SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્વ પ્રકરણ” ૭૯ (૩) કરપાત્રી = દિગંબર સંપ્રદાય એમ માને છે કે સાધુ થનાર આત્માએ વસ્ત્ર કે પાત્ર કંઈ પણ પરિગ્રહ રખાય નહીં એટલે આહારગ્રહણ બે કર (હાથ) વડે જ કરાય માટે કર એ જ પાત્ર. બીજાં લાકડાનાં પાત્રો શ્વેતાંબરની જેમ રાખવાથી મમતા-મૂછ વધે નિષ્પરિગ્રહતા આવે નહીં. અને શ્વેતાંબર સંપ્રદાયનું માનવું એવું છે કે “વસ્તુ રાખવી તે પરિગ્રહ નથી પરંતુ મમતા-મૂછ કરવી તે પરિગ્રહ છે.” જો વસ્તુ રાખવી તે પરિગ્રહ કહીએ તો કમંડળ અને મોરપીંછી રાખનાર સાધુને પણ નિષ્પરિગ્રહી ન કહી શકાય, માટે જયણા માટે મોરપીંછી જેમ અનિવાર્ય છે, શરીરશુદ્ધિ માટે કમંડળ જેમ અનિવાર્ય છે તેમ લબ્ધિવિનાના આ કાળના સાધુસંતો માટે આહાર ગ્રહણ સારૂં બીનકિંમતી લાકડાનાં પાત્રો પણ અનિવાર્ય છે. (૪) વસ્ત્રપરિધાન = સાધુ અવસ્થામાં વસ્ત્ર ન જ રખાય એમ દિગંબર સંપ્રદાયનું કહેવું છે અને નિર્મમત્વભાવે ઇન્દ્રિયોને ઢાંકવા પુરતું શ્વેત વસ્ત્ર રાખવું એ વધારે સંયમવૃધ્ધિનું જ કારણ છે. એમ શ્વેતાંબર સંપ્રદાયનું કહેવું છે. પ્રશ્ન- [૧૯૮] આ ચાર મુખ્યમાન્યતા ભેદ વિના બીજી કોઈ માન્યતાઓમાં ભેદ છે ? - ઉત્તર- હા, ભગવાનની મૂર્તિને ચક્ષુટીકા હોય અને ન હોય, ભગવાનની મૂર્તિને કંદોરાનું પ્રતીક હોય અને ન હોય, ભગવાનની મૂર્તિને આભૂષણો અંગરચના હોય અને ન હોય ઈત્યાદિ અનેક સૂક્ષ્મ માન્યતાઓમાં પણ ભેદ છે. પ્રશ્ન- [૧૯૯] આ બન્ને સંપ્રદાયો હિન્દુસ્થાનમાં વધારે કયા ભાગમાં જોવા મળે છે ? ઉત્તર- હિન્દુસ્થાનના મધ્યપ્રદેશ અને દક્ષિણ ભાગમાં દિગંબરસંપ્રદાય વધારે પ્રમાણમાં છે જ્યારે ગુજરાત-મહારાષ્ટ્ર-રાજસ્થાન અને મધ્યપ્રદેશાદિમાં શ્વેતાંબર સંપ્રદાય વધારે પ્રમાણમાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001191
Book TitleJain Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, & Q000
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy