________________
૧૪૮
જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા (૩) દેવ-ગુરુની ભક્તિ-સેવા કરવી તે ત્રીજુ ભુષણ. (૪) કોઈના ચલાવવાથી જરા પણ ધર્મથી ચલિત ન
થાય તે ચોથું ભુષણ. (૫) લોકો જૈન શાસનની પ્રશંસા કરે તેવાં મહાનું કાર્યો
કરે તે પાંચમું ભુષણ. પ્રશ્ન-[૩૮૭] સમ્યકત્વનાં પાંચ લક્ષણો ક્યાં ક્યાં ? ઉત્તર- (૧) અપરાધ કરનાર આત્મા પ્રત્યે પણ મનથી પણ
તેનું અશુભ ન વિચારવું તે ઉપશમ પ્રથમ લક્ષણ. (૨) દેવ-મનુષ્યનાં સુખોને પણ દુઃખો જ છે એમ સમજી
માત્ર મોક્ષસુખને જ ઈચ્છે તે સંવેગ બીજુ .
લક્ષણ. ' (૩) સંસારને નારક અથવા કેદખાનું સમજી સદા તેમાંથી
નિકળવા ઈચ્છે તે નિર્વેદ ત્રીજ લક્ષણ. (૪) સંસારના દુઃખથી દુ:ખી ઉપર દ્રવ્યદયા, અને ધર્મરહિત
જીવો ઉપર ભાવદયા તે અનુકંપા ચોથું લક્ષણ. (૫) જિનેશ્વર પરમાત્માએ જે ભાખ્યું છે તે અન્યથા નથી
એવી દઢ શ્રદ્ધા તે આસ્તિકતા પાંચમું લક્ષણ. પ્રશ્ન- [૩૮૮] છ જ્યણા કઈ કઈ ? ઉત્તર- (૧) અન્યધર્મિઓને, તેઓના માન્ય દેવ-દેવીઓને, તથા
તેઓ વડે ગૃહીત-પ્રતિમા આદિને હાથ જોડીને કરાતું
વિનય પૂર્વકનું વંદન ન કરવું. તે પહેલી જ્યણા. (૨) તેઓને મસ્તક નમાવવા પૂર્વક વંદન ન કરવું
તે બીજી જ્યણા. (૩) તેઓને ગૌરવ-ભક્તિભાવ-અને બહુમાન પૂર્વક આદર
સત્કાર ન કરવો તે ત્રીજી જ્યણા. . (૪) તેઓને (વિના કારણે) વારંવાર દાન-પ્રદાન
ભક્તિભાવપૂર્વક ન કરવું તે ચોથી જ્યણા. (૫) તેઓની સાથે વિના બોલાવે આલાપ ન કરવો તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org