SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ “નવતત્ત્વ પ્રકરણ ૫૧ પ્રશ્ન[ ૧૨૩] “અતિસૂક્ષ્મ અવિભાજ્ય કાળને જો સમય કહેવાય છે. તો તે સમયોનો જેમ જેમ સમુહ થતો જાય તેને શું કહેવાય ? ઉત્તર- આવા પ્રકારના અતિશય સૂક્ષ્મ અવિભાજ્ય કાળને જેમ સમય કહેવાય છે. તેમ અસંખ્યાતા સમયોનો સમુદાય તે આવલિકા કહેવાય છે. ૨૫૬ આવલિકાનો ૧ ક્ષુલ્લકભવ કહેવાય છે. ક્ષુલ્લક ભવ એટલે નાનામાં નાનો ભવ, એકેન્દ્રિયાદિ જીવનું નાનામાં નાનું આયુષ્ય ક્ષુલ્લકભવનું હોય છે. પ્રશ્ન- [૧૨૪] કેટલા ક્ષુલ્લકભવોનો શ્વાસોશ્વાસ વિગેરે થાય ? ઉત્તર "" Jain Education International ૨૫૬ આવલિકા ૧૭ણા ક્ષુલ્લકભવ ૩૭૭૩ શ્વાસોશ્વાસ ૧૫ મુહૂર્ત ૩૦ મુહૂર્ત ૧૫ દિવસ ૩૦ દિવસ = = ⇒ = ૧ માસ. ૧૨ માસ ૧ વર્ષ થાય છે. પ્રશ્ન-[૧૨૫] શાસ્ત્રોમાં પલ્યોપમ અને સાગરોપમ શબ્દ આવે છે તેનો અર્થ શું ? ઉત્તર- પલ્પ એટલે કુવો, કુવાની ઉપમા વાળો જે કાળ તે પલ્યોપમ, એક યોજન લાંબા-પહોળા-અને ઉંડા કુવામાં મનુષ્યના માથાના સાત દિવસમાં માત્ર ઉગેલા વાળના અસંખ્ય ટુકડા કરી ઠાંસી ઠાંસીને ભરીએ, તેમાંથી સો-સો વર્ષે એકેક ટુકડો બહાર કાઢતાં જેટલો કાળ લાગે તેને એક પલ્યોપમ કહેવાય છે. આવા પ્રકારના ૧૦ કોડાકોડી પલ્યોપમ જ્યારે થાય ત્યારે ૧ સાગરોપમ કહેવાય છે. અને ૧૦ કોડાકોડી સાગરોપમ જાય ત્યારે = ૧ ક્ષુલ્લકભવ. ૧ શ્વાસોશ્વાસ. For Private & Personal Use Only ૧ મુહૂર્ત. ૧ દિવસ અથવા રાત. ૧ અહોરાત. ૧ પખવાડિયું. www.jainelibrary.org
SR No.001191
Book TitleJain Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, & Q000
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy