SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા ઉત્તર- ઓછામાં ઓછો એક સમય, અને વધુમાં વધુ ૩ સમયનો કાળ થાય છે. (અપેક્ષાવિશેષે ૪પ સમયનો કાળ પણ લાગે છે.) પ્રશ્ન- [૧૨૧] સમય એટલે શું? અને તેનું માપ કેટલું? ઉત્તર-અતિશય સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે કાળ, જેના કેવલજ્ઞાનીની દૃષ્ટિએ પણ બે ભાગ ન થાય તેટલો નાનો-સૂક્ષ્મ જે કાળ તે સમય. આંખ મીચીને ઉઘાડીએ તેટલા ટાઈમમાં જે વખત જાય છે તેમાં આવા સૂક્ષ્મ અસંખ્યાતા સમયો ચાલ્યા જાય છે. સમય એ આટલો સૂક્ષ્મ કાળ છે. પ્રશ્ન- [૧૨૨] આંખના એક પલકારામાં અસંખ્યાત સમયો થાય છે તે વાત યુક્તિ અને દૃષ્ટાન્તથી સમજાવો. ઉત્તર--એક મીટર મલમલના વસ્ત્રને કોઈ યુવક ઉતાવળે ઉતાવળે ફાડે તો કેટલો ટાઈમ લાગે ? આશરે પાંચ સેકન્ડ થાય. તેમાં સૂક્ષ્મદૃષ્ટિથી વિચારો કે એક મીટર મલમલને ફાડતાં જો પાંચ સેકન્ડ થાય છે. તો તે એક મીટર મલમલમાં જે આડા તારો ગોઠવાયેલા છે તે ક્રમશઃ એક પછી જ એક ફાટે છે. એકસાથે ફાટતા નથી. તેથી ધારો કે એક મીટર મલમલમાં બે હજાર તારો હોય તો બે હજાર તારને ફાડતાં ૫ સેકન્ડ થાય તો તેમાંના એકેક તારને ફાડતાં ૧ સેકન્ડનો ચારસોમો ભાગ થાય છે. પરંતુ તે આપણાથી કલ્પી શકાતો નથી. પરંતુ તર્કથી સમજી શકાય છે. તેમ સમય પણ સૂક્ષ્મકાળ છે એમ સમજી શકાય છે. તથા અતિશય ઝડપથી જતું એક પ્લેન એક કલાકમાં કેટલી ગતિ કરે ? આશરે ૧૨૦૦ કિલોમીટર. હવે વિચારો કે ૧૨૦૦ કિલોમીટરનું અંતર કાપતાં જે પ્લેનને એક કલાક થાય છે. તેને કિલોમીટર અંતર કાપતાં ૩ સેકન્ડ થાય છે. તેને ૧ મીટર અને ૧ સેન્ટીમીટર અંતર કાપતાં કેટલો ટાઈમ થાય ? ૧ સેકન્ડનો પણ બહુ નાનો ભાગ. આ પ્રમાણે સૂક્ષ્મકાળ યુક્તિ અને ઉદાહરણથી સમજાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001191
Book TitleJain Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, & Q000
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy