ગ્રંથ કયો ? ઉત્તર- “ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ” બન્ને સંપ્રદાયોને માન્ય છે. પરંતુ તેના કર્તાના નામમાં વિવાદ છે. દિગંબર સંપ્રદાય “ઉમા સ્વામી ” કહે છે અને શ્વેતાંબર સંપ્રદાય “ઉમા સ્વાતિ” કહે છે, તથા મૂલસૂત્રોમાં પણ કોઈ કોઈ સૂત્રોમાં પાઠભેદ છે. દિગંબર સંપ્રદાય વૈમાનિક દેવોમાં ૧૬ દેવલોક માને છે અને શ્વેતાંબર સંપ્રદાય ૧૨ દેવલોક માને છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ અનેકાન્તવાદ'' પ્રશ્ન- [૨૦૭] જૈન દર્શનનો મુખ્ય સિધ્ધાન્ત શું ? ઉત્તર- “સ્યાદ્વાદ” અર્થાત અનેકાન્તવાદ-અપેક્ષાવાદ, આ જગતનું કોઈ પણ સ્વરૂપ અપેક્ષાવિશેષથી જ છે પરંતુ એકાન્ત નથી. જેમ કે “ રામચંદ્રજી મોટા છે ” આ વાક્ય લક્ષ્મણ તથા ભરતની અપેક્ષાએ જ સત્ય છે એમ જાણવું. પરંતુ દશરથ રાજાની અપેક્ષાએ નાના જ છે. વાક્ એટલે અપેક્ષાપૂર્વક વાક્ એટલે બોલવું તે સ્યાદ્વાદ તેને કથંચિહ્વાદ પણ કહેવાય છે. પ્રશ્ન- [૨૦] ભગવતોએ આ સ્યાદ્વાદ અર્થાત્ અનેકાન્તવાદ જ શા માટે સમજાવ્યો ? ઉત્તર- જગતનું સ્વરૂપ અનેકાન્તમય છે. જગતનું સ્વરૂપ અપેક્ષાથી ભરપૂર છે. માટે જેવું જગતનું સ્વરૂપ છે તેવું ભગવન્તોએ પ્રકાશ્ય છે. તેથી જ તેઓ યથાર્થવક્તા છે. સાચુ જ બોલનારા છે. પ્રશ્ન- [૨૯] સ્યાદ્વાદ અર્થાત્ અનેકાન્તવાદ દ્રષ્ટાન્ત સાથે સમજાવો. ઉત્તર- જગતના કોઈ પણ પદાર્થ દ્રવ્ય અને પર્યાય એમ ઉભયાત્મક છે દ્રવ્ય એટલે પદાર્થસ્વરૂપ અર્થાત્ વસ્તુસ્વરૂપ છે અને તે જ પદાર્થ પર્યાયભાવે પરિવર્તન પણ પામનાર છે. જેમ કે જીવ પદાર્થરૂપે-વસ્તુસ્વરૂપે અનાદિકાળથી છે અને દેવ નારકી-મનુષ્ય અને તિર્યંચ સ્વરૂપે જન્મમરણ પામવા દ્વારા પરિવર્તનીય પણ છે. એક ભવમાં પણ મનુષ્ય રૂપે કાયમ છે અને બાળક-યુવાન અને વૃધ્ધાવસ્થા રૂપે પરિવર્તન પામનાર છે. માટે દ્રવ્ય-પર્યાય એમ ઉભયાત્મક પદાર્થસ્વરૂપ છે. પ્રશ્ન- [૨૧૦] શું તમામ પદાર્થો દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય છે ? ઉત્તર- હા, સર્વે પદાર્થો દ્રવ્યથી સદાકાળ રહેવાવાળા છે. કદાપિ બન્યા નથી અને કદાપિ વિનાશ પામનારા નથી. અને પર્યાયથી સદા વિનાશી છે. પ્રતિક્ષણે બદલાવા વાળા છે. કોઈ પણ જીવ પદાર્થ કે . Page #91 -------------------------------------------------------------------------- ________________ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા અજીવપદાર્થ પદાર્થસ્વરૂપે-વસ્તુસ્વરૂપે અનાદિ-અનંત છે અને પરિવર્તનસ્વરૂપે અર્થાત્ પર્યાયસ્વરૂપે પ્રતિક્ષણે ઉત્પત્તિ-વિનાશ વાળું છેઅનિત્ય છે. જેમ કે કોઇ મનુષ્ય મરીને દેવ થાય તેમાં જીવપણે બન્ને ભવોમાં તેનો તે જ છે અને મનુષ્યપણે વિનાશ પામ્યો તથા દેવ પણે ઉત્પન્ન થયો એટલે મનુષ્ય-દેવપણાના પર્યાયથી અનિત્ય છે. પ્રશ્ન- [૨૧૧] ત્રિપદી શબ્દ શાસ્ત્રમાં આવે છે તેનો અર્થ ૮૪ શું ? ઉત્તર- નિત્યાનિત્ય-દ્રવ્યપર્યાય એ જ ત્રિપદી કહેવાય છે. ત્રણ પદોનો સમુદાય તે ત્રિપદી,‘ સમ્પન્નેફ વા, વિનમેરૂ વા થુવેફ વા, દરેક પદાર્થો ઉત્તર પર્યાયથી ઉત્પન્ન થાય છે. પૂર્વપર્યાયથી વિનાશ પામે છે. અને પદાર્થ રૂપે ધ્રુવ રહે છે. ઉત્પાદ અને વિનાશ એ અનિત્યાંશ છે અને ધ્રુવ એ નિત્યાંશ છે ઉત્પાદ અને વિનાશ ઉત્તર પૂર્વ પર્યાય આશ્રયી છે. અને ધ્રુવ એ દ્રવ્ય આશ્રયી છે. પ્રશ્ન- [૨૧૨] કોઇ પણ વસ્તુ બીજી વસ્તુની સાથે સમાન છે કે અસમાન છે ? ઉત્તર- સમાન પણ છે અને અસમાન પણ છે. દ્રવ્યથી સમાન છે અને પર્યાયથી અસમાન છે. જેમ કે મનુષ્ય અને પશુનો જીવ જીવ પણે સમાન છે પરંતુ મનુષ્ય અને પશુ પણે અસમાન પણ છે. ચૈત્ર અને મૈત્ર મનુષ્યપણે સમાન છે પરંતુ ચૈત્ર-નૈત્ર પણે અસમાન પણ છે. સોનાનો હાર અને બંગડી સોના દ્રવ્ય પણે સમાન છે પરંતુ ગળામાં હાર જ પહેરાય, બંગડી ન પહેરાય, અને બંગડી હાથે જ પહેરાય, ગળે ન પહેરાય, એ પર્યાય પણે અસમાન પણ છે જ. પ્રશ્ન- [૨૧૩] દરેક વસ્તુઓ પૂર્વાવસ્થાથી ઉત્તરાવસ્થામાં ભિન્ન છે કે અભિન્ન છે ? ઉત્તર- ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે. પર્યાયથી ભિન્ન છે અને દ્રવ્યથી અભિન્ન છે. દેવદત્ત નામનો એક પુરુષ બાળક મટીને જ્યારે યુવાન થાય ત્યારે બાલ્યાવસ્થાથી યુવાવસ્થામાં ભિન્ન છે. માટે જ યુવાવસ્થામાં બાલ્યાવસ્થાની જેમ ધૂળમાં રમતો નથી, જયાં ત્યાં મળમૂત્ર કરતો નથી. અને બાલ્યાવસ્થામાં યુવાવસ્થાની જેમ વિકારી Page #92 -------------------------------------------------------------------------- ________________ “અનેકાન્તવાદ’ ૮૫ નથી વાસનાવાળો નથી. માટે બન્ને અવસ્થામાં અવસ્થાથી ભિન્ન છે. છતાં દેવદત્તપણે બન્ને અવસ્થામાં તે એનો એ જ છે અર્થાત અભિન્ન છે એક જ છે. સોનાનો હાર ભગાવી બંગડી બનાવતાં હાર અને બંગડી પર્યાય આશ્રયી ભિન્ન છે પરંતુ સુવર્ણદ્રવ્ય આશ્રયી અભિન્ન છે. પ્રશ્ન- [૨૧૪] જો નિત્યાનિત્ય, દ્રવ્ય-પર્યાય, સમાન-અસમાન અને ભિન્નાભિન્ન આવું પરસ્પર વિરોધી વસ્તુનું સ્વરૂપ હોય તો તે શબ્દથી બોલી શકાય તેવું માનવું કે ન બોલી શકાય તેવું માનવું ? ઉત્તર- વસ્તુનું સ્વરૂપ કહેવા યોગ્ય (વાચ્ય અર્થાત્ વકતવ્ય) પણ છે અને કહેવાને અયોગ્ય (અવાચ્ય અર્થાત અવક્તવ્ય) પણ છે. જ્યારે ક્રમશઃ અકેક વર્ણન સમજાવવું હોય તો પ્રથમ નિત્યનું વર્ણન સમજાવી પછી અનિત્યનું વર્ણન કહી શકાય છે. તે જ રીતે પ્રથમ દ્રવ્યનું સ્વરૂપ સમજાવી પછી પર્યાયનું સ્વરૂપ સમજાવી શકાય છે માટે ક્રમશઃ ને આશ્રયી વાચ્ય-વક્તવ્ય છે પરંતુ યુગપ ્=એકી સાથે પરસ્પર વિરોધી બન્ને સ્વરૂપો કહેવાં હોય તો તે ન કહી શકાય તેવાં છે. માટે અવાચ્ય પણ છે. પ્રશ્ન- [૨૧૫] વસ્તુનુ સ્વરૂપ ઉભયાત્મક છે. તેમાં અનેકાન્તવાદ કેવી રીતે સમજવો ? ઉત્તર- વસ્તુનુ સ્વરૂપ ઉભયાત્મક છે માટે કોઇ પણ એક જ સ્વરૂપ વસ્તુનું છે અને બીજા સ્વરૂપ વસ્તુનું નથી એમ બોલી શકાતું નથી. જો એમ બોલીએ તો ખોટુ થાય છે. તે જ એકાન્તવાદ છે. જેમ કે આ આત્મા અનાદિ-અનંત જ છે. નિત્ય જ છે. કદાપિ બદલાતો નથી. ઇત્યાદિ. ભલે આત્મા દ્રવ્યથી નથી બદલાતો માટે નિત્ય જરૂર છે પરંતુ સાથે સાથે પર્યાયથી અવશ્ય પ્રતિક્ષણે બદલાય પણ છે. માટે નથી જ બદલાતો એમ કેમ બોલાય ? તેથી એકાન્તે ન બોલવું પરંતુ અપેક્ષાએ બોલવું તે જ અનેકાન્તવાદ. પ્રશ્ન- [૨૧૬] સસભંગી શબ્દ શાસ્ત્રોમાં આવે છે તેનો અર્થ શું ? Page #93 -------------------------------------------------------------------------- ________________ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા ઉત્તર- ઉપર સમજાવ્યા મુજબ વસ્તુનુ સ્વરૂપ નિત્યાનિત્ય-ભિન્નાભિન્ન એમ ઉભયાત્મક છે. તેથી તેને વ્યવસ્થિત સમજવા માટે સાતભાંગા બને છે તે સાત ભાંગાને સપ્તભંગી કહેવાય છે. ૮૬ પ્રશ્ન- [૨૧૭] તે સાતમાંગા કયા કયા ? ઉત્તર---‘નિત્યાનિત્ય’' એવું વસ્તુનું જે સ્વરૂપ છે તેના સાત ભાંગા આ પ્રમાણે (૧) સાદ્ નિત્ય, (૨) સ્યાદ્ અનિત્ય, (૩) સ્યાદ્ અવાચ્ય, (૪) યાદ્ નિત્ય-અનિત્ય, (૫) સ્યાદ્ નિત્ય-અવાચ્ય, (૬) સ્યાદ્ અનિત્ય-અવાચ્ય, અને (૭) સ્યાદ્ નિત્ય-અનિત્ય-અવાચ્ય, પ્રશ્ન- [૨૧૮] ઉપરોક્ત સાત ભાંગાઓનો અર્થ શું ? ભાવાર્થ શું ? = ઉત્તર- (૧) સ્વાત્ નિત્ય = દરેક વસ્તુઓ દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ એટલે કે દ્રવ્ય દ્રષ્ટિએ નિત્ય છે. માટે કંઇક અંશે કથંચિત્ નિત્ય છે. (૨) સ્વાત્ અનિત્ય દરેક વસ્તુઓ પર્યાયર્થિકનયની અપેક્ષાએ એટલે કે પર્યાય દ્રષ્ટિએ અનિત્ય છે. માટે કંઇક અંશે = કથંચિત્ અનિત્ય પણ છે. (૩) સ્થાત્ અવક્તવ્ય = દરેક વસ્તુમાં નિત્ય અનિત્ય ઉભય સ્વરૂપ હોવાથી જો યુગપદ્ = એકી સાથે બન્ને સ્વરૂપ કહેવા જઇએ તો તે કહી શકાય તેવું ન હોવાથી સ્વાદ્ અવ્યવક્તવ્ય કહેવાય છે. (૪) સ્વાત્ નિત્ય-અનિત્ય = પહેલો અને બીજો ભાંગો ભેગો કરવાથી આ ભાંગો બને છે. દરેક વસ્તુઓ દ્રવ્યથી નિત્ય છે અને પર્યાયથી અનિત્ય છે. અને ક્રમશઃ શબ્દથી બોલી પણ શકાય છે. (૫) સ્વાત્ નિત્ય-અવવક્તવ્ય = પહેલો અને ત્રીજો ભાંગો ભેગો કરવાથી આ ભાંગો બને છે. દરેક વસ્તુઓ દ્રવ્યથી નિત્ય છે. પરંતુ દ્રવ્ય-પર્યાય ઉભય સ્વરૂપ યુગપદ્ વિચારીએ તો અવક્તવ્ય પણ છે. (૬) સ્વા-અનિત્ય-અવક્તવ્ય = બીજો અને ત્રીજો ભાંગો = Page #94 -------------------------------------------------------------------------- ________________ “અનેકાન્તવાદ” ૮૭ ભેગો કરવાથી આ ભાંગો બને છે. દરેક વસ્તુઓ પર્યાયથી અનિત્ય છે. પરંતુ દ્રવ્ય-પર્યાય એમ ઉભય સ્વરૂપ સાથે વિચારીએ તો અવક્તવ્ય પણ છે. (૭) યાદ્-નિત્ય-અનિત્ય-અવવક્તવ્ય - પહેલો, બીજો અને ત્રીજો એમ ત્રણે ભાંગા ભેગા કરવાથી આ ભાંગો બને છે. સર્વે વસ્તુઓ દ્રવ્યથી નિત્ય પણ છે. પર્યાયથી અનિત્ય પણ છે. એમ ક્રમશ : બોલીએ તો સમજી શકાય તેમ છે. પરંતુ યુગપદ્ વિચારીએ તો અવક્તવ્ય પણ છે. ઉપર મુજબ સાત ભાંગાઓના અર્થો જાણવા. પ્રશ્ન- [૨૧૯] આ નિત્ય-અનિત્ય ની જેમ શું બીજે પણ સાતભાંગા થાય ? ઉત્તર- હા, આવા પ્રકારનાં પરસ્પર વિરોધી દેખાતાં ઉભય સ્વરૂપ જેટલાં હોય તે તમામમાં સાતભાંગા થાય છે. જેમ કે (૧) અસ્તિનાસ્તિ, (૨) ભિન્નાભિન્ન, (૩) સમાન અસમાન, વગેરેમાં પણ સાત સાત ભાંગા થાય છે. પ્રશ્ન- [૨૨૦] અસ્તિ-નાસ્તિ એટલે શું ? તેના સાતભાંગા કેવી રીતે થાય ? ઉત્તર- સંસારના તમામ પદાર્થો સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વકાળ અને સ્વભાવ વડે અસ્તિસ્વરૂપ છે. હોવારૂપ છે અને તે જ તમામ પદાર્થો પરદ્રવ્ય-૫૨ક્ષેત્ર-૫૨કાળ અને પરભાવ રૂપે નાસ્તિ સ્વરૂપ છે. જેમ કે માટીનો એક ઘટ છે. તે માટી દ્રવ્યરૂપે અસ્તિ છે. પરંતુ ત્રાંબા દ્રવ્યરૂપે નાસ્તિ છે, જે ગામમાં તે બનાવાયો છે તે ગામ-ક્ષેત્ર આશ્રયી અસ્તિ છે. બીજા ગામ-ક્ષેત્ર આશ્રયી નાસ્તિ છે. શિશિર આદિ જે ૠતુમાં બનાવાયો છે તેને આશ્રયી અસ્તિ છે. ઇતર ઋતુને આશ્રયી નાસ્તિ છે. જે રૂપ-રંગવાળો છે તે કૃષ્ણ-રક્તાદિ ભાવે અસ્તિ છે ઇતર રૂપે નાસ્તિ છે. ઇત્યાદિ. પ્રશ્ન- [૨૨૧] આવી સમભંગીઓ કેટલી થતી હશે ? ઉત્તર- પરસ્પર વિરોધી દેખાતાં બે સ્વરૂપોનાં જોડકાં અનંતાં હોય Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૮ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા છે તેથી એકેક જોડકા ઉપર એકેક સપ્તભંગી થતી હોવાથી આવી સપ્તભંગીઓ અનંતી છે. પ્રશ્ન- [૨૨૨] કોઈ પણ વિરોધી દેખાતાં બે સ્વરૂપો ઉપર સપ્તભંગી બનાવવી કેવી રીતે ? ઉત્તર- પ્રથમના ત્રણ ભાંગા એકેક પદના બનાવવા, તેથી તે એક સંયોગી ભાંગા કહેવાય છે. જેમ કે (૧) સદ્ ગતિ, (૨) રાત્ નાસ્તિ, અને (૩) યાત્ વક્તવ્ય; ત્યાર પછી બે બે પદો સાથે કરવાથી બીજા ત્રણ ભાંગા થશે તે દ્વિસંયોગી કહેવાય છે. જેમ કે (૪) થાત્ તિ-નીતિ (૫) યાદ્ ગતિ મત્રવતવ્ય, (૬) ર્ નાસ્તિ આવવતવ્ય. ત્યારબાદ ત્રણે પદો સાથે જોડવાથી સાતમો ભાંગો બને છે જેને ત્રિસંયોગી ભાંગો કહેવાય છે. જેમ કે (૭) યાત્ ત નાસ્તિ મવક્તવ્ય. . પ્રશ્ન- [૨૨૩] ઉપરોક્ત ચર્ચાનો સાર શું ? - ઉત્તર- સંસારના તમામ પદાર્થો દ્રવ્ય-પર્યાય ઉભયાત્મક છે. દ્રવ્યથી નિત્ય છે. પર્યાયથી અનિત્ય છે. માટે પરિણામી નિત્ય છે. સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ અસ્તિસ્વરૂપ છે. પરદ્રવ્યાદિની અપેક્ષાએ નાસ્તિ સ્વરૂપ છે. દ્રવ્યપણે સમાન છે પર્યાય પણે અસમાન છે. પૂર્વપર્યાયથી વિનશ્વર છે. ઉત્તરપર્યાયથી ઉત્પત્તિમાનું છે અને દ્રવ્યપણે ધ્રૂવ છે. એમ કોઈ પણ પદાર્થ અનેકાન્તાત્મક છે. પરંતુ એકાન્તાત્મક નથી. પ્રશ્ન- [૨૪] દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય એટલે શું? ઉત્તર- દ્રવ્યને પ્રધાન કરીને જે નિરૂપણ થાય તે દ્રવ્યાર્થિકનય, અને પર્યાયને પ્રધાન કરીને જે નિરૂપણ થાય તે પર્યાયર્થિકનય કહેવાય પ્રશ્ન- [૨૫] નય એટલે શું? તેના ભેદો કેટલા ? ઉત્તર- નય એટલે દૃષ્ટિ, અપેક્ષા, વિવલા, વસ્તુમાં અનંત ધર્મો ભરેલા છે તેમાંથી જે કાળે જેની મુખ્યતા કરવી જરૂરી લાગે તેને મુખ્ય કરવામાં આવે અને બીજાને ગૌણ કરવામાં આવે તે નય કહેવાય છે. તેના મુખ્યત્વે ૨, અને પેટાભેદો કરતાં ૭ ભેદો છે. પ્રશ્ન- [૨૬] મુખ્યત્વે ૨ અને પેટા ભેદો ૭ કયા કયા ? 'ઉત્તર- (૧) દ્રવ્યાર્થિક નય અને (૨) પર્યાયાર્થિક નય, એમ Page #96 -------------------------------------------------------------------------- ________________ “અનેકાન્તવાદ” ૮૯ મુખ્યત્વે બે નયો છે. તેના પેટાભેદો રૂપે ૭ નવો છે. (૧) નૈગમ, (૨) સંગ્રહ, (૩) વ્યવહાર, (૪) જાસૂત્ર, (૫) શબ્દ, (૬) સમભિરૂઢ અને (૭) એવંભૂત. આ સાત નયોમાંથી પ્રથમના ચાર નયો દ્રવ્યાર્થિકના પટાભેદો છે અને પાછળના ત્રણ પર્યાયાર્થિક નયના પેટાભેદો છે. પ્રશ્ન- [૨૨૭] નૈગમ નય એટલે શું ? ઉત્તર- જે વસ્તુમાં વસ્તુનું સ્વરૂપ ન હોય પરંતુ વસ્તુના સ્વરૂપનો આરોપ (ઉપચાર) કરવામાં આવે તે નૈગમનય, દૂરતર કારણમાં કાર્યનો ઉપચાર કરાય તે નગમના, જેમ કે ઝઝવાના જળને જળ કહેવું, ઘડો માટીનો બનેલો હોવા છતાં તેમાં મુખ્યત્વે ઘી જ ભરાતું હોય ત્યારે ઘીનો ઘડો કહેવો, પ્રભુ મહાવીર સ્વામી ૨૫૦૦ વર્ષો પૂર્વે જન્મ્યા છે અને નિર્વાણ પામ્યા છે. તથાપિ આ વર્ષે ચૈત્રસુદ ૧૩ અને આસો વદ અમાવાસ્યા આવે ત્યારે પ્રભુનો જન્મદિવસ છે અને નિર્વાણ દિવસ છે એમ માનવું તે નિગમ નય કહેવાય છે. પ્રશ્ન- [૨૨૮] તે નૈગમનયના પેટાભેદો કેટલાં? અને કયા કિયા ? ઉત્તર- વિવફાભેદે બહુ ભેદો થાય છે, તથાપિ કાળ આશ્રયી (૧) ભૂત નૈગમ (૨) ભાવિ નગમ, અને (૩) વર્તમાન બૈગમ એમ ત્રણ ભેદો શાસ્ત્રોમાં જણાય છે. (૧) જે બીના ભૂતકાળની હોય છતાં વર્તમાનકાળમાં આરોપિત કરાય તે ભૂત નૈગમ. જેમ કે આજે દિવાલીનો દિવસ હોય ત્યારે ભગવાનનો નિર્વાણ દિવસ માનવો તે, (૨) જે બીના ભાવિમાં બનવાની હોય તેનો વર્તમાનમાં આરોપ કરવો તે ભાવિ નૈગમનય. જેમ કે ભગવાન્ જ્યારે કેવળજ્ઞાન પામે ત્યારે સિદ્ધિ પદ ભાવિમાં મળવાનું છે તથાપિ નક્કી મળવાનું જ હોવાથી કેવળી થાય ત્યારે જ સિધ્ધ થયા એમ માનવું તે ભાવિનૈગમ, (૩) જે બીના વર્તમાન કાળમાં ચાલુ છે તેને ભૂત રૂપે જણાવવી તે વર્તમાન નગમ, જેમ કે હજુ રસોઇ બનતી હોય તો પણ રસોઈ થઈ ગઈ છે જમીને જાઓ એવું બોલવું તે વર્તમાન બૈગમ. પ્રશ્ન- [૨૨૯] સંગ્રહ નય એટલે શું ? ઉત્તર- કોઈ પણ વસ્તુઓનો સંગ્રહ કરવા વાળી બુધ્ધિ, એકી Page #97 -------------------------------------------------------------------------- ________________ ૯૦ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા કરણ કરવા તરફની મનોવૃત્તિ, વસ્તુઓના અભેદને કરવા વાળી બુદ્ધિ તે સંગ્રહ નય કહેવાય છે. જેમ કે પૃથ્વી-પાણી-અગ્નિ-પવન કે વનસ્પતિ ભલે પરસ્પર જુદા-જુદા સ્વરૂપ અને સ્વભાવવાળા છે તો પણ તે સર્વે એકેન્દ્રિય જીવો છે. પશુ-પક્ષી મત્સ્ય-સર્પ-સિંહાદિ ભલે હો પરંતુ તે સર્વે પંચેન્દ્રિય તિર્યંચ છે. પ્રશ્ન- [૨૩૦] સંગ્રહ નયના ભેદો કેટલા અને કયા કયા ? ઉત્તર- સંગ્રહનયના બે ભેદ છે. સામાન્ય સંગ્રહનય અને વિશેષ સંગ્રહનય (૧) જે સમસ્ત વસ્તુઓનું એકીકરણ કરે તે સામાન્ય સંગ્રહનય. જેમ કે જીવ અને અજીવ ભલે હોય પરંતુ પદાર્થ પણે તે એક છે. (૨) જે અમુક મર્યાદિત વસ્તુઓનું જ એકીકરણ કરે તે વિશેષ સંગ્રહનય. જેમ કે એકેન્દ્રિય-વિશ્લેન્દ્રિય કે પંચેન્દ્રિય ભલે હોય પરંતુ તે બધા જીવ પણે એક છે. (અહીં જીવ માત્રનું એકીકરણ કરવામાં આવ્યું છે.) પ્રશ્ન- [૩૧] વ્યવહાર નય એટલે શું ? ઉત્તર- કોઈ પણ વસ્તુનું જે પૃથક્કરણ કરે, સંગ્રહનયે એકત્રિત કરેલી વસ્તુઓનો જે ભેદ કરે, વસ્તુને છુટી પાડે તે વ્યવહાર નય. જેમ કે જીવોના બે ભેદ ત્રસ અને સ્થાવર, વળી ત્રસના ચાર ભેદ બેઇન્દ્રિય, તેઈન્દ્રિય વિગેરે- આ વ્યવહાર નય ત્રિકાળગ્રાહી છે. શેઠનો છોકરો ભાવિમાં શેઠ થવાનો છે તેથી આજે પણ શેઠ કહે. જે પ્રધાનપદથી નિવૃત્ત હોય તેને પણ માજીપ્રધાન તરીકે સ્વીકારે, જે ભાવિમાં સાધુ થવાના હોય તેને પણ ભક્તિનું પાત્ર માને, જેણે પહેલાં સાધુપણું પાળ્યું હોય તેના દેહને પણ ભક્તિનું સ્થાન માને ઈત્યાદિ. પ્રશ્ન- [૨૩૨] ઋજુ સૂત્ર નય એટલે શું ? ઉત્તર- જ્યારે વસ્તુના સ્વરૂપનો માત્ર વર્તમાનકાળ જ સ્વીકારવામાં આવે. ભૂત-ભાવિ કાળને ગૌણ કરવામાં આવે ત્યારે તેને જાસૂત્ર નય કહેવાય છે. જેમ કે જે હાલ શેઠ છે તેને જ શેઠ કહેવાય, જે Page #98 -------------------------------------------------------------------------- ________________ “અનેકાન્તવાદ” ૯૧ પહેલાં શેઠ હતા પરંતુ હાલ જો તેની પાસે પૈસા ન હોય તો સામાન્યમાણસ અને તેમાં શું ફરક ? શેઠ માનવાનો અર્થ શો ? જે પ્રધાનમંડળમાં હાલ હોય તે પ્રધાન, જે પ્રધાન પદેથી ઉતરી ગયા તેને પ્રધાન માનવાથી શો લાભ ? તેની પ્રધાન તરીકે સહી કે સત્તા થોડી જ ચાલવાની છે ? માટે આ નય માજી પ્રધાન માનતો નથી. શેઠના છોકરાને શેઠ કહેતો નથી. પ્રશ્ન- [૨૩૩] સૂત્ર નયની બીજી પણ કંઈ માન્યતા ઉત્તર- જે પોતાની માલિકીની હાજર વસ્તુ હોય તે જ સાચી વસ્તુ છે. જે પરાઈ વસ્તુ હોય અથવા પોતાની હોવા છતાં બીજાને ઘેર હોય તો તે મિથ્યા છે એમ પણ આ નય માને છે. જેમ કે આપણા પિતાની પાસે, ભાઈની પાસે, કે પુત્રની પાસે ધન હોય અને તેનાથી આપણે ધનવાન પણાનો ગર્વ કરતા હોઈએ તો આ નય મિથ્યા માને છે. તેવી જ રીતે આપણું ધન પણ બેંકમાં હોય કે બીજાને ઘેર જમા મુકેલ હોય તો અવસરે કામ ન પણ આવે માટે તે ધન પત્થર બરાબર છે એમ આ નય માને છે. પ્રશ્ન- [૨૩૪] આ સૂત્ર નયના પેટાભેદો કેટલા? કયા કયા ? ઉત્તર- જુસૂત્ર નયના ૨ ભેદ છે. સ્થૂલ ત્રાસૂત્ર નય અને સૂક્ષ્મ ઋજાસૂત્ર નય, જે લાંબા વર્તમાનકાળને સ્વીકારે તે સ્થૂલશ્કા સૂત્રનય જેમ કે આપણે માનવ છીએ. તથા જે ફક્ત એક સમય વર્તી વર્તમાનકાળ સ્વીકારે તે સૂક્ષ્મ જાસૂત્રનય. જેમ કોઈ પણ દ્રવ્યનો એક સમયવર્તી પર્યાય. પ્રશ્ન- [૨૩૫] શબ્દ નય એટલે શું ? ઉત્તર- શબ્દનું જે વધારે મહત્વ આપે, શબ્દના લિંગ-વચન-અને જાતિને પ્રધાન કરી અર્થનો ભેદ કરે તે શબ્દનય. જેમ કે તટ-તટીતટસ્ નો અર્થ જુદા-જુદો કરે. એક વ્યક્તિ હોય ત્યાં એક વચન જ વાપરે અને બહુવ્યક્તિ હોય ત્યાં બહુવચન જ વાપરે, એક વ્યક્તિમાં શાનાર્થે બહુવચન જે થાય છે તે ન સ્વીકારે તે શબ્દનાય. જૈપ્ર.પા.-૭ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૨ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા પ્રશ્ન- [૨૩૬] સમભિરૂઢ નય એટલે શું ? ઉત્તર- એક જ વસ્તુના વાચક પર્યાયવાચી શબ્દોમાં જે અર્થભેદ કરે તે સમભિરૂઢ નય, જેમ કે નૃપ-ભૂપ-નૃપાલ-ભૂપાલ-નૃપતિ-ભૂપતિ અને રાજા આ બધા શબ્દોનો અર્થ સામાન્યથી રાજા એમ એક હોવા છતાં પ્રકૃતિ અને પ્રત્યય-પ્રમાણે જુદો જુદો અર્થ કરે છે. મનુષ્યોનું રક્ષણ કરે તે નૃપ, પૃથ્વીનું રક્ષણ કરે તે ભૂપ, મનુષ્યોનું પાલન કરે તે નૃપાલ, પૃથ્વીનું પાલન કરે તે ભૂપાલ ઇત્યાદિ વ્યુત્પત્તિ ભેદે અર્થભેદ માને તે સમભિરૂઢ નય. પ્રશ્ન- [૨૩૭] એવંભૂત નય એટલે શું? ઉત્તર- જે શબ્દનો જેવો અર્થ થતો હોય તેવી જ અર્થક્રિયા ચાલુ હોય ત્યારે જ તે શબ્દ પ્રયોગ કરે તે એવંભૂત નય. જેમ કે રાજા જ્યારે લડાઇમાં ઉતરી પ્રજાનું રક્ષણ કરતો હોય તે કાળે જ નૃપ, જ્યારે ભૂમિને બચાવતો હોય ત્યારે જ ભૂપ, ઇત્યાદિ અર્થક્રિયા સ્વીકારે તે એવંભૂત નય. પ્રશ્ન- [૨૩૮] આ નયો એ શું હશે? શું તેવા તેવા કોઈ મનુષ્યો છે કે શું છે ? ઉત્તર- નયો એ કોઈ માનવો નથી. પરંતુ માનવોના વિચારો, માનવોની જે દૃષ્ટિ, માનવોના મનના જે સંકલ્પો, વિચારસરણીઓ, વિવક્ષાઓ તે નયો કહેવાય છે. એક જ વસ્તુના વિચાર પ્રત્યે ભિન્ન ભિન્ન માનવની જે ભિન્ન ભિન્ન વિચારસરણી તે નય કહેવાય છે. પ્રશ્ન- [૨૩૯] શાસ્ત્રોમાં નિશ્ચયનય અને વ્યવહાર નય પણ આવે છે તે શું છે ? ઉત્તર- વસ્તુના બાહ્યસ્વરૂપને જે પ્રધાન કરે તે વ્યવહારનય અને અત્યંતર સ્વરૂપને જે પ્રધાન કરે તે નિશ્ચયનય, જેમ કે પ્રતિક્રમણની કરાતી ક્રિયાને પ્રતિક્રમણ કહે તે વ્યવહાર નય અને પાપોની આલોચનાનો હૈયાની અંદર રહેલો જે ભાવ તેને પ્રતિક્રમણ કહે તે નિશ્ચયનય. કારણને કાર્ય માને તે વ્યવહાર નય. અને કાર્યને કાર્ય માને તે નિશ્ચયનય, જેમ કે પુસ્તક-પાટી-પોથી-આદિને જ્ઞાન માને તે વ્યવહાર Page #100 -------------------------------------------------------------------------- ________________ “અનેકાન્તવાદ” નય અને તેનાથી થતા અભ્યાસને જ્ઞાન માને તે નિશ્ચયનય ઇત્યાદિ. પ્રશ્ન- [૨૪૦] જ્ઞાનનય અને ક્રિયાનય એવા શબ્દો પણ આવે છે તેનો અર્થ શું ? ઉત્તર- જ્ઞાનની પ્રધાનતાવાળી જે દૃષ્ટિ તે જ્ઞાનનય. અને ક્રિયાની પ્રધાનતા વાળી જે દૃષ્ટિ તે ક્રિયાનય. એક આત્મા વસ્તુની અસારતાને જાણી સમજી વૈરાગી બની તેનો ત્યાગ કરે તે જ્ઞાનનય, અને એક આત્મા વસ્તુના સ્વરૂપને સમજ્યા વિના પરંપરાની રૂઢિમાત્રથી વસ્તુનો ત્યાગ કરે સામાયિકાદિ ક્રિયા કરે તે ક્રિયાનય. પ્રશ્ન- [૨૪૧] આ બધા નયોમાં સુનય કયો ? અને દુર્રય કર્યો ? ઉત્તર- જ્યારે જે નય લગાવવાથી આત્મહિત થાય, આત્માનું કલ્યાણ થાય, ત્યારે ત્યાં તે નય સુનય જાણવો. અને જ્યારે જે નય લગાડવાથી આત્માનું અહિત-અકલ્યાણ થાય ત્યારે ત્યાં તે દુર્નય સમજવો. જેમ કે જ્ઞાન રસિક જીવને ક્રિયામાર્ગ સમજાવવો, અને ક્રિયારસિક જીવને જ્ઞાનમાર્ગ સમજાવવો તે સુનય. અને જ્ઞાન રસિક જીવને જ્ઞાનમાર્ગ જ સમજાવવો તથા ક્રિયારસિક જીવને ક્રિયાનો જ માર્ગ સમજાવવો તે એકાન્તવાદની વૃધ્ધિ કરનાર હોવાથી દુર્નય કહેવાય છે. પ્રશ્ન- [૨૪૨] તત્ત્વાર્થ સૂત્રમાં “ પ્રમાળનવૈધિનમઃ” સૂત્ર આવે છે. તેમાં નયની સાથે પ્રમાળ શબ્દ લખ્યો છે. તે પ્રમાણ શબ્દનો અર્થ શું ? ઉત્તર- વસ્તુનું સંપૂર્ણ સ્વરૂપ જેનાથી જણાય તે પ્રમાણ, નયો એ પ્રમાણના એક અંશરૂપ છે. નયો વસ્તુના અંશને જણાવનાર છે તથા પ્રમાણ વસ્તુનુ ચારે બાજુથી પૂર્ણ સ્વરૂપ સમજાવનાર છે. પ્રમાણ એ વૃક્ષ છે અને નયો તેની શાખા-પ્રશાખા છે. પ્રશ્ન- [૨૪૩] પ્રમાણના ભેદો કેટલા ? અને કયા કયા ? ઉત્તર- પ્રમાણના મુખ્યત્વે ૨ ભેદો છે. (૧) પ્રત્યક્ષ (૨) પરોક્ષ. પ્રશ્ન- [૨૪૪] તે બન્ને ભેદોના અર્થ શું ? તથા તેના પેટાભેદો કેટલા ? ૯૩ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૪ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા ઉત્તર- (૧) બાહ્ય ધૂમાદિ નિમિત્ત વિના અથવા ઇન્દ્રિયોની મદદ વિના આત્મા સ્વયં સાક્ષાત્ વસ્તુને જે જાણી શકે તે પ્રત્યક્ષ. તેના ૨ ભેદ છે. (૨) ઇન્દ્રિયોની મદદથી આત્મા પદાર્થને જે જાણી શકે તે પરોક્ષ. પરોક્ષ પ્રમાણના પાંચ ભેદો છે. પ્રશ્ન- [૨૪૫] પ્રત્યક્ષ પ્રમાણના ૨ ભેદો કયા કયા ? અને તેનો અર્થ શું ? ઉત્તર- પ્રત્યક્ષ પ્રમાણના ૨ ભેદો છે. (૧) સાંવ્યવહારિક પ્રત્યક્ષ અને (૨) પારમાર્થિક પ્રત્યક્ષ. જ્યાં આત્માને સાક્ષાત્ બોધ નથી. ઇન્દ્રિયોની મદદ છે. પરંતુ ઇન્દ્રિયોથી સાક્ષાત વસ્તુ જણાય છે. ઇન્દ્રિયો વિના બીજા બાહ્યનિમિત્ત રૂપ કોઇનો સહારો જેમાં લેવો પડતો નથી તે સાંવ્યવહારિક પ્રત્યક્ષ. તેમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન આવે છે. જેમાં ઇન્દ્રિયોનો પણ સહારો લેવો પડતો નથી. આત્મા પોતે જ સાક્ષાત્ જાણે છે તે પારમાર્થિક પ્રત્યક્ષ. તેમાં અવધિ-મન:પર્યવ. અને કેવળજ્ઞાનનો સમાવેશ થાય છે. પ્રશ્ન- [૨૪૬] સાંવ્યવહારિક પ્રત્યક્ષ અને પારમાર્થિક પ્રત્યક્ષના પેટાભેદો છે ! ઉત્તર- હા, તેના પણ પેટાભેદો છે. સાંવ્યવહારિક પ્રત્યક્ષમાં મતિજ્ઞાનના ૨/૨૮/૩૩૬- અને ૩૪૦ ભેદો છે. અને શ્રુત જ્ઞાનના ૨/૧૪ ભેદો છે. પારમાર્થિક પ્રત્યક્ષના ૨ ભેદ છે વિક્લ અને સક્સ. વિક્લમાં અવધિજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાન આવે છે અને સક્લુમાં કેવળજ્ઞાન આવે છે. જ્યાં મર્યાદિત વિષય જણાય તે વિકલ અને જ્યાં પૂર્ણ વિષય જણાય તે સકલ. પ્રશ્ન- [૨૪૭] પરોક્ષ પ્રમાણના પાંચ ભેદો કયા કયા ? ઉત્તર- (૧) સ્મૃતિ, (૨) પ્રત્યભિજ્ઞાન, (૩) તર્ક, (૪) અનુમાન, (૫) આગમ. પ્રશ્ન- [૨૪૮] આ પાંચે ભેદોનો સંક્ષેપમાં અર્થ શું ? ઉત્તર- (૧) ભૂતકાળમાં અનુભવેલી વસ્તુ યાદ કરવી તે સ્મૃતિ. Page #102 -------------------------------------------------------------------------- ________________ “અનેકાન્તવાદ” ૯૫ (૨) ભૂતકાળમાં અનુભવેલી વસ્તુ નજર સમક્ષ ફરીથી અનુભવાતી હોય, ત્યારે તે આ જ છે એમ જાણવું તે પ્રત્યભિજ્ઞાન. (૩) આ હેતુ હોતે છતે આ સાધ્ય હોય જ એવો સાહચર્યનો નિયમ તે તર્ક, (૪) પક્ષમાં હેતુ હોવાથી સાધ્યની જે કલ્પના કરવી તે અનુમાન. (૫) જ્ઞાની મહાત્માઓએ કહેલાં જે શાસ્ત્રો તે આગમ. પ્રશ્ન- [૨૪૯] પ્રમાણ-નય ઉપરાંત નિક્ષેપ શબ્દ આવે છે તેનો અર્થ શું ? ઉત્તર- નિક્ષેપ એટલે વસ્તુનો જાદી ાદી રીતે બોધ કરવો તે. વસ્તુને બારીકાઇથી સમજવા માટેના પાડેલા પ્રકારો. તેના ચાર ભેદો છે. પ્રશ્ન- [૨૫૦] નિક્ષેપાના ચાર ભેદો કયા કયા ? અને એનો અર્થ શું ? ઉત્તર- (૧) નામ, (૨) સ્થાપના, (૩) દ્રવ્ય, (૪) ભાવ, એમ નિક્ષેપાના ચાર પ્રકારો છે. તેના અર્થો આ પ્રમાણે છે. (૧) વસ્તુને ઓળખવા માટે પાડેલું તેનું નામ તે નામનિક્ષેપ. જેમ કે ગાયનું ગાય, કુતરાનું કુતરો, એવું જે નામ તે. (૨) વસ્તુનો આકારવિશેષ તે સ્થાપના. જેમ કે ગાયનો ગાયપણે જે આકાર, કુતરાનો કુતરાપણે જે આકાર. (૩) વસ્તુમાં રહેલો મૂળ પદાર્થ તે દ્રવ્ય, અથવા આગળ પાછળલી જે અવસ્થા તે દ્રવ્ય, જેમ કે ગાયનો અને કુતરાનો આત્મા અથવા તેનો પૂર્વભવ અને પુનર્ભવ. (૪) વસ્તુમાં રહેલા જે ગુણ-ધર્મો તે ભાવ. અથવા વર્તમાન પર્યાય વાળી જે અવસ્થા તે ભાવ. જેમ કે ગાયના અને કુતરાના આત્મામાં ગાયપણું અને કુતરાપણું તે ભાવનિક્ષેપ. Page #103 -------------------------------------------------------------------------- ________________ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા પ્રશ્ન- [૨૫૧] કોઈ પણ વસ્તુમાં આ ચાર નિક્ષેપાઓ શું હોય જ ? ઉત્તર- હા, એક એક વસ્તુમાં આ ચારે નિપા હોય જ છે અને તે એક પછી એક ભાવવિશેષનું વધારે નિકટકારણ બને છે. નામથી સ્થાપના વધારે કારણ, અને સ્થાપના કરતાં દ્રવ્ય વધારે કારણ, અને દ્રવ્ય કરતાં ભાવનિક્ષેપ વધારે કારણ બને છે. પ્રશ્ન- [૨૫] આ ચાર નિપામાં કયા નિક્ષેપા ઉપાય (પૂજ્ય) અને કયા નિક્ષેપા હેય - ત્યજવા લાયક છે ? ઉત્તર- જેનો ભાવનિક્ષેપો પૂજય-ઉપાદેય હોય તેના ચારે નિક્ષેપા પૂજય અને આરાધ્ય છે. પરંતુ જેનો ભાવનિક્ષેપો હેય હોય છે તેના ચારે નિક્ષેપા હેય (ત્યાજ્ય) હોય છે. જેમ મહાવીર સ્વામી પ્રભુ પૂજ્ય (ઉપાદેય) છે. તો તેનું નામ, તેઓની મૂર્તિ, અને તેઓનું આત્મદ્રવ્ય પણ પૂજય છે. અને ચોર-લુટારા કે ધાતકી પુરૂષનું જીવન હેય છે. તો તેનું નામ, તેની મૂર્તિ, અને તેનું આત્મદ્રવ્ય પણ હેય છે. પ્રશ્ન- [૨૫૩] આ ચાર નિપાનો નયોમાં સમાવતાર થાય ? અને તે કેવી રીતે ? ઉત્તર- નૈગમાદિ પ્રથમના ચાર નવો નામ-સ્થાપનાદિ ચારે નિપાઓને માન્ય રાખે છે. પરંતુ શબ્દાદિ ત્રણ નવો અતિશુધ્ધ હોવાથી માત્ર ભાવનિક્ષેપાને જ સ્વીકારે છે. પ્રશ્ન- [૫૪] સ્થાપના નિક્ષેપે પ્રભુની પ્રતિમા (મૂર્તિ) શું પૂનીય મનાય ? - ઉત્તર- હ. પ્રભુની મૂર્તિ પણ પૂજાય છે. જેમ શત્રુ ઉપર દુશ્મનાવટ હોવા છતાં શત્રુની મૂર્તિ જોઈ દુશ્મનાવટ ઉછળે છે. શૃંગાર રસનું ચિત્ર પણ શરીરમાં વિકારતા લાવે છે, કરૂણ રસનું ચિત્ર પણ શરીરમાં અતિશય રૂદન લાવે છે. તેવી રીતે શાન્ત અને વીતરાગાવસ્થા વાળી મૂર્તિ પણ આ આત્મામાં વૈરાગ્ય અને વીતરાગતા લાવે છે. પ્રશ્ન- [૨૫૫] મૂર્તિ તો જડ છે. પત્થરની બનેલી છે. તે * જીવના ભાવોનો કર્તા કેમ બને ? ઉત્તર- મૂર્તિ પત્થરની હોવા છતાં “પ્રાણ પ્રતિષ્ઠા = અંજનશલાકા” Page #104 -------------------------------------------------------------------------- ________________ અનેકાન્તવાદ” કર્યા પછી તે મૂર્તિમાત્ર નથી. પરંતુ આરોપિતપ્રભુ જ છે. ભગવાનું જ છે. જેમ માત-પિતાના ફોટાઓ જડ હોવા છતાં તેઓના ઉપકારોની સ્કૃતિનું કારણ બને છે. રાજકીય નેતાઓના ફોટાઓ તેઓની રાજ્ય અવસ્થાના પરાક્રમોની સ્મૃતિ કરાવે છે. તેવી જ રીતે ભગવન્તોની મૂર્તિ પણ ભગવન્તોના ઉપકારોની સ્મૃતિ કરાવે છે. પ્રશ્ન- [૨૫૬] મૂર્તિને માનીએ તો તેના માટે મંદિર જોઇએ, અને તેને બંધાવવામાં અનેક જીવોની હિંસા થાય, ભગવન્તોએ હિંસાનો તો નિષેધ કહ્યો છે. ઉત્તર- મંદિરો બાંધનારા અને બંધાવનારા ગૃહસ્થ-શ્રાવક-શ્રાવિકા જ હોય છે. અને તેઓનો દેશવિરતિ ધર્મ હોવાથી માત્ર ત્રસકાયની જ હિંસાનો ત્યાગ છે. સ્થાવર જીવોની હિંસાના ત્યાગનાં પચ્ચકખાણ તેઓને હોતા નથી. અને જે સાધુસંતો હિંસાના સર્વથા ત્યાગી છે તેઓ મંદિરો બાંધતા કે બંધાવતા નથી. ગૃહસ્થોના હિત માટે તેઓને ઉપદેશ આપે છે. પ્રશ્ન- [૨૫૭] મંદિર બાંધવામાં જો લાભ છે તો સાધુસંતો પોતે કેમ બાંધતા નથી? અને જો લાભ નથી તો ગૃહસ્થોને બાંધવાનો ઉપદેશ શા માટે આપે છે ? ઉત્તર- ડોકટર સાહેબો રોગીને જે દવા આપે છે તે દવામાં જો લાભ છે તો ડોકટર સાહેબ પોતે કેમ લેતા નથી ? અને જો લાભ નથી તો દર્દીને કેમ આપે છે ? આ પ્રશ્નનો જે ઉત્તર છે તે જ ઉત્તર મંદિરની બાબતમાં પણ છે. દર્દીને રોગ છે. ડોક્ટર સાહેબને રોગ નથી. જેને રોગ હોય તેને દવા હિતકરનારી બને છે. માટે ડોકટર પોતે નિરોગી હોવાથી દવા લેતા નથી અને દર્દી રોગી હોવાથી તેને દવા આપે છે. તે જ પ્રમાણે ગૃહસ્થ આરંભ-સમારંભના રોગ વાળા છે તેથી મંદિર બંધાવવું તેના માટે હિતકારી છે અને સાધુસંતો આરંભસમારંભના રોગ વિનાના છે. માટે આ કાર્ય તેઓ કરતા નથી. - પ્રશ્ન- [૨૫૮] પરંતુ ડોક્ટર સાહેબ પોતે રોગી બને તો તેઓ તો દવા લે જ છે ? Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૮ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા ઉત્તર- સાધુસંતો પણ જો સર્વત્યાગથી પતિત થઈ આરંભસમારંભના રોગવાળા (ઘરબારી) બને તો તેઓ પણ મૂર્તિપૂજા અને મંદિર બનાવવાનું કામકાજ કરે જ છે. અને તે તેઓના હિત માટે પ્રશ્ન- [૨૫૯] “જિહાં પુષ્પપાંખડી દુહવાય, તિહાં નહીં જિનવરની આણ ” આવું વાક્ય સાંભળવા મળે છે તો તેનો અર્થ શું ? - ઉત્તર- આ વાક્ય પુષ્પપૂજાના નિષેધ માટે નથી. પરંતુ અવિવેકને દૂર કરવા માટે છે. પુષ્પોના અતિશય ઢગલા કરવામાં આવે, પગ નીચે ખુંદવામાં આવે, ભાવનાની વૃદ્ધિ કરતાં હિંસાની જ વૃધ્ધિ હોય, અતિશય અવિવેક હોય, તેને દૂર કરવા માટે છે. પરંતુ પુષ્પપૂજાના નિષેધ માટે નથી. અષ્ટપ્રકારી પૂજાનું શાસ્ત્રોમાં વિધાન છે. નાગદત્ત પુષ્પપૂજા કરતાં કેવળજ્ઞાન પામ્યા. અને વજસ્વામીએ વૈક્રિયલબ્ધિથી પુષ્પો લાવી આપ્યાનું વિધાન શાસ્ત્રોમાં મળે જ છે. પ્રશ્ન- [૨૬૦] શાસ્ત્રમાં હિંસા તો ત્યાજ્ય જ કહી છે. મંદિર બંધાવવામાં, અને મૂર્તિપૂજા કરવામાં પાણી અને પુષ્પાદિની હિંસા થવાની જ છે. તો તે કેમ કરાય ? ઉત્તરગૃહસ્થ શ્રાવક-શ્રાવિકાઓને સર્વહિંસાના ત્યાગનાં પચ્ચકખાણ હોતાં જ નથી. માત્ર ત્રસજીવો-નિરપરાધી-અને નિરપેક્ષપણે હણવા નહીં એવું વ્રત હોય છે માટે સ્થાવરજીવોની જ્યણા છે. વળી સંસારિક ઘરદુકાન-વિગેરે બાંધવા-બંધાવવામાં જો હિંસા ચાલુ જ છે. તો ભાવિના પરિણામની શુધ્ધિના લાભ માટે આ હિંસા અત્યાજ્ય છે. સર્વથા હિંસાના ત્યાગી સાધુસંતો વિહાર કરતાં નદી આવે તો અપકાયની હિંસા હોવા છતાં નદી ઉતરે છે. અનેક ઘરે ગોચરી ફરવામાં વધારે હિંસા હોવા છતાં વધારે ઘેર ગોચરી ફરે તો આ ગૃહસ્થ આત્માઓ છે તેઓને સ્થાવરની હિંસા કરતાં પરિણામની વિશુદ્ધિ વધારે મુખ્ય હોય છે. પ્રશ્ન- [૨૬૧] જૈનોના બધા સંપ્રદાયો શું મૂર્તિ-મંદિર-અને પૂજા સ્વીકારે છે ? . Page #106 -------------------------------------------------------------------------- ________________ “અનેકાન્તવાદ’ ઉત્તર- શ્વેતાંબર મૂર્તિપૂજક અને દિગંબર સંપ્રદાય મૂર્તિ-મંદિર અને પૂજા ભાવવૃદ્ધિનો હેતુ છે એમ સમજી અલ્પહિંસા હોવા છતાં સ્વીકારે છે. અને સ્થાનકવાસી તથા તેરાપંથી સંપ્રદાય હિંસાને મુખ્ય કરીને મૂર્તિ-મંદિરના વ્યવહારને સ્વીકારતા નથી. પ્રશ્ન- [૨૬૨] જૈન મંદિરમાં દર્શનાર્થે જઇએ ત્યારે શું વિધિ સાચવવાની ? . ઉત્તર- અનંત ઉપકારી પરમાત્મા વીતરાગ દેવના દર્શનાર્થે મંદિરમાં જઇએ છીએ એટલે શુધ્ધવસ્ત્રો પહેરી, પરિપૂર્ણ પોષાક પહેરી, મંદિરે જવું. મંદિરમાં પ્રવેશ કરતાં જ પ્રભુની સામે મસ્તક નમાવતાં “નિસીહિ’ શબ્દ બોલવો, નિસીહિ એટલે નિષેધ. અર્થાત્ સંસાર સંબંધી તમામ વાતોનો ત્યાગ. આવી ત્રણ નિસીહિ બોલવાની છે. તેમાં આ પ્રથમ નિસીહી છે. ૯૯ પ્રશ્ન- [૨૬૩] બીજી-ત્રીજી નિસીહિ કયાં કહેવી ? અને તેનો અર્થ શું ? ઉત્તર- ભગવાનના ગભારામાં પ્રવેશ કરતાં બીજી નિસીહિ બોલવાની. તેનો અર્થ હવે દેરાસરની વાતચીતનો પણ ત્યાગ કરૂં છું. અને ત્રીજી નિસીહિ પૂજા કર્યા બાદ ચૈત્યવંદન કરતાં પહેલાં બોલવાની છે. તેનો અર્થ દ્રવ્યપૂજાનો ત્યાગ, માત્ર ભાવપૂજામાં જ લીન થવાનું છે. પ્રશ્ન- [૨૬૪] આ ત્રણ નિસીહિની જેમ બીજી કોઇ વિધિ સાચવવા જેવી છે ? ઉત્તર- ત્રણ નિસીહિને નિસીહિત્રિક કહેવાય છે. તેવાં કુલ ૧૦ ત્રિકો સાચવવાનાં હોય છે. દા. ત., (૨) પ્રદક્ષિણાત્રિક-પ્રભુને ત્રણ વખત ભગવાનની જમણી બાજુથી પ્રદક્ષિણા આપવી તે. (૩) પ્રણામત્રિક ત્રણ વખત પ્રણામ (નમસ્કાર) કરવા તે. (૪) પ્રમાર્જના ત્રિક-ખેસ આદિથી પગ મુકવાની ભૂમિને ત્રણ વખત પૂંજવી. (૫) પૂજાત્રિકત્રણ પ્રકારની પૂજા કરવી તે અંગપૂજા-અગ્રપૂજા-અને ભાવપૂજા. પ્રશ્ન- [૨૬૫] અંગપૂજા-અગ્રપૂજા-અને ભાવપૂજા આ ત્રણમાં તફાવત શું ? ઉત્તર- જે પ્રજામાં ભગવાનની મૂર્તિના અંગનો સ્પર્શ થાય તે Page #107 -------------------------------------------------------------------------- ________________ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા ૧૦૦ અંગપૂજા, જેમ કે જળપૂજા-ચંદનપૂજા-અને પુષ્પપૂજા. જે પૂજા ભગવાનની સામે ઉભા ઉભા કરાય તે અગ્રપૂજા. જેમ કે ધૂપપૂજા-દીપકપૂજા-અક્ષતનૈવેદ્ય અને ફળપૂજા. તથા જે પૂજામાં ફકત ભાવના વિશેષ જ હોય પુદ્ગલની કોઈ પણ વસ્તુથી પૂજા કરવાની ન હોય તે ભાવપૂજા. જેમ કે ચૈત્યવંદન. પ્રશ્ન- [૨૬૬] આવા પ્રકારનાં બીજાં ત્રિકો કયાં કયાં ? ઉત્તર- (૬) ત્રિદિસિનિરીક્ષણવિરમણ-ત્રણે દિશામાં જોવાનો ત્યાગ. પ્રભુજીનાં દર્શન-વંદન અને પૂજન કરતાં પ્રભુની સામે જ દૃષ્ટિ રાખવી. જમણી-ડાબી-અને પાછળ એમ શેષ ત્રણ દિશામાં જોવું નહીં. (૭) અવસ્થાત્રિક-પિંડસ્થ-પદસ્થ-અને રૂપાતીત એમ ભગવાનની ત્રણ પ્રકારની અવસ્થાઓ ભાવવી. પ્રશ્ન- [૨૬૭] આ ત્રણ અવસ્થાઓનો અર્થ શું ? અને તેના પેટા ભેદો કયા કયા ? ઉત્તર- (૧) ભગવાનના જન્મથી કેવળજ્ઞાન પામે ત્યાં સુધીની ભગવાનની અવસ્થા વિચારવી તે પ્રથમ પિંડસ્થ અવસ્થા કહેવાય છે. તેના ત્રણ ભેદો છે. (૧) જન્માવસ્થા, (૨) રાજ્યાવસ્થા, (૩) દીક્ષાવસ્થા. પ્રભુની પ્રતિમાની ચોતરફ રહેલા પરિકરમાં કળશ લઇને ઉભેલા દેવોને જોઇને ભગવાનની જન્માવસ્થા વિચા૨વી. તથા ભગવાનના પરિકરમાં ફૂલની માળા લઇને ઉભેલા દેવ-દેવીને જોઈને અથવા અંગરચના જોઈને ભગવાનની રાજ્યાવસ્થા વિચારવી. તથા માથા ઉપર મુંડન દેખીને ભગવાનની દીક્ષાવસ્થા વિચારવી. પ્રશ્ન- [૨૬૮] પદસ્થ અને રૂપાતીત અવસ્થાનો અર્થ શું ? ઉત્તર- ભગવાનની કેવળી અવસ્થા વિચારવી. સમવસરણ-છત્રચામર આદિ અતિશયો તથા વીતરાગાવસ્થા વાળી મુખમુદ્રા જોઇને કેવલી પણાના પદની વિચારણા કરવી તે પદસ્થાવસ્થા. અને પર્યંકાસન વાળી પગની મુદ્રા જોઇને સિધ્ધાવસ્થા વિચારવી તે રૂપાતીતાવસ્થા. પ્રશ્ન- [૨૬૯] બીજાં ૮-૯-૧૦ ત્રિક કયાં કયાં ? ઉત્તર- પ્રણિધાનત્રિક-મન-વચન અને કાયા આ ત્રણ પ્રણિધાન કહેવાય છે. તેની એકાગ્રતા-સ્થિરતા-તન્મયતા તે પ્રણિધાનત્રિક (૯) Page #108 -------------------------------------------------------------------------- ________________ “અનેકાન્તવાદ” ૧૦૧ આલંબનત્રિક-દર્શનાદિ ધર્મક્રિયા કરતાં પ્રભુની પ્રતિમામાં સૂત્રમાં અને અર્થમાં એકલીન થવું. આ ત્રણનું આલંબન લેવું. (૧૦) મુદ્રાવિકપ્રભુજીનાં દર્શન કરતાં શરીરની ત્રણ પ્રકારની મુદ્રા-રચના(આકૃત્તિ) સાચવવવાની છે બે હાથની યોગમુદ્રા, બે પગની જિન મુદ્રા, અને જયવીયરાયાદિ સૂત્રો બોલતાં મુકતાસુક્તિમુદ્રા. પ્રશ્ન- [૨૭૦] ભગવાનના મંદિરમાં પ્રવેશતાં ૧૦ આશાતનાઓ ત્યજવાની કહી છે. તે ૧૦ આશાતનાઓ કઈ ? અને તેનો અર્થ શું ? ઉત્તર- (૧) તંબોલભોજન-મુખવાસ-પાન ખાવું-બીડી પીવી. (૨) પાનભોજન-પાણી પીવું (૩) ભોજન-અશનાદિ આહાર દ્વારા ભોજન કરવું. (૪) ઉપાનહ-જોડાં-ચંપલ-બુટ પહેરીને જવું. (૫) મૈથુન-સંસારક્રીડા કરવી. કુચેષ્ટા કરવી. (૬) શયન-સુંવુ, શયન કરવું, આડા પડવું, આળોટવું (૭) નિષ્ઠાપન-થુંકવું, નાકની લીટ નાખવી. (૮) મુત્ર કરણ- બાથરૂમ કરવું, મુત્ર કરવું. (૯) ઉચ્ચારકરણ-સંડાસ જવું, ટોયલેટ જવું (૧૦) ઘુતકરણ-જુગાર રમવો, આ દશ આશાતના ત્યજવી જોઇએ. પ્રશ્ન- [૨૭૧] સ્નાત્રપૂજા જે ભણાવવામાં આવે છે તેનો અર્થ શું ? ઉત્તર- ભગવાનનો જ્યારે જ્યારે જન્મ થયો ત્યારે દેવ-દેવીઓ અને તેઓના ઇન્દ્રોએ આવી ભગવાનને મેરૂપર્વત ઉપર લઈ જઈ જન્માભિષેક કર્યો. પ્રભુને વિવિધ-સ્વચ્છ જળથી નવરાવ્યા. તેનું અનુકરણવર્ણન-આ પૂજામાં છે. જાણે આપણે મેરૂપર્વતની ઉપર દેવ-દેવીઓની જેમ જન્માભિષેક કરતા હોઇએ એવો તેમાં ભાવ છે. * પ્રશ્ન- [૨૭૨] સ્નાત્રપૂજામાં ૬૪ ઇકોનું વર્ણન આવે છે તે કેવી રીતે ? ઉત્તર- દેવોના ચાર પ્રકાર છે. ભવનપતિ-વ્યંતર-જ્યોતિષ-અને Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા વૈમાનિક, ભવનપતિ નિકાયના દેવોના અસુકુમારાદિ ૧૦ ભેદો છે, તે દરેકમાં બે બે ઇન્દ્રો હોવાથી ૧૦૪૨=૨૦ ઇંદ્રો ભવનપતિમાં છે. તથા વ્યંતર અને વાણવ્યંતરના આઠ-આઠ એમ સોળ ભેદો છે. તેના બે બે ઇન્દ્રો હોવાથી ૧૬૪૨–૩૨ ઇન્દ્રો વ્યંતરનિકાયના છે. તથા જ્યોતિષદેવમાં ચંદ્ર-સૂર્ય એમ બે ઇન્દ્રો છે. વૈમાનિક દેવોમાં બાર દેવલોક છે તેમાં આઠ દેવલોકનો એકેક ઇન્દ્ર છે. પરંતુ નવમા-દસમા દેવલોકનો એક ઇન્દ્ર અને અગ્યારમા-બારમા દેવલોકનો એક ઇન્દ્ર એમ કુલ ૧૦ ઇન્દ્રો વૈમાનિક નિકાયના છે. આ પ્રમાણે ભવનપતિના ૨૦, વ્યંતરના ૩૨, જ્યોતિષના ૨, અને વૈમાનિકના ૧૦ મળીને કુલ ૬૪ ઇન્દ્રો કહેવાય છે. પ્રશ્ન- [૨૭૩] પ્રભુની પુજા એ નિમિત્ત છે. ઉપાદાન અને નિમિત્તમાં બળવાન કોણ ? ઉત્તર- કયારેક ઉપાદાન બળવાન છે અને ક્યારેક નિમિત્ત બળવાન છે. જ્યાં સુધી ઉપાદાનમાં ફળ પ્રાપ્તિની યોગ્યતા વિકસી નથી ત્યાં સુધી નિમિત્ત બળવાન છે. અને જ્યારે ઉપાદાનમાં યોગ્યતા વિકસેલી બને છે ત્યારે નિમિત્ત ગૌણ છે અને ઉપાદાન બળવાન્ છે. પ્રશ્ન- [૨૭૪] ઉપાદાન અને નિમિત્ત એટલે શું ? તે દૃષ્ટાન્ત સાથે સમજાવો ? ઉત્તર- ફળ સ્વરૂપે જે પરિણામ પામે, જેમાં કાર્ય નિપજે તે ઉપાદાન. કાર્ય નિપજવામાં જે મદદગાર બને સહાયક બને તે નિમિત્ત. જેમ ઘડો બનાવવામાં માટી એ ઉપાદાન છે. કારણકે માટી જ ઘટસ્વરૂપે પરિણામ પામે છે. અને તેમાં મદદગાર થનાર દંડ-ચક્ર કુલાલ આદિ સામગ્રી નિમિત્ત છે. તે જ પ્રમાણે આત્મકલ્યાણ કરવામાં આત્મા એ ઉપાદાન છે. અને દેવ-ગુરુ-શાસ્ત્ર-આદિ નિમિત્ત છે. પ્રશ્ન- [૨૭૫] કાર્યની સિદ્ધિ ઉપાદાનથી થાય ? કે નિમિત્તથી થાય ? Page #110 -------------------------------------------------------------------------- ________________ “અનેકાન્તવાદ ૧૦૩ ઉત્તર- બન્નેના સહયોગથી થાય છે. ઉપાદાનમાં કાર્યસિદ્ધિની યોગ્યતા રહેલી છે. અને તેને પ્રગટ કરવામાં નિમિત્ત સહાયક બને છે. જેમ બીજમાં અંકુર ઉત્પાદનની શક્તિ રહેલી છે અને ઈલા-(પૃથ્વી)અનિલ(પવન) તથા જલ(પાણી) વડે તે શક્તિ પ્રગટ થાય છે. તેની જેમ આત્મામાં આત્મકલ્યાણની યોગ્યતા શક્તિ રહેલી છે. અને દેવગુરુ-ધર્મ તથા શાસ્ત્રાદિની નિમિત્તતા તે શકિતને વિકસિત કરે છે પ્રગટ પ્રશ્ન- [૨૭૬] ઉપાદાનમાં રહેલી કાર્યસિધ્ધિની યોગ્યતાના પેટભેદો છે ? ઉત્તર- હા, ઉપાદાનમાં રહેલી કાર્યસિધ્ધિની યોગ્યતાના ૨ ભેદો છે. (૧) ઓઘ શક્તિ, અને (૨) સમુચ્ચિતશક્તિ. જ્યારે ઉપાદાનમાંથી કાર્ય ઘણા લાંબા કાળે પ્રગટ થવાનું હોય, ત્યારે તે ઉપાદાનને ઓઘ શક્તિ કહેવાય છે. જેમ તૃણમાં ઘી થવાની જે શક્તિ તે ઓઘ શક્તિ. અને જ્યારે ઉપાદાનમાંથી કાર્ય તુરત જ પ્રગટ થવાનું હોય ત્યારે તે ઉપાદાનને સમુચ્ચિત શક્તિ કહેવાય છે. જેમ કે દુધમાં રહેલી ઘીની શક્તિ તે સમુચ્ચિત શક્તિ. સારાંશ કે કાર્ય નિકટ હોય ત્યાં સમુચ્ચિતશકિત અને કાર્ય પૂરતર હોય ત્યાં ઓઘ શક્તિ જાણવી. અચરમાવર્તમાં આત્મા હોય ત્યારે ધર્મની ઓઘ શક્તિ. અને ચરમાવર્તમાં આત્મા હોય ત્યારે ધર્મની સમુચ્ચિત શક્તિ કહેવાય છે. પ્રશ્ન- [૨૭૭] ઓઘ શક્તિ અને સમુચ્ચિતશક્તિમાં સતત ધ્રુવ રહેલા દ્રવ્ય સામાન્યને શું કહેવાય છે ? ઉત્તર--ઉર્ધ્વતાસામાન્ય કહેવાય છે. કોઈ પણ એક દ્રવ્યના કાળ ક્રમે થતા ભિન્ન ભિન્ન પર્યાયોમાં આ દ્રવ્ય તે જ છે આ દ્રવ્ય તે જ છે એવી દ્રવ્યની જે સામાન્ય શક્તિ તે ઉર્ધ્વતા સામાન્ય છે. તેના જ ઓઘ શક્તિ અને સમુચ્ચિતશક્તિ એવા બે ભેદ છે. . પ્રશ્ન- [૨૭૮] ઉર્ધ્વતાસામાન્યમાં ઓઘ શક્તિથી સમુચ્ચિતશક્તિ લાવવામાં શું નિમિત્તનો કોઈ ઉપકાર છે કે નહીં ? Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા ઉત્તર- નિમિત્તનો ઉપકાર છે જ. તૃણમાં રહેલી ઘીની ઓઘશક્તિને ગવાદિ પશુના જઠરાગ્નિનું નિમિત્ત દૂધ રૂપે બનાવે છે. દૂધને છાશનો સંયોગ જ દહીં રૂપે બનાવે છે. દહીંને મન્થાન જ માખણ રૂપ બનાવે છે. અને માખણને અગ્નિનું નિમિત્ત જ ઘી સ્વરૂપે બનાવે છે. આ પ્રમાણે ઉપાદાનમાં રહેલી ઓઘ શકિત ને ક્રમશઃ નિમિત્તોનો સંયોગ જ વિકસિત કરે છે અને અત્તે કાર્ય સ્વરૂપે પરિણામ પમાડે છે. પ્રશ્ન- [૨૭૯] કોઈ કોઈ જૈન સંપ્રદાય એમ માને છે કે ઉપાદાનમાં રહેલી યોગ્યતાથી જ કાર્યસિધ્ધિ થાય છે. નિમિત્ત કંઈ પણ કરતું નથી. નિમિત્તની હાજરી માત્ર જ હોય છે. ઉપાદાન અને નિમિત્ત બન્ને દ્રવ્યો ભિન્ન ભિન્ન છે. કોઈ પણ એક દ્રવ્ય બીજા દ્રવ્યને કિંઈ જ કરી શકતું નથી. સર્વે દ્રવ્યો પોતપોતાના પર્યાયનાં જ કર્તા છે. તેથી નિમિત્ત ઉપાદાનને કંઈ જ કરતું નથી. ફકત હાજર માત્ર જ હોય છે. ઉપાદાન જ કાર્યનું કર્તા છે. માટે નિમિત્તોના સહારાથી કાર્ય થાય છે એમ કલ્પના કરવી તે મિથ્યાત્વ છે. આવી માન્યતા જે પ્રવર્તે છે તે શું સત્ય છે ? ઉત્તર- ના, તે માન્યતા સત્ય નથી જો નિમિત્તો ઉપાદાનને કંઈ પણ સહાયતા ન જ કરતાં હોય તો તેની હાજરી માનવાની પણ શું જરૂર ? માટે ઉપરની કલ્પના એકાન્તનિશ્ચયનયની છે. જ્યારે જગતનું સ્વરૂપ બે નયથી ભરેલું છે. એક્લા નિશ્ચય નયવાળું જગતનું સ્વરૂપ નથી. . (૧) માટીમાં પીગળી જવા પણું નિશ્ચિયનયથી હોવા છતાં પણ પાણીના સંયોગ વિના પીગળતી નથી. માટે પાણીનો સંયોગ કંઈક ઉપકાર કરે છે. અનાજમાં સીઝવાની યોગ્યતા છે. પરંતુ અગ્નિના સંયોગ વિના અનાજ સીઝતું નથી. માટે અગ્નિનો સંયોગ હાજરમાત્ર જ છે એમ નહીં પરંતુ અનાજને સીઝવવામાં ઉપકારક શિષ્યમાં ધર્મ સમજવાની યોગ્યતા છે. પરંતુ શાસ્ત્ર કે ગુરુના સંયોગ વિના ધર્મશાન આવતું નથી. માટે Page #112 -------------------------------------------------------------------------- ________________ “અનેકાન્તવાદ” ૧૦૫ (૬) શિષ્યમાં યોગ્યતા હોવા છતાં શાસ્ત્ર કે ગુરુ ધર્મજ્ઞાન પ્રાપ્ત કરાવવામાં ઉપકારક છે. બીજમાં અંકુરોત્પાદન શક્તિ હોવા છતાં પૃથ્વી, પવન અને પાણીનો સંયોગ ન થાય તો તે કાર્ય થતું નથી. (૫) જીવ-અજીવ સ્વતંત્ર પણે ગતિ કરતાં હોવા છતાં ધર્માસ્તિકાયની સહાયકતા વિના ગતિ કરતાં નથી. અને તેથી જ અલોકમાં જતાં નથી. માટે નિમિત્ત માત્ર હાજર જ છે એમ નહી પણ સહાયક છે જીવમાં જ્ઞાન-દર્શનની શકિત હોવા છતાં પણ-ચક્ષુ અને ચશ્માં વિના જોઈ શકાતું નથી. માટે ચક્ષુ અને ચશ્માં જ્ઞાનદર્શનમાં સહાયક છે. જગતનાં તમામ કાર્યો ઉભયના સંયોગથી જ થાય છે. જગતની પરિસ્થિતિ બન્ને નયોને આશ્રિત છે. માત્ર એક નયનું જ આલંબન લેવું તે વાસ્તવિક બરાબર નથી. પ્રશ્ન- [૨૮૦] વ્યવહાર નય તો ઉપચાર માત્ર જ છે તેથી મિથ્યા છે. નિશ્ચયનય એ જ સત્ય છે. તેથી તે જ નય સ્વીકારવો યોગ્ય છે ? ઉત્તર- વ્યવહાર નય એકલો ઉપચાર માત્ર નથી, તેમાં પણ તથ્થાંશ છે. અને તેથી મિથ્યા પણ નથી. ગમે તેનો ગમે તેમાં ઉપચાર પણ કરાતો નથી. ઉપચાર પણ તથ્થાંશસ્પર્શી હોય છે. નદીના કિનારામાં નદીનો ઉપચાર કરાય છે. હવે જો નદીતટમાં નદીનો તથ્થાંશ હોય જ નહીં અને મિથ્યા ઉપચાર કરાતો હોય તો ગામમાં કે સીમમાં નદીપણાનો ઉપચાર કેમ નથી કરાતો ? નદીતટમાં નદીની પવિત્રતા અને શીતળતાનો જે તથ્થાંશ છે તે ગામ કે સીમમાં નથી. માટે ઉપચાર હોય તો પણ સત્યાંશગ્રાહી છે મિથ્યા નથી. પ્રશ્ન- [૨૮૧] કોઈ બળવાન માણસને આ સિંહ છે કે આ વાઘ છે એમ ઉપચાર કરાય છે તેથી તે માણસ સિંહ કે વાઘ બનતો નથી. ચારપગો કે હિંસક બનતો નથી. માટે આ ઉપચાર મિથ્યા છે. તેવી જ રીતે નદીતટમાં નદીનો ઉપચાર કરવા છતાં તે કંઈ નદી બની જતી નથી માટે ઉપચાર કાલ્પનિક છે મિથ્યા છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા ઉત્તર- માણસમાં સિંહનો કે વાઘનો ઉપચાર બલવત્તાની અપેક્ષાએ જ કરાયો છે પછી સિંહ-વાઘ બની જવાપણું આવે જ કયાંથી ? જો ઉપચાર કરવાથી તે વસ્તુ તે રૂપે બની જતી હોય તો તો તે ઉપચાર જ ન કહેવાય? તે વસ્તુ જ ઈતર દાáન્તિક વસ્તુ સ્વરૂપ જ બની ચુકી પછી ઉપચાર શું ? તેવી જ રીતે નદીતટ જો ઉપચાર કરવા માત્રથી નદી બની જતી હોય તો તો તે ઉપચાર જશ્ન કહેવાય. માટે ઉપચાર ફકત કોઈ ગુણ ધર્મથી થાય છે. તરૂપતાથી થતો નથી. પ્રશ્ન- [૨૮૨] માટીમાં ઘટ બનવાની યોગ્યતા પાકે છે ત્યારે દંડ-ચક્ર-કુલાલાદિ નિમિત્તો આવી મળે છે. હાજર જ થઈ જાય છે. તે નિમિત્તો ઘટ બનાવતાં નથી. કારણકે કોઈ પણ એક દ્રવ્ય બીજા દ્રવ્યના પર્યાયનું કર્તા નથી. તેવી જ રીતે આ આત્મામાં સમ્યક્ત્વસંયમ-શ્રેણી-કેવળજ્ઞાન અને નિર્વાણની યોગ્યતા પાકે છે ત્યારે ત્યારે દેવ-ગુરુ-ધર્મ અને શાસ્ત્ર સ્વરૂપ નિમિત્તો આવી મળે છે. પરંતુ તે નિમિત્તો તે તે સમ્યક્ત્વાદિ પર્યાયનાં કર્તા નથી. કારણ કે તે પર્યાયો આત્મામાં છે જ, અને આત્મામાંથી જ પ્રગટ થાય છે નિમિત્તમાં નહીં. માટે નિમિત્તો વિદ્યમાન માત્ર હોય છે પરંતુ પરદ્રવ્યોના પર્યાયનાં કર્તા નથી. ૧૦૬ ઉત્તર- નિમિત્તો આવી મળે છે એમ નથી પરંતુ નિમિત્તોનો સંયોગ કરવો પડે છે અને તે સંયોગ દીર્ધકાળ રહેતાં તેનાથી દ્રવ્યમાં પર્યાયની યોગ્યતા પ્રગટ થાય છે. ઘટની યોગ્યતા માટીમાં પાકે ત્યારે દંડાદિ આવી મળતા નથી. પરંતુ દંડાદિનો યોગ પહેલાં થાય છે તેનાથી ચક્રાદિ ના ભ્રમણ દ્વારા માટીમાં ઘટની યોગ્યતા પ્રગટે છે. આ આત્મામાં સમ્યક્ત્વાદિની યોગ્યતા પામે ત્યારે દેવ ગુર્વાદિ આવી મળતા નથી. પરંતુ પૂર્વકાળથી તેઓનો વારંવાર યોગ થયે છતે તેઓ દ્વારા વારંવાર વાચના-ઉપદેશ-મનન-ચિંતન-ગ્રહણ કરાતે છતે ત્યારબાદ તે વાચનાદિ વડે જ ઉપાદાનમાં યોગ્યતા પ્રગટે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યના પર્યાયનો કર્તા નથી એમ જે વારંવાર કહેવામાં આવે છે ત્યાં કર્તા ભલે ન હોય પરંતુ તૃતીયા વિભક્તિવાળું કરણકારક જરૂર છે જ. અને કરણ કારકમાં કર્તાપણાનો ઉપચાર કરાય Page #114 -------------------------------------------------------------------------- ________________ “અનેકાન્તવાદ” ૧૦૭ છે. માટે નિશ્ચયનયથી સ્વદ્રવ્ય જ સ્વપર્યાયનો કર્તા છે. પરંતુ વિવક્ષિત “ દ્રવ્ય ઈતર દ્રવ્યના પર્યાયનું કરણકારક અવશ્ય છે જ. તેથી જ વ્યવહાર નયથી વિવક્ષિતદ્રવ્ય ઈતરદ્રવ્યના પર્યાયનું કરણકારક હોવાથી કર્તા તરીકે ઉપચારાય છે. માટે વ્યવહારનય પણ સત્યાંશગ્રાહી છે. પ્રશ્ન- [૨૮૩- દરેક પદાર્થોમાં ઉત્પન્ન થતા પર્યાયોમાં છ એ કારક તો સ્વમાં જ હોય છે ને ? તો પરદ્રવ્ય સ્વરૂપ નિમિત્તિમાં કરણકારકતા કેમ કહો છો ? ઉત્તર- કરણકારકતા બે જાતની હોય છે. એક અત્યંતર અને બીજી બાહ્ય. અત્યંતરકરણકારકતા સ્વમાં હોય છે. બાહ્યકરણકારકતા પરમાં હોય છે. જેમ ચલુથી વસ્તુ જોવાનું જ્ઞાનપ્રાપ્ત કરવા સ્વરૂપ પર્યાયોત્પત્તિમાં લબ્ધિ અને ઉપયોગ ભાવેન્દ્રિય અત્યંતર. કરણકારક છે અને તે સ્વમાં છે તેવી જ રીતે ચરિન્દ્રિય અને ચશમાં તથા પ્રકાશ આદિ બાહ્યકરણકારક પણ છે અને તે પરદ્રવ્યમાં જ છે. માટે નિશ્ચયનયથી છ કારક જેમ સ્વમાં હોય છે. તેમ વ્યવહાર નથી પરમાં પણ છે કારક હોય છે. પ્રશ્ન- [૨૮૪] ભીતિમાં રહેલું શૃંગારરસનું ત નગ્ન ચિત્ર જોઈને જીવને વાસના ઉત્પન્ન થાય છે ત્યારે પણ તે વાસના પર્યાય જીવમાં જ ઉત્પન્ન થયો છે. માટે જીવ જ તે પર્યાયનો કર્તા છે. જીવમાં રહેલ અજ્ઞાન અને મોહ જ વાસનાના કર્તા છે. ભીરિસ્થિત ચિત્ર બીચારૂ જડ હોવાથી કંઈ કરતું નથી. જો વાસના કરતું હોય તો તે જ ચિત્ર જોનાર વૈરાગી સંત આત્માને વાસના કેમ ઉત્પન કરતું નથી ? માટે નિમિત્ત એ નિમિત્ત માત્ર જ છે. તે કંઈ કરતું નથી ફકત સ્વદ્રવ્ય જ કર્તા છે ? ઉત્તર- જ્યાં જ્યાં કારણ હોય ત્યાં ત્યાં કાર્ય થાય જ એવો નિયમ નથી. પરંતુ જ્યાં જ્યાં કાર્ય થાય ત્યાં ત્યાં (નિમિત્ત) કારણ હોય જ એવો નિયમ છે. જ્યારે ઉપાદાન બળવાન હોય છે ત્યારે નિમિત્ત તેના પર્યાયનું પરિવર્તન કરી શકતો નથી જેમ પાણી પત્થરને પીગાળી શકતું નથી. પરંતુ જ્યાં ઉપાદાન નિર્બળ હોય છે ત્યાં નિમિત્ત તેના પર્યાયનું પરિવર્તન કરવામાં કરણકારક બને છે. જેમ કે તે જ પ્ર.મા.૮ Page #115 -------------------------------------------------------------------------- ________________ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા ૧૦૮ પાણી માટીને પીગાળે છે એકનો એક અગ્નિ ઘાસને બાળે છે પરંતુ પત્થરને બાળતો નથી. એકનો એક અગ્નિ અનાજને પકવે છે. પરંતુ કોયડુએ પકવતો નથી. એકનો એક પવન કોડીયાના દીવાને બુઝવી શકે છે. પરંતુ ઘરમાં લાગેલી આગને બુઝવી શકતો નથી. તેમ ભીત્તિગતચિત્ર સંત વૈરાગી મુનિમાં પ્રબળ ઉપાદાન હોવાથી વાસના કરી શકતું નથી તે જ ચિત્ર અન્યમાં વાસના કરે જ છે. માટે આ ચર્ચા સાપેક્ષપણે સમજવી જોઇએ એકાન્તે માનવી વ્યાજબી નથી. પ્રશ્ન- [૨૮૫] શાસ્ત્રોમાં વારંવાર વ્યવહારનયને મિથ્યા જ કહેવામાં આવ્યો છે તેને સત્ય કેમ કહેવાય ? ઉત્તર- શાસ્ત્રોમાં વારંવાર વ્યવહારનયને જે મિથ્યા કહેવામાં આવ્યો છે તે નિશ્ચયનયથી નિરપેક્ષ હોય તો જ મિથ્યા છે સર્વથા મિથ્યા નથી તથા જેમ નિશ્ચયનયથી નિરપેક્ષ વ્યવહાર મિથ્યા છે તેવી જ રીતે વ્યવહારનયથી નિરપેક્ષ નિશ્ચયદૃષ્ટિ પણ એકાન્તવાદ હોવાથી મિથ્યા જ બને છે. પ્રશ્ન- [૨૮૬] નિમિત્ત કારણને તો સમયસાર-પ્રવચનસાર આદિ શાસ્ત્રોમાં અનિશ્વિર કહેલાં છે માટે તે પરદ્રવ્ય હોવાથી કંઈ જ કરતાં નથી. ઉત્તર- ઉપાદાન કારણ પોતે કાર્યરૂપે જેમ પરિણામ પામે છે. તેમ નિમિત્તકારણ પોતે કાર્યરૂપે પરિણામ પામતું નથી, ઉપાદાનને કાર્યરૂપ પરિણમાવીને દૂર થઈ જાય છે માટે કાર્ય રૂપે પરિણામ પામવામાં ઞિિષર્ છે. એમ જાણવું. પરંતુ ઉપાદાનમાંથી પ્રગટ થતા કાર્યને પ્રગટ કરવામાં તે કંઈ પણ સહાય કરતું નથી માટે અકિંચિત્કર છે. એમ અર્થ ન જાણવો. પ્રશ્ન- [૨૮૭] જો નિમિત્ત કારણના સંયોગથી ઉપાદાનમાં કાર્ય પ્રગટ થતુ હોય તો અગ્નિના સંયોગે કોયડુ મગ કેમ સીઝતા નથી ? તીર્થંકરાદિ મહાત્મા પુરુષની વાણી સાંભળવા છતાં અભવ્યો સમ્યાદિ કેમ પામતા નથી ? ઉત્તર- જે ઉપાદાનમાં ઓઘશક્તિથી કાર્યની યોગ્યતા તિરોભૂત Page #116 -------------------------------------------------------------------------- ________________ “અનેકાન્તવાદ’ ૧૦૯ હોય છે તેમાં જ કાર્ય પ્રગટ થાય છે. તે તિરોભૂત યોગ્યતાને જ નિમિત્તોનો યોગ આવિર્ભૂત કરે છે સમુચ્ચિતશક્તિરૂપે કરે છે. પરંતુ જે ઉપાદાનમાં કાર્યની યોગ્યતા તિરોભૂત પણ હોતી નથી તેને નિમિત્તનો યોગ આવિર્ભૂત કરી શકતો નથી કોયડું મગમાં અને અભવ્યમાં તિરોભૂત પણ કાર્યની યોગ્યતા નથી માટે પ્રગટ થતી નથી. વળી જો નિમિત્ત વિના ઉપાદાનમાત્રથી જ કાર્ય સિધ્ધિ થતી હોય તો સીઝી શકે તેવા મગ પણ અગ્નિના સંયોગ વિના સીઝવા જોઇએ. માટે આ જગત સિધ્ધ ન્યાય છે કે કાર્ય ઉપાદાનમાં જ પ્રગટ થાય છે ઉપાદાન કારણ પોતે જ કાર્ય રૂપે પરિણામ પામે છે. પરંતુ તે કાર્ય થવામાં નિમિત્ત મદદગાર છે સહાયક છે. બન્નેના સંયોગથી કાર્યની પ્રગટતા થાય છે. પ્રશ્ન- [૨૮૮] આ ચર્ચામાં દિગંબર-શ્વેતાંબર સંપ્રદાયમાં શુ કંઈ અર્થ ભેદ છે ? ઉત્તર- હા, ઉપરોકત ચર્ચામાં બન્ને સંપ્રદાયોનાં દૃષ્ટિબિન્દુ જુદાં છે. દિગંબર સંપ્રદાયનું એમ માનવું છે કે ઉપાદાન કારણ માત્ર જ કાર્ય કરે છે. નિમિત્ત કંઈ જ કરતું નથી. અકિંચિત્કર છે. ફકત ઉપાદાનમાંથી કાર્ય થતું હોય છે ત્યારે નિમિત્ત હાજર જ હોય છે. નિશ્ચયનય એ જ સત્ય છે. વ્યવહારનય એ મિથ્યા છે ઈત્યાદિ. શ્વેતાંબર સંપ્રદાયનું એમ માનવું છે કે ઉપાદાન અને નિમિત્ત આ બન્ને કારણોના સંયોગથી કાર્ય થાય છે. ઉપાદાન કારણ પોતે જ કાર્યરૂપે પરિણામ પામે છે. પરંતુ નિમિત્ત તેમાં સહાય કરતું સહકારી કારણ છે. પરંતુ સર્વથા અર્કિંચિત્કર નથી. નિશ્ચયનય પણ સાપેક્ષ હોય તો જ સત્ય છે. વ્યવહારથી નિરપેક્ષ હોય તો મિથ્યા છે. તેવી જ રીતે વ્યવહારનય પણ ઈતરનયથી સાપેક્ષ હોય તો સત્ય જ છે. અન્યથા મિથ્યા છે ઈત્યાદિ. પ્રશ્ન- [૨૮૯] દિગંબર સંપ્રદાયમાં મુખ્ય મુખ્ય ગ્રંથો કયા કયા છે ? ઉત્તર- સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, પંચાસ્તિકાય, ઈષ્ટોપદેશ, પડખંડાગમ, કર્મપ્રામૃત, ધવલા, મહા ધવલા, રાજવાર્તિક ગોમ્મટસાર, પરીક્ષામુખ, તત્ત્વાર્થશ્લોકવાર્તિક, પ્રમેય કમલ માર્તડ, અષ્ટશતી, અષ્ટસહસ્ત્રી વિગેરે ગ્રંથો છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા પ્રશ્ન- [૨૯૦] શ્વેતાંબર સંપ્રદાયમાં મુખ્ય મુખ્ય ગ્રંથો કયા કયા છે ? ૧૧૦ ઉત્તર- સમ્મતિતર્ક, વિશેષાવશ્યકમહાભાષ્ય, તત્ત્વાર્થસૂત્ર, પ્રમાણનય તત્ત્વલોકાલંકાર. કમ્મપયડિ, ધર્મપરીક્ષા, ધર્મ સંગ્રહણી, યોગદૃષ્ટિસમુચ્ચય, યોગબિન્દુ, અનેકાન્તજયપતાકા, શાસ્ત્રવાર્તાસમુચ્ચય, જ્ઞાનસાર, અધ્યાત્મસાર, અધ્યાત્મમત પરીક્ષા, અન્યયોગવ્યવરછેદિકા ઇત્યાદિ. પ્રશ્ન- [૨૯૧] જૈનદર્શન વિના અન્યદર્શન શાસ્ત્રોમાં કોઈ દર્શન નિમિત્ત વિના કાર્યની ઉત્પત્તિ શું માને છે ? ઉત્તર- હા, બૌદ્ધદર્શન પણ આ જ પ્રમાણે માને છે કે દરેક દ્રવ્યો પ્રતિસમયે સ્વતઃ જ ઉત્પત્તિ અને વિનાશશીલ છે. અર્થાત્ ક્ષણ માત્રવર્તી છે. ક્ષણિક છે. વિના નિમિત્તે કાર્યની ઉત્પત્તિ છે અને વિના નિમિત્તે કાર્યનો વિનાશ છે. પ્રશ્ન- [૨૯૨] કાર્યની ઉત્પત્તિની ચર્ચા દિગંબર-શ્વેતાંબર આશ્રયી જાણી પરંતુ કાર્યનો વિનાશ નિમિત્ત વિના કેમ હોઈ શકે ? ઘડા ઉપર પત્થર પડે તો ઘટ ફૂટતો દેખાય છે. માટે નિમિત્ત વિના વિનાશ થાય છે એ બૌદ્ધદર્શનનું કહેવું કેમ ઘટે ? ઉત્તર- તેઓનું કહેવું એવું છે કે જે કાર્ય (જે પર્યાય) જ્યારે પ્રગટ થાય છે ત્યારથી જ ક્ષણિકપણે જ ઉત્પન્ન થાય છે. માટે ક્ષણ પૂર્ણ થતાં જ ક્ષણિક હોવાથી જ નિમિત્ત ન મળે તો પણ વિનાશ પામે જ છે. જો ઉત્પન્ન થયેલા કાર્યને અક્ષણિક ઉત્પન્ન થયો છે એમ માનીએ તો અક્ષણિકસ્વભાવ હોવાથી ગમે તેવા પત્થર આદિ વિનાશક નિમિત્તો આવે તો પણ તે ઘટ વિનાશ પામવો જ ન જોઇએ. કારણ કે અક્ષણિકસ્વભાવવાળો છે. અને સદાકાળ તે ઘટ રહેવો જોઇએ પરંતુ સદાકાળ તો તે ઘટ દેખાતો જ નથી તેથી ક્ષણિક જ ઉત્પન્ન થાય છે તેથી નિર્નિમિત્તક જ દ્વિતીયક્ષણે ઘટ વિનાશ પામે છે. પ્રશ્ન- [૨૯૩] જો આ રીતે નિર્મિમિત્તક ઉત્પત્તિ અને નિર્નિમિત્તક જ વિનાશ જગતમાં હોય તો જગતની વ્યવસ્થા તેઓના મતે કેમ ઘટે ? કારણ કે જે એક માણસે બીજા માણસનું ખુન કર્યું તે ખુન કરનાર પણ ક્ષણિક હોવાથી બદલાઇ જાય છે. અને મરનાર Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ “અનેકાન્તવાદ” તો ક્ષણિક હોવાથી મરવાનો જ હતો તેમાં ખુનીનો દોષ શું ? તે તો નિમિત્ત છે જ નહીં ? ઉત્તર- તેઓ સંતાનની કલ્પના કરીને ઉત્તર આપે છે કે જે સંતાનમાં અર્થાત્ વાસનામાં કાર્ય ઉત્પત્તિ-વિનાશ પામે છે તે સંતાનને આશ્રયી જગતના વ્યવહારો પ્રવર્તે છે. અત્તે તો દરેક દર્શનકારોને શબ્દાન્તરથી તો ઉત્પાદ-વ્યયની સાથે ધ્રુવતત્ત્વ માનવું જ પડે છે. ઉપાદાનની સાથે નિમિત્તનો સંયોગ અને સહકાર માનવો જ પડે છે. એક નયની સાથે બીજો નય સ્વીકારવો જ પડે છે. ફક્ત ગાઢ મિથ્યાત્વમોહના ઉદયથી એકાન્તવાતને વધારે વળગી રહે છે. પ્રશ્ન- [૨૪] આ સર્વે દૃષ્ટિઓ શું બરાબર છે ? ઉત્તર- જગતના પ્રત્યેક પદાર્થો દ્રવ્ય અને પર્યાય એમ ઉભયસ્વરૂપ વાળા છે. તેમાંથી ઉપરોકત નિર્નિમિત્તક ઉત્પત્તિ અને નિર્નિમિત્તક વિનાશ વાળી દૃષ્ટિ માત્ર પર્યાયાર્થિક નયની દૃષ્ટિ છે. એકાન્ત એકનયની દૃષ્ટિ છે. માટે બરાબર નથી. પ્રશ્ન- [૨૫] દ્રવ્ય કેવું છે ? ઉત્તર- સદા ત્રિકાળ ધ્રુવ રહેનારું છે. કોઈ દિવસ કોઈ વ્યક્તિ વડે બનાવાયું નથી અને કદાપિ કોઈ વ્યક્તિ વડે વિનષ્ટ કરાવાનું નથી. ત્રિકાળસ્થાયી રહેનારૂં. દ્રવ્ય છે. પરંતુ પ્રતિસમયે પોતાના પર્યાયોમાં પરિણામ પામનારું છે. માટે પરિણામી નિત્ય છે. પ્રશ્ન- [૨૯૬] જો સદાકાળ દ્રવ્ય રહેનારું છે. કોઈ તેનો કર્તાસંહર્તા નથી તો આ જગત બ્રહ્માએ સજર્યું છે ઇશ્વરકક જગત્ છે એવી માન્યતા કેટલાક દર્શનોની પ્રવર્તે છે તેનું શું ? તથા મહાદેવ સૃષ્ટિના સંહારક છે આવી માન્યતાનું શું ? ઉત્તર- આ માન્યતા યથાર્થ નથી કારણ કે ઈશ્વરકર્તૃક જગત માનવામાં અનેક આપત્તિઓ છે જે પહેલાં કહેવાઈ છે છતાં તે આ પ્રમાણે છે(૧) ઈશ્વર સ્વતંત્ર હોવાથી સુખી દુઃખી એમ બે ભાવવાળું જગત્ કેમ સજર્યું ? ઈશ્વર કરૂણાળુ હોવાથી માત્ર સુખી જ જગત કેમ ન સજર્યું ? Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા (૩) ઈશ્વર પરમાત્મા અને વીતરાગ હોવાથી આવી જગત્ સર્જનની લીલા તેઓને કેમ ઘટે ? તે તે જીવોના કર્મો પ્રમાણે ઈશ્વરે સુખી દુ:ખી બનાવ્યા હોય તો ઈશ્વરે બનાવ્યા પહેલાં જીવો અને કર્મો કયાંથી આવ્યાં ? અને જો પહેલેથી જ જીવો અને તેઓનાં કર્મો હતાં તો તેમાં ઇશ્વરે બનાવ્યું શું ? (૫) ઈશ્વરે કયા કયા પદાર્થોમાંથી જગત્ની રચના કરી ? અને તે તે પદાર્થો(કાચોમાલ) ઈશ્વરસર્જન વિના પ્રથમથી જ કેવી રીતે બન્યો ? (૪) (૬) ઈશ્વરને પોતાને કોણે બનાવ્યા ? અન્ય ઈશ્વરે બનાવ્યા માનો તો અનવસ્થા આવે. અને જો સ્વયં છે એમ માનો તો જગત્ પણ સ્વયં છે એમ માનવામાં શું દોષ ? આ જ પ્રમાણે સંહરણ કર્તા ઈશ્વર માનવામાં પણ આવી જ અનેક આપત્તિઓ રહેલી છે માટે નિર્નિમિત્તકવાદ ઉચિત નથી. પ્રશ્ન- [૨૯૭] દ્રવ્ય સદાકાળ ધ્રુવ રહેનારૂં છે તો એક જ સ્વરૂપમાં રહેનારૂં છે કે ફેરફાર-પરિવર્તન પૂર્વક રહેવા વાળું છે ? ઉત્તર- એક જ સ્વરૂપમાં સ્થિર રહેનારૂં નથી. પ્રતિસમયે નવા નવા પરિવર્તનોમાં પરિણામ પામનારૂં પરિણામી દ્રવ્ય છે. જેમ કે જીવ દ્રવ્ય દેવ-નારકાદિ પર્યાયરૂપે, એક ભવમાં બાલ્ય-યુવાવસ્થા રૂપે, અને એક અવસ્થામાં પણ પ્રતિસમયે સૂક્ષ્મ સૂક્ષ્મ પર્યાયોથી પરિવર્તનવાળું છે. ઘટ-પટાદિ અજીવ દ્રવ્યો પણ પ્રતિસમયે પુદ્ગલોના પુરણ-ગલન થવા રૂપે નવા જાના રૂપે હાનિ-વૃદ્ધિ થતાં પરિણામ પામનારૂ દ્રવ્ય છે. પ્રશ્ન- [૨૯૮] આવું પરિણામી નિત્ય દ્રવ્ય છે. એમ જૈનદર્શનકાર કહે છે તો ઈતરદર્શનકારો આ બાબતમાં શું સમજાવે છે ? ઉત્તર- ન્યાય વૈશેષિક અને સાંખ્ય આ ત્રણ દર્શનકારો દ્રવ્યને પરિણામી નિત્યને બદલે ફુટસ્થ નિત્ય કહે છે. કોઇ પણ દ્રવ્ય પરિણામ Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ “અનેકાન્તવાદ પામતું જ નથી. એકાત્તે નિત્ય છે એમ કહે છે. પ્રતિસમયે થતા અને દેખાતા પર્યાયોને કાલ્પનિક અને અવાસ્તવિક કહે છે. પ્રશ્ન- [૨૯] બીજા દર્શનશાસ્ત્રીઓ શું માને છે ? ઉત્તર- બૌદ્ધદર્શનકાર દ્રવ્ય જેવું કોઈ ધ્રુવતત્ત્વ છે જ નહીં. માત્ર ક્રમશ: આવતી પર્યાયોની ધારા જ છે. અને તેથી સર્વ વસ્તુઓ ક્ષણિક છે એમ માને છે. વેદાન્તદર્શન સર્વદ્રવ્યો આભાસમાત્ર(અવિદ્યા) રૂપ છે અને એક બ્રહ્મ એ જ સત્ય છે એમ માને છે ઈત્યાદિ. પ્રશ્ન- [૩૦૦] ગુણ અને પર્યાય એ શું છે ? ઉત્તર- દ્રવ્યોનું સ્વરૂપ છે. તે સ્વરૂપ બે જાતનું છે. (૧) દ્રવ્યની સાથે કાયમ રહેવા વાળું અને (૨) દ્રવ્યોની સાથે ક્યારેક રહેવા વાળું. જે સ્વરૂપ દ્રવ્યની સાથે કાયમ રહેવા વાળું છે. તેને સહવર્તી ધર્મ કહેવાય છે તે ગુણ છે. અને જે સ્વરૂપ દ્રવ્યની સાથે ક્યારેક વર્તે છે તે ક્રમવર્તીધર્મ છે. તેને પર્યાય કહેવાય છે. સંક્ષેપમાં સહવર્તી ધર્મ તે ગુણ અને ક્રમવર્તીધર્મ તે પર્યાય સમજવો. પ્રશ્ન- [૩૦૧] ગુણ અને પર્યાય દ્વષ્ટાન્ત સાથે સમજાવો. ઉત્તર- આત્મા એ દ્રવ્ય છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર અને વીર્ય એ આત્માની સાથે સદાકાળ સહવર્તીધર્મ હોવાથી ગુણ છે અને તે ગુણોની હાનિ-વૃદ્ધિ એ (ક્ષાયોપથમિક ભાવના) પર્યાયો છે અને દેવ-નારકાદિ અવસ્થાઓ એ (ઔદયિક ભાવના) પર્યાયો છે. એ જ રીતે સુવર્ણ એ અજીવદ્રવ્ય છે. તેમાં રહેલા વર્ણ-ગંધાદિ તે ગુણો છે. અને કડુકુંડળાદિ પર્યાયો છે. ન પ્રશ્ન- [૩૦૨] આ ગુણો અને પર્યાયોનો આધાર કોણ ? ઉત્તર- આધાર દ્રવ્ય છે. દ્રવ્યમાં ગુણ-પર્યાયો વર્તે છે. આ પ્રશ્ન- [૩૩] કોથળીમાં રૂપીયા છે. પેટીમાં કપડાં છે. ઘડામાં પાણી છે. તેની જેમ દ્રવ્યમાં શું ગુણો વર્તતા હશે ? ઉત્તર- ના, ઉપરનાં ત્રણે દૃષ્ટાન્તો ભિન્ન ભિન્ન દ્રવ્યનાં છે. એક દ્રવ્ય આધાર છે અને બીજા દ્રવ્ય આધેય છે. વળી તે બે દ્રવ્યોની વચ્ચે સંયોગ સંબંધ છે. અંદર રહેલું આધેય દ્રવ્ય. તે આધાર દ્રવ્યના Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા એકદેશને સ્પર્શીને રહેલ છે. જ્યારે ગુણ-પર્યાયો એ દ્રવ્યની સાથે તાદાભ્યસંબંધથી વર્તે છે. દ્રવ્યના પ્રદેશ પ્રદેશે લોહાગ્નિની જેમ ગુણપર્યાયોનો સંબંધ છે. દ્રવ્યના સર્વપ્રદેશોમાં ગુણ પર્યાયોની વૃત્તિ છે. માટે ઉપરના દૃષ્ટાન્તોની જેમ ગુણ-પર્યાયો દ્રવ્યમાં નથી. પરંતુ અભેદભાવે દ્રવ્યમાં ગુણપર્યાયો વર્તે છે. પ્રશ્ન- [૩૦] ગુણોના ભેદો શું છે ? ઉત્તર- હા, ગુણોના મુખ્યત્વે બે ભેદો છે. (૧) સામાન્ય ગુણ અને વિશેષગુણ. સામાન્યગુણના ૧૦ ભેદો છે અને વિશેષગુણના ૧૬ ભેદો છે. એમ ગુણોના કુલ ૨૬ ભેદો છે. પ્રશ્ન- [૩૦૫] સામાન્ય ગુણ એટલે શું ? અને વિશેષ ગુણ એટલે શું ? ઉત્તર- સર્વે દ્રવ્યોમાં જે ગુણો વર્તે તે સામાન્યગુણ, અને પ્રતિનિયત અમુક જ દ્રવ્યમાં જે ગુણો વર્તે તે વિશેષગુણ કહેવાય છે. પ્રશ્ન- [૩૦૬] સામાન્ય ગુણો કયા કયા ? ઉત્તર- (૧) અસ્તિત્વ : દરેક દ્રવ્યો સ્વરૂપે સરૂપે છે. વિદ્યમાન સ્વરૂપ વાળાં છે (૨) વસ્તુત્વ : દરેક દ્રવ્યો પ્રતિસમયે પોતપોતાની અર્થક્રિયા કરે જ છે. ગુણો અને પર્યાયોનું વસવું તે વસ્તુત્વ ગુણ. (૩) દ્રવ્યત્વ : દ્રવીભૂત થવાપણું. દરેક દ્રવ્યો પ્રતિસમયે પૂર્વ-ઉત્તર પર્યાયરૂપે બદલાતા જ રહે છે. પરિવર્તન પામે જ છે તે. (૪) પ્રમેયત્વ ઃ મતિ આદિ જ્ઞાનો વડે જાણવા લાયકપણું સર્વે દ્રવ્યોમાં છે. (૫) અગુરુલઘુત્વ દરેક દ્રવ્યો પ્રતિસમયે નવા નવા પર્યાયો પામવા છતાં પોતાના મૂળ દ્રવ્યસ્વભાવમાંથી કદાપિ ગ્રુત થતા નથી તે. જેમ કે સોનાના હાર કડુ-કુંડલ બનવા છતાં સોનાપણાથી કદાપિ તે દ્રવ્ય ટ્યુત થતું નથી તે અગુરુલઘુત્વ. Page #122 -------------------------------------------------------------------------- ________________ “અનેકાન્તવાદ” ૧૧૫ (૬) પ્રદેશત્વગુણ જેના બે અંશ ન થાય એવો નિર્વિભાજ્ય ભાગ તે પ્રદેશત્વ, પાંચે દ્રવ્યો સપ્રદેશી છે. પ્રદેશો હોવાથી કોઈને કોઈ આકાર-આકૃતિ અવસ્થા છે. સર્વથા વિનાશ નથી જ. ચેતનતાગુણ : ચૈતન્ય, અનુભૂતિ, જ્ઞાનસંવેદના, સર્વજીવમાત્રમાં હોય છે. (૮) અચેતનતાગુણ : અચૈતન્ય, જડતા, સંવેદનતાનો અભાવ અજીવ માત્રમાં હોય છે. (૯) મૂર્તતા : વર્ણાદિ ગુણો વાળાપણું-રૂપિત્વ (૧૦) અમૂર્તતા ઃ વર્ણાદિ ગુણોથી રહિતપણું, અરૂપિત્વ, (જુઓ-દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ ૧૧-ગાથા ૧૮૩-૧૮૪) પ્રશ્ન- [૩૦૭] અસ્તિત્વાદિ છ ગુણો સર્વદ્રવ્યોમાં છે માટે સામાન્યગુણ કહી શકાય છે પરંતુ ચેતનતાદિ ચાર ગુણો તો પ્રતિનિયત દ્રવ્યમાં જ છે તો સામાન્ય ગુણ કેમ કહેવાય ? ઉત્તર- યદ્યપિ તે ચાર ગુણો પ્રતિનિયત દ્રવ્યમાં જ છે માટે વિશેષગુણો છે તથાપિ તે ચાર ગુણો જે દ્રવ્યોમાં છે તેની મૂળજાતિમાં સર્વત્ર છે. જેમ કે ચેતનતા ફકત જીવમાં જ છે. ધર્માસ્તિકાયાદિમાં નથી. પરંતુ જીવમાં સર્વમાં છે. કોઈ જીવમાં નથી એમ નહીં, તેવી જ રીતે અચેનતતા પુદ્ગલાદિમાં છે પરંતુ જીવમાં નથી તો પણ પુલાદિમાં સર્વમાં છે માટે મૂલજાતિમાં સર્વમાં હોવાથી વિવફાવશથી સામાન્યગુણ કહ્યા છે. છતાં પાંચે દ્રવ્યોમાં નથી માટે વિશેષગુણમાં પણ ગણાય છે." (દિગંબર સંપ્રદાયમાં છ જ સામાન્યગુણો ગણાય છે.) પ્રશ્ન- [૩૦૮] “અસ્તિત્વ” ગુણ માનવાથી શું લાભ ? ઉત્તર- ધર્માસ્તિકાયાદિ પાંચે દ્રવ્યો સદાકાળ “અસ્તિત્વ”-હોવાપણુંવિદ્યમાનતા ધરાવે છે. તેથી આ પાંચે દ્રવ્યોમાં કોઈ પણ દ્રવ્યો સ્વયં અનાદિકાળથી છે જ, અને અનંતકાળ સુધી રહેશે જ, કદાપિ દ્રવ્યથી ઉત્પત્તિ-વિનાશવાળાં નથી. તેથી જ તે દ્રવ્યોનો કોઈ સર્જનહાર કે વિસર્જનહાર નથી, જગતનો કર્તા કે સંહર્તા-કોઈ નથી. આ દ્રવ્યો પોતે Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા પોતાના “અસ્તિત્વ” ગુણથી સ્વયં સદા સૈકાલિક અબાધિત ધ્રુવ છે. વળી એકદ્રવ્ય બીજા દ્રવ્ય સાથે સદા રહેવા છતાં પોતાના અસ્તિત્વ ગુણથી કદાપિ બીજદ્રવ્ય સ્વરૂપે થતાં નથી જીવ અજીવ સાથે અને અજીવ જીવ સાથે સદા રહે છે પરંતુ જીવનો એકપ્રદેશ પણ અજીવ થતો નથી અને અજીવનો એક પ્રદેશ પણ જીવ થતો નથી. તે અસ્તિત્વ ગુણનો પ્રતાપ છે. હું દ્રવ્યથી સદા સ્વયં અનાદિ-અનંત છું. મારી ઉત્પત્તિ કે મરણ થતું નથી મારા પર્યાયોની ઉત્પત્તિ-વિનાશ થાય છે. અને તેમાં અન્યદ્રવ્ય નિમિત્ત માત્ર છે. કર્તા નથી. ઈત્યાદિ યથાર્થજ્ઞાન અને સમ્યગ્દર્શનનું કારણ બને છે. પ્રશ્ન- [૩૦] “વસ્તુત્વ” નામના બીજા ગુણને માનવાથી શું લાભ થાય ? ઉત્તર- “વસ્તુત્વ” ગુણથી પાંચે દ્રવ્યોમાં પોતપોતાના ગુણ-પર્યાયો વર્તે છે. કોઈ પણ દ્રવ્ય પોતાના ગુણ-પર્યાય વિનાનું કદાપિ નથી. વસ્તુ” શબ્દ વત્ ધાતુ ઉપરથી બનેલ છે. ગુણ-પર્યાયોનો છે વસવાટ જેમાં તે વસ્તુત્વ. સર્વ દ્રવ્યોમાં સદાકાળ પોતપોતાના ગુણ-પર્યાયો વર્તે જ છે તે. પ્રશ્ન- [૩૧] “વસ્તુત્વ” માનવાથી કોઈ ઈતર દર્શનોની માન્યતાનું નિરસન થાય છે ? ઉત્તર- હા, સાંખ્યદર્શનને માન્ય આત્મા નિર્ગુણ છે. અકર્તા અને અભોક્તા છે તેનું નિરસન થાય છે. ન્યાય-વૈશેષિક દર્શનકારો આત્માને એકાન્ત નિત્ય માને છે પરંતુ પર્યાયવાળો હોવાથી પરિવર્તનશીલ છે તેથી તે મતનું નિરસન થાય છે. વેદાન્તદર્શન સર્વનું “અદ્વૈત” માને છે. પરંતુ દરેક આત્માઓ સ્વગુણ અને સ્વપર્યાય વડે ભિન્ન ભિન્ન હોવાથી તે મતનું પણ નિરસન થાય છે. પ્રશ્ન- [૩૧૧] “દ્રવ્યત્વ”નામનો ત્રીજો ગુણ માનવાથી શું લાભ થાય ? ઉત્તર- સદાકાળ એકાત્તે નિત્ય નથી, પરંતુ પરિવર્તનશીલ દ્રવીભૂત સ્વભાવવાળું છે. તેથી આ આત્મા એકકાળે કર્મોનો કર્તા પણ થાય Page #124 -------------------------------------------------------------------------- ________________ “અનેકાન્તવાદ” ૧૧૭ છે અને કાળાન્તરે કર્મોના ભોક્તા પણ થાય છે અને કર્મોનો વિનાશક થઈ મોક્ષગામી પણ થાય છે. આ રીતે મોક્ષતત્વ પણ હોવાથી તેના કારણભૂત ધર્મતત્ત્વ પણ હોઈ શકે છે. પ્રશ્ન- [૩૧૨] “દ્રવ્યત્વ” ગુણ માનવાથી બીજા લાભો શું થાય ? ઉત્તર- સંસારી જીવોમાં જ્ઞાન-અજ્ઞાનની જે હીનાયિક્તા થતી પ્રત્યક્ષ દેખાય છે તે આ ગુણને આભારી છે. સગુણી-દુર્ગુણી, સદાચારીદુરાચારી,-ગુણસ્થાનકોમાં ઉર્ધ્વગામી અને અધોગામી જે થાય છે અને અનુભવાય છે. તે સઘળું આ ગુણને આભારી છે. કારણ કે જીવ દ્રવીભૂત થનાર છે. નવા નવા ભાવે દ્રવીભૂત થાય છે. આ પ્રમાણે માનવું આ જ સમ્યક્ત્વ છે. પ્રશ્ન- [૩૧] “પ્રમેયત્વ” નામનો ચોથો ગુણ માનવાથી શો લાભ ? ઉત્તર- પાંચે દ્રવ્યો કોઈ ને કોઈ જ્ઞાનથી જાણી શકાય છે. સર્વથા અલખ અગોચર નથી, સ્થૂલદ્રવ્યો મતિ-શ્રુતથી જાણી શકાય છે. સ્કૂલ અને સૂક્ષ્મ પરંતુ રૂપીદ્રવ્યો અવધિજ્ઞાનથી ગમ્ય છે. સંજ્ઞી પંચેન્દ્રિયો વડે ગૃહીત મનોવર્ગણા મન:પર્યવજ્ઞાન વડે ગમ્ય છે. અને સ્થલ-સૂક્ષ્મરૂપી-અરૂપી-સર્વ દ્રવ્ય-ગુણ-પર્યાયો કેવલ જ્ઞાનથી ગમ્ય છે. જ્ઞાનથી અગમ્ય આ સંસારમાં કશું જ નથી. પ્રશ્ન- [૩૧૪] “આત્મદ્રવ્ય” તો અલખ-અગોચર કહેવાય છે. વીતરાગ પરમાત્માનું સ્વરૂપ પણ અલખ-અગોચર કહેવાય છે. તો સર્વત્ર પ્રમેયત્વ કેમ હોય ? ઉત્તર- ઈન્દ્રિયોથી અને મોહાવેશથી આત્મા જણાતો નથી. પરંતું સ્વસંવેદનથી અવશ્ય જણાય છે. કેવલજ્ઞાનથી પણ જણાય છે. ઈન્દ્રિયો દ્વારા પણ અનુમાનથી જણાય છે. માત્ર ઈન્દ્રિય પ્રત્યક્ષનો જ તે અવિષય છે. પ્રશ્ન- [૩૧૫] રૂપી પદાર્થો દેખાય છે માટે તેમાં પ્રમેયત્વ હોય અને અરૂપી પદાર્થો દેખાતા નથી તેમાં પ્રમેયત્વ ન હોય એમ કહી શકાય ? ઉત્તર- ના, એમ ન કહી શકાય. કારણ કે અરૂપી દ્રવ્યો પણ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા અતીન્દ્રિય જ્ઞાનથી દેખાય જ છે. માટે પ્રમેયત્વ ગુણ વિનાના નથી. પ્રશ્ન- [૩૧૬] “અગુરુલઘુત્વ” ગુણ માનવાથી શું લાભ થાય ? ઉત્તર- પાંચે દ્રવ્યો એક-બીજા સાથે રહેવા છતાં, એકબીજા સાથે ઓતપ્રોત થઈને રહે છતાં અન્યદ્રવ્ય રૂપે કદાપિ થતાં નથી જેમ લોઢુ અને અગ્નિ તપ્તાવસ્થામાં ઘણો ટાઇમ સાથે રહે છતાં લોખંડનો એક કણ અગ્નિ ન બને, અને અગ્નિનો એક કણ લોખંડ ન બને, તેમ જીવશરીર, તથા ધર્મ-અધર્મ-આકાશ, એક ક્ષેત્રવત્ હોવા છતાં એક પણ પ્રદેશ પર દ્રવ્યરૂપે થતું નથી તે અગુરુલઘુગુણનો પ્રતાપ છે. પ્રશ્ન- [૩૧૭] ઓછી અક્કલવાળાને “તું તો જડ છે” એમ કહેવાય છે તે શી રીતે ઘટે ? ઉત્તર- તે માત્ર ઉપચાર છે. વાસ્તવિક નથી. જો જડ હોય તો અગ્નિના યોગે શું પીડા ન થાય ? થાય જ. માટે જડ નથી, ફકત જડવસ્તુ જેમ વિવેકહીન છે તેમ આ દ્રવ્ય ચેતન હોવા છતાં હીનચેતનાના કા૨ણે વિવેકશૂન્ય છે તેથી તેમાં જડતાનો આરોપમાત્ર છે વાસ્તવિક જડ નથી. પ્રશ્ન- [૩૧૮] લોખંડ દ્રવ્ય પારસમણીના યોગથી સુવર્ણદ્રવ્ય બને છે. તો એમ કેમ સમજાવો છો કે બે દ્રવ્યો સાથે રહેવા છતાં પરદ્રવ્યરૂપે ન થાય ? લોખંડ દ્રવ્ય સુવર્ણદ્રવ્ય રૂપ થયું જ ને ? ઉત્તર- લોખંડ કે સુવર્ણ એ હકીકતથી દ્રવ્ય જ નથી, પરંતુ પર્યાય છે તેમાં ‘પુત્તુલ એ દ્રવ્ય” છે. લોખંડપણું અને સુવર્ણપણું એ તો તેના પર્યાય માત્ર છે તેથી કડુ-કુંડલ જેમ સુવર્ણના પર્યાય છે. તેમ લોખંડપણું અને સુવર્ણપણું એ પણ પુદ્ગલદ્રવ્યના પર્યાય છે. દ્રવ્ય તો ધર્મ-અધર્મ-આકાશ-પુદ્ગલકાળ અને જીવ એમ છ જ છે. તેમાંનું કોઈ એક દ્રવ્ય-બીજા દ્રવ્ય સ્વરૂપે થતું નથી. તેથી જેમ જીવ મનુષ્ય પણે મરીને દેવપર્યાય પામે છે પરંતુ અજીવદ્રવ્ય રૂપે બનતો નથી તેમ લોખંડ પર્યાય સુવર્ણપર્યાયરૂપે બને છે પરંતુ બન્ને અવસ્થામાં પુદ્ગલદ્રવ્ય એક જ છે. તે પુદ્ગલ દ્રવ્ય કદાપિ જીવદ્રવ્ય બનતું નથી. Page #126 -------------------------------------------------------------------------- ________________ “અનેકાન્તવાદ” ૧૧૯ પ્રશ્ન- [૩૧] “પ્રદેશત્વ” છઠ્ઠો ગુણ માનવાથી શું લાભ ? ઉત્તર- પાંચે દ્રવ્યો અસંખ્યાત પ્રદેશોનાં બનેલાં છે. ફકત આકાશ લોક-અલોક ઉભય વ્યાપી હોવાથી અનંત પ્રદેશાત્મક છે. અને પુદ્ગલ સંખ્યાત અસંખ્યાત-અનંત પ્રદેશાત્મક છે. સર્વે દ્રવ્યો પ્રદેશોનાં પિંડરૂપ છે માટે આકારવાળાં છે. એમ આ ગુણથી સમજાય છે. પ્રશ્ન- [૩૨૦] જો સર્વે દ્રવ્યો પ્રદેશોના પિંડરૂપ જ હોય અને સાકાર જ હોય તો મોક્ષગત આત્માઓ “નિરંજન નિરાકાર” કહેવાય છે તેનું શું ? ઉત્તર- શરીર-પુગલ-અને વર્ણાદિ વાળો જે મૂર્તિ આકાર તે આકાર મોક્ષગત જીવોને નથી માટે તેની અપેક્ષાએ નિરાકાર છે. પરંતુ પોતાનામાં રહેલા પ્રદેશત્વગુણથી તો તે પણ સાકાર છે. તેથી જ શરીર રહિત એવા પણ સિધ્ધપરમાત્માઓની ૨/૩ લંબાઈ-પહોળાઈ અવગાહના હોય છે. પ્રશ્ન- [૩૨૧] જો સર્વદ્રવ્યોમાં પ્રદેશત્વ ગુણ હોય જ, તો પરમાણુમાં આ ગુણ કેવી રીતે ઘટે ? તત્ત્વાર્થમાં તો નાખો પ-૧૧માં અને પ્રદેશો હોતા નથી એમ કહ્યું છે ? ઉત્તર- “અણુ” પણ અપેક્ષાવિશેષે સપ્રદેશી છે. માત્ર તે અત્યંત નિર્વિભાજ્ય હોવાથી તેના ખંડ-ખંડ થવા રૂપ દ્રવ્યપ્રદેશો તેમાં નથી તેથી દ્રવ્ય પ્રદેશત્વ ગુણ તેનામાં નથી. પરંતુ વર્ણ-ગંધ-રસ-સ્પર્શ અને તેના ઉત્તરભેદ સ્વરૂપે અનેક પ્રકારે રૂપાન્તર થવા સ્વરૂપ ભાવ પ્રદેશત્વની અપેક્ષાએ તે સમદેશી છે. તેથી જ કર્મગ્રંથોમાં એકેક પરમાણુને “પરમાણુ વર્ગણા” કહેલી છે. (જુઓ કર્મગ્રંથ પાંચમો તથા કમ્મપયડિ બંધનકરણ) પ્રશ્ન- [૩૨] “ચેતનવ” નામના સાતમા ગુણથી શું લાભ ? ઉત્તર- ચેતનત્વ નામના ગુણથી જીવ જગતના પદાર્થોનો બોધ કરે છે પદાર્થોને સામાન્ય-વિશેષ ઉભયપણે જાણી-સમજી શકે છે. જો જીવમાં આ ગુણ ન માનવામાં આવે તો જીવ અજીવમાં ભેદ ન રહે. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા પ્રશ્ન- [૩૨૩] ચેતનત્વ માનવામાં બીજી કોઈ યુકિત છે ? ઉત્તર- જો ચેતનત્વ જીવમાં ન હોય તો ઈનિષ્ટના સંયોગવિયોગ માં ઘટ-પટની જેમ હર્ષ-શોક-રાગ-દ્વેષ થાય જ નહીં અને તેથી કર્મોનો બંધ જ ન થાય. કર્મોનો અભાવ જ થાય. અને કર્મો ન સ્વીકારીએ તો સંસાર-મોક્ષ ઘટે જ નહીં. (જુઓ દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ ગાથા ૧૯૫). આ ગુણ ફક્ત જીવમાં જ છે માટે વિશેષ છે છતાં જીવજાતિમાં સર્વત્ર છે. માટે સામાન્યમાં પણ ગણાય છે. પ્રશ્ન- [૩ર૪] “અચેતનવ” આઠમા ગુણથી શું લાભ ? ઉત્તર- “અચેતનત્વ સ્વભાવથી ધર્મ-અધર્મ-આકાશ-અને પુદ્ગલ આ ચાર દ્રવ્યો રાગ-દ્વેષના કર્તા નથી, તેથી કર્મોના પણ અકર્તા છે. વળી બોધ રહિત છે. તેઓને દુઃખ-સુખનું સંવેદન થતું નથી. પ્રશ્ન- [૩૨૫] જીવમાં ચેતનત્વ જેમ છે તેમ અચેતનત્વ હોય કે ન હોય ? ઉત્તર- જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મનો જેટલો જેટલો ક્ષયોપશમ છે તેટલો તેટલો ચેતનત્વ ગુણ જેમ છે તેમ તે બન્ને કર્મોનો જેટલો જેટલો ઉદય છે અને તેનાથી જેટલી જેટલી અજ્ઞાનદશા છે. તેટલો તેટલો ચેતનાના આવરણ રૂપ અચેતનસ્વભાવ પણ છે. આ અચેતનત્વ સ્વભાવ છેવદ્રવ્યનો સહજ સ્વભાવ નથી પરંતુ કર્મસાપેક્ષ હોવાથી વૈભાવિક સ્વભાવ છે. પ્રશ્ન- [૩૨૬] જો આ અચેતનત્વ ન માનીએ તો શું - દોષ ? ઉત્તર- જો અચેતનત્વ ન હોય અને એકાન્ત શુધ્ધ ચેતનત્વ સ્વભાવ જ હોય તો આરાધના કરવાની જરૂર રહેતી જ નથી, દીક્ષા સ્વીકારવાની, ધ્યાન કરવાની, કે શાસ્ત્રો ભણવાની પણ કંઈ જરૂર રહેતી જ નથી. જો દ્રવ્યમાં અશુધ્ધતા ન હોય તો તેને દૂર કરવા માટે કરાતી પ્રક્રિયાની શું જરૂર ? (જુઓ દ્ર. ગુ. ૫. રાસ ગાથા ૧૯૬). Page #128 -------------------------------------------------------------------------- ________________ અનેકાન્તવાદ ૧૨૧ પ્રશ્ન- [૩ર૭] “મૂર્તત્વ” નામના નવમા ગુણથી શું લાભ ? ઉત્તર- આ જીવ શુધ્ધસ્વરૂપે તો અમૂર્ત જ છે તથાપિ સશરીરી હોવાથી સંસારીજીવ કથંચિત્ મૂર્ત પણ છે. જો મૂર્તતા ન જ માનીએ તો સિધ્ધસમાન થવાથી સંસારનો જ અભાવ થાય. શુધ્ધનિશ્ચયનયથી પુદ્ગલમાં મૂર્તતા છે અને અસભૂત વ્યવહારનયથી જીવમાં પણ મૂર્તતા છે. (રાસ ગાથા-૧૯૭ તથા ૨૦૬) પ્રશ્ન- [૩૨૮] “અમૂર્તતા” ન માનીએ તો શું નુકશાન થાય ? ઉત્તર- જો જીવમાં અમૂર્તતા હોય જ નહીં તો સદ મૂર્તિ જ રહેવાથી મોક્ષ થાય જ નહીં. જે દ્રવ્ય સ્વયં અમૂર્ત ન હોય તેને કર્મક્ષય થવા છતાં અમૂર્તતા આવે જ નહી. અને તેથી મોક્ષ થાય નહીં. આ પ્રમાણે દસે સામાન્ય ગુણો દ્રવ્યોમાં વર્તે છે. પ્રશ્ન- [૩૨૯] દ્રવ્યોના વિશેષગુણો કેટલા ? અને કયા કયા ? ઉત્તર- વિશેષગુણો કુલ ૧૬ છે. (૧) જ્ઞાન, (૨) દર્શન, (૩) સુખ, (૪) વીર્ય, (૫) વર્ણ, (૬) ગંધ, (૭) રસ, (૮) સ્પર્શ, (૯) ગતિ હેતુતા, (૧૦) સ્થિતિ હેતુતા, (૧૧) અવગાહનાતુતા, (૧૨) વર્તનાતુતા, (૧૩) ચેતનત્વ, (૧૪) અચેતનત્વ, (૧૫) મૂર્તત્વ, (૧૬) અમૂર્તત્વ. પ્રશ્ન- [૩૩૦] ધર્માસ્તિકાયાદિ કયા કયા દ્રવ્યોમાં કેટલા કેટલા વિશેષ ગુણો હોય ? ઉત્તર- જીવ અને પુદ્ગલ દ્રવ્યમાં છ-છ વિશેષગુણો હોય છે. અને ધર્માસ્તિકાયાદિ શેષ ચાર દ્રવ્યોમાં ત્રણ-ત્રણ વિશેષગુણો હોય છે. (૧) જીવમાં- જ્ઞાન-દર્શન-સુખ-વીર્ય-ચેતનત્વ-અમૂર્તત્વ. (૨) પુલમાં- વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-અચેતનત્વ-મૂત્વ. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા (૩) ધર્માસ્તિકાયમાં-અચેતનત્વ-અમૂર્તત્વ-ગતિસહાયતા. (૪) અધર્માસ્તિકાયમાં-અચેતનત્વ, અમૂર્તિત્વ, અને સ્થિતિસહાયકતા. (૫) આકાશાસ્તિકાયમાં-અચેતનત્વ, અમૂર્તત્વ, અને અવગાહ સહાયકતા. (૬) કાળ દ્રવ્યમાં-અચેતનત્વ, અમૂર્તતા, અને વર્તનાતુતા. પ્રશ્ન- [૩૩૧] “સુખ” નામનો આત્માનો ગુણ કહ્યો તે ઉત્તર- પુણ્યકર્મના ઉદયજન્ય જે સુખ તે સુખગુણ અહીં ન સમજવો. કારણ કે તે વાસ્તવિક સુખ જ નથી. ખંજવાળની જેમ દુઃખરૂપ જ છે. વળી સર્વજીવોમાં આ ગુણ નથી જેમાં સુખ દેખાય છે તે પણ પુણ્યોદય પુરો થતાં ચાલ્યું જાય છે માટે તે ન સમજવું. પ્રશ્ન- [૩૩] તો અહીં “સુખગુણ”નો અર્થ શું સમજવો ? ઉત્તર- આકુળ-વ્યાકુલતા વિનાનો સહજસ્વરૂપના આનંદમય જે આત્માનો પરિણામ તે સુખગુણ જાણવો. જે અનાદિ-અનંત છે. મનબાલ્યન્દ્રિયો-શરીર-અને વિષયોથી તદ્દન નિરપેક્ષ કેવળ આત્માના જ્ઞાનદર્શનાદિ ગુણોના આશ્રય વાળો નિરાકુલ જે આનંદ તે જ “સુખગુણ” સર્વ આત્મદ્રવ્યમાં કેવલજ્ઞાનની જેમ સત્તાગત રહેલો છે. કર્મોના આવરણથી આવૃત-અનાવૃત થાય છે. પ્રશ્ન- [૩૩૩] પર્યાય એટલે શું ? અને તેના ભેદ કેટલા ? ઉત્તર- પર્યાય એટલે પરિવર્તન-રૂપાન્તર, નવા-જુના થવા પણું. કોઈ પણ દ્રવ્ય પ્રતિસમયે નવા નવા પર્યાયોને પામે છે. તેથી પર્યાયની અપેક્ષાએ સર્વેદ્રવ્યો અનિત્ય છે. તે પર્યાય બે પ્રકારના છે, (૧) વ્યંજન પર્યાય (૨) અર્થપર્યાય. પ્રશ્ન- [૩૩૪ વ્યંજન પર્યાય કોને કહેવાય? Page #130 -------------------------------------------------------------------------- ________________ અનેકાન્તવાદ ૧૨૩ ઉત્તર- જે દીર્ધકાળવર્તી પર્યાય, દીર્ઘકાળને અનુસરનારો જે પર્યાય તે વ્યંજનપર્યાય. જેમ કે મનુષ્ય પર્યાય, પુરૂષપર્યાય. અજીવમાં સુવર્ણપર્યાય, લોખંડપર્યાય વિગેરે. પ્રશ્ન- [૩૩૫] અર્થ પર્યાય કોને કહેવાય ? 1 ઉત્તર- માત્ર વર્તમાનકાળવાર્તા જે પર્યાય તે અર્થપર્યાય, જેમ કે બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, ઇત્યાદિ, તથા અજીવમાં કડું-કુંડલહાર ઈત્યાદિ. (જુઓ સમ્મતિ તર્ક કાર્ડ ૧ ગાથા ૩૨, રાસ ગાથા ૨૨૮) પ્રશ્ન- [૩૩] આ બને પર્યાયોના પેટાભેદો છે? હોય તો તે કયા કયા ? ઉત્તર- હા, બન્ને પર્યાયોના પેટાભેદો છે. બન્નેના દ્રવ્યથી અને ગુણથી એમ બે બે ભેદો છે. અને તે દરેકના શુધ્ધ-અશુધ્ધ-એમ પુનઃ બે બે ભેદો છે. એમ કુલ ૮ ભેદો થાય છે. તે આ પ્રમાણે પર્યાય વ્યંજનપર્યાય અર્થપર્યાય દ્રવ્ય ગુણ દ્રવ્ય ગુણ શુધ્ધ અશુધ્ધ શુધ્ધ અશુધ્ધ શુધ્ધ અશુધ્ધ શુધ્ધ અશુધ્ધ પ્રશ્ન- [૩૩૭] આ આઠે પર્યાયો ઉપર એકેક દ્રષ્ટાત્ત સમજાવો. ઉત્તર- (૧) જીવમાં સિદ્ધત્વપર્યાય તે શુધ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય. (૨) જીવમાં મનુષ્યત્વાદિ પર્યાય તે અશુધ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય.. (૩) જીવમાં કેવલ જ્ઞાન પર્યાય તે શુધ્ધ ગુણ વ્યંજન પર્યાય. (૪) જીવમાં મતિજ્ઞાનાદિ પર્યાય તે અશુધ્ધ ગુણ વ્યંજન પર્યાય. જે .મા.૯ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા ઉપરોક્ત ચારે પર્યાયો વર્તમાનકાળ વર્તી માત્ર વિચારીએ તો તે અનુક્રમે ચારે અર્થપર્યાયનાં ઉદાહરણો સમજવાં. પ્રશ્ન- [૩૩૮] અજીવ દ્રવ્યમાં આ આઠે પર્યાનાં ઉદાહરણ સમજાવો. ઉત્તર- (૧) અજીવમાં “પરમાણુપણાનો” જે પર્યાય તે શુધ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય. (૨) અજીવમાં “દ્રવ્યણુકવાદિનો” જે પર્યાય તે અશુધ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય. (૩) અજીવમાં પરમાણુના જે “વર્ણાદિગુણો” તે શુધ્ધ ગુણ. વ્ય. પ. (૪) અજીવમાં દ્રવ્યણુકાદિના જે વર્ણાદિગુણો તે અશુધ્ધ ગુણ વ્ય. ૫. ઉપરોકત ચારે પર્યાયો વર્તમાનકાળ વર્તી માત્ર વિચારીએ તો તે અનુક્રમે ચારે અર્થપર્યાયોનાં ઉદાહરણો સમજવાં. પ્રશ્ન- [૩૩૯] ધર્માસ્તિકાયાદિમાં આ પર્યાયો કેવી રીતે હોય ? ઉત્તર- ધર્માસ્તિકાયાદિની ચૌદરાજલોક પ્રમાણ જે આકૃતિ સ્વદ્રવ્યની બનેલી છે તે શુધ્ધદ્રવ્યવ્યંજન પર્યાય. અને એ જ આકૃતિ અધર્મ-લોકાકાશજીવ-પુદ્ગલાત્મક અન્ય દ્રવ્યોના સંયોગથી બનેલી છે. એમ વિચારવું તે અશુધ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય. પોતાનામાં રહેલી ગતિસહાયતા તે શુધ્ધગુણવ્યંજન પર્યાય. અને અન્યદ્રવ્યોના ગમનાગમનથી આવિર્ભાવ પામતી એવી ગતિસહાયતા તે અશુધ્ધગુણ વ્યંજન પર્યાય. આ ચારે ગુણો માત્ર વર્તમાન કાળવર્તી વિચારીએ તો તે જ ચારે અર્થપર્યાયો કહેવાય છે. પ્રશ્ન- [૩૪૦] આત્માને પરદ્રવ્ય કશું જ કરી શકતું નથી. અને આત્મદ્રવ્ય તથા અજવદ્રવ્ય બને સ્વતંત્ર દ્રવ્યો છે કોઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યને કંઈ કશું કરી શકતું નથી. આ વાત શું બરાબર Page #132 -------------------------------------------------------------------------- ________________ અનેકાન્તવાદ ૧૨૫ ઉત્તર- ઉપરોકત વાત બરાબર નથી દરેક દ્રવ્યો દ્રવ્યભાવે સ્વતંત્ર છે. પરંતુ પર્યાયભાવે પરતંત્ર છે. આત્મામાં રહેલું આત્મત્વ સ્વતંત્ર છે. તે અજીવદ્રવ્યથી ઉત્પન્ન થતું નથી કે નાશ પામતું નથી. પરંતુ આત્માની દેવ-નારકાદિ અવસ્થા બાલ્ય-યુવાદિ અવસ્થા, સુખી-દુઃખી અવસ્થા, રાજા-રક અવસ્થા, રોગી-નિરોગી અવસ્થા પરદ્રવ્યની (અજીવદ્રવ્યની) સહાયથી જ થાય છે. પૂર્વબધ્ધ કર્મના ઉદયની અપેક્ષાએ જ થાય છે. તેથી આત્માનું તે તે પર્યાયમાં જે પરિણમન થાય છે. તેમાં અજીવદ્રવ્ય અવશ્યક કારણ છે. તેવી જ રીતે અજીવમાં રહેલું અજીવત્વ(દ્રવ્યત્વ) સ્વતંત્ર છે. તે જીવવડે કરાતું નથી. પરંતુ માટીમાંથી ઘટની ઉત્પત્તિ, તજુમાંથી પટની ઉત્પત્તિ, કાષ્ટમાંથી ખુરશી-ટેબલ આદિની ઉત્પત્તિ પર્યાયરૂપે જીવવડે જ કરાય છે. માટે “પદ્રવ્ય કશું જ કરતું નથી” આવું એકાત્તવાક્ય વ્યાજબી નથી. પરંતુ જીવ-પુદ્ગલના સર્વે સંસારિક પર્યાયો પરદ્રવ્યની સહાયથી જ બને છે. તે તે પર્યાયોના પરિણમનમાં પરદ્રવ્યની નિમિત્તતા છે જ. પ્રશ્ન- [૩૪૧] આત્મા કર્મોનો કર્તા નથી પરંતુ માત્ર જ્ઞાતાદ્રષ્ટા જ છે. કારણ કે આત્મા તો શુધ્ધ-બુધ્ધ-કંચન જેવો સદા ચિઠ્ઠપ છે. સદા ચિદાનંદમય આત્મા તો કર્મ કરે જ નહીં. માટે શરીર જ . કર્મો કરે છે. આત્મા તો તેમાં હાજર માત્ર જ છે. અંદર રહ્યો છતો શરીર જે કર્મો કરે છે તે જોયા કરે છે અને જાણ્યા કરે છે. પરંતુ પોતે કર્તા ભોક્તા નથી. આવું જે માને છે તે શું આ વાત બરાબર છે ? ઉત્તર- ના, ઉપરોકત વાત બરાબર નથી. સર્વ કર્મોથી મુક્ત થયેલો મોક્ષમાં ગયેલો જે આત્મા છે તે કર્મોનો અકર્તા અને અભોક્તા છે. માત્ર કેવલજ્ઞાન અને કેવલદર્શનથી જ્ઞાતા તથા દ્રષ્ટા છે. મોહરહિત હોવાથી લેવાતા નથી. પરંતુ ૧ થી ૧૩ ગુણસ્થાનકોમાં વર્તનારા તમામ સંસારિજીવો મિથ્યાત્વ-અવિરતિ-કષાય-અને યોગ એમ ચારમાંથી યથાયોગ્ય Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા બંધહેતુ વાળા છે. તે બંધહેતુઓ જીવમાં પરિણામ પામ્યા છે. પરંતુ શરીરમાં નહીં. માટે સંસારી જીવ જ કર્મોનો કર્તા-ભોક્તા છે શરીર નહીં. એકલું શરીર જડમાત્ર હોવાથી મિથ્યાત્વાદિ ભાવો વાળું બનતું નથી તેથી કર્મોનું કર્તા-ભોક્તા નથી. કર્મોનું કર્તુત્વ-ભોકર્તુત્વ જીવમાં જ છે શરીર તેમાં સાધન છે. સુથાર કુહાડા વડે લાકડું કાપે છે. આ ક્રિયામાં જેમ સુથાર કર્તા છે અને કુહાડો સાધન છે. તેમ જીવ કર્તા છે અને શરીર સાધન છે. માટે ઉપરોકત પ્રશ્નની વાત બરાબર નથી. . પ્રશ્ન- [૩૪૨] શરીરની અંદર આત્મા હોવા છતાં પણ શરીરનો એક પણ પ્રદેશ આત્મા બનતો નથી. અને આત્માનો એક પણ પ્રદેશ શરીર બનતું નથી. માટે આત્મા તો શુધ્ધ-બુધ્ધ-પરમાનંદ-પરમપુરૂષ જ છે. અને દેહમાં હોવા છતાં દેહાતીત પણે વર્તે છે. માટે કર્તા કેમ કહેવાય ? ઉત્તર- આ આત્મા દેહમાત્રમાં વર્તે છે એટલું જ નથી. પરંતુ મિથ્યાત્વ-કષાયાદિ કલુષિત પરિણામ વાળો છે. વૈભાવિક પરિણામવાળો છે. અને આત્મામાં ઉત્પન્ન થયેલા તે કલુષિત પરિણામો-વૈભાવિક પરિણામો કર્મ બંધાવે છે. તથા દેહમાં હોતે છતે દેહાતીત વર્તે છે આવી જે અવસ્થા છે તે માત્ર ચૌદમાગુણસ્થાનકવર્તી જીવોની જ છે અને તેથી તેઓ જ કર્મોના અકર્તા છે. અને પૂર્વબધ્ધ કર્મોના માત્ર ભોક્તા છે. પરંતુ ૧ થી ૧૩ ગુણઠાણામાં દેહ હોતે છતે દેહાતીત કોઈ બની શકતું નથી. માત્ર દેહની મૂછ-મમતા ઉપર-ઉપર ના ગુણસ્થાનકોમાં ઘટતી જાય છે. ૧૨-૧૩ મા ગુણસ્થાન કે મમતા બીલકુલ હોતી નથી. તેથી જે અનુયાયી વર્ગ નીચેના ગુણઠાણા વાળા આત્માઓને દેહાતીત માને છે. તે માત્ર દ્રષ્ટિરાગ છે. તથા દેહ અને આત્માનો સંબંધ ઘટ અને પાણીની જેમ નથી. પરંતુ લોહ અને અગ્નિની જેમ છે. ઘટમાં પાણી હોવા છતાં ઘટથી પાણી ભિન્ન છે. ઘટના સ્થાનમાં પાણી નથી અને પાણીના સ્થાનમાં Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ અનેકાન્તવાદ ઘટ નથી. તેવો સંબંધ દેહ અને આત્માનો નથી. પરંતુ લોહ અને અગ્નિ જેમ ઓતપ્રોત છે. એકમેક છે. એકરૂપ છે. તેમ દેહ અને આત્મા વણાયેલા છે. એકમેક છે. અભિન્ન છે તેથી આત્મા દેહથી અભિન્ન પણ છે. એટલે કે દ્રવ્યથી ભિન્ન છે. અને એકમેકરૂપે અભિન્ન પણ છે. સર્વથા ભિન્ન નથી. તેથી દેહ આહાર-નીહાર-વિહારાદિ જે જે કાર્યો કરે છે તે તે સર્વે દેહ દ્વારા આત્મા જ કરે છે. જડ કંઈ કરી શકતું નથી. માટે જીવ જ કર્મોનો કર્તા-ભોક્તા છે. દેહ પ્રત્યેની મમતા દૂર કરવા માટે જણાવાયું છે કે તે આત્મા ! તું દેહથી ભિન્ન દ્રવ્ય છે. અને દેહ અહીં રહેવાનું છે તારે પરભવમાં જવાનું છે. તેથી હું તેની મમતા ન કર. એમ સમજાવવા માટે દેહાતીત લખ્યું છે. પરંતુ આત્મા દેહથી એકાન્ત ભિન્ન નથી. ભિન્નભિન્ન છે. તેથી જીવ કર્મોનો કર્તાભોક્તા છે. પ્રશ્ન- [૩૪૩] કર્મોના બંધનો કર્તા-ભોક્તા જો આત્મા છે તો તે સ્વભાવ સદા આત્મામાં કેમ રહેતો નથી? મોક્ષે જતાં કર્તુત્વ અને ભોકતૃત્વ કેમ ચાલ્યું જાય છે ? ઉત્તર- -કર્મોનું કર્તુત્વ અને ભોકતૃત્વ એ જીવના જ્ઞાનાદિ ગુણોની જેમ સહજ સ્વભાવ નથી. પરંતુ પૂર્વબધ્ધ કર્મોના ઉદયથી વૈભાવિક સ્વભાવ છે. જે કર્મોદય હોય ત્યાં સુધી હોય છે. કર્મોદય ટળી જવાથી ચાલ્યા જાય છે. પ્રશ્ન- [૩૪૪] કર્મોને બાંધવાના ઉપાયો શું? અને તોડવાના ઉપાયો શું? ઉત્તર- કર્મોને બાંધવાના ઉપાયો (૧) મિથ્યાત્વ, (૨) અવિરતિ, (૩) કષાય, અને (૪) યોગ એમ ૪ છે. તત્વાર્થસૂત્રમાં કષાયથી પ્રમાદને જાદો વિવક્ષીને પાંચ પણ કહ્યા છે. " તથા કર્મને તોડવાના ઉપાયો જ્ઞાન, દર્શન, ચારિત્ર, અને વીર્ય એમ ૪ જાણવા, કોઈ સ્થાને તપ એ વીર્યમાં અંતર્ગત હોવા છતાં વિવફાવશથી ભિન્ન કલ્પીને તપ સાથે પાંચ પણ કહ્યા છે. જેને પંચાચાર કહેવાય છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા પ્રશ્ન- [૩૪૫] આ બંધહેતુ અને લયહેતુમાં પ્રાપ્તિનો કોઈ ક્રમ છે ? ઉત્તર- હા, એકેક ગુણની પ્રાપ્તિ થતી જાય છે તેમ તેમ એકેક દોષ નષ્ટ થતો જાય છે અને જેમ જેમ એકેક દોષ નષ્ટ થતો જાય છે તેમ તેમ એકેક ગુણની પ્રાપ્તિ થતી જાય છે. જેમ કે (૧) જ્ઞાનની પ્રાપ્તિથી- (૨) મિથ્યાત્વનો નાશ. (૩) મિથ્યાત્વના નાશથી- (૪) સમ્યગ્દર્શનની પ્રાપ્તિ. (૫) સમ્યગ્દર્શનની પ્રાપ્તિથી. (૬) અવિરતિનો નાશ. (૭) અવિરતિના નાશથી (૮) આરિત્રધર્મની પ્રાપ્તિ. (૯) ચારિત્રની પ્રાપ્તિથી (૧૦) કષાયોનો નાશ. (૧૧) કષાયોના નાશથી (૧૨) અનંતવીર્યની પ્રાપ્તિ. (૧૩) અનંતવીર્યની પ્રાપ્તિથી. (૧૪) યોગનો નાશ. (૧) જ્ઞાનથી મિથ્યાત્વનાશ. (૨) દર્શનથી અવિરતિનાશ. (૩) ચારિત્રથી કષાયનાશ. (૪) વીર્યથી યોગનાશ. પ્રશ્ન- [૩૪] જ્ઞાનાદિ ગુણો વડે પૂર્વબધ્ધ કર્મો શું તોડી શકાય ? અને જો તોડી શકાય તો “ગવરયમેવ દિ મોવતવ્ય કૃત * ગુમાશુમ” આ વાક્યનું શું ? ઉત્તર- જ્ઞાનાદિ ગુણો વડે કર્મો તોડી પણ શકાય છે. અને છતાં ઉપરોકત વાક્ય પણ સાચું છે. કારણ કે કર્મોનો ઉદય બે પ્રકારનો છે. (૧) રસોદય અને (૨) પ્રદેશોદય. આ આત્માએ જે કર્મો જેવા રસવાળાં બાંધ્યાં છે. તે કર્મોને જ્ઞાનાદિગુણો વડે રસધાત કરી લગભગ રસહીન કરાય છે. કર્મોની તાકાત તન તોડી નાખવામાં આવે છે. તે પ્રક્રિયાને “કર્મો તોડયા” એમ કહેવાય છે. અને પ્રાયઃ રસ વિનાનાં થયેલાં તે કર્મોને માત્ર પ્રદેશરૂપે જ ભોગવી લેવામાં આવે છે. તેને પ્રદેશોદય કહેવાય છે. તે પ્રદેશોદય Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ અનેકાન્તવાદ થી સર્વે કર્મો ભોગવવાં જ પડે છે. રસોદયની અપેક્ષાએ કર્મોનો વિનાશ થઈ શકે છે. પ્રદેશોદયની અપેક્ષાએ સર્વે કર્મો ભોગવવાં જ પડે છે. પ્રશ્ન- [૩૪૭] પ્રદેશોદયથી ભોગવાતાં કર્મો શું સ્વાવાર્યગુણનો ધાત ન કરે ? - ઉત્તર- ના, કડવી દવા પતાસાની વચ્ચે નાખીને લેવાથી તે દવાની કડવાશ જેમ અનુભવાતી નથી. તેમ તીવ્રકર્મ રસઘાતથી મંદ થવાથી સ્વાવાર્યગુણનો ઘાત કરવા માટે તે અસમર્થ બને છે. . પ્રશ્ન- [૩૪૮] કયા કયા કર્મોનો ઉદય કેવો કેવો હોય ? ઉત્તર- (૧) મતિજ્ઞાનાવરણ, (૨) શ્રુતજ્ઞાનાવરણ, (૩) અચક્ષુદર્શનાવરણ, (૪ થી ૮) પાંચ અંતરાય આ આઠ કર્મોનો ઉદય સર્વે જીવોને સદાકાળ ક્ષયોપશમ ભાવથી યુક્ત જ હોય છે. (૧) અવધિજ્ઞાનાવરણ, (૨) અવધિદર્શનાવરણ, (૩) મનઃ પર્યવજ્ઞાનાવરણ અને ચક્ષુ દર્શનાવરણ આ ચાર કર્મોનો ઉદય ક્યારેક ક્ષયોપશમથી યુક્ત હોય છે અને ક્યારેક જેવું બાંધ્યું હોય તેવું જ રસવાળું ઉદયમાં ધ્યેય છે. તેને શુધ્ધ ઔદયિકભાવ કહેવાય છે. (૧) કેવલજ્ઞાનાવરણીય, (૨) કેવલદર્શનાવરણીય, અને (૩થી૭) પાંચ નિદ્રા એમ સાત પ્રકૃતિઓ સર્વધાતી હોવાથી સદાકાળ ક્ષયોપશમ વિનાનો શુધ્ધ ઔદયિક ભાવ જ હોય છે. કેવળ રસોદય જ હોય છે. મોહનીયકર્મમાં મિથ્યાત્વમોહનીય અને પ્રથમના ૧૨ કષાયો સર્વધાતી હોવાથી રસોદયકાળે સ્વાવાર્યગુણના ધાતક છે. પ્રદેશોદયકાળે ગુણના ધાતક નથી. અને સંજવલન તથા નવ નોકષાય દેશઘાતી હોવાથી રસોદય કાળે સ્વાવાર્યગુણના ધાતક નથી. પરંતુ સ્વાવાર્યગુણમાં દોષોના ઉત્પાદક છે. પ્રશ્ન- [૩૪૯] જ્ઞાનાદિ ૪ ગુણો કર્મોને તોડવાના જેમ ઉપાય છે તેમ બીજા કોઈ ઉપાયો કર્મોને તોડવાના શાસ્ત્રોમાં શું બતાવ્યા છે ? Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩) જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા - ઉત્તર- હા, આ જ ચાર ગુણોના વિસ્તારરૂપે ૧૧ ગુણશ્રેણીઓ બતાવેલી છે. તે એકેક ગુણશ્રેણી ઓછા-ઓછા કાળમાં અધિક-અધિક કર્મોના ક્ષયને કરનારી છે. (જાઓ તત્વાર્થ સૂત્ર ૯-૪૭ તથા પાંચમોકર્મગ્રંથ) પ્રશ્ન- [૩૫૦] નિર્વાણ પામેલો સર્વકર્મરહિત થયેલો આત્મા શરીર અને કર્મ વિનાનો હોવાથી મનુષ્યલોકથી લોકાન્તસુધી સાત રાજ ગતિ કેવી રીતે કરતો હશે ? (તૈજસ-કાશ્મણ તો છે જ નહીં) ઉત્તર- (૧) પૂર્વપ્રયોગ, (૨) અસંગતા, (૩) બંધવિચ્છેદ અને (૪) તથા પ્રકારનો ઉર્ધ્વગતિસ્વભાવ એમ ચાર પ્રકારના કારણોથી આ જીવ ઉર્ધ્વગતિ કરે છે. - (૧) જેમ હીંચોળો પૂર્વપ્રયોગથી પગ લઈ લેવા છતાં પણ થોડો ટાઈમ ચાલે છે. ઘટ બનાવવામાં વપરાતું ચક્ર દંડ લઈ લેવા છતાં પૂર્વપ્રયોગથી ચાલે છે. ઘંટમાં લોલક ઉપરનો હાથ લઈ લેવા છતાં થોડો ટાઈમ પૂર્વપ્રયોગથી અવાજ આવે છે તેમ આ આત્મા અનાદિ કાળથી ગતિશીલ હોવાથી કર્મરહિત હોવા છતાં પણ સાત રાજ ઉર્ધ્વગતિ કરે છે. માટીના સંગવાળો ઘડો માટીના ભારથી પાણીમાં ડૂબી જાય છે પરંતુ પાણીના સતત સંયોગથી જેમ જેમ માટી પીગળતી જાય છે અને માટીનો સંગ જેમ જેમ દૂર થતો જાય છે તેમ તેમ તે ઘટ આપોઆપ ઉપર આવે છે. તેમ કર્મનો સંગ દૂર થવાથી આ આત્મા ઉર્ધ્વગતિ કરે એરંડાના કોચલાનું બંધન તૂટી જવાથી જેમ એરંડો ઉછળે છે. તેમ કર્મોનાં બંધનો તુટી જવાથી આ આત્મા ઉર્ધ્વગતિ કરે છે. જીવ-અને અજીવનો સ્વયં ઉર્ધ્વ-અધોગતિ સ્વભાવ છે. જીવ ઉર્ધ્વગતિ સ્વભાવવાળો છે અને અજીવ અધોગતિ સ્વભાવ (૪) Page #138 -------------------------------------------------------------------------- ________________ અનેકાન્તવાદ ૧૩૧ વાળું છે. તેથી કર્મરહિત આ જીવ ઉર્ધ્વગતિ કરે છે. (જાઓ તત્ત્વાર્થ સૂત્ર અધ્યાય-૧૦-૬) “અમેરિકા તથા લંડનમાં ચલાવેલા ધાર્મિક કલાસોમાં પૂછાયેલા સામાન્ય પ્રશ્નોના ઉત્તરો. પ્રશ્ન- [૩૫૧] અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અને અનાચારનો અર્થ શું ? ઉત્તર- પાપ કરવાની ઇચ્છા તે અતિક્રમ, પાપો કરવાની તૈયારી કરવી તે વ્યતિક્રમ, અજાણપણે અથવા પરવશપણે પાપ કરવું તે અતિચાર, અને જાણપણે સ્વતંત્ર હોતે છતે હર્ષથી પાપ કરવું તે અનાચાર. અતિક્રમ-વ્યતિક્રમ અને અતિચાર લાગે તો પ્રાયશ્ચિત્ત આલોચના આદિથી પાપોની નિંદા-ગહ કરીને શુદ્ધિ થાય. પરંતુ અનાચારમાં પાપોનો પશ્ચાતાપ ન હોવાથી શુદ્ધિને યોગ્ય નથી. પ્રશ્ન- [૩૫] આરતિ અને મંગલદીપ નો અર્થ શું ? ઉત્તર- મા એટલે સર્વરીતે રતિ-આનંદ, આરંભેલુ ધર્મકાર્ય નિર્વિધે સારી રીતે પૂર્ણ થયું તેનો સર્વરીતે આનંદ વ્યકત કરવો તે આરતિ, તેમાં પાંચ દીપક પ્રગટ કરીને પ્રભુ પાસે આત્માના અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનાર પાંચજ્ઞાનોની માગણી પ્રદર્શિત કરવામાં આવે છે. -મને અત- સંસારથી ગાળે, મને સંસારથી ગાળે અર્થાત્ ભવપાર ઉતારે એવો ભાવપ્રદર્શિત કરનારી જે ક્રિયા તે મંગલદીપ કહેવાય છે. ન પ્રશ્ન- [૩૫૩] નરક-દેવગતિનું આયુષ્ય બાંધ્યા પછી તુટે નહીં તો કૃષ્ણ મહારાજાએ સાતમી નરકનું બાંધેલું આયુષ્ય તોડીને ત્રીજી નરકનું કેમ કર્યું ? ઉત્તર- આ અવસર્પિણી કાળમાં ન બનવાના અનેક બનાવો (આશ્ચર્યો-અચ્છેરા) નાનાં-મોટાં બન્યાં છે. તેમાં આ પણ એક આશ્ચર્યઅચ્છેરું છે. (જુઓ કર્મપ્રકૃત્તિ અપવર્તનાકરણ-પૂ. ઉપાધ્યાયજી કૃત ટીકા) Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા કેટલાક આચાર્યોનું કહેવું એવું પણ છે કે આયુષ્ય બાંધ્યું ન હતું પરંતુ તેને યોગ્ય યોગ્યતા હતી તે ટાળીને ત્રીજી નરકને યોગ્ય યોગ્યતા પ્રાપ્ત કરી છે. (તત્ત્વ તિગમ) પ્રશ્ન- [૩૫૪] મનુષ્ય અને તિર્યંચનું આયુષ્ય બાંધ્યા પછી શું તુટી શકે ? હા, આ બન્ને આયુષ્યો બાંધ્યા પછી તુટી શકે છે પરંતુ તે તે ભવમાં ગયા પછી ઉદયકાળ ચાલતો હોય ત્યારે કોઈ પણ ઉપક્રમ દ્વારા તુટે છે. બાંધ્યા પછી જ્યાં સુધી તે ભવમાં જીવ જતો નથી ત્યાં સુધી તુટતું નથી. પ્રશ્ન- [૩૫૫] જ્ઞાનાવરણીયાદિ ચારે ધાતી કર્મો પાપપ્રકૃતિઓ છે. મોહનીય કર્મ તો વિશેષે પાપપ્રકૃત્તિ છે. તો પછી તત્ત્વાર્થસૂત્ર અધ્યાય ૮-૨૬ માં સમ્યકત્વમોહનીય, હાસ્ય-રતિ અને પુરૂષવેદને પુણ્ય કેમ કહેવામાં આવ્યું છે ? ઉત્તર- મોહનીયકર્મની તમામ પ્રકૃત્તિઓ પાપપ્રકૃત્તિઓ જ છે. પરંતુ સમ્યકત્વમોહનીય નામનું કર્મ મિથ્યાત્વ અને મિશ્ર મોહનીયકર્મની અપેક્ષાએ કંઈક હળવું છે. હાસ્ય-રતિ તે અરતિ-શોક કરતાં સુખદાયી છે અને પુરૂષવેદ તે નપુંસક વેદ તથા સ્ત્રીવેદ કરતાં સુખદાયી છે. એમ અપેક્ષા વિશેષે પુણ્યમાં ગણેલ છે. તત્ત્વથી પાપપ્રકૃતિઓ જ છે. પ્રશ્ન- [૩૫] સ્તવન-સ્તુતિ-અને સ્વાધ્યાયમાં શું તફાવત? ઉત્તર- જેમાં મુખ્યત્વે ભગવાનના ગુણગાન હોય તે સ્તવન. જેમાં મુખ્યત્વે ભગવાનની પ્રાર્થના હોય તે સ્તુતિ. જેમાં મુખ્યત્વે મહાત્માઓનાં ચરિત્રો હોય તે સજઝાય. પ્રશ્ન- [૩૫૭] આઠમા-નવમા-દસમા ગુણસ્થાનકે બન્ને શ્રેણીમાં વર્તતા જીવોનું ગુણસ્થાનક સમાન હોવા છતાં એક જીવ મોહનીયકર્મને ઉપશમાવે અને એક જીવ કર્મને ખપાવે આવું કેમ બને છે ? * Page #140 -------------------------------------------------------------------------- ________________ અનેકાન્તવાદ ૧૩૩ ઉત્તર- તેમાં “આત્માના પરિણામોની ભિન્નતા જ કારણ છે” એક ગુણસ્થાનકવતી હોવા છતાં પરિણામ એકાન્ત સમાન હોતા નથી. ૨૫-૫૦ માળના ઉંચા બીલ્ડીંગમાં એક જીવ પહેલા માળે રહેતો હોય અને એક જીવ ઉપરના પચ્ચાસમા માળે રહેતો હોય તો બન્ને એકગૃહવર્તી હોવા છતાં પણ એક અધોવર્તી છે અને એક ઉર્ધ્વવર્તી છે. એમ અહીં પણ સમજવું. (જુઓ હરિભદ્રજીકૃત યોગશતકગાથા ૧૮) પ્રશ્ન- [૩૫૮] “અનિવૃત્તિકરણ”નામનું જે નવમું ગુણસ્થાનક છે તેમાં તો સર્વે આત્માના પરિણામો સર્વથા સમાન જ હોય છે. અને તેથી આઠમા ગુણસ્થાનકની જેમ તેમાં છઠ્ઠાણવડીયાં હોતાં નથી તો પછી બે પ્રકારની શ્રેણી માંડવા રૂપ પરિણામની ભિન્નતા કેમ સમજાવાય છે ? ઉત્તર- અનિવૃત્તિબાદરમાં એકસમયવર્તી જીવોમાં સમાન પરિણામ હોય છે. એવું જે પ્રતિપાદન છે. તે આઠમા ગુણસ્થાનકની જેમ અતિશય તરતમતા નથી એમ સામાન્યથી સંગ્રહનયને આશ્રયી કહેવાય છે. પરંતુ સર્વથા સમાન જ પરિણામ છે એમ ન જાણવું. કારણકે જો સર્વથા સમાન જ પરિણામ હોય તો પાંચમા કર્મગ્રંથમાં ક્ષપકશ્રેણી કરતાં ઉપશમશ્રેણીમાં અને ઉપશમશ્રેણી કરતાં ઉપશમશ્રેણીથી પડતા જીવને ડબલ ડબલ સ્થિતિબંધ-રસબંધ જે કહ્યો છે તે ઘટે નહીં માટે સ્થલદ્રષ્ટિએ સમાનતા, અને સૂક્ષ્મદષ્ટિએ વિષમતા જાણવી. પ્રશ્ન- [૩પ૯] શાસ્ત્રોમાં “હિયાહારામિયાહારા” વાક્ય આવે છે તેનો અર્થ શું? ઉત્તર- આત્માને હિતકારી-કલ્યાણકારી એવો જે આહાર જે હિયાહારા જે આહાર કરવાથી આત્માનું હિત-કલ્યાણ અટકે નહીં પરંતુ કલ્યાણની સાધનામાં સહાયક બને તે હિતાહાર કહેવાય છે. તેવા પ્રકારનો હિતકારી આહાર પણ “મિયાહાર” એટલે પરિમિત જ આહાર કરવો, અધિક ન કરવો, અધિક કરવાથી અજીર્ણ થાય, અને તેનાથી કલ્યાણ રૂંધાય છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા પ્રશ્ન- [૩૬૦] વ્યવહારમાં એવું કહેવાય છે કોઈક દેવ-દેવી કોઈ વ્યકિતને હેરાન-પરેશાન કરવા આવે છે અથવા રક્ષા કરવા માટે આવે છે તો શું દેવ-દેવી કોઈ વ્યકિતના શરીરમાં આવી શકે ? અને જો આવે તો દેવ-દેવીને તો વૈક્રિય શરીર હોય અને મનુષ્યનું તો આ ઔદારિક શરીર છે. તે દેવ-દેવી ઔદારિકમાં કેવી રીતે રહી શકે ? વળી એક શરીરમાં બે આત્મા કેવી રીતે રહે ? ઉત્તર- દેવ-દેવી રક્ષા અથવા ઢેષાદિની બુધ્ધિથી આવે છે. આવી શકે છે અતિશય રાગ-દ્વેષ હોય તો મનુષ્યના શરીરમાં પ્રવેશ પણ કરે છે. પરંતુ મનુષ્યનું શરીર નિયમા ઔદારિક જ હોય છે અને દેવદેવીનું શરીર નિયમા વૈક્રિય જ હોય છે. દેવ-દેવી ઔદારિક શરીરને મળતું જ વૈક્રિય શરીર બનાવે છે. અને ઔદારિક શરીરની સાથે પોતાનું તેના જેવું બનાવેલું વૈક્રિય શરીર તેમાં મેળવી દે છે. દૂધમાં ભેળવેલી ખાંડ જેમ સમસ્ત દૂધમાં વ્યાપ્ત થાય છે તેમાં ખરેખર મીઠાશ ખાંડની છે દૂધની નથી તો પણ દૂધ મીઠું એમ કહેવાય છે. તેમ દેવ-દેવીનું વૈક્રિયશરીર, ઔદારિકશરીરમાં ઓતપ્રોત થઈ જાય છે. તેથી તે દેવ-દેવીનું બળ હારિકમાં દેખાય છે. વાસ્તવિક રીતે બે શરીરો છે અને બે જીવો છે. બને જીવો પોતપોતાના શરીરના સ્વામી છે. એને ઓતપ્રોત થયેલાં શરીરો છે. પ્રશ્ન- [૩૧] વૈક્રિય શરીરમાં સંઘયણ હોતાં નથી. તેથી હાડકાં માંસ-ચરબી રૂધીર અને વીર્ય હોઈ શકે નહી તો ચક્રવર્તીઓ વાસુદેવો પ્રતિવાસુદેવો પોત-પોતાની હજારો સ્ત્રીઓ સાથે વૈક્રિયશરીરથી જે સંસારસેવન કરે છે તેનાથી સંતાનોત્પત્તિ થાય છે. તો વીર્ય વિના . આ સંતાનોત્પત્તિ કેવી રીતે થઈ ? ઉત્તર- ચક્રવર્તી આદિ વૈક્રિયશરીરથી સંસારસેવન કરે છે. પરંતુ તેનું મૂલશરીર ઔદારિક હોવાથી અને ઔદારિકશરીર નામકર્મનો ઉદય હોવાથી વૈક્રિય વર્ગણાના પુગલોને હારિકવર્ગણા રૂપે પરિણાવી વીર્યરૂપે બનાવી સ્ત્રીના શરીરમાં પ્રક્ષેપ કરે છે તેથી સંતાનોત્પત્તિ થાય Page #142 -------------------------------------------------------------------------- ________________ અનેકાન્તવાદ ૧૩૫ છે. પરંતુ જો કોઈ દેવ-મનુષ્યની સ્ત્રી સાથે સંસારસેવન કરે છે તો મૂલશરીર ઔદારિક ન હોવાથી વૈક્રિય વર્ગણાનાં પુદ્ગુલો ઔદારિક વીર્યરૂપે ન બની શકવાના કારણે ગર્ભોત્પત્તિ થતી નથી. પ્રશ્ન- [૩૬૨] જો ગાયનું માંસ ન ખવાય તો ગાયનું દૂધ કેમ પીવાય ? અને જો ગાયનું દૂધ પીવાય તો ગાયનું માંસ કેમ ન ખવાય ? બને પદાર્થો છે તો ગાયના જ અંશ ? ઉત્તર- ગાયના અંશ પણે બન્ને સમાન છે. પરંતુ એક નિર્જીવ છે બીજુ સજીવ છે. એક ગાયે પોતે આંચલ દ્વારા ત્યજેલું છે અને બીજી ગાયના આત્મા સાથે ઓતપ્રોત છે. એક લેવામાં ગાય મૃત્યુ પામતી નથી અને બીજુ લેવામાં ગાય મૃત્યુ પામે છે. અર્થાત્ ગાયને મારીને જ લેવામાં આવે છે માટે એક પેય છે અને બીજાં હેય છે. જેમ માથુ અને પગ બન્ને એક જ વ્યકિતના અંશ હોવા છતાં પગનાં ચંપલ માથે નથી પહેરાતાં, અને માથાની ટોપી પગે નથી પહેરતી. કોઈના માથા ઉપર હાથ મુકાય છે પરંતુ પગ મુકાતો નથી તેમ અહીં સમજવું. પોતાની પત્ની અને માતા અને સ્ત્રીપણે સમાન હોવા છતાં પણ જે વ્યવહાર પત્ની સાથે થાય છે તે માતા સાથે કરાતો નથી અને જે વ્યવહાર માતા સાથે કરાય છે તે પત્ની સાથે કરાતો નથી તેમ અહીં સમજવું. સારાંશ કે કોઈપણ વસ્તુ એક દેશથી સમાન હોય છે એટલે સર્વ અંશથી સમાન હોય છે એમ ન સમજવું. પ્રશ્ન- [૩૬૩] કાળ-સ્વભાવ-નિયતિ-પ્રારબ્ધ અને પુરૂષાર્થ આ પાંચ સમવાય કારણો કહેવાય છે. તેમાં નિયતિ અને પ્રારબ્ધમાં તફાવત શું ? (બાકીનામાં તો ભેદ સમજાય છે) - ઉત્તર- દ્રવ્યનું ભાવિમાં થનારું જે પરિવર્તન તે નિયતિ છે. તે તે દ્રવ્યોમાં ભવિષ્યમાં થનારા તે તે પર્યાયો પામવાની જે યોગ્યતા રહેલી છે તે નિયતિ છે. નિયતિના આધારે તે તે દ્રવ્ય તે તે કાળે તે તે પર્યાયને પામે છે. માટે નિયતિ એટલે દ્રવ્યમાં રહેલી પર્યાયપામવાની Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા યોગ્યતા. તેમાં સહાયક થનારૂ અર્થાત નિમિત્ત બનનારૂં કાર્મણવર્ગણાનું બનેલું જે જ્ઞાનાવરણીયાદિ કર્મરૂપ અજીવ દ્રવ્ય એ પ્રારબ્ધ છે. પ્રશ્ન- [૩૬૪] દ્રવ્યમાં રહેલી નિયતિથી જે દ્રવ્યમાં જે કાળે જે પર્યાયો આવવાના છે તે કાળે તે પર્યાયો પ્રગટ થવાના જ છે. તો પછી પુરૂષાર્થ કરવાની શું જરૂર ? ઉત્તર- દ્રવ્યમાં રહેલી નિયતિથી જેમ પર્યાય પ્રગટ થવાના છે તેમ તે પર્યાય પ્રગટ કરવામાં પ્રારબ્ધ અને પુરૂષાર્થ અને કારણો (નિમિત્ત) છે. પ્રારબ્ધ એ અત્યંતર કારણ છે અને પુરૂષાર્થ એ બાહ્યકારણ છે. જેમ આત્મા દૂર પડેલા ઘટ-પટને જુએ છે તેમાં મન અને ચક્ષુ એ બને અનુક્રમે અત્યંતર અને બાહ્ય કારણો છે. તેમ દ્રવ્યમાં પડેલી નિયતિને પ્રગટ કરવામાં આ બન્ને કારણો આવશ્યક છે. વળી આ બન્ને કારણોના સેવનથી જ પર્યાયની પ્રગટતા નિયત છે. અન્યથા નિયતિ પણ અનિયત છે. જેમ ધાન્યમાં પાક થવાની યોગ્યતા નિયત હોવા છતાં પણ અગ્નિનો યોગ થાય તો જ પાક થાય. અન્યથા નિયત પાક પણ અનિયત બને છે. તેમ એકલી નિયતી નિયત નથી. કારણોની સાપેક્ષતાવાળી નિયતિ નિયત છે. પ્રશ્ન- [૩૬૫] આપણે પૂર્વજન્મને કેમ યાદ કરી શકતા નથી ? ઉત્તર- આપણે પૂર્વજન્મ અનુભવેલો છે. છતાં ભવ બદલાવાના કારણે જ્ઞાનાવરણીય કર્મ ઉદયમાં આવ્યું છે તેથી પૂર્વજન્મ યાદ કરી શકતા નથી. પૂર્વબદ્ધ કર્મોનો ઉદય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અને ભવ એમ ૫ કારણોથી થાય છે. અહીં કર્મોદયમાં ભવ કારણ બને છે. જેમ દેવનરકના ભવમાં જતાં જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમમાં ભવ કારણ છે. તેમ અહીં જ્ઞાનાવરણીયના ઉદયમાં ભવ કારણ છે. પ્રશ્ન- [૩૬] કર્મના ઉદય અને ક્ષયોપશમનાં કારણો કેટલાં ? Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ અનેકાન્તવાદ ઉત્તર- કર્મના ઉદયમાં અને ક્ષયોપશમમાં ઉપરોક્ત પાંચ જ કારણો છે. જેમ મદિરાપાનથી જ્ઞાનાવરણીય ઉદયમાં આવે છે. બ્રાહ્મી-બદામ આદિ દ્રવ્યથી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય છે. ઘેનની ગોળીથી દર્શનાવરણીયનો ઉદય થાય છે. તલવારાદિ શસ્ત્રોથી અસાતાનો ઉદય ચાલુ થાય છે. મલમ-પટ્ટાથી સાતાનો ઉદય થાય છે. ઈત્યાદિ. પ્રશ્ન- [૩૬૭] જીવ નિયતિથી જે ભવમાં જવાનો હોય તે ભવનું આયુષ્ય બાંધે છે કે જે ભવનું આયુષ્ય બાંધે છે તે ભવમાં જાય છે ? આ બેમાં સાચું શું ? - ઉત્તર- જુદા જુદા નયોથી બને સાચાં છે. દ્રવ્યાર્થિક નયથી જે ભવમાં જવાનો પર્યાય સત્તાગત રીતે જીવદ્રવ્યમાં છે. તે ભવનું આયુષ્ય બંધાય છે અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ જે ભવનું આયુષ્ય બંધાય છે તે ભવમાં જીવ જાય છે. પ્રશ્ન- [૩૬૮] કેવલજ્ઞાની ભગવાન કેવલી સમુદ્ધાત કરે ત્યારે ચોથા સમયે સમગ્રલોકવ્યાપી થવાથી આપણને તે મહાત્મા પુરુષનો સ્પર્શ થાય છે. તેનો અનુભવ આપણને કંઈ થાય ? કંઈ લાભ થાય ? ઉત્તર-ના, તેવો અનુભવ કે લાભ કંઈ થતું નથી. કારણ કે તેઓ માત્ર તૈજસ-કાશ્મણ શરીરથી જ સર્વ આત્મપ્રદેશોને લોકવ્યાપી બનાવે છે અને આ શરીર નિરૂપભોગ છે. તત્ત્વાર્થસૂત્રમાં ર-૪પમાં જણાવ્યું છે તેથી આ શરીર સૂક્ષ્મ-નિરૂપભોગ હોવાથી સ્પર્શ થવા છતાં કોઈપણ પ્રકારનો અનુભવ કે લાભ થતો નથી. . પ્રશ્ન- [૩૯] મોક્ષના જીવો જ્યાં છે ત્યાં નિગોદના જીવો છે કે નહીં ? અને જો છે તો તેમના સ્પર્શથી નિગોદના જીવોને કંઈ લાભ થાય ? નિગોદના જીવોના સ્પર્શથી મોક્ષના જીવોને કંઈ નુકશાન થાય ? ઉત્તર- જ્યાં મોક્ષના જીવો છે ત્યાં લોકભાગ હોવાથી નિગોદના જીવો છે જ. પરંતુ મોક્ષના જીવો અશરીરી હોવાથી એક ક્ષેત્ર વ્યાપી Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા હોવા છતાં પણ સ્પર્શ નથી કારણ કે સ્પર્શ સ્પર્શનેન્દ્રિયથી ગ્રાહ્ય છે તે મુક્તજીવને નથી. વળી, મુક્તજીવ રાગાદિદોષો રહિત હોવાથી કોઈ બાધા પહોંચતી નથી અને નિગોદના જીવોને મુક્તજીવોથી કંઈ લાભ નથી. કારણ કે તેની લગભગ ઘણી ચેતના અવરાયેલી છે. • પ્રશ્ન- [૩૭૦] જંબુદ્વીપના આ દક્ષિણ ભરતક્ષેત્રમાં ભૂતકાળમાં થયેલી પાછળલી ઉત્સર્પિણીના ર૪ તીર્થકર ભગવંતોનાં નામો શું ? - ઉત્તર- (૧) કેવળજ્ઞાનીજી (૨) નિર્વાણીજી (૩) શ્રી સાગરજી (૪) શ્રી મહાયશજી (૫) શ્રી વિમલપ્રભજી (૬) સર્વાનુભૂતિજી, (૭) શ્રી શ્રીધરજી, (૮) શ્રી દત્તજી (૯) શ્રી દામોદરજી, (૧૦) શ્રી સુતજજી (૧૧) શ્રી સ્વામિનાથજી, (૧૨) શ્રી મુનિસુવ્રત (૧૩) શ્રી સમિતિજિનજી, (૧૪) શ્રી શિવગતિજી, (૧૫) શ્રી અસ્તાંગજી, (૧૬) શ્રી નમીશ્વરજી (૧૭) શ્રી અનિલનાથજી, (૧૮) શ્રી યશોધરજી, (૧૯) શ્રી કૃતાર્થજી (૨૦) શ્રી જિનેશ્વરજી, (૨૧) શ્રી શુદ્ધમતિજી, (૨૨) શ્રી શિવશંકરજી, (૨૩) શ્રી ચંદનનાથજી, (૨૪) શ્રી સમ્માતજી. આ ૨૪ જંબુદ્વીપના ભરતક્ષેત્રની ગઈ ચોવીસીમાં નામો છે. પ્રશ્ન- [૩૭૧] જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આવતી ચોવીસીમાં થનારા તીર્થંકર પરમાત્માઓનાં નામો તથા જીવો કયા કયા ? ઉત્તર- ભાવિ ચોવીસીનાં નામો તથા જીવો આ પ્રમાણે છે. નંબર તીર્થંકરપ્રભુનું નામ કયો જીવ હાલ કયાં છે ૧ શ્રી પદ્મનાભજી શ્રેણીક મહારાજા પહેલી નરકમાં . શ્રી સુરદેવજી સુપાર્શ્વજી દેવલોકમાં ૩ શ્રી સુપાજી ઉદયરાય દેવલોકમાં શ્રી સ્વયંપ્રભજી પોટલ અણગાર દેવલોકમાં શ્રી સર્વાનુભૂતિજી દ્રઢાયુ શ્રાવક દેવલોકમાં શ્રી દેવશ્રુતજી કાર્તિક શેઠ દેવલોકમાં - શ્રી ઉદયનાથજી શંખ શ્રાવક દેવલોકમાં . ૮ શ્રી પેઢાલજી આનંદ શ્રાવક દેવલોકમાં م ه ه م ۱ و Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ અનેકાન્તવાદ ૯ શ્રી પોટિલજી સુનંદ શ્રાવક દેવલોકમાં ૧૦ શ્રી શતકીર્તિજી શતક શ્રાવક દેવલોકમાં ૧૧ શ્રી મુનિસુવ્રતજી દેવકીજી દેવલોકમાં ૧૨ શ્રી અમમનાથજી શ્રીકૃષ્ણજી ત્રીજી નરક ૧૩ શ્રી નિષ્કષાયજી શ્રી સત્યકીજી ત્રીજી નરક શ્રી નિષ્કલાકજી શ્રી બળભદ્રજી દેવલોકમાં શ્રી ચિત્રગુપ્તજી રોહિણીજી દેવલોકમાં શ્રી નિર્મળાજી સુલસા શ્રાવિકા દેવલોકમાં શ્રી સમાધિનાથજી રેવતી શ્રાવિકા દેવલોકમાં ૧૮ શ્રી સંવરનાથજી સતતીલક શ્રાવક દેવલોકમાં ૧૯ શ્રી અનધ્ધીકજી કર્ણ દેવલોકમાં ૨૦ શ્રી યશોધરજી દ્વિપાયન વ્યંતર દેવ ૨૧ શ્રી વિજયજી નારદ દેવલોકમાં ૨૨ - શ્રી મલ્લિચંદ્રજી અંબડ શ્રાવક દેવલોકમાં ૨૩ શ્રી દેવચંદ્રજી અમર દેવલોકમાં ૨૪ શ્રી અનંતવીર્યજી શ્વાતિબુધ્ધિજી દેવલોકમાં પ્રશ્ન- [૩૭૨] ભગવાનની વાણી ૩૫ ગુણોવાળી હોય છે તે ગુણો કયા કયા ? ઉત્તર- પ્રભુની વાણીમાં નીચે મુજબ ૩૫ ગુણો હોય છે. (૧) અતિશય સંસ્કારથી ભરેલાં જ વચનો બોલે. (૨) એક યોજનમાં બેઠેલી સર્વ પર્ષદા સરખી રીતે સાંભળી શકે. ' (૩) હલકા શબ્દોના પ્રયોગો વિના, માનવાચક શબ્દોથી ભરેલી વાણી. (૪) મેઘનાદની જેમ સૂત્ર અને અર્થની ગંભીરતા વાળી વાણી. (૫) માઈક વિના જ ચારે બાજુ પ્રતિધ્વનિ નીકળે તેવી વાણી. ૧૦ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા (૬) શ્રોતાજનને ઘી અને મધ જેવી સ્નિગ્ધ અને મધુર લાગે તેવી. (૭) સર્પ વાંસલી ઉપ૨, અને હરણ વીણા ઉપ૨ જેમ લીન થઈ જાય તેવા મનોહર રાગ-રાગિણી વાળી એવી વાણી. (૮) અલ્પ શબ્દો અને અર્થ બહુલ એવી વાણી. (૯) પૂર્વાપર અવિરૂદ્ધ વચનો વાળી, અબાધિત વાણી. (૧૦) એક પ્રાસંગિક અર્થને પૂર્ણ કરી બીજા અર્થને કહેનારી. (૧૧) શ્રોતાને સ્પષ્ટ સમજાય તેવી, સંશય ઉત્પન્ન ન થાય તેવી. (૧૨) મહાબુદ્ધિશાળી પુરૂષો પણ જેમાં દોષ કાઢી ન શકે તેવી. (૧૩) સાંભળતાં જ મન એકાગ્ર-લીન બની જાય તેવી. (૧૪) દેશ-કાળ-સભાજનોને જોઈને ચતુરાઈ પૂર્વકનીવાણી. (૧૫) આડી-અવળી-નિરર્થક વાતો જેમાં ન આવે તેવી. (૧૬) નવ તત્ત્વોના સ્વરૂપના સારને સમજાવનારી. (૧૭) સંસારિક વાતો અને નિસ્સાર વસ્તુ કહેવાનો પ્રસંગ આવે તો પણ સંક્ષેપથી સમજાવનારી. (૧૮) પ્રત્યેક વસ્તુને કથા દ્વારા અતિશય સ્પષ્ટતાથી સમજાવનારી. (૧૯) આત્મપ્રશંસા અને પરનિંદા વિનાની વાણી. (૨૦) દૂધ-સાકર જેવી મધુર લાગે તેવી, જેને છોડીને જવું ગમે નહીં. (૨૧) પારકાનાં ગુહ્યોને પ્રગટ ન કરે તેવી વાણી. (૨૨) ગુણીના ગુણાનુવાદ કરનારી, પરંતુ ખુશામત ન કરનારી. (૨૩) ઉ૫કા૨ અને આત્મકલ્યાણ કરે તેવા સાર્થક ધર્મને Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ અનેકાન્તવાદ કહેનારી. (૨૪) અર્થોનું છેદન-ભેદન ન કરનારી, અને અનર્થ ન કરનારી. (૨૫) વ્યાકરણના ધાતુ-પ્રત્યાયના નિયમાનુસાર વાળી. " (૨૬) અતિ ઉચ્ચ સ્વર વિના, અતિ મંદસ્વર વિના, શીવ્રતા વિના, મધ્યમ સ્વરથી વચનોચ્ચાર વાળી. (૨૭) શ્રોતાગણના હૃદયમાં આશ્ચર્ય ઉત્પન્ન કરનારી. (૨૮) અતિશય આનંદથી કહે કે શ્રોતાજન વાણીના રસનો સ્વાદ માણી શકે. (૨૯) વચ્ચે વચ્ચે વિલંબ કે આરામ લીધા વિના કહે. (૩૦) પૂછ્યા વિના જ શ્રોતાના મનમાં રહેલા પ્રશ્નોના ઉત્તર આપનારી. (૩૧) આગળ-પાછળ સંબંધ વાળી, શ્રોતાના હૃદયમાં સતત વસનારી. (૩૨) વર્ણ-પદ-વાક્યોની રચના વ્યવસ્થિત જેમાં છે તેવી. (૩૩) મહાપ્રતાપીઓથી પણ સુબ્ધ ન થાય તેવી સાત્વિક : વાણી. (૩૪) સૌ સાંભળનાર પોતપોતાની ભાષામાં સમજે તેવી. (૩૫) પ્રત્યેક સાંભળનાર એમ સમજે કે મને ઉદેશીને જ કહે છે. પ્રશ્ન-૩૭૩ શ્રાવકના ૧૨૪ અતિચારો આવે છે તે કયા કયા? ઉત્તર- બાર વ્રતના દરેકના પાંચ પાંચ ૧૨x૫ = ૬૦ સમ્યકત્વ વ્રતના પાંચ ૧૪૫ = ૫ સંખનાના પાંચ ૧૪૫ = ૫ પંદર પ્રકારના કર્માદાનો સંબંધી = ૧૫ જ્ઞાનાચાર-દર્શનાચાર-ચારિત્રાચારના ૩૮૮ = ૨૪ તપાચારના ૧૨ અને વીર્યાચારના ૩, ૧૨ + ૩ =૧૫ ૧૨૪ Jain Education international Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ - જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા સ્થાનકવાસી-તેરાપંથી સંપ્રદાય ૯૯ અતિચારો માને છે. પ્રશ્ન- [૩૭] બ્રહ્મચર્યની ૯ વાડ કઈ કઈ ? ઉત્તર- ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન ૧૬માં આ પ્રમાણે જણાવેલ आलओ थीजणाइण्णो, थीकहा य मणोरमा । સંથવો વેવ નારી, તસિં દિયરલi | ૨૨ . कुइयं रुइयं जीयं, हसिय भुत्तासियाणिं च । पणियमत्तपाणं च, अइमायं पाणभोयणं ॥ १२ ॥ गत्तभूसणमिळू च, कामभोगा व दुज्जया । नरस्सडत्तगवेसिस्स, विसं तालउडं जहा ॥ १३ ॥ (૧) સ્ત્રી-પશુ-નપુંસક ધસતા હોય ત્યાં વસવું નહીં. (૨) સ્ત્રીના સૌંદર્ય-શૃંગાર-હાવભાવનું વર્ણન કરવું નહીં. (૩) સ્ત્રી જે આસન ઉપર બેઠી હોય તે આસન ઉપર પુરુષ અને જે આસન ઉપર પુરુષ બેઠો હોય તે આસન ઉપર સ્ત્રીએ બેસવું નહીં. (૪) સ્ત્રીનાં અંગોપાંગ કામવિકારની બુદ્ધિથી જોવાં નહીં. . (૫) દંપતી સૂતાં હોય, કે એકાન્તમાં બેઠાં હોય, તો તેઓની વાતચીત ભીંતના આંતરે ઉભા રહીને સાંભળવી નહીં. (૬) પૂર્વે સંસારી અવસ્થામાં ભોગવેલા ભોગો સંભાળવા નહીં. (૭) અતિશય રસવાળા કામોત્તેજક માદક પદાર્થો ખાવા નહીં. (૮) નિરસ ખોરાક પણ અતિશય માત્રામાં ખાવો નહીં. (૯) શરીરની અતિશય વિભૂષા-ટાપટીપ કરવી નહીં. પ્રશ્ન- [૩૭૫] સાત વ્યસનો કયાં કયાં ? ઉત્તર- સાત વ્યસનોનાં નામો તથા અર્થો આ પ્રમાણે છે. द्युतं च मांसं च सुरा च वेश्या, पापा चोरी परदारसेवा । Page #150 -------------------------------------------------------------------------- ________________ અનેકાન્તવાદ ૧૪૩ एतानि सप्त व्यसनानि लोके, घोरातिघोरं नरकं नयन्ति ॥ (૧) જુગા૨ ૨મવો (૨) માંસ ભક્ષણ (૩) મદિરા પાન, (૪) વેશ્યાગમન, (૫) શિકાર કરવો, (૬) ચોરી કરવી અને (૭) પરસ્ત્રીસેવન કરવું - આ સાત વ્યસનો કહેવાય છે. જે ત્યજવા જેવાં છે અને આ ભવ તથા પરભવમાં અતિશય દુ:ખદાયી અને અપયશદાયી છે. પ્રશ્ન- [૩૭૬] શાસ્ત્રોમાં સાડા પચ્ચીસ આર્યદેશો કહેવાય છે તે કયા કયા ? ઉત્તર- સાડા ૨૫ આર્યદેશો, તેની રાજધાની, તેના ગામોની સંખ્યા આ પ્રાણે છે. નંબર દેશનું નામ ૧ મગધ દેશ ૨ અંગ દેશ ૩ વંગ દેશ ૪ કલિંગ દેશ ૫ કાશી દેશ ૬ કોશલ દેશ છ કુરુ દેશ ८ કુશાવર્તદેશ ૯ પંચાલ દેશ ૧૦ જંગલ દેશ ૧૧ સોરઠ દેશ ૧૨ વિદેહ દેશ વત્સ દેશ ૧૩ ૧૪ શાંડિલ્ય દેશ ૧૫ મલય દેશ ૧૬ વચ્છ દેશ ૧૭ વરણ દેશ રાજધાનીનું નામ રાજગૃહી ચંપા નગરી તામ્રલિપ્તીનગરી કંચનપુરનગર વારાણસીનગરી શાકેતપુરનગર ગજપુરનગર સૌરીપુરનગર કંપીલપુર નગર અહિછત્રા નગરી દ્વારિકા નગરી મિથિલા નગરી કૌસાંબીનગરી નંદીપુર નગર દિલપુર નગર વિરાટપુર નગર અહચ્છા નગરી ગામોની સંખ્યા ૧, ૬૦, ૦૦, 000 ૫૦, ૦૦, ૦00 ૮૦, ૦૦૦ ૧૮, ૦૦૦ ૧, ૯૫, ૦૦૦, ૦૦ ૯, ૦૦૦ ૧૫, ૦૦૦ ૬૬, ૦૦૦ ૩, ૮૩, ૦૦, ૦૦૦ ૨૮, ૦૦૦ ૬, ૮૦, ૩૩૩ ૮, ૦૦૦ ૨૮, ૦૦૦ ૨૧, ૦૦૦ ૭, ૦૦૦ ૨૮, ૦૦૦ ૪૨, ૦૦૦ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ દશાર્ણ દેશ ચેટી દેશ સિંઘ(સૌવીર)દેશ શૂરસેન દેશ બંગ દેશ કૃતિકાવતી નગરી શૌક્તિકાવતી નગરી વીતભય પટ્ટણ મથુરા નગરી પાવાપુરી નગરી માસ નગર શ્રાવસ્તી નગરી કોટિવર્ષ નગરી ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૪ ૨૩ પુરિવર્તા દેશ કુણાલ દેશ લાટ દેશ ૨૫ ૨, ૫૦૦ ૨૬ કેકૈય દેશ(અડધો)શ્વેતાંબિકા નગરી પ્રશ્ન- [૩૭૭] સત્તર પ્રકારે સંયમ કહેવાય છે તે કેવી રીતે સમજવા ? જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા ૪૩, ૦૦૦ ૪૩, ૦૦૦ ૬, ૮૫, ૦૦૦ ૮, ૦૦૦ ૩૬, ૦૦૦ ૧, ૪૨૦ ૩૩, ૦૦૦ ૨, ૪૨, ૦૦૦ ઉત્તર- પાંચ મહાવ્રત પાલન, પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ, ચાર કષાયોનો ત્યાગ અને મન-વચન કાયાના અશુભ યોગોથી નિવર્તન કરવું તે સત્તર પ્રકારે સંયમ કહેવાય છે. પ્રશ્ન[૩૭૮] ૮૪, ૦૦, ૦૦૦ જીવયોનિ કહેવાય છે. તેનો અર્થ શું ? તે કેવી રીતે. ગણવી. ઉત્તર- જીવો જ્યાં ઉત્પન્ન થાય છે તે સ્થાનને યોનિ કહેવાય છે. તે સ્થાનમાં કૃષ્ણ-નીલ-લોહિત-પીત અને શ્વેત એમ પાંચ જાતના વર્ણો હોય છે. એકેક વર્ણમાં સુગંધ અને દુર્ગંધ એમ બે જાતની ગંધ હોય છે. એટલે ૫×૨ ૧૦ ભેદ થાય છે. તે એકેક ભેદમાં તિકત-ટુ-કષાયેલ (તુરો) આમ્લ અને મધુર એમ પાંચ પાંચ પ્રકારનો રસ હોય છે એટલે ૧૦૪૫ = ૫૦ ભેદ થાય છે તે એકેક ભેદમાં શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ, ગુરુ, લઘુ, મૃદુ અને કર્કશ એમ આઠ જાતના સ્પર્શ હોય છે. તેથી ૫૦x૮ = ૪૦૦ ભેદ થાય છે. તે પ્રત્યેક ભેદમાં ગોળ, ત્રિકોણ, ચતુષ્કોણ, લંબગોળ અને ષટ્કોણ એમ પાંચ પ્રકારના આકાર (સંસ્થાન) હોય છે તેથી ૪૦૦x૫ = ૨૦૦૦ એમ કુલ બે હજાર ભેદ થાય છે. = Page #152 -------------------------------------------------------------------------- ________________ અનેકાન્તવાદ ૧૪૫ હવે જે જીવોમાં જેટલા લાખની યોનિ શાસ્ત્રોમાં કહેલી છે. તેનાથી અડધા કરી, તેટલા લાખને બદલે તેટલા સો જેટલી મૂળજાત કલ્પવી. જેમ કે પૃથ્વીકાયની યોનિ સાત લાખની કહી છે. તેના અડધા સો. ૩૫૦, થાય છે. તેટલી મૂળજાતો જાણવી. જેમ કે પત્થર, મીઠું, સુરમો, હડતાલ, સ્ફટિક, મણી, રત્ન, સુવર્ણ, ઈત્યાદિ પૃથ્વીકાયની જગભરમાં થઈને કુલ ૩૫૦ જાત છે. તેમાંની એકેક જાતના વર્ણ ૫, x ગંધ ૨, x રસ ૫, x સ્પર્શ ૮, x સંસ્થાન ૫, કરવાથી સાત લાખ યોનિ થશે. એમ સર્વજીવ ભેદમાં સમજી લેવું. પ્રશ્ન- [૩૭૯] સમ્યકત્વના ૬૭ બોલ કયા કયા ? ઉત્તર- ૪ શ્રધ્ધાન, ૩ લિંગ, ૧૦ વિનય, ૩ શુદ્ધિ, ૫ લક્ષણ, પ દૂષણ, ૫ ભૂષણ, ૮ પ્રભાવના, ૬ જયણા, ૬ આગાર, ૬ સ્થાનક, અને ૬, ભાવના, એમ ૬૭ બોલ સમજવા. આ ૬૭ બોલનું ગુજરાતી ભાષામાં સવિસ્તર વર્ણન, પૂજ્ય યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજે બનાવેલી “સમક્તિ ૬૭ બોલની સજઝાયમાં કરેલું છે. પ્રશ્ન- [૩૮૦] સમ્યક્ત્વના ૬૭ બોલમાં ૪ શ્રદ્ધા કહી. તે કઈ કઈ ? ઉત્તર- જિનેશ્વર પરમાત્માએ બતાવેલા નવ તત્ત્વ આદિ જગત ના યથાર્થ સ્વરૂપ ઉપર દઢપણે પૂર્ણ શ્રદ્ધા કરવી તે ૧. ગીતાર્થ ગુરુઓને યર્થાથપણે ઓળખી તેઓની સેવા કરવી ર જે જૈન આત્માઓમાંથી સમ્યકત્વ ચાલ્યું ગયું હોય તેવા પતિત થયેલા આત્માઓનો સંગ તથા પરિચય ન કરવો ૩ અન્ય દર્શન વાળાઓ સાથે આપણે અનભ્યાસી હોઈએ ત્યારે સહવાસ-સંબંધ ન રાખવો ૪ આ ચાર શ્રદ્ધા જાણવી. પ્રશ્ન-[૩૮૧] ત્રણ લિંગો કયાં કયાં ? તેના અર્થો શું ? ઉત્તર- (૧) ધર્મ સાંભળવાની તીવ્ર ઈચ્છા, તીવ્ર ઉત્કંઠા. (૨) જિનેશ્વર પ્રભુના ધર્મ ઉપર દઢ રાગ. (૩) દેવ-ગુરુ ધર્મની ખડેપગે-અપ્રમત્તપણે સેવા. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા પ્રશ્ન-૩૮૨] દશ પ્રકારનો વિનય કયો કયો ? ઉત્તર- (૧) અરિહંત પરમાત્માનો વિનય કરવો. (૨) સિદ્ધ પરમાત્માનો વિનય કરવો. (૩) જિનપ્રતિમા અને જિનમંદિરનો વિનય કરવો. (૪) જૈન સૂત્ર-સિદ્ધાન્ત-આગમ રૂપ શાસ્ત્રોનો વિનય કરવો. (૫) દશ પ્રકારના યતિધર્મોનો વિનય કરવો. (૬) દશ પ્રકારનો મુનિધર્મ પાળનારાઓનો વિનય કરવો. (૭) આચાર્ય ભગવંન્તોનો વિનય કરવો. (૮) જૈન શાસ્ત્રો ભણાવનાર ઉપાધ્યાયજીનો વિનય કરવો. (૯) જૈન શાસનના અંગભૂત ચતુર્વિધ સંઘનો વિનય કરવો. (૧૦) સમ્યકત્ત્વી આત્માઓ અને સમ્યકત્વનાં સાધનોનો - વિનય કરવો. પ્રશ્ન- [૩૮૩] સમ્યકત્વની ત્રણ પ્રકારની શુદ્ધિ કઈ કઈ ? ઉત્તર- (૧) મનશુદ્ધિ : જિનેશ્વર પરમાત્મા અને તેઓએ જણાવેલ જૈનધર્મ એ જ સાર છે. એના વિના સર્વ મિથ્યા છે એવો મનમાં દઢ સંકલ્પ તે મનશુદ્ધિ. (૨) વચનશુદ્ધિ : જિનેશ્વર પરમાત્માના અનુયાયી વડે જે કામકાજ ન થયું તે અન્યથી કદાપિ થાય જ નહીં એવી વચનથી દઢ પ્રરૂપણા તે વચનશુદ્ધિ. (૩) કાયશુદ્ધિ છેદન-ભેદન-ઉપસર્ગ–અને મહાનુ પરિષહો આવે તો પણ જિનેશ્વર પરમાત્મા વિના અન્ય કોઈને પણ દેવબુદ્ધિએ નમસ્કાર ન કરે તે કાયશુદ્ધિ. પ્રશ્ન- [૩૮૪] સમ્યકત્વમાં ન લગાડવા જેવાં પાંચ દુષણો કયાં કયાં ? ઉત્તર- (૧) જૈન ધર્મમાં અવિશ્વાસ-શંકા કરવી તે પ્રથમ દુષણ. (૨) બીજા ધર્મોના મંત્ર-તંત્ર-ચમત્કારાદિ દેખી ઈચ્છા કરવી તે બે જા દુષણ. Page #154 -------------------------------------------------------------------------- ________________ “અનેકાન્તવાદ” ૧૪૭ (૩) પોતે સેવેલા જૈનધર્મના ફળનો સંદેહ કરવો-ફળમાં શંકા કરવી તે ત્રીજા દુષણ. (૪) મિથ્યા દષ્ટિઓના ગુણોની પ્રશંસા કરવી તે ચોથું દુષણ. (૫) મિથ્યા દષ્ટિઓનો પરિચય કરવો તે પાંચમું દુષણ. પ્રશ્ન- [૩૮૫] આઠ પ્રભાવક કયા કયા ? ઉત્તર- (૧) જૈન શાસ્ત્રોના સંપૂર્ણ જાણકાર તે ખાવચનિકપ્રભાવક (૨) ધર્મનો ઉપદેશ આપવામાં અતિશય નિપુણ તે ધર્મકથાકારક પ્રભાવક. (૩) વાદ-વિવાદમાં જૈનમતના મંડન દ્વારા સામા મતનો પરાભવ કરવામાં પાવરધા તે વાદી પ્રભાવક. (૪) જ્યોતિષ શાસ્ત્રના અદૂભૂત જ્ઞાન દ્વારા અષ્ટાંગ નિમિત્ત જાણીને તે દ્વારા પણ જૈન શાસનની પ્રભાવના કરનાર તે નૈમિત્તિક પ્રભાવક. (૫) તપ દ્વારા જૈન શાસનનો પ્રભાવ વધારનાર તે તપસ્વી " પ્રભાવક. (૬) વિદ્યાના બળથી ચમત્કારો દ્વારા જૈન શાસનની પ્રભાવના કરનાર તે વિદ્યાપ્રભાવક. (૭) અંજન ચૂર્ણ આદિ દ્વારા જૈન શાસનની પ્રભાવના કરનાર તે તાંત્રિક પ્રભાવક. (૮) મનને ચમત્કાર ઉપજાવે તેવાં ઉત્તમ કાવ્યોની રચના કરી જૈનશાસનની શોભા વધારનાર તે મહાકવિ પ્રભાવક. પ્રશ્ન- [૩૮] સમ્યકત્વનાં પાંચ ભૂષણો કયાં ક્યાં ? ઉત્તર- (૧) દેવવંદન-ગુરુવંદન-પચ્ચકખાણો આદિ ધર્મનાં અનુષ્ઠાનો આચરવામાં અતિશય કુશળપણે વર્તે તે પહેલું ભુષણ. (૨) સ્થાવર-જંગમ તીર્થની ભક્તિભાવ પૂર્વક સેવા કરવી તે બીજુ ભુષણ. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા (૩) દેવ-ગુરુની ભક્તિ-સેવા કરવી તે ત્રીજુ ભુષણ. (૪) કોઈના ચલાવવાથી જરા પણ ધર્મથી ચલિત ન થાય તે ચોથું ભુષણ. (૫) લોકો જૈન શાસનની પ્રશંસા કરે તેવાં મહાનું કાર્યો કરે તે પાંચમું ભુષણ. પ્રશ્ન-[૩૮૭] સમ્યકત્વનાં પાંચ લક્ષણો ક્યાં ક્યાં ? ઉત્તર- (૧) અપરાધ કરનાર આત્મા પ્રત્યે પણ મનથી પણ તેનું અશુભ ન વિચારવું તે ઉપશમ પ્રથમ લક્ષણ. (૨) દેવ-મનુષ્યનાં સુખોને પણ દુઃખો જ છે એમ સમજી માત્ર મોક્ષસુખને જ ઈચ્છે તે સંવેગ બીજુ . લક્ષણ. ' (૩) સંસારને નારક અથવા કેદખાનું સમજી સદા તેમાંથી નિકળવા ઈચ્છે તે નિર્વેદ ત્રીજ લક્ષણ. (૪) સંસારના દુઃખથી દુ:ખી ઉપર દ્રવ્યદયા, અને ધર્મરહિત જીવો ઉપર ભાવદયા તે અનુકંપા ચોથું લક્ષણ. (૫) જિનેશ્વર પરમાત્માએ જે ભાખ્યું છે તે અન્યથા નથી એવી દઢ શ્રદ્ધા તે આસ્તિકતા પાંચમું લક્ષણ. પ્રશ્ન- [૩૮૮] છ જ્યણા કઈ કઈ ? ઉત્તર- (૧) અન્યધર્મિઓને, તેઓના માન્ય દેવ-દેવીઓને, તથા તેઓ વડે ગૃહીત-પ્રતિમા આદિને હાથ જોડીને કરાતું વિનય પૂર્વકનું વંદન ન કરવું. તે પહેલી જ્યણા. (૨) તેઓને મસ્તક નમાવવા પૂર્વક વંદન ન કરવું તે બીજી જ્યણા. (૩) તેઓને ગૌરવ-ભક્તિભાવ-અને બહુમાન પૂર્વક આદર સત્કાર ન કરવો તે ત્રીજી જ્યણા. . (૪) તેઓને (વિના કારણે) વારંવાર દાન-પ્રદાન ભક્તિભાવપૂર્વક ન કરવું તે ચોથી જ્યણા. (૫) તેઓની સાથે વિના બોલાવે આલાપ ન કરવો તે Page #156 -------------------------------------------------------------------------- ________________ “અનેકાન્તવાદ” ૧૪૯ પાંચમી જ્યણા. (૬) તેઓની સાથે વિના બોલાવે વારંવાર સંલાપ ન કરવો તે છઠ્ઠી જ્યણા. પ્રશ્ન- ૩િ૮૯] સમ્યકત્વના છ આગાર કયા કયા ? ઉત્તર- (૧) રાજાના દબાણથી સમ્યકત્વ દુષિત થાય તેવું કોઈ પણ આચરણ કરવું તે રાજાભિયોગ આગાર. (૨) માનવોના સમુહના દબાણથી સમ્યકત્વ દુષિત થાય તેવું કોઈ પણ આચરણ કરવું તે ગણાભિયોગ આગાર. (૩) ચોર-લૂંટારા-કે લશ્કર આદિ બળવાન્ પુરુષોના દબાણથી દોષ સેવવા પડે તે બલાભિયોગ આગાર. (૪) ક્ષેત્રપાલ આદિ દેવોના દબાણથી કોઈ અતિચાર સેવવા પડે તે દેવાભિયોગ આગાર. (૫) માતા-પિતા-આદિ વડીલોના દબાણથી અતિચાર સેવવા પડે તે મહત્તરાભિયોગ આગાર. (૬) મહાઇટવીમાં ફસાયા હોઈએ અથવા આજીવિકા મળવી દુર્લભ બની હોય ત્યારે અતિચાર સેવવા પડે તે ભીષણ કાન્તાર વૃત્તિ અભિયોગ આગાર. પ્રશ્ન- [૩૦] સમ્યક્ત્વની છ ભાવના કઈ કઈ ? ઉત્તર- (૧) સમ્યકત્વ એ ધર્મનું મૂળ છે એમ વિચારવું. (૨) સમ્યકત્વ એ ધર્મનગરનું દ્વાર છે એમ વિચારવું. (૩) સમ્યકત્વ એ ધર્મમંદિરનો પાયો છે એમ વિચારવું. (૪) સમ્યકત્વ એ ધર્મનો ભંડાર છે એમ વિચારવું. (૫) સમ્યકત્વ એ ધર્મનો આધાર છે એમ વિચારવું. (૬) સમ્યકત્વ એ ધર્મનું પાત્ર છે એમ વિચારવું. પ્રશ્ન- [૩૯૧] સમ્યકત્વનાં છ સ્થાનો ક્યાં ક્યાં ? ઉત્તર- (૧) આત્મા જેવું સચેતન કોઈ સુક્ષ્મ-અદશ્ય-દ્રવ્ય છે જ. (૨) આત્મા દ્રવ્યાર્થિકનયથી નિત્ય છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા (૩) આત્મા કષાયાદિના કારણે કર્મોનો કર્તા છે. (૪) આત્મા પૂર્વબદ્ધ કર્મોનો ભોક્તા છે. (૫) જ્ઞાનાદિ ગુણોની ઉપાસનાથી આત્માનો મોક્ષ છે. (૬) જ્ઞાનાદિ ગુણો એ મોક્ષના ઉપાયો છે. પ્રશ્ન- [૩૯૨] સમ્યક્ત્વની પ્રાપ્તિ પછી સંસારમાં કેટલું રખડવું પડે ? તેનું માપ કંઈ છે ? ઉત્તર- હા, ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત અને વધુમાં વધુ અર્થ પુદ્ગલ પરાવર્તનમાં કંઈક ન્યૂન કાળ સંસાર પરિભ્રમણ હોય છે. તેમાં પણ અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણી કાળ લાગે છે. ૧૫૦ પ્રશ્ન- [૩૯૩]સમ્યક્ત્વ પ્રાપ્ત થાય ત્યારે આત્મામાં શું પરિવર્તન થતું હશે ? શું આત્મજ્ઞાન થતું હશે ? શું ભેદજ્ઞાન થતું હશે ? ઉત્તર- સમ્યક્ત્વ પ્રાપ્ત થાય એટલે જિનેશ્વર પરમાત્માએ બતાવેલો સંસાર તરવાનો જ્ઞાન-દર્શન અને ચારિત્ર રૂપ મોક્ષમાર્ગ રૂચે છે. ગમે છે તેના પ્રત્યે તથા તે માર્ગ બતાવનાર દેવ-ગુરુ પ્રત્યે ભક્તિ-બહુમાન વધે છે. તેઓએ કહેલો માર્ગ યથાશક્ય આચરવાનું મન થાય છે. જીવનમાં ક્રિયા રૂપે ધર્મ પરિણામ પામે છે. આત્મા જેવું સૂક્ષ્મ-અદૃશ્ય-આગમગોચર દ્રવ્ય છે એવી પ્રતીતિ થાય છે. શરીર-અને ઈન્દ્રિયાદિથી આત્મ દ્રવ્ય ભિન્નતત્ત્વ છે તે જ પ્રાપ્તવ્ય છે. એવી પ્રતીતિ થાય છે. સંસારીભાવોમાં આસક્તિ ઘટે છે. પડે ? પ્રશ્ન- [૩૯૪] સમ્યક્ત્વ આવ્યા પછી કેટલા ભવો કરવા ઉત્તર- ઉપશમ અને ક્ષયોપશમ સમ્યક્ત્વ દેશોન અર્ધપુદ્ગલ પુદ્ગલ પરાવર્તન પહેલાં થઈ શકતું હોવાથી તેટલા કાળમાં અસંખ્ય ભવો અને અનંતભવો પણ થાય છે. પરંતુ ક્ષાયિક સમ્યક્ત્વ આવ્યા પછી માત્ર ૩ | ૪ | ૫ ભવો જ થાય છે, વધુ ભવો થતા નથી. પ્રશ્ન-[૩૯૫] ક્ષાયિક સમ્યક્ત્વ એટલે શું ? તે આવ્યા પછી ૩ | ૪ | ૫ ભવો કેવી રીતે થાય ? તે શાયિક સમ્યક્ત્વ સંસારચક્રમાં Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ “અનેકાન્તવાદ” વધુમાં વધુ કેટલી વાર પામી શકાય ? ઉત્તર- સમ્યકત્વ મોહનીય-મિશ્રમોહનીય-મિથ્યાત્વમોહનીય તથા અનંતાનુબંધી ચાર કષાય એમ દર્શન સપ્તકનો મૂળથી જ સર્વથા ક્ષય થવાના કારણે ભગવાનના ધર્મ ઉપર જે રૂચિ થાય તે ક્ષાયિક સમ્યકત્વ. આ સમ્યકત્વ આવ્યા પહેલાં જો જીવે પરભવનું આયુષ્ય અથવા જિનનામ કર્મ બાંધ્યું નથી તે જીવો તે જ ભવે મોક્ષે જાય છે અને જે જીવોએ પરભવનું આયુષ્ય દેવ-નરકનું બાંધ્યું હોય તે જીવો તથા જિનનામકર્મ બાંધ્યું હોય તે જીવો ત્રણ ભવે મોક્ષે જાય છે. એક ભવ ક્ષાયિક પામ્યો તે, બીજો ભવ દેવ અથવા નરકનો અને ત્રીજો ભવ મનુષ્યનો. જેઓએ મનુષ્ય તથા તિર્યંચનું આયુષ્ય બાંધ્યું હોય છે તે નિયમો યુગલિક ભૂમિના જ બદ્ધાયુષ્ક હોવાથી ચાર ભવે મોક્ષે જાય છે. એક ભવ ક્ષાયિક પામે તે, બીજો ભવ યુગલિક મનુષ્ય-તિર્યચનો, ત્રીજો ભવ દેવનો, અને ચોથો ભવ મનુષ્યનો. સામાન્યથી ૩-૪ ભવે જ મોક્ષે જાય છે. પરંતુ કવચિત એવા મનુષ્ય ક્ષેત્રમાં જન્મે કે જ્યાં મોક્ષમાર્ગ ચાલુ ન હોય તો પાંચ ભવ પણ અપવાદે કરે છે. એક ભવ ક્ષાયિક પામે તે, બીજો ભવ દેવનારકીનો, ત્રીજો ભવ મનુષ્યનો (પરંતુ મોક્ષમાર્ગ ન હોય તેવા ક્ષેત્રકાળનો), ચોથો ભવ દેવનો, પાંચમો ભવ મનુષ્યનો. આ ક્ષાયિક સમ્યકત્વ સંસાર ચક્રમાં એકજ વાર આવે છે. આવેલું કદાપિ ચાલ્યું જતું નથી. માટે સાદિ-અનંત છે. પ્રશ્ન-[૩૯] ઉપશમ અને ક્ષયોપશમ સમ્યકત્વ અટલે શું ? તે સંસારચક્રમાં કેટલીવાર પ્રાપ્ત કરી શકાય ? ઉત્તર- ઉપરોક્ત મોહનીય કર્મની દર્શનસપ્તકની સાતે કર્મ પ્રવૃતિઓ જેઓએ સર્વથા એવી દબાવી દીધી છે કે જેનો રસોદય કે પ્રદેશોદય ન થાય, સર્વથા ઉપશાન્તિ થવી તે સમ્યકત્વ ઉપશમ સમ્યકત્વ. આ સમ્યકત્વ ઉપશમ શ્રેણીમાં વધુમાં વધુ ચાર વાર આવે છે અને અનાદિ મિથ્યાત્વી સૌ પ્રથમ જે સમ્યકત્વ પ્રાપ્ત કરે છે તે આ Page #159 -------------------------------------------------------------------------- ________________ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા ૧૫૨ ઔપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે એટલે સામાન્યથી વધુમાં વધુ પાંચ વાર પ્રાપ્ત કરે છે અહીં મિથ્યાર્દષ્ટિ જીવ ઉપશમ સમ્યક્ત્વ પામ્યા પછી પુનઃ મિથ્યાત્વે જાય ત્યારે સમ્યક્ત્વમોહનીય તથા મિશ્રમોહનીયની ઉલના કરે છે. તે ઉલના પૂર્ણ થયા પછી ૨૬ની સત્તાવાળો મિથ્યાર્દષ્ટિ જીવ જો ફરીથી સમ્યક્ત્વ પામે તો નિયમા પુનઃ પણ ઉપશમ સમ્યક્ત્વ જ પામે છે પરંતુ તે પૂર્વોક્ત ઉપશમ સદેશ હોવાથી ભિન્ન ભિન્ન ન ગણતાં એક જ વાર ગણના કરીને કહેવાય છે કે ઉપશમ પાંચ વાર પામે છે. સમ્યક્ત્વ મોહનીયનો ઉદય હોય અને શેષ ૬ દર્શન મોહનીયનો ક્ષય અથવા ઉપશમ કર્યો હોય ત્યારે ક્ષયોપશમ સમ્યક્ત્વ કહેવાય છે તે અસંખ્યાતી વાર આવે છે અને જાય છે. અહીં ઉદય સમયમાં રહેલા મિથ્યાત્વનો મંદરસ કરી સમ્યક્ત્વ મોહનીય રૂપે પરિણમાવી ભોગવી ક્ષય કરવો તે ક્ષય. અને સત્તામાં રહેલી આ દર્શનત્રિક કે જેનો ઉદીરણાઅપર્વતના આદિ ના બળે ઉદય આવી શકે તેમ છે તેને એવી દબાવી દેવી કે હાલ ઉદયમાં આવે નહીં તે ઉપશમ એમ ક્ષય + ઉપશમ બન્ને જેમાં છે તે ક્ષયોપશમ. પ્રશ્ન-[૩૯૭] સાસ્વાદન અને વેદક સમ્યક્ત્વ પણ આવે છે તે શું છે ? તેનો અર્થ શું ? ઉત્તર- ઉપશમ સમ્યક્ત્વ વાળા કાળમાં જ દર્શનત્રિક સત્તાગત ઉપશાન્ત હોવા છતાં તેનો સહચારી અનંતાનુબંધી કષાય દબાયેલો જો ન રહે અને તેનો બળાત્કાર વધી જાય અને જો ઉદયમાં આવે તો તે સાસ્વાદન કહેવાય છે. દર્શનત્રિક ઉદયમાં ન હોવાથી સમ્યક્ત્વ જ કહેવાય છે પરંતુ અનંતાનુબંધી ઉદયમાં હોવાથી તે સમ્યક્ત્વ મલીનદોષિત થયેલું છે માટે વમેલી ખીર જેવા સ્વાદ વાળું મલીન સમ્યક્ત્વ છે. તથા ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરતાં કરતાં જ્યારે સમ્યક્ત્વ મોહનીયનો અન્તિમ ગ્રાસ જીવ વેદે છે ત્યારે વેદક સમ્યક્ત્વ કહેવાય છે. સાસ્વાદન ઉપશમમાં અંતભૂર્ત થાય છે અને વેદક સમ્યક્ત્વ ક્ષયોપશમમાં અંતર્ભૂત થાય છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ “અનેકાન્તવાદ” ૧૫૩ પ્રશ્ન-૩૯૮] અત્યારે આ પાંચમા આરામાં ભરતક્ષેત્રમાં કર્યું ક્ય સમ્યકત્વ પામી શકાય ? કેવલજ્ઞાન થાય કે નહીં ક્ષપકશ્રેણી પ્રારંભાય કે નહીં? સમ્યકત્વ-સંયમ અને શ્રેણી વિના “અક્રમ વિજ્ઞાન” થાય કે નહીં ? ઘણા લોકો એમ કહે છે કે ભરત મહારાજાને ઋષભ દેવ પ્રભુથી સંયમાદિ વિના જેમ “અક્રમ વિજ્ઞાન” થયું તેમ આ કાળમાં પણ ઘણા યોગીઓને “અક્રમ વિજ્ઞાન” થાય છે અને તે આપવા માટે મહાત્માઓ જન્મે છે. તો આમાં સત્ય શું ? ઉત્તર- અત્યારે આ પાંચમા આરામાં ભરત ક્ષેત્રમાં ફક્ત ઉપશમ અને ક્ષયોપશમ એમ બે જ સમ્યકત્વ પામી શકાય છે. સંઘયણબળ, તીર્થંકરનો કાળ આદિ સાધન સામગ્રી ન હોવાથી ક્ષાયિક સમ્યક્ત્વ પામી શકાતું નથી. પરંતુ મહાવિદેહાદિમાં ક્ષાયિક સમ્યકત્વ પામીને દેવલોકાદિમાં થઈને અહીં જન્મનારા કોઈ જીવને દુષ્પહસહસૂરિજીની જેમ કવચિત્ પ્રાપ્તક્ષાયિક હોઈ શકે છે. ક્ષણકશ્રેણી તથા કેવળજ્ઞાન પ્રથમ વજષભ નારાચ સંઘયણ વાળા મનુષ્યને જ થઈ શકે છે. આ કાળે આ સંઘયણબળ ન હોવાથી ક્ષપકશ્રેણી કે કેવળજ્ઞાન કોઈને થતું નથી. જંબુસ્વામી છેલ્લા કેવલી થયા છે ત્યારબાદ ભરતક્ષેત્રમાં કોઈને કેવલજ્ઞાન થયું નથી અને થતું પણ નથી. તેથી પાંચમાં આરામાં જન્મેલા કોઈ પણ યોગી-મહાત્માને કેવળજ્ઞાન થયું નથી જ. તથા જૈનશાસ્ત્રોમાં સમ્યકત્વ-સંયમ-શ્રેણી દ્વારા જ કેવળજ્ઞાન થવાનું જણાવ્યું છે. આ જ ક્રમ છે. અને ક્રમ વડે જ કેવળજ્ઞાન થાય છે. બાહ્યથી કદાચ દ્રવ્યસંયમ ન હોય તો પણ ભાવસંયમ તો અવશ્ય હોય જ છે. માટે અક્રમ વિજ્ઞાન કોઈને થયું નથી અને થતું પણ નથી જ ભરત મહારાજાને પણ સમ્યકત્વ-ભાવસંયમ-અને ક્ષપકશ્રેણી દ્વારા જ કેવલજ્ઞાન થયેલું છે. વિના ક્રમે થયેલું નથી. તથા ઋષભદેવ પ્રભુથી થયું નથી. પોતાના આત્મ પરિણામની શુદ્ધિથી થયું છે. પ્રભુ ઉપદેશ આપવા દ્વારા નિમિત્ત માત્ર છે. કર્તા નથી. તેથી તે દૃષ્ટાન્તને આગળ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧પ૪ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા કરી જે વર્તમાન કાળમાં અક્રમવિજ્ઞાન થવાની અને આપવાની વાત ફેલાવે છે તે ઉત્સુત્ર છે. ખોટી છે. પ્રશ્ન-૩૯૯] અત્યારે ભરતક્ષેત્રમાં કેટલાં સઘયણ છે. જે જીવો મૃત્યુ પામે તે વધુમાં વધુ કેટલા દેવલોક સુધી અને કેટલી નરક સુધી જઈ શકે ? પાંચમા આરાના અત્યારના સંતો-મહાત્માઓયોગીઓ-અધ્યાત્મીઓ કયા દેવલોક સુધી જઈ શકે? શું તેઓ અહીંથી મોક્ષે ગયા છે એમ કહેવાય ? ઉત્તર- અત્યારે ભરતક્ષેત્રમાં છેવટું સંઘયણ છે. છેવટ્ટા સંઘયણ વાળા જીવો ઉત્તમ પરિણામ વાળા હોય તો વધુમાં વધુ ચાર દેવલોક સુધી જ જાય છે અને અધમ પરિણામ વાળા હોય તો વધુમાં વધુ તે નરક સુધી જ જાય છે. તેથી વધારે ઉપર-નીચે જતા નથી. ખાનાથી જ સમજાશે કે અત્યારના સંતો-મહાત્માઓ યોગીઓઅધ્યાત્મીઓ વધુમાં વધુ ચાર દેવલોક સુધી જ જાય છે. તેથી વધારે ઉપર દેવલોકમા પણ જઈ શકતા નથી તો સંઘયણબળ ન હોવાથી મોક્ષે ગયા છે એમ તે કહેવાય જ કેમ ? તેથી જે જેના અનુરાગી હોય તે તેઓને વધુ ઉંચે ગાનું કે મોક્ષે ગયાનું જે કહે છે તે દષ્ટિરાગ માત્ર જ છે. . પ્રશ્ન-૪૦૦] આ પ્રશ્નોત્તર મળ બનાવવાનો અને ભણવાભણાવવાનો ઉદ્દેશ શું ? ઉત્તર- જૈનશાસ્ત્રોનું નિર્દોષ સમ્યજ્ઞાન મેળવવાનું, સમ્યજ્ઞાન પ્રાપ્ત કરી ખોટી-ખોટી ચાલતી માન્યતાઓ અને ભ્રમણાઓને દૂર કરી સત્યમાર્ગે આવવાનું. અને તે દ્વારા કર્મોનો ક્ષય કરી ભવાન્તરમાં કેવળજ્ઞાન મેળવી મુક્તિ પ્રાપ્ત કરવાનું આ ગ્રંથનું પ્રયોજન છે. સર્વે જીવો મધ્યસ્થવૃત્તિ રાખી સત્ય સમજી પોતાના આત્માને સન્માર્ગે લાવી કર્માય કાચી કેવલજ્ઞાનાદિ દ્વારા આત્મકલ્યાણ સા-આજ બિલrI. Page #162 -------------------------------------------------------------------------- ________________ BHARAT GRAPHICS AHD. PH.387964 For Private & Personal use only www.no