SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ “અનેકાન્તવાદ” ૧૪૯ પાંચમી જ્યણા. (૬) તેઓની સાથે વિના બોલાવે વારંવાર સંલાપ ન કરવો તે છઠ્ઠી જ્યણા. પ્રશ્ન- ૩િ૮૯] સમ્યકત્વના છ આગાર કયા કયા ? ઉત્તર- (૧) રાજાના દબાણથી સમ્યકત્વ દુષિત થાય તેવું કોઈ પણ આચરણ કરવું તે રાજાભિયોગ આગાર. (૨) માનવોના સમુહના દબાણથી સમ્યકત્વ દુષિત થાય તેવું કોઈ પણ આચરણ કરવું તે ગણાભિયોગ આગાર. (૩) ચોર-લૂંટારા-કે લશ્કર આદિ બળવાન્ પુરુષોના દબાણથી દોષ સેવવા પડે તે બલાભિયોગ આગાર. (૪) ક્ષેત્રપાલ આદિ દેવોના દબાણથી કોઈ અતિચાર સેવવા પડે તે દેવાભિયોગ આગાર. (૫) માતા-પિતા-આદિ વડીલોના દબાણથી અતિચાર સેવવા પડે તે મહત્તરાભિયોગ આગાર. (૬) મહાઇટવીમાં ફસાયા હોઈએ અથવા આજીવિકા મળવી દુર્લભ બની હોય ત્યારે અતિચાર સેવવા પડે તે ભીષણ કાન્તાર વૃત્તિ અભિયોગ આગાર. પ્રશ્ન- [૩૦] સમ્યક્ત્વની છ ભાવના કઈ કઈ ? ઉત્તર- (૧) સમ્યકત્વ એ ધર્મનું મૂળ છે એમ વિચારવું. (૨) સમ્યકત્વ એ ધર્મનગરનું દ્વાર છે એમ વિચારવું. (૩) સમ્યકત્વ એ ધર્મમંદિરનો પાયો છે એમ વિચારવું. (૪) સમ્યકત્વ એ ધર્મનો ભંડાર છે એમ વિચારવું. (૫) સમ્યકત્વ એ ધર્મનો આધાર છે એમ વિચારવું. (૬) સમ્યકત્વ એ ધર્મનું પાત્ર છે એમ વિચારવું. પ્રશ્ન- [૩૯૧] સમ્યકત્વનાં છ સ્થાનો ક્યાં ક્યાં ? ઉત્તર- (૧) આત્મા જેવું સચેતન કોઈ સુક્ષ્મ-અદશ્ય-દ્રવ્ય છે જ. (૨) આત્મા દ્રવ્યાર્થિકનયથી નિત્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001191
Book TitleJain Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, & Q000
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy