________________
પર
જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા ૧ ઉત્સર્પિણી કહેવાય છે. તેવી જ રીતે ૧૦ કોડાકોડી સાગરોપમ જાય ત્યારે ૧ અવસર્પિણી કહેવાય છે. એમ કુલ ૨૦ કોડાકોડી સાગરોપમ નું કાળચક્ર થાય છે.
પ્રશ્ન- [૧૨] જીવ મૃત્યુ પામ્યા પછી બીજા ભવમાં આવે ત્યારે પ્રથમ શું પ્રક્રિયા કરે ?
ઉત્તર- જીવ વર્તમાન ભવ પૂર્ણ કરી, મૃત્યુ પામી પર ભવમાં આયુષ્યકર્મના આધારે જાય છે. ત્યાં ઉત્પન્ન થતાંની સાથે સૌ પ્રથમ તે ઉત્પત્તિ સ્થાનમાં રહેલો શુક્ર(વીર્ય) અને રૂધિરાદિ રૂપ પુદ્ગલોનો તૈજસ કાર્મણ શરીરની મદદથી આહારગ્રહણ કરે છે. તે આહારને ગ્રહણ કરીને શરીરને યોગ્ય અને અયોગ્ય રૂપે વિભાજિત કરે છે. શરીરને યોગ્ય હોય તેને રસ કહેવાય છે અને શરીરને અયોગ્ય હોય તેને ખલ કહેવાય છે. એમ ખલ-રસ રૂપે વિભાજન કરવાનું કામ પ્રથમ કરે છે. તેને આહારપર્યાપ્તિ કહેવાય છે.
પ્રશ્ન- [૧૨] પર્યાતિ એટલે શું ? તે કેટલી છે ? કઈ કઈ
ઉત્તર- પર્યાતિ એટલે શક્તિ, આહારગ્રહણ કરવાની, તેને ખલરસ રૂપે જુદી પાડવાની આત્માની જે શક્તિ તે આહાર પર્યાપ્તિ. તેવા પ્રકારની કુલ ૬ પર્યાતિઓ છે. તે આ પ્રમાણે
(૧) આહાર, (૨) શરીર, (૩) ઇન્દ્રિય, (૪) શ્વાસોશ્વાસ, (૫) ભાષા અને (૬) મન. ,
પ્રશ્ન- [૧૨૮] આ છ એ પર્યામિઓનો અર્થ શું? ઉત્તર- (૧) ગ્રહણ કરેલા આહારને ખલ-રસ રૂપે, એટલે
શરીરને અયોગ્ય અને યોગ્ય રૂપે જુદો પાડવો
તે આહારપર્યામિ. (૨) જુદા પાડેલા આહારમાંથી જે રસીભૂત શરીરને
યોગ્ય આહાર છે તેમાંથી શરીરની રચના કરવાની જે શક્તિ તે શરીરપર્યાતિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org