________________
૧૪૦
Jain Education International
જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા
(૬) શ્રોતાજનને ઘી અને મધ જેવી સ્નિગ્ધ અને મધુર લાગે તેવી.
(૭) સર્પ વાંસલી ઉપ૨, અને હરણ વીણા ઉપ૨ જેમ લીન થઈ જાય તેવા મનોહર રાગ-રાગિણી વાળી એવી વાણી.
(૮) અલ્પ શબ્દો અને અર્થ બહુલ એવી વાણી. (૯) પૂર્વાપર અવિરૂદ્ધ વચનો વાળી, અબાધિત વાણી. (૧૦) એક પ્રાસંગિક અર્થને પૂર્ણ કરી બીજા અર્થને કહેનારી.
(૧૧) શ્રોતાને સ્પષ્ટ સમજાય તેવી, સંશય ઉત્પન્ન ન થાય તેવી.
(૧૨) મહાબુદ્ધિશાળી પુરૂષો પણ જેમાં દોષ કાઢી ન શકે તેવી.
(૧૩) સાંભળતાં જ મન એકાગ્ર-લીન બની જાય તેવી. (૧૪) દેશ-કાળ-સભાજનોને જોઈને ચતુરાઈ પૂર્વકનીવાણી. (૧૫) આડી-અવળી-નિરર્થક વાતો જેમાં ન આવે તેવી. (૧૬) નવ તત્ત્વોના સ્વરૂપના સારને સમજાવનારી. (૧૭) સંસારિક વાતો અને નિસ્સાર વસ્તુ કહેવાનો પ્રસંગ આવે તો પણ સંક્ષેપથી સમજાવનારી.
(૧૮) પ્રત્યેક વસ્તુને કથા દ્વારા અતિશય સ્પષ્ટતાથી સમજાવનારી.
(૧૯) આત્મપ્રશંસા અને પરનિંદા વિનાની વાણી. (૨૦) દૂધ-સાકર જેવી મધુર લાગે તેવી, જેને છોડીને જવું ગમે નહીં.
(૨૧) પારકાનાં ગુહ્યોને પ્રગટ ન કરે તેવી વાણી. (૨૨) ગુણીના ગુણાનુવાદ કરનારી, પરંતુ ખુશામત ન કરનારી. (૨૩) ઉ૫કા૨ અને આત્મકલ્યાણ કરે તેવા સાર્થક ધર્મને
For Private & Personal Use Only
www.jainelibrary.org